Ayana - 31 in Gujarati Love Stories by Heer books and stories PDF | અયાના - (ભાગ 31)

The Author
Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

અયાના - (ભાગ 31)

"હા, ત્યાં મે બ્લૂ અને લાલ ફાઈલો ઘણી બધી જોઈ હતી..." ફાઈલ શોધતા શોધતા ક્રિશય અને વિશ્વમ ગિરીશ પાસે આવ્યા ત્યારે ગિરીશે કહ્યું ...

રૂમ નંબર 41 માં જઈને ચેક કર્યું એટલે ક્રિશય ને એની ફાઈલ ત્યાંથી મળી આવી...

"આજે ખબર પડી કે આ હોસ્પિટલ કેટલી મોટી છે ..." વિશ્વમ હાંફતા હાંફતા બોલ્યો અને બંને હસ્યા...

બંનેએ ટાઇમ જોયો અને સીધા ડો.પટેલ ની ઓફીસ તરફ દોડ્યા...

"ફાઈલ સ્ટડી થઈ ગઈ ...?" ફાઈલ ચેક કરતા કરતા ડો.પટેલ પૂછી રહ્યા હતા ...

"સ્ટડી ની ક્યાં કરો છો...મળી એટલું બોવ છે..." વિશ્વમ ધીમા અવાજે બબડ્યો ...
ક્રિશય થી હસાય ગયું...

"મે કોઈ જોક્સ કર્યો...?" ડો.પટેલે પૂછ્યું...

"નો સર..."

"અડધી કલાક માં જ ઓપરેશન થીયેટર માં તૈયાર થઈને હાજર થઈ જાવ..."

"ઓકે સર..."વિશ્વમ ખૂબ જોશથી બોલ્યો...

"સર...ફાઈલ..." ક્રિશય બોલ્યો...કોઈ કામ અધૂરું છોડી દેવું ક્રિશય ને પસંદ નહતું...કામની બાબત માં આ રીતે પહેલીવાર થયું હતું...બાકી અત્યાર સુધી માં ક્રિશયે ફાઈલ શરૂઆત થી અંત સુધી વાંચી લીધી હોય અને એમાંથી થોડા સવાલ પણ ડો.પટેલ સામે રજુ કર્યા હોત...પરંતુ થોડાક દિવસ ની મથામણ માં ક્રિશય સરખું ધ્યાન આપી શકતો ન હતો...

"હમમ...આજકાલ ક્યાં ધ્યાન રહે છે ...કામના સમયે આમ ન હોવું જોઈએ... તમે એક ભવિષ્યના ડોકટરો છો...આ રીતે જવાબદારી ઉઠાવશો...?"

ક્રિશય અને વિશ્વમ મુંડી નીચે રાખીને સાંભળી રહ્યા હતા...

" અને યાદ છે ને અડધી કલાક માં...." ફાઈલ આપીને ડો.પટેલે ઉમેર્યું...

હા માં ડોકું હલાવીને બંને બહાર નીકળ્યા...

ફાઈલ વાંચતા સમયે ક્રિશય ને વારંવાર અયાના સાથે થયેલ દ્ર્શ્ય યાદ આવી રહ્યું હતું...

"શું થયું ..." વિશ્વમે પૂછ્યું ...

ના માં ડોકું હલાવી ને ક્રિશયે ફરી ફાઇલ માં ધ્યાન પરોવ્યું...

"મિટિંગ રહેવા દે..." અચાનક વિશ્વમ બોલ્યો ...

"કેમ ..." ક્રિશય તરત સમજી ગયો કે વિશ્વમ એની અને રૂદ્ર સાથેની મિટિંગ વિશે કહી રહ્યો હતો ...

" એના પરિવાર ની પરવાનગી પછી પણ દેવી એ રૂદ્ર ની પસંદગી કરી છે તો કંઇક તો હશે ને..."

વિશ્વમ તરફ થી નજર ફેરવીને ક્રિશયે ફરી એનું ધ્યાન ફાઈલ માં પરોવ્યું...

"મારા નસીબ માં નહિ લખાયેલ હોય દેવી નું નામ ...નહિતર એ મને આ રીતે ક્યારેય ન છોડે ..."

"હમમ..." એની વાતમાં વધારે ધ્યાન ન આપતા ટુંકમાં જવાબ આપીને ક્રિશયે ફરી ફાઇલ માં ધ્યાન આપ્યું...

" જિંદગી એક પ્રેમનો દરિયો છે...." થોડીવાર શાંતિ પછી વિશ્વમે અચાનક કહ્યું ...
ક્રિશયે નવાઈથી એની સામે નજર કરી ...એને થોડો ખ્યાલ આવી રહ્યો હતો કે એનો દોસ્ત પ્રેમમાં પાગલ થવાની અણી ઉપર આવી ગયો છે...

" આ કિનારેથી પેલા કિનારે જવા એક સાથી ની જરૂર હોય છે....અત્યાર સુધી દેવી સાથે હતી ...આગળ કોઇક તો હશે જ જે વિશ્વમ ને પ્રેમ કરશે ...પણ એ પ્રેમ એવો હશે જ્યાં વિશ્વમ અને રૂદ્ર બંને માંથી પસંદગી કરવાની આવે તો એ મને પસંદ કરશે..." બોલીને વિશ્વમે એકલા એકલા સ્માઇલ કરી...

" ઓ હેલો...મિસ્ટર... અમે તારી સાથે એ દરિયા માં નથી....?" ક્રિશયે ચપટી વગાડીને પૂછ્યું...

" હા યાર તમે બધા તો છો જ...પણ મારી સાથે કોઈ નથી....એમ તો દેવી પણ છે પરંતુ એ એના રૂદ્ર સાથે છે...તું છે તારી સમીરા સાથે અને અયાના...." અયાનાનું નામ આવતા વિશ્વમ ચુપ થઈ ગયો...

"અયાના ક્યાં છે...?" વિશ્વમે સવાલ કર્યો...

"મને શું ખબર એ કોની હોડીમાં બેઠી છે..." નજર ફેરવીને ક્રિશયે જવાબ આપ્યો પરંતુ એ થોડું થોડું સમજવા લાગ્યો હતો કે અયાના તો પહેલેથી જ એની હોડીમાં બેઠેલી છે છતાં ક્રિશયે સમીરા ને એમાં બેસાડી હતી ...

"મને લાગે છે તમે ત્રણેય એક હોડી માં જ છો....પરંતુ નિયમ એવો છે કે એક હોડીમાં બે જ ચાલે ...જો ત્રીજું આવે તો હોડી ડૂબી જશે નહીંતર કોઈ એકને દરિયા માં કૂદવું પડશે...જેમ દેવી અને રૂદ્ર ની હોડીમાંથી મને કાઢી મૂક્યો..."
થોડું હસીને એનું બોલવાનું ચાલુ જ રાખ્યું...

" દેવ્યાની સમજદાર છે...સાચા સમયે મને કાઢ્યો છે ...જો એને હજી મોડું કર્યું હોત તો હોડી ડૂબી જાત અમારી..."

ક્રિશય તો પોતાની હોડી નું જ વિચારી રહ્યો હતો ...

"દસ મિનિટ બાકી છે ...ચાલ હવે ...આગળનું ઘરે જઈને વિચારજે ..." વિશ્વમે ક્રિશયને ઠોસો મારીને હલાવ્યો અને ઘડિયાળ માં જોઇને કહ્યું ...

બંને ઓપરેશન થીયેટર ના કપડા અને માસ્ક પહેરીને તૈયાર થઈ ગયા...ઓપરેશન થીયેટરમાં પેશન્ટ ને લઇ આવ્યા ત્યારબાદ રૂમનો દરવાજો બંધ થઈ ગયો અને બહાર લાલ લાઈટ ચાલુ થઈ ગઈ...

અગત્સ્ય ની ફાઈલ વાંચ્યા બાદ અયાના ને સમજાય ગયું હતું કે અગત્સ્ય ને ક્યારે અને કઈ રીતે દોરા પડે છે....

અગત્સ્ય નો ઉઠવાનો સમય થઈ ગયો હતો... અયાના દોડીને અગત્સ્ય વાળી રૂમમાં આવી ત્યારે ત્યાં પહેલેથી જ ડો.પટેલ ની સાથે સાથે બીજા ઘણા ડોકટરો હતા...

અગત્સ્ય હજી સૂતો જ હતો...એના અંકલ એની પાસે ઊભા હતા ...થોડી વાતચીત કરીને બધાએ નિર્ણય લઈ લીધેલો એ અયાના ને સંભળાવી દીધો કે આજ થી અગત્સ્ય ની પૂરેપૂરી જવાબદારી અયાના ને લેવાની હતી... અમુક પેપર્સ અને રિપોર્ટ ના કાગળિયા અયાના ને સોંપીને બધાએ ત્યાંથી વિદાય લીધી...

એના અંકલે હાથમાં સફેદ ગુલાબ નું ફૂલ સોંપ્યું...
"તમે હવે બિલકુલ ચિંતા નહી કરતાં હું અગત્સ્ય નું સારી રીતે ધ્યાન રાખીશ..."

"હું જાણું છું ...મારા કાનાનું ધ્યાન મારી કરતા તું વધારે રાખી...હવે બધું તારી ઉપર જ છે ..." બોલતા બોલતા અંકલ ની આંખોમાં નમી છલકતી દેખાઈ રહી હતી...

અગત્સ્ય નો હાથ સળવળ્યો એટલે બંનેને જાણ થઈ ગઈ કે એ હવે હોશ માં આવી રહ્યો હતો... એણે પરાણે હાથ ઉપાડીને એના માથા ઉપર મૂક્યો...એ બેઠો થઇ રહ્યો હતો જેમાં અયાના એ એની થોડી મદદ કરવાની કોશિશ કરી પરંતુ અગત્સ્ય એ એને ધક્કો મારી દીધો...
" પંખૂડી...." ઊંઘમાં હોય એ રીતે અગત્સ્ય બબડી રહ્યો હતો...

"અગત્સ્ય...." અયાના એની નજીક આવી અને બોલી...

"દૂર ...દૂર ..." અગત્સયે હાથ ની એક આંગળીના ઇશારાથી અયાનાને દૂર રહેવા કહ્યું...

"લે..." સફેદ ગુલાબ નું ફૂલ હાથમાં આપીને અંકલે કહ્યું...

"ક્યાં ગઈ હતી...તને ખબર છે ને તું દૂર થઈ જાય એ મને નથી ગમતું..." અગત્સ્ય એકલો એકલો સફેદ ગુલાબ ની પાંદડી ઉપર હાથ ફેરવીને બોલી રહ્યો હતો...

આશ્રમમાં મળેલા અને અત્યારે મળેલા અગત્સ્ય માં ઘણો લાંબો ફેરફાર જોવા મળ્યો હતો...

"દૂર રે....કોણ છે આ...." અયાનાને ફરી પોતાની નજીક આવતા એણે અટકાવી અને અંકલ સામે જોઈને બોલ્યો...

" એ આયાના છે...તારી ફ્રેન્ડ..."એના અંકલે ઓળખાણ આપી...

"કોણ અયાના ....કોઈ મારી ફ્રેન્ડ નથી....બહાર કાઢો આને..."

અગત્સ્ય બેડ ઉપર થી ઊભો થઈને દરવાજા તરફ આવ્યો અને દરવાજો ખોલી નાખ્યો..." બહાર કાઢો આને...."

અયાના એકધારી નજરે એને જોઈ રહી હતી...

દરવાજો ખોલીને ઊભેલા અગત્સ્ય એ બહાર નજર કરી તો ઘણા બધા આમથી તેમ દોડી રહ્યા હતાં...

"અગત્સ્ય...હું અયાના..યાદ છે તને નદી પાસે આપણી પહેલી મુલાકાત થઈ હતી...?" અયાના બોલી રહી હતી પરંતુ અગત્સ્ય નું ધ્યાન બહાર હતું...
આવતા જતા જોર જોર થી 'ડોક્ટર ડોક્ટર' બોલતી નર્સ અને બીજા બધાને હાંફળા ફાંફળા થઈને દોડતા જોઇને અગત્સ્ય વધુ ડરવા લાગ્યો.... એણે બંને હાથથી પોતાના કાન ઢાંકી દીધા અને મોટેથી બુમ પાડીને ત્યાં જ ઢળી પડ્યો...

અયાના એકીટશે એને જોઈ રહી...એ થોડી ડરી ગઈ હતી...જેટલું સરળ લાગતું હતું એટલું સરળ હતું નહિ...
અયાના આ રીતે પહેલીવાર કોઈ પેશન્ટ ની જવાબદારી ઉઠાવી રહી હતી....

( ક્રમશઃ)