આઇ હેટ યુ
પ્રકરણ-96
નંદીનીએ રાજનાં જવાબનો એકજ લીટીમાં જવાબ આપ્યો અને કહ્યું રાજ તું બોલ્યોને કે એમની ઇચ્છા અને સ્વપ્ન આપણાં બનાવીને એમની ઇચ્છા પુરી કરાવની જવાબદારી આપણી છે. રાજ મેં એજ કર્યું.
રાજે કહ્યું એટલે ? તેં લગ્ન કરી લીધાં ? કોઇ ત્રાહીત સાથે ? તેં મને તો કંઇ જણાવ્યુંજ નહોતું હું આ બોલતાં પહેલાં બોલ્યોજ કે તેં મને કીધું હોત તો થડાં સમય માટે મારાં માતા-પિતાનાં ઉપરવટ જઇને આવી જાત એમની ઇચ્છા પુરી કરત. પણ નંદીની... તેં મને તો કંઇ કીધુંજ નહોતુ તો તેં લગ્ન કોઇ બીજા સાથે કરી લીધાં છે ? કોણ છે ?
રાજને સખત આધાત લાગ્યો હતો એનાં બોલવામાં નારાજગી અને ગુસ્સો સ્પષ્ટ જણાતો હતો. એને નંદીની તરફ જાણે અણગમો આવ્યો હોય એવો ચહેરો થઇ ગયો.
નંદીનીએ કહ્યું તારાં પાપાએ મને તારાં સમ આપેલાં તારાં સમ તોડું ? તને કેવી રીતે કહ્યું હું ?
રાજે કહ્યું તે કોઇ બીજાં સાથે લગ્ન કરી લીધાં ? નંદીનીએ કહ્યું હાં મારાં પાપાનાં ફ્રેન્ડનાં છોકરા વરુણ સાથે સાદાઇથી આર્યસમાજ વિધીથી પાપાનાં જીવતાં લીધાં હું વિવશ હતી.
રાજે ઉપહાસ કરતાં કહ્યું વાહ... વાહ નંદીની તું મારાં સમ કેવી રીતે તોડે એવો છીછરો પ્રશ્ન કરે છે અને કોઇ બીજાં સાથે લગ્ન કરી મારું દીલ આસાનીથી તોડી શકે છે વાહ કહેવું પડે તારાં પ્રેમનું ? વાહ
રાજનો ચહેરો બદલાઇ ગયો. આધાત અને દુઃખથી ચહેરો સાવ પડી ગયો એની આંખોમાં રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એણે કહ્યું નંદીની હવે આપણી વચ્ચે તફાવત દેખાઇ રહ્યો હતો. એણે કહ્યું નંદીની હવે આપણી વચ્ચે શું રહ્યું છે ? આપણે શેના માટે વાત કરીએ છીએ ? તું હવે કોઇની થઇ ગઇ કોઇની સાથે અગ્નિ સાક્ષીમાં ફેરા ફરી લીધાં. પછી તું મને પ્રેમ કરે છે મીસ કરે છે એ બધી વાતો મને મારી મજાક અને મારાં અપમાન જેવું લાગે છે.
તું કહે છે એ પ્રમાણે આપણે છૂટા પડ્યાને જે સમય થયો તો લગ્ન ને 6 માસ થઇ ગયાં હશે. મને હવે કડી બેઠી કે તું બોલી કે હું મારાં ઘરેથી મંમીનાં ઘરે આવી રહેવાં અને મંમી મારાં ખોળામાંજ... તારાં ઘરેથી એટલે તારાં વરનાં ઘરેથી.. બધું સમજાઇ ગયું તું પછી એકલી ક્યાં હતી ? શેનાં માટે તું આટલુ જૂઠુ બોલે છે ? તું આવી નહોતી.. હું તો તારી પૂજા કરતો હતો. અહીં આવીને પણ હું એક ક્ષણ તને ભૂલ્યો નથી. અને તું આટલી....
આગળનાં શબ્દો રાજ ગળી ગયો...
નંદીની ફરીથી ખૂબ રડી ઉઠી એની આંખોથી આંસુ વહી રહેલાં એને ડૂમો ભરાઇ ગયો હતો. રાજ જે બોલી રહેલો એનાંથી સહેવાતું નહોતું પણ એ પણ સત્ય હતું. એ રડતી રડતી કંઇક બોલવા ગઇ પણ બોલી ના શકી...
રાજ ફોન ચાલુ હતો વીડીયોકોલ ચાલુ હતો પણ સ્ક્રીન પરથી ગાયબ થયો એ ગુસ્સા અને સુદન સાથે ફોન બાજુમાં મૂકીને સોફા પર બેસી પડ્યો એ ધુસ્કે ને ધુસ્કે રડી રહ્યો હતો. એ બબડતો હતો કે નંદીનીએ દગો દીધો આવી નહોતી ધારી અને હું અહીં ક્ષણ ક્ષણ રીબાતો રહ્યો.
નંદીની રાજને બૂમો પડતી રહી.. રાજ મારી વાત તો પુરી સાંભળ.. રાજ હું તનેજ પ્રેમ કરું છું તું મારી વિવશતા.. રાજ સાંભળ મને...
રાજે ટીપોય પર ચાલુ ફોન મૂકી દીધો હતો અને સોફા પર બેસી આક્રંદ કરી રહેલો.
તાન્યા અને વિરાટે રાજનો રડવાનો અવાજ સાંભળ્યો એ લોકો રૂમમાંથી બહાર દોડી આવ્યાં જોયું તો રાજે ફોન ચાલુ હોવા છતાં ટીપોય પર મૂકી દીધો છે અને એ ખૂબ રડી રહ્યો છે.
વિરાટે કહ્યું રાજ રાજ.. કેમ રડે છે ? શું થયું ? તાન્યાએ ફોન લીધો અને કહ્યું દીદી દીદી.. નંદીનીએ કહ્યું રાજને કહે મારી વાત પૂરી સાંભળે પ્લીઝ.
તાન્યાએ કહ્યું દીદી તમે રડો નહીં ચિંતા ના કરો અમે રાજને સમજાવીએ છીએ. તમે તમારી અંગત વાતો કરતાં હતાં એટલે અહીં હાજર નહોતાં રૂમમાં હતાં પણ રાજભાઇનો રડવાનો અવાજ આવ્યો એટલે બહાર આવ્યાં. હું પાછો ફોન કરાવું છું તમે રડશો નહીં બધુજ સારુ થશે. એમ કહી ફોન બંધ કર્યો અને રાજને વિરાટ પાસે આવી.
રાજે કહ્યું વિરાટ તારી દીદીએ મને દગો દીધો છે એણે કોઇ બીજા સાથે લગ્ન કરી લીધાં છે છતાં તું મને સાચી વાત કહેતો નથી ? તમે બધાં જુઠા અને દગાખોર છો મારી જીંદગી બરબાદ કરી નાંખી છે મેંજ મારી જીંદગી ફેંફી દીદી કોઇનાં પ્રેમમાં એમ બોલી અચાનક ઉભો થયો અને ટીપોય પર પડેલી વ્હીસ્કીની બોટલ સીધીજ મોંઢે માંડી દીધી.
વિરાટે રાજને કહ્યું રાજ તું આ શું કરે છે ? શું બોલે છે ? તું દીદીની પૂરી વાત તો સાંભળ પ્લીઝ રાજ તું સમજે છે એવું કંઇ નથી રાજ જેની જોડે મજબૂરીમાં લગ્ન કરેલા એ પણ આ દુનિયામાં નથી એનું પણ મૃત્યુ થઇ ગયું છે.
રાજે એક સાથે ઘણો દારૂ પીધો પછી હોઠ લૂછતાં કહ્યું હાં હવે સમજ્યો એ બોલીજ કે રાજ મારાં જીવનમાંથી એક પછી એક બધાં મને છોડીને ગયાં હજીતો એની પાછળ આંસુ સારે છે અને મારી સાથે પ્રેમ પાત્રતા અને વિશ્વાસની વાતો કરે છે પ્રેમ બ્રેમ કશું છેજ નહીં લવ માય ફૂટ સાલી દુનિયાજ સ્વાર્થી છે હું US શું આવ્યો એણે એનાં રંગ બતાવવા શરૂ કરી દીધાં. પાછી સતિસાવીત્રી કહે છે તારાં સમ કેવી રીતે તોડું ? હા... હા.. હા.. એમ વિચિત્ર રીતે હસતો હસતો એકદમ રડી ઉઠ્યો. સોફા પર બેસીને ખૂબ રડવા લાગ્યો.
વિરાટે એને થોડીવાર રડવા દીધો. તાન્યા પાણીની બોટલ લઇ આવી અને વિરાટને આપી. વિરાટે કહ્યું રાજ થોડું પાણી પી લે. પ્લીઝ તેં હજી પૂરી વાત સાંભળી જ નથી અને તેં રીએક્ટ કર્યું છે. રાજે કહ્યું આટલું સાંભળ્યું પછી જાણવા જેવું બાકીજ શું રહ્યું છે ? એણે મને એનાં પાપાની સ્થિતિ ઇચ્છા જણાવી હોત તો ઇન્ડીયા ગયો જ હોત પણ મને કંઇ જણાવ્યા વિના લગ્ન કરી લીધાં ? હવે શું સાંભળું અને શું સમજું ?
તાન્યાએ કહ્યું રાજભાઇ દીદીને પૂરી સાંભળો પ્લીઝ તમે સમજો છો એટલુજ સત્ય નથી એ સત્ય પાછળ કેટલી વિવશતા અને દુઃખ એમનાંજ પરોવાયેલા છે તમારી પાછળ પાગલ અને બાવરી છોકરી કેવાં કપરાં સમય સંજોગમાં ફસાઇ હતી એકલી પડી ગઇ હતી બાપની ઇચ્છા પૂરી કરવાનાં પ્રયાસમાં પોતે જીંદગી બરબાદ કરી બેઠી હતી. એમનાં મનમાં અને જીવમાં માત્ર તમેજ હતાં અને તમેજ છો.
રાજે ચહેરો ઊંચો કરીને તાન્યા સામે જોયું અને બોલ્યો તું વિરાટને ચાહે છે ને ? ખૂબ ચાહે છે ને ? વિરાટની કોઇ વિવશતામાં એ તને છોડીને ઇન્ડીયામાં તને જાણ કર્યા વિના બીજા સાથે પરણી જાય તો તું શું કરીશ ? એની વિવશતા સમજવાનો પ્રયત્ન કરીશ કે ? તું એને છોડી દઇશ ? જવાબ આપ.
વિરાટે કહ્યું રાજ તું આમ વિચિત્ર ત્રિરાશી ના બેસાડ એનો કોઇ જવાબ ના આપી શકે. પણ જો સાચો પ્રેમ હોય તો એ પોતાનાં પાત્રને માફ પણ કરી દે.
રાજે હસતાં હસતાં કહ્યું વાહ આજે બધાની પાસેથી નવું નવું શીખી રહ્યો છું ભલે તમે લોક કહો છો ને કે એની પુરી વાત સાંભળી લઊં ? ચલો સાંભળી લઊં છું પણ હું આખરી નિર્ણય મારી રાતે લઇશ આટલા સમયથી મેં એને પ્રેમ કર્યો છે મારાં મનમાં અને દીલમાં સેવી છે સાચવી છે હું સંપૂર્ણ એને વફાદાર રહ્યો છું એનાં સાક્ષી તમારાં સિવાય બીજા કોણ હોઇ શકે ? છતાં એક સમયની મારી પ્રેમિકા હતી હું આગળ એને પુરી સાંભળી લઊં છું જોઇએ હજી ક્યા નવા ઉઠા ભણાવે છે.. લગાવ ફોન વિરાટ..
વધુ આવતા અંકે ---- પ્રકરણ-97