superstar - 18 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર - 18

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સુપરસ્ટાર - 18

Superstar part 18

"કહાં પે ?" શોભિત પોતાના ફોનનો નેટવર્ક વારંવાર જતું હોવાથી ફોન ઉપર નીચે કરીને નેટવર્ક મેળવવાનો પ્રયત્ન કરો રહ્યો હતો.મુંબઈ અને પુણે નજીક આવેલા લીલાછમ જંગલો વચ્ચે એકદમ શાંતિ છવાઈ હતી.શોભિત અને બીજા લોકોના પગ ઘસડવાના પણ એકદમ કલિયર અવાજ આવી રહ્યા હતા.

"આ માણસ આટલે સુધી આવી હાલતમાં કઈ રીતે આવ્યો ???"શોભિત પાછળ ફરીને અત્યાર સુધી કાપેલા રસ્તા સામે જોઈને કહ્યું.પોતાની ગાડી મૂકીને અહી ચાલતા આવવું શોભિત માટે વધારે કઠિન હતું.શોભિત હવે આ કેસ અંત સુધી આવતા થોડોગણો શાંત થયો હતો.તેના માટે હવે આ કેસ આશુતોષ એટલે કે પર્ણવના પર્દાફાશ પછી વધારે સરળ થઈ ગયો હતો.

"મને લાગે છે કે મારે હવે બેસવું પડશે" અનુજા એ પોતાના પગ પકડતા કહ્યું.અનુજા ચાલી ચાલીને થાકી ગઈ હતી.
"હવે વધારે દૂર નથી મેડમ...."રસ્તો દેખાડવા સાથે આવેલા માણસે અનુજા સામે જોઇને બોલ્યો.અનુજા અને શોભિત નજર એક થઈ એન્ડ પાછા બધા ચાલવા લાગ્યા.ધીરે ધીરે હવે રાત પડતાની સાથે જંગલ વધારે ભયાનકતા બતાવી રહ્યું હતું. વાદળો પણ ઘેરાઈ જવા લાગ્યા હતા કદાચ આજે પાક્કો જ ધોધમાર વરસાદ વરસી ને બધા પાપ એકી સાથે ધોઈ નાખશે !
"આશુતોષ બનીને કબીર અને માર્ટિનાની લાઇફ તહેસ-મહેસ કરી નાખવામાં જરા પણ વિચાર ના આવ્યો પર્ણવને ? તેના માટે બીજા કોઈનું જીવન આટલું સસ્તું હતું ? " સાથી પોલીસકર્મી એ શોભિત સામે જોતા કહ્યું.
"આ દુનિયા છે બેટા અહી કહી પણ થઈ શકે છે.માર્ટિના વર્ષો પછી ભુલાઈ પણ જશે કોઈને યાદ પણ નહિ રહે " બીજા સાથી પોલીસકર્મીએ જવાબ આપતા કહ્યું.
"મને લાગે છે કે ખુદ કબીરને પણ માર્ટિના વર્ષો પછી યાદ નહિ રહે " બીજા સાથી પોલીસકર્મી એ મઝાક કરતા જોરદાર હાસ્ય કર્યું.બધા એના સામે એ રીતે જોઈ રહ્યા કે જાણે તેને આ બોલીને ભૂલ કરી નાખી હોય.
"બેટા ન્યૂ જોઇંજીંગ હો તો વૈસે હી બાત કરો કહાં ક્યાં બોલના હે સોચો.... ફિર બોલો....." શોભિત એ તેના સામે આવેલા ઝાડની નીચે પોતાના બૂટમાં લાગેલા કિચડને સાફ કરતા સાથી પોલીસકર્મીએ ચેતવણી આપતા કહ્યું.
"સોરી સાહેબ...."

શોભિત હવે આ કેસમાંથી બને એટલી જલ્દી નીકળી જવા માગતો હતો.તેના માટે હજુ ઘણા કેસો પેંડીગમાં પડ્યા હતા જે તેને પૂરા કરવાના હતા.માર્ટિનાના કેસમાં શોભિત વધારે ગૂંચવાઈ ગયો હતો અને આ કેસ અનુજાના સપોર્ટ વગર પાર પડી શક્યો નહોતો એનું એને ભારોભાર દુઃખ હતું.
કબીર હવે આ કેસમાંથી બહાર આવીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જવા રેડી થઈ ગયો હતો એ વાત સાંભળીને બધા લોકો ખુશ હતા.અનુજા પણ આ કેસમાં કબીર સાથે રહીને એને બહાર નીકળવામાં સફળ રહી હતી.અચાનક જિંદગી કરવટ બદલે ને કિસ્મતના કાચ તહસનહસ થઈ જાય એમ કબીર એન્ડ માર્ટિનાની લાઇફ પર્ણવ એ છીનવી નાખી હતી,પણ હવે કબીર ફરીથી ઊભા થઈને ફરી પોતાની લાઇફ જીવવા તૈયાર થઈ ગયો હતો.અનુજા પણ હવે કબીરને આ રીતે જોઈને ખુશ હતી અને એ પણ બીજા કેસમાં હવે વ્યસ્ત થવા માગતી હતી.

ધીરે ધીરે રાત પાડવા લાગી હતી અને જેમ જેમ બધા આગળ વધી રહ્યા હતા એમ બધાની તાલાવેલી ઔર વધી રહી હતી.માર્ટિના માટે કબીરે બધું જ કર્યું હતું અને જ્યારે આજે માર્ટિનાનો કાતિલ તેના સામે હતો ત્યારે તે કંઇપણ કરવા સમર્થ નહોતો ! તે સજા આપી આપીને કોને આપે ? ખુદના માણસને કે જેના પર તેણે આંખ બંધ કરીને ભરોસો કર્યો ? આશુતોષ સાથે કબીરનો સબંધ ભાઈ કરતા પણ વધારે હતો.કબીરે તેની આજુ બાજુ રહેલા બધા લોકોની કેર કરી હતી.આજે કબીરને એકવાત સમજાઈ ગઈ હતી કે કોઈ માણસ પર આંખ બંધ કરીને ભરોસો કરવો એટલે ખુદના સાથે દગો કરવા બરાબર છે.

"બસ અહીં જ ઊભા રહો..." સાથી પોલીસકર્મીએ બધાને આદેશ આપતા કહ્યું.શોભિત અને બીજા લોકો એકદમ ચાલતા અટકી ગયા.સાથી પોલીસકર્મી આગળ જઈને એક નીચી ખાઈ જેવા રસ્તા પાસે ઊભો રહ્યો અને શાંતિથી શોભિત સામે ઈશારો કરીને તેને પાસે બોલાવ્યો.શોભિત ધીરે ધીરે એની નજીક જઈને એની બાજુમાં બેસી ગયો અને નીચે રહેલી ખીણ સામે જોઈ રહ્યો.

"વો દેખો સર....વો વહા નીચે લટકા હે આશુતોષ..."પોલીસકર્મી એ નીચે ખીણમાં એક ઝાડ નીચે લટકેલા આશુતોષ સામે જોઇને કહ્યું.
"પણ આ આ રીતે....કઈ રીતે. .." શોભિત કંઇપણ બોલી શકવાની હાલતમાં નહોતો.તેની સામે રહેલા આશુતોષના હાલ જોઈને તેની જબાનમાં શબ્દો ખૂટી પડ્યા હતા.

"યહાં આકે ખુદ અપને આપ ખાઈ મેં ગીરા લગતા હે...નીચે ગીરને કી બજાય યે પેડ પર હિ લટકા ગયા લગતા હે અગર સર નીચે ગીરતા તો હમ કો મિલતા હિ નહિ...સહી હુઆ અભી હમારા યે કેસ ભી ખતમ ઔર કાતિલ ભી ખતમ...."સાથી પોલીસકર્મીએ શોભિત સામે જોઇને કહ્યું.

"યહાં કે લોકલ આદમી લોગો કો બુલા કે લાશ કો ઉપર લે આઓ...."શોભિતે સૂચના આપીને કેસને પતાવી દેવાનો આદેશ આપી દિધો.




"હા કબીર હા...અહી જ છે શોભિત સર પણ...હા "અનુજા ના ફોનની રીંગ વાગતા બધા એકદમ ઊભા રહી ગયા હતા.સામે છેડેથી કબીર ફોન પર લાઈન પર હતો.આજ રાતની ફલાઇટની ટિકિટ પકડીને પોતાના અધૂરા આટલા દિવસના કામો, સપનાંઓ પૂરા કરવા પોતાની મંજિલ સુધી પોહચવા નીકળી પડ્યો હતો.
"હાલ j વાત કરવી છે ?" અનુજાએ શોભિત સામે જોતા કહ્યું. શોભીત ને ખબર પડી ગઈ કે કબીરને તેના સાથે વાત કરવી છે.
"યસ કબીર...."શોભિત કહ્યું.
"Thank you so much શોભિત ફોર એવરીથીનગ હું કદાચ તમારો હંમેશા ઋણી રહીશ."કબીરે સામેથી કહ્યું.
"ઇટ્સ માય જોબ કબીર તમે હવે કઈ પણ ચિંતા કર્યા વગર જાવ એન્ડ શાંતિથી પોતાના કેરિયર પર ધ્યાન આપો અહી અમે બધા બઘું સાચવી લઈશું એન્ડ અલ્મોસ્ટ કેસ ફિનિશ છે.બઘું કિલિયર છે."શોભિત સામે કેટલો રસ્તો હવે બાકી છે એ જોઇને કબીરને કહ્યું એન્ડ ફોન કટ કરી દિધો પાછા બધા ચાલવા લાગ્યા.

*****બે મહિના પછી*****
"મને લાગે છે કે તારે હવે જઈને બિહારના મુખ્યમંત્રીના દિકરાનું ખૂન થયું તેનો કેસ હાથમાં લઇ લેવો જોઈએ.મને લાગે છે કે કદાચ સુપરસ્ટાર કબીરના આટલા જોરદાર કેસને આટલી સરસ રીતે પતાવીને તારા અંદર એક અનોખું જુનુંન આવી ગયું હશે." સામે બેઠેલા પોતાના એસપી સાહેબના આ શબ્દો સાંભળીને શોભિત પોતાની ખોટી સ્માઈલ આપતા હામી ભરી હતી. શોભિતને ખુદને ખબર હતી કે માર્ટિનાના કેસમાં એનાથી કંઈ વળ્યું નહોતું.આ કેસ પછી એના અંદર આત્મવિશ્વાસ ને બદલે ક્યાંક અંદર સુધી કેસને સરખી રીતે પાર ના પાડી શકવાનો પૂરેપૂરો અફ્સોસ દેખાઈ રહ્યો હતો.આશુતોષની લાશ મળ્યા પછી કેસને માળિયે ચડાવી દેવામાં આવ્યો હતો એમ કહીને કે ખૂન આશુતોષે કર્યું હતું અને ખૂન કર્યા પછી પોતે તેણે આત્મહત્યા કરીને જીવન ટુંકાવી દીધું હતું.અનુજાએ એન્ડ શોભિત બંનેની આ કેસને લઈને ભરપૂર પ્રશંસા થઈ હતી. અનુજાનું નામ હવે એક ખ્યાતનામ લોયર તરીકે લેવાતું હતું અને શોભિતતો તેના ડિપાર્ટમેન્ટમાં એક અલગ જ નામના મેળવી હતી.
માર્ટિનાને હવે લોકો ધીરે ધીરે ભૂલવા લાગ્યા હતા.કોઈના વિના આ દુનિયામાં કંઈ રોકાતું નથી.માર્ટિનાની જગ્યા હવે બીજી કોઈ મોડેલ શોફિયાએ લઈ લીધી હતી. શોફિયાના આવવાથી માર્ટિના અને તેની ગેલમર્સ દુનિયા હવે લોકો ભૂલીને તેની ઉપર ધ્યાન આપવા લાગ્યા હતા.કદાચ આ દુનિયા તમાશો જોવા માટે જ બની છે.કોઈને કોઈની પડી નથી આ દુનિયામાં એ વાત માર્ટિનાના કેસમાં પૂરેપૂરી લાગુ પડી હતી.વધારે સમય વીત્યા પછી તો કોણ માર્ટિના અને કઈ રીતે તેની જિંદગી વિખરાઈ ગઈ હતી તે પણ લોકોને યાદ નહીં રહે ! કબીર પણ માર્ટિના ગયા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનુ એક આગવું પ્રોડક્શન હાઉસ ઓપન કરીને ફોરેનમાં સેટલ થઈ ગયો હતો.કબીર માટે માર્ટિના બધું જ હતી અને તેના નવા પ્રોડક્શનનું નામ પણ માર્ટિનાહિંગિસ પ્રોડક્શન હાઉસ રાખ્યું હતું ......


***** લંડન *****
ધીરે ધીરે વહી રહેલા દરિયાના પાણીની વચ્ચે કોઈ આંખોની અંદર દરિયો સમાવીને આગળ વધતી હોય એ શિપ જાણે અચાનક જ મોજા સાથે ઉછાળા મારી રહી હતી.રોયલ શીપમાં જાણે હજારો લોકો એક સોંગનાં તાલે ઝૂમી રહ્યાં હતા.શિપની ચારે બાજુ કોઈ અલગ જ દુનિયા હોય એમ દરિયાના પાણીની અંદર લાઇટનો પ્રકાશ જગમગી રહ્યો હતો.ના જોયેલા પોશાકો અને ના જોયેલી અવનવી માણસોની જાત ધીરે ધીરે ચલમનાં ધુમાડા ઉડાડી રહી હતી.શીપની અંદર જતા જ અલગ દુનિયા કોઈ અતરંગી રૂમ્સ અને મહેલો જેવા ડિપાર્ટમેન્ટમાં મજા કરી રહી હતી.રૂમની અંદર અનોખા રૂમ જોઈને માણસોની આંખો ઓજલ થઈ જાય એવા ચલમ અને ડ્રગ્સના સૂસવાટા અલગ જ પ્રકારની જિંદગીનો અહેસાસ આપી રહ્યાં હતાં.અચાનક જ એક રૂમ ઓપન થવાનો આવાજ આવતા એક માણસના ચલમ ફુંકવાનો અવાજ છેક બહાર આવી રહયો હતો.તેની આંખો તેની ઉંમરના લીધે વધારે ઝૂકેલી લાગતી હતી.તેની અંદર હજુપણ યુવાની ઉછાળા મારતી હોય એમ એ તેની આજુબાજુ બે યુવાન ગર્લ્સને બેસાડીને મજા લઈ રહ્યો હતો.આવી લાઇફસ્ટાઇલના બદલે તેને સહેલાઈથી છેતરી શકાય એવો નહોતો. સામે બેઠેલા વ્યક્તિને જોઈને તે મોટે મોટેથી હસીને બાજુમાં બેઠેલી બંને ગર્લ્સને પોતાની વધારે નજીક ખેંચી રહ્યો હતો.

"વેલકમ માય બોય આજ તેરે આને સે અપન બહોત ખુશ હે" પોતાની આગવી મુબઈકર ભાષામાં તેણે સામે બેઠેલા વ્યક્તિને ડ્રગ્સ ભરેલી ચલમ ઓફર કરી.સામે બેઠેલા વ્યક્તિએ તેની ચલમ લઈને એક કશ ભરીને ચલમનો ધુણો હવામાં ઉડાડી દીધો.તેં વ્યક્તિ બ્લેક સૂટ બ્લેક પેન્ટ અને બ્લેક સુઝમાં વધારે હેન્ડસમ દેખાઈ રહ્યો હતો.તેની આંખો કોઈને પણ ઘાયલ કરવા પૂરતી હતી.તેના હોઠ પર જે ચલમ અડી રહી હતી એ પણ જાણે મજા લેતી હોય એમ વધારે હવામાં ભરી રહી હતી.

"તું મેરા લાલ હે સાલે" ફરીથી પોતાની આગવી ભાષામાં સામે બેઠેલા વ્યક્તિએ કહ્યું અને આ વખતે તેણે પોતાના બાજુમાં બેઠેલી બંને ગર્લ્સને દૂર કરીને સામે બેઠેલા વ્યક્તિને ભેટી પડ્યો.

" થેંક્યું ટોપીવાળા સર ફોર એવરીથિંગ" સામે ભેટીને પેલા વ્યક્તિએ જવાબ આપ્યો અને તેના સાથે જ એમ કે ટોપીવાળા એ ફરીથી એક ચલમનો કશ લઈને તેના સામે ઉભેલા વ્યક્તિને આપ્યો.તે વ્યક્તિએ ચલમનો કશ લઈને ફરીથી હવામાં તેનો ધુમાડો ઉડાડી દીધો.ધુમાડો ઉડતાની સાથે જ કબીર અને એમ કે ટોપીવાળાના ચેહરા હવે શિપની એ રૂમમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા......!!!!!

સમાપ્ત
*************

હેલો દોસ્તો,
આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે ખબર ન્હોતી કે તમારા લોકોનો આટલો બધો પ્રેમ આ નવલકથાને મળશે.હું તમારા બધાંનો આભારી છું અને ખાસ કરીને આ પ્લેટફોર્મનો !
મારા વ્યસ્ત સમયને લીધે આ નવલકથામાં એપિસોડ લખવામાં મારાથી ઘણી કચાશ રહી ગઈ છે જેના લીધે હું દિલગીર છું અને હવે નેકસટ નવલકથામાં એ ધ્યાન રાખીશ કે મારા વાચક મિત્રોનો સમય ના બગાડીને ટાઇમ પર દરેક એપિસોડ આવે.
તમારો સારો ખરાબ કોઈપણ અભિપ્રાય આ નવલકથામાં વિશે મને જણાવી શકો છો.મારે આગળ શું કરવું જોઈએ મારી ખામીઓ વિશે મારી સ્ટ્રોંગ પોઇન્ટ વિશે મને જણાવશો તો મને આનંદ થશે.જે પણ લોકો ફર્સ્ટ એપિસોડ થી લાસ્ટ એપિસોડ સુધી આ નવલકથામાં સાથે જોડાઈ રહ્યાં તેમનો હું આભારી છું.
*********