The Author वात्सल्य Follow Current Read રા-નવઘણ. By वात्सल्य Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books स्वयंवधू - 27 सुहासिनी चुपके से नीचे चली गई। हवा की तरह चलने का गुण विरासत... ग्रीन मेन “शंकर चाचा, ज़ल्दी से दरवाज़ा खोलिए!” बाहर से कोई इंसान के चिल... नफ़रत-ए-इश्क - 7 अग्निहोत्री हाउसविराट तूफान की तेजी से गाड़ी ड्राइव कर 30 मि... स्मृतियों का सत्य किशोर काका जल्दी-जल्दी अपनी चाय की लारी का सामान समेट रहे थे... मुनस्यारी( उत्तराखण्ड) यात्रा-२ मुनस्यारी( उत्तराखण्ड) यात्रा-२मुनस्यारी से लौटते हुये हिमाल... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share રા-નવઘણ. (9) 3.2k 15.4k 3 રા'નવઘણ જુનાગઢનો રાજા હતો.લોકવાયકા છે કે તે તેની માના ઉદરમાં નવ ચોમાસા એટલે કે નવ વર્ષ રહ્યો હતો,તેથી તેનું નામ "નવઘણ"પડ્યું,તે ચુડાસમા રાજા રા'દિયાસનો પુત્ર હતો.તેણે જુનાગઢના વનસ્થલી(વંથલી) પર ઇસ.૧૦૨૫થી ૧૦૪૪ સુધી રાજ કર્યું હતું.પાટણના રાજા દુર્લભસેન સોલંકીએ જુનાગઢ પર ચડાઈ કરી અને તેમાં રા'દિયાસનો પરાજય થતા,રા'નવઘણની માતા રાણી સોમલદે સતી થઈ અને તેની દાસી વાલબાઈ છૂપા વેશે નવઘણને લઈ જઈ ચુડાસમા રાજના વફાદાર એવા દેવાયત બોદર નામના આહિરના ઘેર મૂકી આવી હતી.તે રીતે બાળ નવઘણનો ઉછેર થયો હતો.સોલંકી રાજાએ રા'દિયાસના એકના એક પુત્રને મારી નાખીને તેનો વંશ ખતમ કરવાના ઇરાદાથી તેના સૈન્યને કુંવર આ નવઘણને શોધી લાવવા મોકલ્યું હતું.સિપાઈઓ શોધતા-શોધતા દેવાયતના ઘરે પહોંચ્યા.જ્યાં આહિર અને આહિરાણીએ પોતાના સગા દિકરા વાસણનું ઘરમાં બલિદાન આપીને રા'નવઘણને બચાવ્યો હતો.રા'નવઘણ શાસન ઇ.સ. ૧૦૨૫-૧૦૪૪ પુરોગામી રા'દિયાસ અનુગામી રા'ખેંગાર ચુડાસમા હતો.જ્યારે નવઘણ નાનો હતો,ત્યારે દેવાયત બોદરે ચાલુક્ય વંશના તાબા હેઠળના જુનાગઢ પર ચડાઈ કરી હતી.સોલંકી સૈન્ય અને આહિરો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું.નવઘણે તેના વફાદાર આહિરોના સૈન્ય સાથે વનસ્થલી (હાલનું વંથલી) પર ચડાઈ કરીને સોલંકીને હરાવીને અંતે સોરઠની ગાદી પાછી મેળવી હતી.રા' નવઘણે વિસેક વર્ષ સુધી જુનાગઢ પર રાજ કર્યું.તેના શાસનકાળ દરમ્યાન તેની માનેલી બહેન જાહલને સિંધનો હમિર સુમરો ઉપાડી ગયો હતો.જાહલ મૂળે આહિર દેવાયત બોદરની દિકરી હતી અને કાઠિયાવાડમાં દુકાળ પડ્યો હોવાને કારણે સિંધમાં જઈને વસી હતી.તે કાળે તેના રૂપથી મોહિત થયેલા સિંધના સુલતાન હમિર સુમરાએ તેની સાથે પરણવા માટે થઈને તેનું અપહરણ કર્યું.તેણે યુક્તિ કરીને હમિર સુમરાને એમ સમજાવ્યું કે તેણે એવી માનતા માની છે કે તે છ મહિના સુધી કુંવારી રહેશે,જે પૈકીના ત્રણ મહિના વીતી ચૂક્યાં હતા અને ફક્ત ત્રણ જ મહિના બાકી હતા.હમિર માની ગયો અને જાહલે છાનામાના એક પત્ર લખીને રા'નવઘણને મોકલાવ્યો.નવઘણ પત્ર મળતાજ તેની વહારે આવ્યો અને એક વાયકા મુજબ "વરુડી માની કૃપાથી" જે હાલમાં નડાબેટ સ્થિત બૅટ ઉપરથી સિંધમાં જવા માટે સૈન્ય તૈયાર કર્યું.હાલ નડેશ્વરી માતાનું મંદિર જયાં છે તે જગ્યાએ માઁ ખોડિયાર એક કુંવારી છોકરીનું રૂપ લઇ રા'નવઘણનું નવલખી સૈન્ય જમાડ્યું,ઘોડા હાથી વગેરેને ઘાસ ખવડાવ્યું, સૈન્યને આરામ અને આગળનો વ્યૂહ શું છે તે માટે સૈન્ય સજ્જતાની તાલીમ આપી.ચારે બાજુ પાણી હિલોળા લેતું હતું. આ સમયે આ દરિયો વીંધી સિંધમાં આખું કટક લઇ જવાનું હતું.મોટો પડકાર હતો.હાલ જે નડાબેટ છે,ત્યાં બારસો વરસ પહેલાં ઊંડો દરિયો હતો.કાળક્રમે પૂર,હોનારત,ધરતીકંપ થી હાલ આ દરિયો છીછરો થઇ ગયો છે.માત્ર ચોમાસે જ પાણી હોય છે.બાકીના આઠ માસ સફેદ રણ દેખાય છે.આ રણ કે છીછરા દરિયાથી સિંધ લગભગ 70 કિલોમીટર ચાલીને સિંધમાં જવાનું હતું.અને હમીર સુમરા સાથે લડીને બેન જાહલને છોડાવાની હતી.આવી રીતે સામી છાતીએ નવઘણે યુદ્ધ કરી સુમરાનું માથું કાપી પોતાનું નવલખું સૈન્ય અને બેન જાહલને લઇ બચાવીને લઈ જૂનાગઢ પરત આવતાં નડાબેટ ખાતે માતા નડેશ્વરીની સ્થાપના કરી જૂનાગઢ આવ્યા.રા'નવઘણનો પુત્ર રા' ખેંગાર તેના પછી વંથલીની ગાદીએ બેઠો હતો.રા'નવઘણને ચાર પુત્રો હતા.રા'નવઘણે ચાર પ્રતિજ્ઞા લીધી હતી,૧.હરરાજ મહિડાનો વધ કરવો,૨.ભોંયરાનો ગઢ ભાંગવો,૩.મિસાણ ચારણના ગાલ ફાડવા અને ૪.પાટણનો દરવાજો પાડવો.તેણે ચારે પુત્રોને બોલાવી કહ્યુ કે "જૂનાગઢના રા' પોતાના પુત્રને ગાદી નહીં પણ પ્રતિજ્ઞા આપે છે", કહી ચાર પ્રતિજ્ઞા સંભળાવી.પ્રથમ ત્રણ પુત્રોએ કોઈ એક,બે કે ત્રણ પ્રતિજ્ઞા સુધી હામી ભરી અને એ પ્રમાણે તેમને ગરાસ મળ્યો.જ્યારે સૌથી નાના પુત્ર ખેંગારે ચાર પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું વચન આપ્યું જેથી ગાદીએ બેઠો.'રા'નવઘણ અને રા'ખેંગાર બન્નેને આહિર રાણા ગણાવવામાં આવ્યા છે,જેનું કારણ રા'નવઘણનો આ રીતે આહીર જાતિના દેવાયત બોદરને ત્યાં ઉછેર થયો હતો.જાહલનો નવઘણ દૂધ ભાઈ હતો. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App