Shapit - 11 in Gujarati Fiction Stories by bina joshi books and stories PDF | શ્રાપિત - 11

Featured Books
Categories
Share

શ્રાપિત - 11







એકબાજુ અધિરાજની તબિયત સારી નથી. એક તરફ આકાશનાં લગ્ન માથે આવી ઉભાં છે. અક્ષય, પિયુષ, દિવ્યા, ચાંદની અને અવની બધાં ઘરે આવે છે. સાથે આકાશની મમ્મી અને સુધા પણ આવે છે. અધિરાજ પાસે હોસ્પિટલમાં આકાશ અને સમીર બન્ને રોકાય છે.

જેવાં બધાં ગાડીમાંથી ઉતરીને હવેલીની અંદર પ્રવેશ કરતા હોય છે. ત્યાં રોકી આવીને અવનીના પાગ પાસે આવીને જોરથી ભસવા લાગે છે.આજુબાજુ ફરવા લાગે છે. દરવાજો ખોલવી જેવાં હોલમાં પ્રવેશ કર્યો ત્યાં સોફા પર આછા કોફી રંગની સાડી અને ડોકમાં ચાંદીનું માદેડીયુ પહેર્યું હતું. હાથમાં અને પગમાં ચાંદીના કળા પહેરેલી એક સ્ત્રી બેઠી હોય છે.

ઉંમરના કારણે ખરડાયેલા હાથ-પગ અને ચહેરા પણ પડેલી કરચલીઓ હાથમાં વર્ષો પહેલાં ત્રોફાવેલા મોરલા અને વિવિધ ભાતની ડિઝાઇન હતી.જે વર્ષોથી કરતાં પરિશ્રમના અને કામનાં કારણે ઝાંખી પડી ગય હતી. લગભગ સિત્તેર વર્ષ જેટલી એની ઉંમર લાગતી હતી. ચાંદની તેને જોતાં ગભરાઈ જાય છે. અને મોઢામાંથી ચીસ નીકળી જાય છે. ત્યાં સુધા દોડતી આવીને એ વૃદ્ધાને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આ દશ્ય જોતાં દિવ્યા, ચાંદની,અક્ષય, પિયુષ બધાં એકબીજાના ચહેરા તરફ આશ્ચર્યથી જોવાં લાગે છે.

સુધાને છાની રાખતા એની આંખોમાંથી પડતાં પાણીને પોતાનાં સાડલાના છેડાં વડે લુછી નાંખતા કહે છે. " આ જગતનો નાથ બેઠો છે સંધાયની સંભાળ રાખવા તું એનાં ઉપર ભરોસો રાખ ".આ વૃદ્ધા બીજું કોઈ નહીં પરંતુ આકાશનાં ધરે વર્ષોથી કામ કરતાં જીવીમાં હતાં. આકાશનાં જન્મ પહેલાંના અહિયાં સાથે રહીને કામ કરતાં. ઘરનાં સભ્યો પણ એને પોતાનાં પરિવારનો હિસ્સો સમજતાં હતાં.

સુધા ઉભી થઇને મંદિરમાં પ્રગટાવેલા દિવામા ઘી પુરીને અખંડ જ્યોત ચાલું રાખે છે. સવિતાબેન જીવીમાને બધાં મિત્રોનો પરિચય કરાવે છે." જીવીમાં આ બધાં આકાશના મિત્રો છે. શહેરમાંથી આવ્યાં છે ". જીવીમાં બધાં મિત્રો તરફ જોઈને એક મિઠુ હાસ્ય આપે છે. એ ખરડાયેલા ચહેરા પાછળ એક અલંગ તેજ હળહળતુ હતું.

અવની આકાશની મમ્મી પાસે જાય છે. સોરી કહેતાં અવનીના આંખમાં ઝળઝળીયાં આવી જાય છે.

અવની : " આન્ટી મારો એવો કશું ઇરાદો નહોતી કોઈને દુખી કરવાનો ".

સવિતાબેન : આકાશની મમ્મી માથે હાથ મૂકીને પ્રેમથી પંપાળે છે. " બેટા આ બધું નશીબમાં લખેલું હોય છે. વ્યક્તિ તો માત્ર એક માધ્યમ તરીકે રહેલું છે. બધું ઠીક થઈ જશે તમે બધાં રૂમમાં જઈને આરામ કરો ".

અવની, દિવ્યા અને ચાંદની બધાં રૂમમાં અંદર સુવા માટે જાય છે.

દિવ્યા : " આકાશનાં લગ્નમાં એટલાં બધાં વિઘ્નો આવ્યાં એ સારાં સુકન ના કહેવાય " .

અવની : " શુકન અપશુકનની તો ખબર નથી પણ આ લગ્નમાં હજું આગળ કેટલાં બધાં વિઘ્નો આવશે એ જોવાનું થશે ".

બધાં મિત્રો સુઈ જાય છે. વિચારોનાં કારણે અવનીને ઉંઘ નથી આવતી. આમતેમ પડખાં બદલવા છતાં એને હોસ્પિટલમાં રહેલાં આકાશની ચિંતા થતી હતી. આકાશ અને અવનીને અલંગ થયાં પછી. બન્નેનો એકબીજા સાથે વધારે કોન્ટેક્ટ નથી. અવની પોતાનાં મોબાઈલમાંથી આકાશનાં નંબર ડાયલ ટાઈમ કરે છે.એક સેકન્ડ હાથ થંભી જાય છે. ઉંડો શ્વાસ ભરીને અવની આકાશને ફોન લગાડે છે. પરંતુ આકાશનો ફોન બંધ આવતો હતો.અવનીની ચિંતા ફરી વધવા લાગી.

અવની રૂમમાંથી બહાર નીકળીને બાલ્કનીમાં આવીને ફરીથી પ્રયત્ન કરે છે. ત્યાં પાછળથી અવનીના ખંભે કોઈ હાથ રાખે છે. અવની એકદમ ડરી જાય છે. પાછળ ફરતાં જોયું તો દિવ્યા ઉભી હતી.

અવની : " અરે... દિવ્યા તે મને ડરાવી દિધી. અડધી રાત્રે પાછળ આવીને આવું કોઈ કરે " ?


દિવ્યા : " તું અત્યારે આટલી મોડી રાત્રે કોને ફોન કરી રહી છે "?

અવની : " અરે ...એ તો મને ચિંતા થતી હતી .આકાશની એટલે અવની અચકાતાં બોલે છે."

અવની આકાશને ફરીથી ફોન લગાડી કાને રાખ્યો.સામેથી અચાનક ભયાનક અવાજ સંભળાયો " તસવીર " અવની હેલ્લો... હેલ્લો... બોલે છે. ત્યાં સામેથી ફરી અવાજ સંભળાયો" તસવીર કયા છે "? અવાજ સંભળીને અવની ગભરાઈને ફોન કાપી નાખે છે.

ત્યાં બાજુમાં ઉભેલી દિવ્યા બોલી "અરે પણ આકાશનો ફોન તો એક્સિડન્ટમા ખોવાઈ ગયો છે ".


ક્રમશ.....