Dhup-Chhanv - 56 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 56

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 56

મિ.સ્મિથ અને મીસ જેનીએ આ કેસની તમામ વિગતો જાણી લીધી.
સૌ પ્રથમ તેમણે નમીતાના ઘરની ચાવી માંગી અને પોતાની ખાનગી રીતે નમીતાના ઘરની ઉલટ તપાસ કરી લીધી. ત્યારબાદ તેમણે નમીતાને જે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી તે હોસ્પિટલમાં જઈને નમીતાના ડૉક્ટર સાહેબને મળીને નમીતાની માનસિક પરિસ્થિતિની જાણ કરી લીધી.

અને સાથે સાથે તેમણે પોલીસની મદદ લઈને એવી પણ એક ગોઠવણ કરી દીધી કે, ઈશાનના સેલફોનમાં જે ફોન આવે છે તે ક્યાંથી આવે છે અને શું વાત થાય છે તે તમામ વાતોનું રેકોર્ડિંગ થાય અને આમ મિ.સ્મિથ અને મીસ જેનીની મદદથી આ બધું જ સરસ રીતે ગોઠવી દેવામાં આવ્યું હતું.

મિ.સ્મિથ અને મીસ જેની નમીતાના ઘરે પહોંચ્યા અને ઘરની અંદર તેમણે ઝીણવટભરી તપાસ કરી તો તેમને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે કોઈ બે જણ નમીતાના ઘરમાં પ્રવેશ્યા હશે અને તે જ નમીતાને પોતાની સાથે લઈ ગયા છે હવે તે કોણ બે જણ છે અને નમીતાને ઉપાડી ગયા છે કે તેને સમજાવી પટાવીને પોતાની સાથે લઈ ગયા છે તે તપાસ કરવી રહી.

આ બધીજ તપાસ ચાલી રહી હતી અને ઈશાનના સેલફોનમાં રીંગ આવી, સામેથી જે માણસ બોલી રહ્યો હતો તેનો અવાજ એકદમ ભારે હતો અને તે ઈશાનને પૂછી રહ્યો હતો કે, " તે પોલીસ કમ્પલેઈન તો નથી કરી ને..? જો જરાપણ ચાલાકી કરી છે અને તે પોલીસ કમ્પલેઈન કરી છે તો સમજી લે જે કે આ છોકરીને તો અમે ઉડાડી જ દઈશું સાથે તને પણ ઉડાડી દઈશું. અને બોલ હવે તું શેમની સામે નોંધાવેલી ફરિયાદ પાછી ક્યારે લે છે ? તું જેટલો મોડો કેસ પાછો ખેંચીશ તેટલી આ છોકરીને વધારે તકલીફ પડશે એટલું સમજી લેજે "

ઈશાન: ના ના, એવું ન કરશો. સાંભળો મારી વાત, તમે એ છોકરીને કંઈજ નુકસાન ના પહોંચાડતાં મને એક બે દિવસનો સમય આપો હું કેસ પાછો જ ખેંચી લઈશ...
" એમાં શું વિચારવાનું તને આ છોકરીનો અને તારો જીવ વ્હાલો નથી ? ન હોય તો જ બધા નાટક કરજે એટલું સમજી લેજે નહિ તો પછી તારી વાત તું જાણીશ..!! "

ઈશાન: ના ના, એવું નથી મને મારો પણ જીવ વ્હાલો છે અને એ છોકરીનો પણ જીવ વ્હાલો છે તમે મને ફક્ત બે જ દિવસનો સમય આપો બે દિવસમાં હું કેસ પાછો ખેંચી લઈશ.
" સારું સારું, તું આટલી બધી રીક્વેસ્ટ કરે છે તો જા આપ્યો તને બે દિવસનો સમય પણ બે દિવસમાં કેસ પાછો ખેંચાઈ જવો જોઈએ. " પેલો માણસ જાણે ઈશાન ઉપર તાડુકી જ રહ્યો હતો.

પોલીસની મદદથી ગોઠવાયેલી સિસ્ટમ પ્રમાણે તમામ વાતો રેકોર્ડિંગ થઈ ગઈ હતી અને તે મિ. સ્મિથ મીસ જેની સાંભળી રહ્યા હતા અને આ મોબાઇલ અત્યારે કયા એરિયામાં છે અને તેમનાંથી કેટલા કિલોમીટર દૂર છે તેનો તાગ મેળવી રહ્યા હતા.

મોબાઈલ કવરેજની મદદથી મિ.સ્મિથ અને મીસ જેની શેમના માણસો જે જગ્યાએ હાજર હતા તે તરફ પોતાની કાર લઇને જવા માટે નીકળી ગયા પરંતુ થોડા આગળ વધ્યા અને અચાનક જ શેમના માણસોનું નેટવર્ક દેખાતું બંધ થઈ ગયું હવે શું કરવું કંઈજ સમજ ન પડી તેથી એટલે થી જ મિ. સ્મિથ અને મીસ જેની પાછા વળ્યા અને હવે બીજી શું તરકીબ અજમાવવી તે વિચારવા લાગ્યા.
હવે ફરીથી ઈશાનના સેલફોનમાં ક્યારે તેમનો ફોન આવશે તે પણ વિચારવા લાગ્યા.

ઈશાને તો બે દિવસની મુદત માંગી હતી એટલે કદાચ તેની ઉપર ફોન ન પણ આવે તેમ પણ વિચારવા લાગ્યા તો શું કરવું તે પણ એક પ્રશ્ન હતો.

મિ.સ્મિથ કોઈ તરકીબ વિચારી રહ્યા હતા અને મીસ જેની તેમને ડિસ્ટર્બ કરી રહી હતી કે, " સર હવે શું કરીશું ? આપણે કઈરીતે આ લોકોને પકડીશું ? અને મિ.સ્મિથ મીસ જેની ઉપર ગરમ થઈ ગયા કે, " શાંતિ રાખને મને જરા વિચારવાનો સમય તો આપ દરેક પ્રશ્નનો કોઈ ને કોઈ જવાબ હોય જ છે નક્કી કોઈ ક્લૂ મળી જશે. " અને મિ.સ્મિથ ફરીથી પાછા પોતાના વિચારોમાં ખોવાઈ ગયા.

હવે શું મિ.સ્મિથને કોઈ ક્લૂ મળે છે કે નહિ ? અને તે શું તરકીબ અજમાવે છે અને પોતાની તરકીબમાં કામિયાબ થાય છે કે નહિ ? તે આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/2/22