Feeling for the bird in Gujarati Classic Stories by Mansi books and stories PDF | પક્ષી માટે લાગણી

The Author
Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પક્ષી માટે લાગણી

એક ગામ માં નીલિમા નામ ની ૧૩ વર્ષ ની છોકરી રેહતી હતી.તે ૭ મી કક્ષા માં ભણતી હતી. તેમને ગામ માં એક નાનું ખેતર હતું,તેના માતા - પિતા રોજ ત્યાં કામ કરવા જતા. નીલિમા માં ને પેહલે થી એક પાલતુ પક્ષી નો શોખ હતો.
એક દિવસ નીલિમા રોજ ની જેમ તેની નિશાળે ભણવા જતી હતી ત્યારે આવતી વખતે તેને રસ્તા માં એક પક્ષી દેખાયું, તેને જોયું કે તેને ખૂબ વાગ્યું છે.
તે ઝડપ થી તે પક્ષી ની પાસે ગઈ. તે પક્ષી કબૂતર હતું. તેને તેના પગ માં ખુબ વાગ્યું હતું . નીલિમા એ વિચાર્યુ આ અબોલ પક્ષી તે પોતાની પીડા કોઈ ને કહી સકતું નથી. તેને કબૂતર પર ખૂબ દયા આવી.
તેને વિચાર્યુ આને હું મારા ઘરે લઈ જઈશ . તે કબૂતર ને ઉઠાવી તેના ઘરે લયી ગઈ.તેની માતા એ પૂછ્યું તું આને ઘરે કેમ લય આવી.નીલિમા એ કહ્યું માં અને ખૂબ વાગ્યું છે આને હું થોડા દિવસ આપડા ઘરે રાખું?તેની માતા ને આ કબૂતર ઘરે રાખવું ઠીક ના લાગ્યું ,તે કઈ પણ કહ્યા વગર ત્યાંથી જતી રહી.આ જોઈ ને નીલિમા ખુબ નીરાશ થઇ.
પરંતુ નીલિમા એ તો પણ તે કબૂતર ને તેના આંગણા માં રાખ્યુ તે કબૂતર ને પાણી અને ખાવા દાણા આપ્યા. નીલિમા ની પક્ષી પ્રતી આ લાગણી જોઈ તેની માતા એ કહ્યું, બેટા તું આ પક્ષી ને ઘરે રાખી સકે છે.
આ સાંભળી ને તેની ખુશી નો પાર ન રહ્યો.
સાંજે તેના પિતા ખેતર માં કામ કરી ને આવ્યા .તેને આ બધી વાત તેના પિતા ને કરી તેના પિતા એ કહ્યુ વાહ બેટા મને ખુશી થયી કે તું આ પક્ષી ની મદદ કરે છે.મને તારા પર ગર્વ છે . નીલિમા ખુશ હતી .તે બીજા દિવસ સવારે નિશાળે ગયી. કક્ષા માં માસ્ટર ભણાવતા હતા છોકરાઓ ને પરંતુ નીલિમા નું ધ્યાન તે પક્ષી પર જ હતું તેને તેના જ વિચાર આવતા હતા.
માસ્ટર એ કહ્યું, બેટા તારું ધ્યાન નથી કેમ શું વાત છે રોજ તો તારું ધ્યાન હોય છે. નીલિમા એ પેલા કબૂતર ની બધી વાત કરી. માસ્ટર એ કહ્યું વાહ બેટા તું સારું કામ કરે છે .બધા વિદ્યાર્થીઓ એ નીલિમા માટે ટાળીઓ પાડી.થોડી વાર માં નિશાળ છૂટી .
બધા વિદ્યાર્થીઓ ભાગતા ભાગતા ઘરે જવા ની જલ્દી માં નીકળ્યા .નીલિમા પણ જલ્દી પક્ષી ને જોવા ની જલ્દી માં નીકળી તે ઘરે પોહચી. તેને કબૂતર ને ઉઠવ્યું અને તેને જોયું .
તે કબૂતર માટે ખાવા દાણા લય આવી અને દવા લગાડી .તેને કબૂતર માટે એક નાનું ઘર બનાવ્યું અને તેમાં તેને રાખ્યુ આમજ દિવસો નીકળવા લાગ્યા તે કબૂતર ને દાણા ,પાણી આપતી રહી અને દવા લગાવતી હવે કબૂતર ઠીક થવા લાગ્યું હતું આ જોઈ નીલિમા અને તેના માતા - પિતા ખુશ હતા.
થોડા દિવસો માં કબૂતર ઉડવા લાગ્યું હતું.હવે કબૂતર ને પણ નીલિમા થી લગાવ થયી ગયો હતો.તે નીલિમા ની આગળ પાછળ ફરતું . નીલિમા એ આ કબૂતર ને તેના મિત્રો ને બતાવ્યું તેના મિત્રો પણ કબૂતર જોડે રમવા લાગ્યા. પછી કબૂતર અને નીલિમા ઘરે આવ્યા .
નીલિમા ને કબૂતર ની દેખભાળ કરતા સારી રીતે આવડી ગયું હતું .બધા ખુશી ખુશી રેહવા લાગ્યા.કબૂતર હવે પૂરી રીતે ઠીક થયી ગઈ .તેના બધા ઘાવ હવે ઠીક થયી ગયા તે હવે પેહલા કરતા સારી રીતે ઊડી શકતું હતું .આ જોઈ નીલિમા ને થયું આ મને મૂકી ને ઉડી તો નઈ જાય ને.તેને તેની માતા ને આ વાત કરી તો તેની માતા એ કહ્યુ બેટા આ આકાશ આ કબૂતર નું ઘર છે તે રોજ માટે તો અહીંયા ના રહી સકે એક દિવસ તે ઉડી જશે .નીલિમા એ આ વાત સમજી કે તે અહી રોજ રહી નઈ સકે .
એક દિવસ સવારે તે કબૂતર આકાશ માં ઉડવા લાગ્યું નીલિમા એ હસી ખુશી તેને અલવિદા કહ્યું.