Intezar - 14 in Gujarati Fiction Stories by Bhanuben Prajapati books and stories PDF | ઇન્તજાર - 14

Featured Books
Categories
Share

ઇન્તજાર - 14

(આગળના ભાગમાં જોયું કે રીના, "એન્જલિના "એમ શબ્દો બોલે છે ત્યારે વસંતી ગભરાઈ ગયા છે બીજા દિવસે બધાને કહે છે કે ન્યુયોર્કમાં મારું નામ એન્જલિના છે એટલે હવે મને એન્જલિના તરીકે બોલાવી અને બધા સરળતાથી માની જાય છે ,હવે રીના બધાને કહે છે કે; હું જોબ કરવા માંગુ છુ. રીના ત્યાંની ભાષા ઈંગ્લીશ શીખી જાય છે. બધા રીનાને જોબ માટે ઉત્સાહિત કરે છે અને રીના, કુણાલની કંપનીના માલિકના સ્ટોરમાં જ નોકરી ચાલુ કરે છે, રીનાને ખૂણાના બોસ જોડે મુલાકાત થાય છે અને જાણવા મળે છે કે એમની વાઈફ એક્સિડન્ટમાં ગુમ થયેલ છે તેમનો કોઇ પત્તો નથી અને તેમને બધી જ મિલકત વસિયતનામામાં કુણાલ અને તેની વાઇફ ના નામે કરેલી છે એટલે એને શંકા જાય છે કે એન્જલિના એટલા માટે જ કુણાલને ફસાવી રહી હોય અને રીનાને એન્જલિના નામ ઘણું બધું રહસ્ય છુપાયેલું છે એના માટે પણ એ પ્રયત્ન કરવા માગે છે. હવે વધુ આગળ...)

"સમય આગળ ચાલતો જાય છે અને રીના ન્યુઓર્કમાં સેટ થતી જાય છે. હવે તો એનામાં ઘણી બધી હિંમત આવતી જાય છે.ઇંગલિશ સુપર આવડી ગયું હતું એન્જલિનાને હવે રીનાની ઈર્ષા પણ થવા લાગી હતી કારણ કે રીના ત્યાંના વાતાવરણમાં અનુકૂળ થઈ રહી હતી અને જોબમાં પણ એને સારી એવી સફળતા પણ મળી રહી હતી."

"એક દિવસ એન્જલિના ઓફિસમાં થી અચાનક બહાર નીકળી અને રીનાની પાસે ગઈ રીના જે સ્ટોરમાં હતી ત્યાં જઈને કહ્યું; રીના ઘરમાં તો હું તને કઈ કહી શકતી નથી એટલે અહીંયા હું મારી ઓફિસ છોડીને તારી પાસે આવી છું મહેરબાની કરીને તું કોણ અને જીતવાનો પ્રયત્ન કરીશ અને જેમ બને એમ છૂટાછેડા આપી દે તો સારી બાબત છે."

"રીના કહે ;એન્જલિના તું તો મને કહેતી હતી કે આપણે બંને જણાં કુણાલ સાથે સેટ થઈને રહીશું તને તો કોઈ મુશ્કેલી ન હતી અને અચાનક જ કેમ તને મારો ડર લાગવા લાગ્યો!"

"ના મને ડર કોઈ નથી ,પરંતુ તું પણ સુખી થાય એવું ઈચ્છું છું તને પણ કોઈ જીવનમાં ખુશીઓ કરે એના નામનો પ્રેમ મળે એટલા માટે તને કહી રહી છું.'"

"મને જીવનમાં લગ્ન પછી થોડો ઘણો પ્રેમ મળ્યો તેના સહારે ઘણા દિવસો વિતાવ્યા છે. એટલો પ્રેમ મારી જિંદગીમાં યાદો સાથે ખુબ સરસ રીતે નીકળી જશે અને કુણાલ નો ઈંતજાર મે એ પ્રેમના સહારે દસ વર્ષે વિતાવ્યા હતા તો જે વર્ષો બીજા નીકળવાના થશે હું એ પ્રેમ ના સહારે જ બધા જ વર્ષો મારા ઇન્તજાર માં નીકળી જવાના.'

"પરંતુ વિદેશમાં તું એકલી શું કરીશ એના કરતાં કોઈ સારું પાત્ર મળે તો તું વિચાર જો,હું કુણાલને અને તારા સાસુ ,સસરા બધાને જોડે વાત કરીશ અને તને પણ મદદ કરીશ અને જો તું તૈયાર હોય તો મારી કેબિનમાં જ એક મિતેશ કરીને જોબ કરે છે ખૂબ જ દેખાવડો અને ભારતીય છોકરો છે તને કોઈ વાંધો ન હોય તો હું વાત કરી શકું છું."


" તું મારી ચિંતા છોડ તું તારી ચિંતા કર, કુણાલ ની ચિંતા કર! રીનાએ કહ્યું..."

"એન્જલિના થયું કે ;રિના જેટલી માનું છું એટલી બેવકૂફ નથી ખૂબ જ હોશિયાર છે એટલે મારે હવે કળથી જ કામ લેવું પડશે."


"એણે નક્કી કર્યું કે હવે રીના સાથે સંબંધ સારો રાખશે અને ધીમે ધીમે એ રીના અને મિતેશ ની મુલાકાત કરાવશે."


"અચાનક એન્જલિના નો વર્તન બદલાયું અને કહ્યું કે ના કંઈ વાંધો નહીં તને મિતેશ ને ન મળવું હોય તો કંઈ નહી પરંતુ કંપનીમાં અમે બધા ભેગા થઈને પાર્ટી કરીએ ત્યારે તું ચોક્કસ આવજે હવે તો તું બધામાં રસ લઈ શકે એમ છે ખુબ મજા પડશે"

"રીના બધું જ રહસ્ય જાણતી હતી એને થયું આમાં પણ કંઈક એનો સ્વાર્થ છુપાયેલો હશે પરંતુ રીના ને એનું રહસ્ય ઉકેલવામાં રસ હતો એટલે એને કહ્યું ;અરે એન્જલિના તું જે કહે એ હું કરીશ કારણ કે હું પણ નવી છું અને તું મને શીખવા માટે પ્રેરિત કરવા માંગે છે તો હું શીખી તમારી કંપનીની પાર્ટીમાં હું તારી સાથે આવીશ."

"બંને જણા અલગ થયાં અને સૌના કામમાં લાગી ગયા"

"ઘરે આવ્યા પછી નિત્યકર્મ પરવારીને રીના એના રૂમમાં ગઈ અને તેને જઈને જુલીને ફોન લગાવ્યો કારણ કે ઘણા દિવસ થઇ ગયા હતા જુલી સાથે વાતો કરે એટલે એને તો પોતાનું મન હળવું કરવા માટે જુલીને ફોન ન કર્યો"


"જુલીએ ફોન રિસીવ કર્યો અને કહ્યું; અરે રીના બોલ તને હું યાદ કરતી હતી કે ઘણા દિવસ થયા પરંતુ રીના નો ફોન નથી મને એમ કે તું ફોરેન જઈને હવે મને ભૂલી જઈશ"

"રીના એ કહ્યુ જુલી આ દુનિયામાં સૌથી નજીકનો સંબંધ ફેમિલી પછી મિત્રનો આવે છે મિત્રનો સંબંધ એવો છે કે સુખ,દુઃખ દરેક માં કામ આવે છે મિત્ર તારા જેવો નિખાલસ હોય ત્યારે તો મારા જેવી કેટલીક છોકરીઓનું જીવન બરબાદ થતા બચી જતું હોય છે અને આપણો નજીકનો મિત્ર આપણને સલાહ તો સાચી જ આપે છે તે પણ મને સાચી સલાહ આપી અને મને અહીંયા ન્યૂયોર્ક મોકલી તે ખૂબ સારો નિર્ણય કર્યો કારણ કે અહીંયા તો મને ઘણું બધું રહસ્ય ઘૂંટાતું હોય એવું લાગે છે"


"તારી વાત સાચી છે કે 'જીવનમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ કે જે આપણી નજીક હોય આપણા દિલને સ્પર્શ કરતો હોય. દરેક વાતને કહ્યા વિના સમજી શકતો હોય અને સલાહ આપવામાં એ સાચી સલાહ આપતો હોય. આપણા દર્દમાંભાગીદાર બનતો હોય અને મિત્ર માટે રાત દિવસ પણ જોતો ના હોય, એક ફોનની રીંગ વાગે અને હાજર થાય એવો મિત્ર દુનિયામાં એક તો હોવો જોઈએ ,જીવનમાં આવો મિત્ર જેનેમળે છે એ ખુબ નસીબદાર છે. કારણ કે મિત્ર વગર ની જીંદગી પણ કોરી કિતાબ જેવી હોય છે તારો અને મારો મિત્રતાનો સંબંધ કેટલો નજીકનો છે એ તું જાણે છે. ભલે તું મારાથી દુર છે પરંતુ છતાં પણ હું તારી મિત્રતાના અહેસાસ પામી શકું છું અને તું પણ મારી મિત્રતા નો અહેસાસ પામી શકે છે."


"એટલે તો તારી પાસે દિલ હળવું કરીને બેઠી છું અહીંયા તો એન્જલિના હવે મારી ખૂબ જ પાછળ પડી છે ખૂબ ધ્યાન પણ રાખે છે કે હું કોઈ એવું પગલું ના ભરી દઉ કે એનું રહસ્ય ખુલી જાય એને શંકા તો ગઈ છે કે મને એના પર શંકા છે."

"રીના થોડા દિવસ માટે તો કોઈ એવું પગલું ન ભરતી કે એને શંકા જાય હવે તું થોડા દિવસ માટે એકદમ શાંત મન રાખીને નોકરી કર અને થોડાક દિવસ તું એની નજીક સારી દોસ્ત બનીને રહે ,અને કુણાલ થી દૂર રહે તો એને તારું કોઈ દયાન રહેશે નહિ અને તને કોઈને કોઈ સાબિતી મળી જશે. બધું નિહાળીને ભેગું કર, પરંતુ એવું કોઈ જલ્દી પગલું ભરીશ નહીં પછી તું મને ફોન કરજે હવે હું ફોન મૂકું છું,એમ કહીને જૂલી એ ફોન મૂકી દીધો.

"રીના પણ વિચારો કરતી કરતી સુવા લાગી.."


વધુ આગળ ભાગ/ 15