વસુધા
પ્રકરણ-27
વસુધા પીતાંબર અને એનાં સાસુ સસરા સાથે
એનાં પિયર આવી. એનાં માતાપિતા પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ ખૂબ રાજીનાં રેડ થઇ
ગયાં. પાર્વતીબેનની આંખમાંથી આનંદનાં આંસુ આવી ગયાં. દુષ્યંત તો દોડીને વસુધાને
વળગી પડ્યો. દીદી આવી દીદી આવી એનાં આનંદમાં સમાતો નહોતો. અને કેમ આનંદ ના હોય
વસુધા લગ્ન પછી પહેલીવાર પીયર આવી હતી.
એનાં સાસુ પણ આનંદ વ્યક્ત કરી રહ્યાં એ
વસુધાનાં ભાઇ અને ઘરનાનો આનંદ જોઇ બોલ્યાં માવતરનાં ત્યાં દીકરી આવે ત્યારે આખુ
પીયરયુ પ્રેમથી ઉભરાઇ જાય. બધાં દિવાનખાનામાં બેઠાં એમનો ચેહરો અને આંગણયુ આજે જાણે હસતું દીસતું હતું. વસુધા પહેલાંજ પાછળ
વાડામાં દોડી ત્યાં લાલીની જગ્યા ખાલી હતી પણ બીજી બધી ગાય ભેંશ બધાને હાથ ફેરવી
આવી.
પાર્વતીબેન પુરષોત્તમભાઇને કહ્યું વસુધાને
આંગણ અને વાડામાં ફરી લેવા દો તમે વેવાઇ સાથે બેસો હું ચા-નાસ્તો કરીને લઇને આવું
છું અને તેઓ રસોડામાં ગયાં.
પીતાંબર ઉભો થઇ દુષ્યંત સાથે વાડામાં આવ્યો
અને અહીં વસુધાને ફેર ફુંદરડી ફરતી જોઇને હસી પડ્યો અને બોલ્યો અરે વસુ આ શું કરે
છે ? વસુધા પીતાંબરને જોઇને શરમાઇને ઉભી રહી ગઇ. એણે કહ્યું તમને ખબર છે ? હું
નાની થી મોટી થઇ ત્યાં સુધી અહીં વાડામાં રમી છું નાચી છું. વરસાદ માણ્યો છે આ ગાય ભેંશ બધાની સાથે રહી છું એમણે ઘાસ દાણ નીર્યું છે આ આજુબાજુમાં બધાં છોડ-ઝાડ-ઘરતી બધુજ મારું
જાણીતું છે એમનાંથી જોડાયેલી છું અહીં આવીને જાણે બધું તાજું થઇ ગયું અહીનું કણ કણ એનું સાક્ષી છે.
દુષ્યંત પણ સાંભળી રહ્યો એ પણ વસુધાની
યાદોમાં ખેંચાયો અને બોલ્યો જીજાજી અહીં પેલો પાણીનાં કૂંડ છે ત્યાંથી પીચકારીમાં
પાણી ભરીને દીદીને નવડાવી દેતો દીદી ચીસો
પાડતી દોડાદોડી કરતી પણ એનું કંઇ ચાલતું નહીં એમ કહી જોરથી હસી પડ્યો. પીતાંબર
દુષ્યંત કહી રહેલો એની કલ્પના કરી આંખોથી એ દ્રશ્ય જોવા પ્રયત્ન કરી રહેલો.
ત્યાં દુષ્યંતે કહ્યું જીજુ એકવાર તો દીદી
ઘાસ છાબડામાં ભરતી હતી ત્યાં મોટા કાળો નાગ એમાંથી નીકળેલો દીદીતો એવી ગભરાઇ ગયેલી
ટોપલો નાંખી ઓ નાગબાપા કહી દોડી ગઇ નાગ બાપા ફેણ ચઢાવી ત્યાં થોડીવાર રહ્યાં પછી
એમની મેતે વાડાની બહાર નીકળી ગયાં હતાં માં એ ત્યાં બાજુમાં દાદાની દેરી બનાવી
દીવો કરેલો પછી કદી નથી દેખાયાં. વસુધાએ કહ્યું દુષ્યંત તું પણ શું એટલી જૂની જૂની
વાતો અત્યારે યાદ કરે છે. તારું ભણવાનું કેવું ચાલે છે એમ કહેને. દુષ્યંતે કહ્યું
સારુ ચાલે છે. આ વખતે તો બોર્ડ છે એટલે ખૂબ મહેનત કરુ છું દીદી તું નથી એટલે તારી
ખોટ ખૂબ સાલે છે, હજી હમણાં વર્ષ શરૃ થયું છે મને કંઇ શીખવું હશે કે તારી સાથે
ભણવું હશે તો હું તારાં ઘરેજ આવી જઇશ રહેવા માટે.
પીતાંબરે હસતાં હસતાં કહ્યું હાં હાં ના
આવડે ત્યારે આવજે. હમણાં ચાલ ગામમાં આંટો મારી આવીએ થોડાં પગ છૂટાં થાય.
વસુધાએ કહ્યું માં એ ચા નાસ્તો તૈયાર કર્યા
છે એ પતાવીને જજો ચાલો અંદર માં બોલાવતીજ હશે ત્યાં પાર્વતીબેન બોલાવવાજ આવ્યાં
અને કહ્યું આવો કુમાર ચા નાસ્તો તૈયાર છે અને બધાં અંદર ગયાં.
પાર્વતીબેને કહ્યું સાંજે તમારે શું જમવું
છે એ બનાવીએ. ભાનુબહેન કહ્યું ના ના ક્યાં ધમાલ કરો છો ? અમે તો થોડીવાર બેસીને નીકળી જઇશું. પીતાંબર અહીં
રોકાશે. અને અમે અહીંથી રીક્ષામાં કે એસટીમાં જઇશું
પીતાંબર પછી ગાડી લઇને આવશે. ગાડી ભલે એની પાસે રહેતી એ લોકોને કે તમારે ક્યાંય
સાથે જવું હોય કામ લાગશે.
વસુધાએ પીતાંબર સામે જોયું પીતાંબરે
હકારમાં ડોકું ધુણાયું અને ગુણવંતભાઇએ કહ્યું અમે સાંજની બસમાંજ નીકળી જઇશું
પુરષોત્તમભાઇએ કહ્યું ગાય ભેંશનું નીરણ અને બીજુ ધ્યાન રાખવાનું અને દૂધ કાઢવાનું વગેરે આપણે તો કામ હોય પણ તમે
ચાકરને બધુ સોંપીને આવ્યો હોત તો રોકવાતને ક્યાં વારે વારે અહીં અવાય છે.
ભાનુબહેને કહ્યું અરે ચાકરને બધુ સમજાવીનેજ
આવ્યાં છીએ ઘાસ નીરણ આપશે દૂધ કાઢી ડેરીએ પણ ભરી આવશે બધી ચોપડી કાર્ડ આપી
સમજાવીને આવી છું એટલે એવી કોઇ ચિંતા નથી.
પુરષોત્તમભાઇએ કહ્યું તો નિરાંતે બેસોને વહેલી સવારની બસમાં નીકળી જજો વધારે નહીં રોકુ તમારે ત્યાં વહીવટ મોટો છે. આપણે સાંજે લટાર મારવા નીકળીશું વાતો
કરીશું.
પુરષોત્તમભાઇનાં આગ્રહ સામે ગુણવંતભાઇએ નમતું
જોખ્યું એમણે કહ્યું ભલે ભલે આજની રાત રોકાઇ જઇશું. કાલ સવારની વહેલી બસમાં નીકળી
જઇશું. આમતો ચાકર વરસોથી આપણી સાથેજ રહે છે એક કુટુંબી જેવાજ થઇ ગયાં છે એવાંજ
આપણે રાખીએ સાચવીએ છીએ.
વસુધા ખૂબ ખુશ થઇ ગઇ એણે કહ્યું હાંશ બધાં અહી રોકાઇ જાઓ કેટલાં સમયે આવો દિવસ આવ્યો છે. પીતાંબર કહ્યું
કેટલાં સમયે નહીં પહેલીવાર આવો સમય આવ્યો છે. ત્યાં પાર્વતીબેને કહ્યું સાંભળો છો
? આ છોકરાઓ જોડે દિવાળી બેનને તેડાવી આવો એ એકલાંજ બાકી છે એમને ખૂબ ગમશે.
વસુધાએ તરતજ કહ્યું અમે લઇ આવીએ છીએ ફોઇને
દુષ્યંત કહ્યું હું પણ આવીશ ચલો ફોઇને લેવાં. પીતાંબરે કહ્યું ચાલો અમે લોકો લઇ
આવીએ છીએ ફરતાં આવીશું અને લેતાં આવીશું.
વસુધા અને દુષ્યંત તૈયાર થઇ ગયાં.
પાર્વતીબેને હસતાં હસતાં કહ્યું દુષ્યંતને તો મજા પડી ગઇ છે. જાવ તમે લોકો લઇ આવો
અમે ત્યાં સુધી સાથે મળીને રસોઇની તૈયારી કરીશું.
******************
દિવાળી ફોઇને ત્યાંથી
એમને લઇને વસુધા-પીતાંબર પાછો આવી રહેલો. દિવાળી ફોઇતો
રાજીનાં રેડ થઇ ગયાં બોલ્યાં બધાં ભેગાં થયાં છે જાણીને ખૂબ આનંદ થયો અને મને યાદ
કરી લેવાં આવ્યાં ખૂબ સારુ લાગ્યું.
વસુધાએ કહ્યું ફોઇ માં એ કહ્યું ફોઇને લઇ આવો. તમારાં વિના થોડી
મજા આવે ? ફોઇ મોડી રાત સુધી વાતો કરીશું. બધાં ભેગાં થયાં છે મજા આવશે. કોડીયો
પત્તા રમીશુ દુષ્યંતે નોંધાવ્યુ વસુધા હસી પડી.
ગાડી ચલાવતાં પીતાંબર વિચારી રહ્યો ફોઇ
સાથે આખી રાત વાત કરવી છે સાવ ઘેલીજ છે. મને નથી કહેતી કે આપણે રાત્રે ફરવા
નીકળશું. વાતો કરીશું પ્રેમ કરીશું સાવ ડોબીજ છે... વસુધાએ પીતાંબરને પૂછ્યું શું
વિચારોમાં પડી ગયાં ?
પીતાંબરે કહ્યું અરે કંઇ નહીં બધાં ભેગાં
થયાં છે મજા આવશે ખૂબ વાતો કરીશું અને વસુધાનાં ગામની ભાગોળ આવી અને પીતાંબરે
કહ્યું અહીંથી તમને ઘરે ઉતારીને હું પાછો આવું છું થોડું કામ છે. વસુધાને આષ્ચર્ય થયું પણ બોલી નહીં.
પીતાંબર વસુધા-ફોઇ અને દુષ્યંતને ઘરે
ઉતાર્યા અને વસુધાને કહ્યું હું આવું છું બજાર જઇને રાત્રે બધાં ભેગાં છીએ મજા
આવશે થોડું ખરીદીને આવું છું વસુધાએ કહ્યું સારુ પણ જલ્દી આવજો. દુષ્યંતને પીતાંબર સાથે આવવુ હતું એણે કહ્યું હું આવુ જીજુ
મને ફરવાની મજા આવે છે.
પીતાંબરે થોડો વિચાર કરીને કહ્યું હાં ચાલ
તને પણ ફેરવતો આવું. એમ કહી દુષ્યંતને સાથે લીધો અને બજાર તરફ ગાડી લીધી. પીતાંબર
દુષ્યંતને પહેલાં તો બોલ બેટ આપ્યા ખૂબ સારી કવોલીટીનાં દુષ્યંત તો ખુશ થઇ ગયો.
પછી પીતાંબરે પત્તાની કેટ લીધી. અને પછી
દુષ્યંતને કહ્યું દુષ્યંત તું બોલબેટ લઇને ગાડીમાં બેસ હું આવું. દુષ્યંત તો ખુશ
થઇ ગયો હતો એણે કહ્યું ભલે ભલે...
પીતાંબર એની ગાડીથી થોડે આગળ બજાર તરફ
ચાલતો ચાલતો ગયો અને એક ગલ્લા પાસે ઉભો રહ્યો એણે આંગળીથી ઇશારો કર્યો અને પેલાએ
ચાર મીનાર સીગરેટનું બોક્ષ આપ્યું. એમાંથી એક સીગરેટ કાઢીને પીતાંબરે પીવા માંડી
શાંતિથી ઉભો રહીને સીગરેટ પી રહેલો... પછી એણે આખું બોક્ષ લીધું અને બોક્ષ ખીસામાં મૂકી દીધું પછી એણે પાન બધાવ્યા અને એમાં
એનાં ત્રણ પાન ખાસ અલગથી બંધાવ્યાં.
સીગરેટની વાસ દૂર કરવા એણે હોલ્સ લીધી
મોઢામાં મૂકી અને બીજી દુષ્યંત માટે લીધી. ત્યાંથી એ ગાડી પાસે આવ્યો અને
દુષ્યંતને હોલ્સ આપી અને બીજી ચોકલેટની બેગ એણે પોતાની પાસે રાખી.
ત્યાં ગાડી પાસેથી બે ત્રણ છોકરીઓ નીકળી
એણે દુષ્યંતને કહ્યું દુષ્યંત તારી બહેન આવી છે સાસરેથી ? અમે મળવા આવીશું. કહેજો
અને તારાં બનેવીને તો અમે ઓળખ્યાજ નહીં બજારમાં ઉભાં હતાં. એમ કહી ખડખડાટ હસતી
ત્યાંથી જતી રહી.
પીતાંબરને થયું આ ચાંપલીઓ એ મને સીગરેટ
પીતાં જોયો હશે ? જોયો હશે તો ભલે ક્યાં સુધી ડરવાનું ? એણે ગાડી સ્ટાર્ટ કરી ઘરે
આવવા નીકળ્યો.
ઘરે પહોંચ્યા દુષ્યંત દોડીને અંદર ગયો અને
નવા બેટ બોલ બતાવ્યાં. વસુધા ખુશ થઇ ગઇ અને પીતાંબરે અંદર બોલાવી એનાં હાથમાં
પ્લાસ્ટીકની બેગ મૂકી અને કહ્યું આ તારાં માટે.....
આગળ આવતા અંકે - પ્રકરણ-28