Intezar - 17 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 17

Featured Books
Categories
Share

ઇન્તજાર - 17

આગળના ભાગમાં જોયું કે રીના કુણાલ અને એન્જલિના પાર્ટીમાં જાય છે અને ત્યાં ડાન્સ અને બધા ડ્રીંક કરતા હોય છે અને બાજુમાં રીના એકલી હોય છે તે જોયા કરતી હોય છે. કોઈ વિરોધ કરતી નથી પરંતુ એને આ બધુ પસંદ હોતું નથી એટલે એક બાજુ જોયા કરતી હોય છે એટલામાં સંગીત ખુરશી ની રમત રમવાનું આયોજન થાય છે તેમાં બધાજ ભાગ લે છે. કુણાલ અને એન્જલિના રીના બધાજ સંગીત ખુરશી માં ભાગ લે છે છેલ્લે રીના ની જીત થાય છે હવે વધુ આગળ...)


પાર્ટી પૂરી થાય છે રીના, કુણાલ અને એન્જલિના પાછા ઘરે વળતા હોય છે ત્યારે મિતેશ ફરીથી કુણાલ અને રીના જોડે આવે છે અને કહે છે કે મારે રીના વિશે જાણવું છે! મને એ ભારતીય લેડી પસંદ છે. એન્જલિના ખુશ થઈ ગઈ એને તો જોઈતું હતું અને વૈદે કહ્યું પરંતુ અહીં કુણાલ નું મોઢું પડી ગયું એટલામાં એને કહ્યું કંઈ વાંધો નહીં હું એના વિશે તને પછી વાત કરીશ બધા ઘરે આવી ગયા અહીં મિતેશને રીના નું ચિત્ર એની આંખ સામે કરતું હતું એને રીના ખૂબ જ પસંદ આવી ગઈ હતી .

રીનાંઅહીં બિલકુલ અજાણ હતી એને તો ખબર નહોતી કે મિતેશ ના મનમાં એના વિશે આકર્ષણ ઉદ્ભવ્યું છે એન્જલિના અહીં આવીને કુણાલ ને કહે; કુણાલ હવે તું રીનાને છૂટાછેડા આપી દઈશ તો મિતેશ સાથે લગ્ન કરીને સુખી રહી શકે છે. કુણાલ મન માનતું નહોતું એને કહ્યું એક વાર આપણે રીનાને વાત કરવી જોઈએ એ પહેલા કોઈ ડિસીઝન લેવું જોઈએ નહીં .

એન્જલિના કહે; હવે એ વધુ તું મારી પર છોડી દે પરંતુ કુણાલ હવે જાણે કે મનમાં રીનાને પસંદ કરતો હોય એવું લાગી રહ્યું હતું એને કહ્યું એન્જલિના તું અત્યારે કોઈ વાત કરીશ નહીં સમય આવે એટલે હું એને વાત કરીશ .બીજા દિવસે સવારે જ મિતેશ નો ફોન એન્જલિના પર આવ્યો અને કહ્યું મારે રીનાને મળવું છે.

એન્જલિના એ કહ્યું ;કઈ નહિ સવારે હું ઓફિસે આવો ત્યારે તું મને મળીશ પછી વાત કરીશું. અહીં મિતેશ ની હાલત એટલી હદે પ્રેમમાં પાગલ થઇ ગઇ હતી કે ન પૂછો વાત એને થયું કે હું ગમે તે રીતે રીનાને મળીશ કારણકે મારા લાયક એક પાત્ર હોય તો રીના છે અને ઘણા વર્ષો પછી જે પાત્ર તલાશ થઈ હતી એ પાત્ર એને મળી રહ્યું હતું અહીં મિતેશ ઘણા વર્ષો સુધી ન્યૂયોર્કમાં સેટ થયો હતો પરંતુ એના જીવનમાં પણ પ્રેમને ખીલીને એક પાનખર બની ગઈ હતી પછી એને ક્યારેય પણ વિચાર્યું નહોતું કે તે ફરીથી પોતાના જીવનમાં પ્રેમની વસંત અવશે પરંતુ જ્યારે રીના ને જોઈ ત્યારે એનું મન જાણે કે હચમચી ઊઠયું એને થયું કે મારે લાયક રીના હોય એવું લાગી રહ્યું છે એને જે સંસ્કારી જોઈતી હતી એ બધું જ ગુણો હતા .

બીજા દિવસે સવાર પડ્યું બધું જ કામ પતાવીને અહીંયાંથી એન્જલિના અને કુણાલ નીકળ્યા ઓફિસે , ત્યારે મિતેશ આવ્યો અને મિતેશએ એન્જલિનાને ફોન કર્યો .એન્જલિના બહાર આવી અને મિતેશ ને કહે મિતેશ તું થોડો ટાઈમ અમારા ઘરે આવન,જાવન ચાલુ કર ધીમે ,ધીમે રીના તારી નજીક આવે પછી જવાત કરી શકીશ .કારણ કે રીના ભારતીય નારી છે અને તમારા ભારતીય નારીમાં તો શરમ એટલે કે એમનું મહત્વનું ઘરેણું .એ કોઇ પણ વાત કરતા પહેલા ઘણું બધું વિચારતી હોય છે.

મિતેશ કહે; હા!શરમ એતો અમારા ભારતીય નારી નું ઘરેણું છે અને મને પણ એક ગમે છે કંઈ વાંધો નહીં હવે હું તમારી ઘરે આવન,જાવન કરતો રહીશ ,રીનાને ઓળખીશ પછી જ રીનાને લગ્ન માટે ઑફર કરીશ .

એન્જલિના કહે;આ બધું કુણાલ ના જાણે એનું ધ્યાન રાખવાનું છે એન્જેલિનાએ મિતેશ ને કહ્યું ;
મિતેશ કહે;એમાં શું વાંધો છે? કુણાલ પણ મારો મિત્ર છે ."
એન્જલિના કહે: પરંતુ તને મારામાં વિશ્વાસ હોય તો હું કહું એમ કર"

મિતેશ કહે: કંઈ વાંધો નહીં હું કોઈને પણ વાત કરીશ નહીં હવે તેને થયું કે ચાલ હવે રીના અહી સ્ટોરમાં છે ત્યાં મળી લઉં. ત્યાં રીના કામ કરતી હતી એને મિતેશને જોયો અને બંને હાથ જોડીને "જયશ્રીકૃષ્ણ 'કર્યા અને કહ્યું કે હું પણ ભારતનો છું.

રીના કહે; હું જાણું છું કે તમે ભારતીય છો. પરંતુ હું તમને મળીને મને પણ આનંદ થયો"

"મિતેશ કહે ;તમારા કરતાં વધુ મને આનંદ થયો"
રીના બોલી કે; મને જોઈને વધુ આનંદ માં આવવાની જરૂર નથી મિતેશભાઇ" અને રીનાએ ભાઈ કહ્યું; એટલે તરત જ મિતેશ ના પોતાના દિલને ઝાટકો વાગ્યો હોય એવું લાગ્યું એને તરત જ અંદરથી બહેનની લાગણી ઉઠવા લાગી એને થયું કે ખરેખર મારાથી ખોટું થઈ ગયું. રીના તો કંઈ પણ વિચારતી નથી એને મને ભાઈ કહ્યું છે તો હવે મારે આગળ વધવાનો કોઈ ઈરાદો નથી. એને તરત જ એને કહ્યું તારે કોઈ પણ જરૂર હોય તો મને મળી શકે છે .

"મિતેશ એ એન્જલિના ને ફોન કર્યો અને કહ્યું; રીના મારા માટે આકર્ષણનું કેન્દ્ર હતી હું ભૂલી ચુક્યો છું કારણ કે હું રીનાને સ્ટોરમાં મળવા ગયો ત્યારે મને રીનાએ એક ભાઈ તરીકે નું સંબોધન કરી દીધું અને અમારા ભારતમાં એક વખત ભાઈ નું સંબોધન થઈ જાય પછી અમારા માટે એ બહેન બની જાય છે. હવે હું એના વિશે કંઈ પણ ખરાબ વિચારવા માગતો નથી.

એન્જલિના ને ધક્કો લાગ્યો એમ એનું મન સળવળ્યું તેને કહ્યું ;તમારા ભારતીયોના સંસ્કાર કોણ જાણે ઠાસી ,ઠાસીને ભરી દીધા હોય એવું લાગે છે તમે લોકો કોઈ પણ વાતે સુધારવાના નથી .હવે તું જિંદગીભર કુવારો રહેજે.
મિતેશ કહે; કંઈ વાંધો નહીં! કુંવારા રહેવું પડે તો મને મંજુર છે, પરંતુ મારા ભારતીય નારીના સંસ્કારો અને મારા માતા, પિતાએ આપેલા સંસ્કારો ને હું વિરોધ કરવા માગતો નથી હવે તો રીના મારી બહેન જ છે હવે હું એને પૂરી રીતે મદદ કરીશ મારા ભારતની છે એટલે અને એઆકર્ષણ ક્ષણિક હતું તે પૂરું થઈ ગયું ."ભગવાન મને માફ કરે "એન્જલિના કહે ભગવાન તને માફ કરશે પરંતુ હવે તું એના જેવી બીજી લેડીઝ ક્યાંથી શોધીશ તારા માટે?

મિતેશ કહે ; તું મારી ચિંતા છોડી દે હું તારા ઘરે આવીશ ખરો ને રીનાનેમળીશ પણ ખરો પરંતુ એક ભાઈ તરીકે...

એન્જલિના ને થયું કે ખરેખર હું જે પણ કંઈ કરું છું એ સીધું પડતું નથી કોણ જાણે રીના નસીબ લઈને આવી છે જેની પણ મુલાકાત કરાવું છું એના માટે તો સોનાની મૂર્ગી જેવી જ મુલાકાત બની જાય છે મને પણ હવે સમજાતું નથી,??હવે.એવું પાત્ર હું ક્યાંથી લાવીશ! કે જેથી રીનાને સમજી શકે અને એને રીના તેને સમજી શકે અને બંને જણા લગ્ન ગ્રંથીથી જોડાઇ જાય ..

સમય વીતતો જાય છે અને મિતેશ પણ કુણાલના ઘરે આવતો જતો હોય છે કુણાલને પણ મિતેશમાં બદલાવ જોઈને લાગ્યું કે ખરેખર હવે કોઈ ચિંતા જેવું નથી, કારણકે મિતેશ પણ રીનાને બેન તરીકે બોલાવતો હતો અને કુણાલ પણ જાણતો હતો કે મિતેશ એક સારા ઘરનો છોકરો છે એટલે બધા ભેગા થઈને ટેબલ પર વાતો કરતા ઘણી વખત નાસ્તો પણ કરતા. એન્જલિના ને સહન ન થતું પરંતુ કરે શું!!!

સમય વીતતો ગયો એક દિવસ રીના અને મિતેશ બંને જણા બગીચામાં બેઠા હતા અને ત્યાં બાજુમાંથી મંગળાબા આવ્યા અને કહ્યું કે બેટા મિતેશ તું અહીંયા ક્યાંથી !ત્યારે મિતેશ કહે; મંગળા તમે અહીંયા રહો છો
રીનાએ કહ્યું; તુ ઓળખે છે !

મિતેશ એ કહ્યું; હા ,હું ઓળખું છું હું જ મંગળાબાને એક્સિડન્ટમાં બેભાન થયા હતા ત્યારે તેમની સેવા કરેલી .
મંગળા બા કહે ;એના લીધે તો હું આજે મારા અસ્તિત્વને ટકાવી ન ઊભી છું

રીનાને થયું કે અહી પણ રહસ્ય હોય એવું લાગે છે એને બધી જ વાત મિતેશ ને પૂછવાનું નક્કી કર્યું....

વધુ આગળ ભાગ /18....