The Author वात्सल्य Follow Current Read વોશિંગ પાવડર નિરમા ની સફળ વાર્તા.,. By वात्सल्य Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books भज्यांची आमटी भज्याची आमटीहा एक अत्यंत चविष्ट आणि खमंग प्रकार जो भात भाकरी... जर ती असती - 4 समर ने स्वराला बेडवर नेऊन झोपवलं आणि पटकन विनोदला फोन करून ब... नियती - भाग 36 भाग 36सुंदर च्या हालचालींचे निरीक्षण करत...फौजदार म्हणाले...... अनुबंध बंधनाचे. - भाग 21 अनुबंध बंधनाचे.....( भाग २१ )प्रेम आतल्या रूम मधे झोपलेला अस... बकासुराचे नख - भाग २ -----कोण होती ती गूढ स्त्री....यक्षिणी..आसरा ...हडळ की एखाद... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share વોશિંગ પાવડર નિરમા ની સફળ વાર્તા.,. (5) 1.9k 4.1k "વોશિંગ પાવડર નિરમા.."એક પ્રેરક અને સફળ વાર્તા :હું અમદાવાદની સી.એન.કૉલેજમાં 1988 માં હતો ત્યારે નિરૂપમા ત્યાં આવતી જતી જોઈ હતી.ઘણા મિત્રો કહેતા કે આ નિરૂપમા ઉર્ફે નિરમા એ સાબુ અને ડિટરજન્ટ કેક ના માલિક કરશનકાકા પટેલની દીકરી છે.ત્યારે તે નામ મારા માટે અજાણ્યું અને મગજમાં લેવા જેવું ના લાગ્યું. પરંતુ પછી થી ખબર પડી કે નિરમા બ્રાન્ડ વિશ્વ બજારમાં ધૂમ મચાવે છે. ત્યારે આ પાછળ કોની મહેનત છે તે ચકાસવાનું મન થયું.. અત્યંત ઓછા રૂપિયે નાની પ્રોડક્ટ બનાવી કરશન કાકા ખુદ સાઇકલ પર વેચવા જતા ત્યારે તે સમયની બલિહારી મહેનત રંગ લાવી. આ કરશનકાકાને મું.વરાણા ખોડિયાર માતાના પ્રાંગણમાં આદરણીયશ્રી ભાવસિંહજી રાઠોડ દ્વારા આયોજીત ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમારંભના મુખ્ય અતીથિ હતા.તે દિવસે 1884 દીકરા -દીકરીઓના સમૂહ લગ્ન થયાં હતાં.ત્યારે આ કર્શનકાકા સ્ટેજ ઉપર મુખ્ય ગેસ્ટ તરીકે સામેલ હતા.ત્યારે હું સ્ટેજ ઉપર પાછળ બેસી આ મહાનુભવને જોયા કરતો હતો.સાવ સાદો માણસ આજે કેટલો મોટો કારોબાર લઇને કેટલાય લોકોને રોજગારી પુરી પાડે છે!શું તમે જાણો છો કઇ રીતે નિરમા સાબુ જે ઘર ઘરમાં કપડા ધોવા માટે વપરાય છે તે તમારો પસંદગી સાબુ કઇ રીતે બની ગયો? કોઇ પણ કંપનીને શરુ કરવા માટે કે નાની શરુઆત કરવા માટે તેની પાછળ ઘણી મહેનત થતી હોય છે.નિરમા કંપનીનું નામ પડતા જ પહેલાં તમારા મનમાં નિરમા સાબુ દેખાય છે.પણ આજે નિરમાના ફાઉન્ડર કરશનભાઇ પટેલે જેમણે પોતાની પુત્રી માટે ઉભી કરી દીધી આખેઆખી કંપની.એક ગુજરાતી પરિવારમાંથી આવતા કરસનભાઇ પટેલ ગુજરાતી છે,જે નિરમા કંપનીના સ્થાપક છે. 13 એપ્રિલ 1944 માં તેમનો જન્મ થયો હતો. મહેસાણામાં જન્મેલા કરસનભાઇનો પરિવાર ખેડુત હતો.કરસનભાઇ 21 વર્ષની ઉંમરમાં તેમણે બી.એસ.સી માં કેમેસ્ટ્રીનો અભ્યાસ પુર્ણ કર્યો હતો.જે બાદ તેમણે અમદાવાદમાં નોકરી કરી હતી.અમદાવાદની કોટન મિલમાં લેબ આસિસ્ટન્ટની નોકરી શરુ કરી પણ તેમનું મન આ કામમાં લાગતુ નહોતુ.તેમને પોતાનો બિઝનેસ શરુ કરવો હતો.ગુજરાતી બિઝનેસ ના કરે તો નવાઇની વાત રહે.એટલે કરસનભાઇ પટેલે પણ બિઝનેસ શરુ કરવાનો વિચાર કર્યો હતો.કહેવાય છે ને કે કોઇ ધ્યેય પાછળ તમે જો મન મુકીને પડી જાઓ તો તે ધ્યેયને સફળ થવા માટે કોઇ નથી રોકી શકતુ.કંઇક આજ રીતે કરસનભાઇ પોતાનો બિઝનેસ શરુ કરવા માટે લાગી ગયા.. કરશનભાઇ પટેલને મળેલ સન્માનગુજરાત ડિટર્ઝન મેનીફેક્ચરિગ એશોશિએસનના અધ્યક્ષ બનાવાયા વર્ષ 2016 માં કરશનભાઇ પટેલનું નામ ફોર્બ્સની યાદીમાં પણ આવ્યુ.કરસનભાઇ પટેલ દેશની અર્થવ્યવસ્થા માટે પણ અનેક સન્માનો મળ્યામહેસાણાના કરસનભાઇ પટેલને આઇડિયા આવ્યો કે,પોતાનો બિઝનેસ શરુ કરીએ,કપડાં ધોવાનો પાવડર બનાવ્યો જે સાબુને પણ ટક્કર આપે એવો હતો.તેમની મહેત રંગ લાવી અને તે સાઇકલ પર માત્ર 3 રૂપિયામાં ઘરે ઘરે જઇને લોકોને આ પાવડર વેચતા હતા.કોઇ નાની કંપનીને આગળ વધારવા માટે તેના મશીન અને કારિગરો તેમજ જગ્યા પણ જોઇએ,કરસનભાઇ પટેલે આ બધી બાબતોની ચિંતા કર્યા વગર જાતે ધીમે ધીમે તેમનો નાનો બિઝનેસ આગળ વધાર્યો અને એવો સમય આવ્યો જ્યારે કરશનભાઇએ તેમની જોબ છોડી દીધી.નિરમા પાવડર કંપનીમાંથી તેમને પ્રોફિટ મળવા લાગ્યો જેથી તેમને પોતાની જોબ છોડવાનો નિર્ણય લીધો હતો. એક એવો સમય આવ્યો જ્યારે બજારમાં બીજી કંપની બ્રાન્ડ,ડિટર્જન સાબૂ હોવા છતાં કરસનભાઇ પટેલનો બનાવેલો કપડા ધોવાનો પાવડર બીજાને ટક્કર આપતો જોવા મળે છે.એ સમયમાં કંપનીના ઓનર કરસભાઇ પટેલે જોયુ કે તે સમયમાં બજારમાં હિન્દુસ્તાન લિવર જેવી કંપનીઓનો દબદબો હતો.ધીરે ધીરે નિરમા નેટવર્કમાં લગભગ 400 થી વધુ વિતરકો અને 2 લાખથી વધુ દુકાનદારો પણ સામેલ છે,આ પાવડર નાના નાના ગામડાઓમાં અને શહેરોમાં સુધી આજે પહોંચી ગયો છે. છેવાડાના ગામના લોકો પણ નિરમા પાવડર અને સાબુ હાલના સમયમાં વાપરે છે.કરસનભાઇ પટેલની કંપનીએ ધીમેધીમે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ એન્ટ્રી કરી દીધી અને બાંગ્લાદેશ,ચીન,આફ્રિકા અને એશિયન દેશોમાં પણ ફેલાઇ.કોઇ પણ કંપનીના નામ પાછળ તેનો એક અલગ ઇતિહાસ છુપાયો હોય છે. કંપનીની શરુઆત 1969 માં થઇ હતી.નિરમા નામ કઇ રીતે પાડ્યુ,વિચાર કઇ રીતે આવ્યો હશે તેવા સવાલો પણ મનમાં ઉદ્ભવતા હશે,કરશનભાઇ પટેલની એક પુત્રી હતી,જેનું નામ નિરુપમા હતુ, એક દિવસ એક રોડ એક્સિડન્ટમાં તેનુ નિધન થઇ ગયુ.ત્યારે એ સમયે નિરમા કંપનીનું નામ શું આપવુ તે નક્કી નહોતુ.પણ એ સમયે ડિટ્ઝન્ટ પાવડરને પ્રોફિટ મળવા લાગ્યુ હતુ,જેથી આ પુત્રીની ઘટના બાદ કરસનભાઇ પટેલે પોતાની કંપનીનું નામ પુત્રીના નામ નિરુપમા પરથી નિરમા રાખવાનું નક્કી કર્યું.હાલના સમયમાં નિરમાનું ઝીંગલ"વોશિંગ પાવડર નીરમા,દુધ સી સફેદી નિરમા સે આયે….વોશિંગ પાવડર નિરમા "…નિરમા…દરેકના મોઢા પર ગવાતુ આ જિંગલ બની ગયુ છે.નિરમાની એડ પણ એટલી જ સુંદર અને ક્રિએટીવ હોય છે.આજે ભાગ્યે જ કોઇ એવુ હશે જેને નિરમા વિશે ખબર નહી હોય.ઘણી કંપનીઓને એડની પણ જરુર હોતી નથી,તેનું બ્રાન્ડિંગ નામથી જ થઇ જતુ હોય છે.છતાં નિરમા કંપનીએ અને નિરમાની પ્રોડક્ટે લોકોના મનમા અલગ છાપ છોડી છે.સમય પ્રમાણે નિરમાની એડ પર પણ ફેરફાર થયા કરે છે. ટેક્નોલોજી પ્રમાણે આની એડ પણ ક્રિએટીવ થતી રહે છે.ગુજરાતની કરશનભાઇ પટેલની નિરમા કંપની ચાલવાનું એક કારણ એ પણ હતુ, કે તેના દરેક પેકેટ પર જો કપડાં સાફ ન થાય તો પૈસા પાછા આપવાની ગેરન્ટી આપતા હતા.જેથી લોકોને આ બ્રાન્ડ઼ પર ભરોસો વધતો ગયો અને બ્રાન્ડનો વિસ્તાર પણ વધતો ગયો.કરસનભાઇ પટેલ પાસે તેમની કુલ સંપત્તિ 76 બિલિયન ડોલર છે.તે ભારતના સૌથી અમીર લોકોની લિસ્ટમાં 50 માં સ્થાન પર છે.કરસનભાઇની આ સફળતાએ એ સાબિત કરી દીધુ છે કે જો એક લક્ષ્ય બનાવીને કડી મહેનત કરીએ તો કોઈ નથી રોકી શકતું.(આ લેખ નિરમાનું વેચાણ વધારવા નહીં પરંતુ દરેક બેરોજગાર ને પ્રેરણા હેતુ રજૂ કર્યો છે.)સફળતા તેને જ વરે જે પરસેવે ન્હાય તેનું ઉત્તમ ઉદાહરણ એટલે નિરમા ના માલિક કરશનકાકાને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App