Prem - Nafrat - 21 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૨૧

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

પ્રેમ - નફરત - ૨૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૧

આરવને થયું કે શૈલી ગળે પડી રહી છે. તેણે હાલ લગ્ન કરવા નથી એવી સ્પષ્ટતા કરી હોવા છતાં પાછળ પડી ગઇ છે. એ એના સ્થાને કદાચ બરાબર હશે. મારી સાથે વાત કરીને મને દિલ દઇ બેઠી હશે. એને ખબર નથી કે હું મારું દિલ રચનાને આપી ચૂક્યો છું. અને હજુ રચનાને પણ આ વાતની જાણ નથી. અત્યારે રચનાનો પ્રેમમાં પીછો કરવાની વાત બાજુ પર રાખીને શૈલીથી પીછો કેવી રીતે છોડાવવો એ વિચારવું પડશે. શૈલી આજે મળીને જ રહેશે એમ લાગે છે. મમ્મીને જ કોઇ મીઠી ઘુટ્ટી પીવડાવવી પડશે! આજે સાંજે મમ્મીને જ કહી દેવું પડશે કે હમણાં મારા લગ્નનું વિચારીશ નહીં. હું કંપનીને આગળ લઇ જવાનું વિચારી રહ્યો છું.

આરવ સાંજ પડતા પહેલાં મોબાઇલના નવા મોડેલ પર વધુ કામ કરી લેવા ઇચ્છતો હતો. એ બહાને રચના સાથે બે મીઠી વાત કરવાનું મન થઇ રહ્યું હતું. નવા મોબાઇલને લોન્ચ કરવાનું ટેન્શન મગજ પર એવું હાવી થઇ જાય છે કે રચના સાથે બીજી વાત થઇ શકતી નથી. આજે તો શૈલીના ફોનથી આમ પણ ટેન્શન ઊભું થઇ જ ગયું છે. તેણે ઇન્ટરકોમ પર ફોન કરીને રચનાને બોલાવી. એ આવી ત્યારે એના સાદગીભર્યા સૌંદર્યથી દિલ બાગ બાગ થઇ ગયું. તે એવું મીઠું મુસ્કુરાઇ કે દિલને ડાયાબીટીસ થઇ જશે એવું લાગ્યું. એના લહેરાતા વાળના જંગલમાં ખોવાઇ જવાનું મન થયું. એના હોઠ પર ખીલેલા બે ગુલાબ લાજવાબ હતા. એ એવા જામ હતા જેમાં ડૂબી જવાનું મન થતું હતું. એ નજીક આવી અને મન મદહોશ થવા લાગ્યું. તેનું મન કિશોરકુમારનું ગીત ગાવા લાગ્યું:'તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ, નહીં તો ચરાગોં સે લૌ જા રહી થી, જીને કી તુમ સે વજહ મિલ ગઇ હૈ, બડી બેવજહ જિંદગી જા રહી થી...'

પોતાની તરફ જ જોતા આરવને તેણે ટપાર્યો:'સર! તમે મને જ બોલાવી છે કે બીજા કોઇનું સપનું જોઇ રહ્યા છો?'

'હં...તું સામે હોય ત્યારે બીજા વિશે વિચારવાની જરૂર જ ના રહે!' આરવે નેહલે પે દેહલા જેવો જવાબ આપ્યો.

રચના શરમાઇને બોલી:'સર! તમે કોઇ કામથી મને બોલાવી છે?'

આરવ એકદમ ગંભીર થઇ ગયો:'હા...હા...આપણા નવા મોબાઇલને લોન્ચ કરવાનો દિવસ નજીક આવી ગયો છે. હવે બધું ફાઇનલ કરીને પ્રોડક્શન શરૂ કરી દેવાનું છે. આપણે એને અંતિમ ઓપ આપી દઇએ. પછી હું પપ્પા અને ભાઇઓને ઝલક બતાવી દઉં એટલે એના પર મોહર લાગી જાય. તેં 'સુપર ફાસ્ટ મોબાઇલ' માંથી બધી માહિતી મેળવી લીધી છે ને? આ વખતે એમને ટક્કર મળવી જોઇએ.'

'સર! તમે નચિંત રહો. સંજનાના માધ્યમથી જે માહિતી મળે છે એ સો ટચના સોના જેવી હોય છે...' કહીને રચના પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહી.

'ઠીક છે. હવે એણે આપેલી માહિતી અને આપણા નવા મોબાઇલના સ્પેશીફિકેશન વિશે ચર્ચા કરી લઇએ. આ વખતે આપણે કિંમત હજુ ઓછી રાખવાના છે...' આરવે કોમ્પ્યુટર પર મોબાઇલનું તૈયાર કરેલું મોડેલ ખોલીને કહ્યું.

'હા સર, આ વખતે એમની જેમ રૂ.૧૫૦૦૦ થી ઓછી કિંમત રાખવાના છે. કેમકે 'સુપર ફાસ્ટ મોબાઇલ' નો એ જ આશય છે. તે મધ્યમવર્ગના વધુ લોકો સુધી પહોંચવા માગે છે. આપણે એના ૪૮ મેગા પીકસલ કેમેરા સામે ૫૦ મેગા મીક્સલ રાખ્યો છે. એમણે સ્ક્રીન ૬.૪૩ રાખી છે અને આપણે ૬.૭ એમોલેડ સ્ક્રીન રાખવાના છે. આપણે એમનાથી દરેક બાબતમાં થોડું જ વધારે આપવાના છે. સ્વાભાવિક છે કે આપણો થોડો ખર્ચ વધી જશે. પરંતુ આ કારણોથી જ મધ્યમ વર્ગથી વધુ ઉપરના જે ગ્રાહકો છે અને 4GB પ્લસ 64 GB માં રૂ.૨૦૦૦૦ થી રૂ.૨૫૦૦૦ સુધીના મોબાઇલ ખરીદવાની ક્ષમતા રાખે છે તેઓ પણ આ મોબાઇલ પ્રત્યે આકર્ષાશે અને આપણું વેચાણ વધારે રહેશે. એમની જેમ આપણું પ્રોસેસર ક્વાલકોમ ૬૩૦ જ રાખ્યું છે પણ આપણે એ 6NM આધારિત રાખ્યું છે. જેનાથી વધુ સારું પર્ફોર્મન્સ મળશે. ગેમિંગ ફોન તરીકે પણ એને ઓળખાવી શકીશું...' રચનાએ બંને ફોનની સરખામણી કરી.

આરવ વધારે માહિતી આપતાં બોલ્યો:'જાહેરાતમાં બીજો બેટરીનો મુદ્દો વધારે હાઇલાઇટ કરવાનો છે. એમની જેમ ભલે ૫૦૦૦ mah બેટરી છે પરંતુ એમના 20w સામે 33 w ચાર્જિંગ ડક રાખ્યું છે. આજના ઝડપી જમાનામાં બધાંને મોબાઇલનું ચાર્જિંગ ઝડપથી કરવું હોય છે એટલે આ બાબત પર વધારે ફોકસ કરીશું...'

'મારા ખ્યાલથી આપણે એક શાનદાર ફોનને લોન્ચ કરવા જઇ રહ્યા છે અને આ વખતે 'સુપર ફાસ્ટ મોબાઇલ' વાળા જોતા જ રહી જવાના છે...' રચના ખુશ થતા બોલી.

'હું તો તને જ જોતો રહી જાઉં છું... તું વાત કરે છે ત્યારે!' કહી આરવ હસવા લાગ્યો.

'નોટી બોય!' કહી રચના પણ હસીને બોલી:'મારો મતલબ એ લોકો હાથ ઘસતા રહી જવાના છે!' આરવને થયું કે તે હવે પોતાની સાથે હળીમળીને કામ કરવા લાગી છે. હવે એના પ્રેમથી હાથ ધોવા ના પડે એવું કંઇક કરવાનું છે.

'હવે કોઇ મુદ્દાની ચર્ચા બાકી રહેતી નથી...' આરવ કોમ્પ્યુટરથી દૂર થતાં બોલ્યો.

'હા, મારું સૂચન છે કે તમે આજે જ બધાં સાથે ચર્ચા કરીને મોડેલ ફાઇનલ કરી લો. હવે કોઇ અપડેટ આવશે તો તમને જણાવીશ...' રચના ઊભી થતાં બોલી.

આરવને થયું કે હવે બે ઘડી પ્રેમની વાતો કરવાનું વિચારે છે ત્યારે એ જવાની વાત કરે છે. એણે રોકવાનો પ્રયાસ કર્યો:'બેસને! ઉતાવળ છે?'

'હા, મોટા સાહેબે કેટલુંક કામ સોંપ્યું છે એ જલદી પતાવી દઉં. નહીંતર સાંજે મોડું થશે...' રચના આરવના પિતાજીને 'મોટા સાહેબ' તરીકે ઓળખાવતી હતી.

'ઓહ! એમનું કામ છે તો પૂરું કરવું જ પડશે...' આરવ પિતાનું નામ સાંભળી મજબૂરીમાં રજા આપતાં બોલ્યો.

રચના ગયા પછી આરવ તરત જ પિતાની ઓફિસમાં ગયો. ત્યાં બંને ભાઇઓ બેઠા હતા એટલે નવા મોડેલની વિગતો આપીને એ લોન્ચ કરવાની ઉતાવળ કરવા કહ્યું.

લખમલભાઇએ સંતોષ સાથે મૂક સંમતિ આપી દીધી હોય એવું આરવને લાગ્યું પણ બંને ભાઇઓ કંઇક વિચારમાં હોય એમ એકબીજાની સામે જોતા હતા.

'આ ફોનને લોન્ચ કરવાનું મોકૂફ રાખીએ... રૂ.૧૫૦૦૦ થી નીચેના ભાવમાં લોન્ચ કરવામાં જોખમ છે. આટલી બધી સુવિધા આપી શકાય નહીં. આપણે ખોટમાં જઇશું...' કિરણ ગંભીર થઇને બોલ્યો.

આરવને થયું કે બંને ભાઇઓ તેની વાતમાં ટાંગ અડાવી રહ્યા છે કે શું? મને નીચો સાબિત કરવા માગતા હોય અને મારામાં ધંધાનું જ્ઞાન ના હોય એવો ઇશારો છે.

ત્યાં લખમલભાઇ બોલ્યા:'કિરણની વાતમાં દમ છે...'

કિરણને પોતાની વાતનું સમર્થન મળતા એના ચહેરા પર ખુશી ચમકી. આરવનું મોં પડી ગયું. પિતા અત્યાર સુધી એને આ મોબાઇલ માટે પ્રોત્સાહન આપતા હતા. હવે ભાઇની હામાં હા કેમ મિલાવી રહ્યા છે? તેના મનમાં પ્રશ્નો સર્જાયા:'પોતે અને રચનાએ કરેલી આટલા દિવસોની બધી મહેનત એળે જશે? સુપર ફાસ્ટ મોબાઇલ ફરી એમનો ફોન લોન્ચ કરીને છવાઇ જશે?'

ક્રમશ: