એક
પૂનમની રાત
પ્રકરણ-85
વ્યોમાનાં નાનાએ કહ્યું નવરાત્રીની ત્રીજીથી સાતમ સુધીમાં હું
જે કામ કરવા આવ્યો છું એ વિધિ કરવીજ પડશે મારી વ્યોમા માટે અને એ પહેલાં દેવાંશનાં
ઘરે પણ જવું પડશે નહીંતર... એમ કહીને અટકી ગયાં. મીરાંબહેન કહ્યું પાપા નહીંતર ?
એટલે વ્યોમાની ઉપર કોઇ સંકટ આવવાનું છે ? જે કરવું પડે એ સમય પ્રમાણે કરી લો. હું
આમ વ્યોમા માટે ચિંતા કર્યા કરું અને એ છોકરી હેરાન થાય એ હું નહીં સહી સકું...
નાનાએ કહ્યું
મીરાં હું ચિંતા કરાવવા નથી કહી રહ્યો. તારે કોઇજ ચિંતા નથી કરવાની પણ જે વિધિ
કરીએ છોકરીને રક્ષાકવચ કાયમ માટે મળી જાય એ વિધી કરવા માંગુ છું જેથી એનાં આગળનું
જીવન ખૂબ આનંદ અને સુખમય જાય.
વિનોદભાઇએ કહ્યું
પાપા તમારી વાત સાચી છે વ્યોમાનાં જીવનમાં કોઇ અંતરાય કે તકલીફ ના આવે એજ જરૂરી
છે. એણે પસંદ કરેલાં છોકરામાં તો કોઇ એબ કે તકલીફ નથી ને ?
નાનાએ કહ્યું ના
એવો અર્થ ના કાઢશો. એ વ્યોમાને ખૂબ સાચવશે. અત્યારે પણ સાચવીજ રહ્યો છે. વ્યોમા જે
હેરાન થઇ રહી હતી એ આ છોકરાનું પણ કારણ છે એમાં ના નહીં પણ આપણી વ્યોમાની કુંડળી
અને ગ્રહો એવાં છે કે એનું શરીર એ થવા માટે માધ્યમ બની જાય છે આપણે વ્યોમાની વિધી
કરીશું એમાં બધાંજ સમીકરણ એક થઇને નિવારણ આવી જશે. અને આ વિધી પછી કોઇજ તકલીફ નહીં
રહે એની ખાત્રી આપું છું.
મીરાંબહેન કહે પણ
મારીજ છોકરી કેમ ? શા માટે એજ હેરાન થાય છે ? નાનાજીએ કહ્યું દીકરા આ બધું સંચિત
કર્મ અને ગત જન્મનાં સંબંધો અને લગાવનું કારણ છે એમાં આપણે કંઇ ના કરી શકીએ આપણું
ભાગ્ય સારું છે કે અને જે છોકરો છે એ વ્યોમાનો જીવન સાથીજ છે અને આપણે જાણી શકીએ છીએ અને એનું નિવારણ પણ લાવી શકીશું. આપણાં સંતાન ને પડનાર તકલીફોમાં માત્ર સંતાન
નહીં એનું કુટુંબ-પૂર્વજો અને બધાંજ જવાબદાર હોય છે એમાં હું પણ આવી ગયો. અમારાં
થકી અચુક થયેલાં કર્મો પણ સંતાનોનાં શિરે જતાં હોય છે હવે આમાં ઊંડા ઉતરવાની જરૂર
નથી બધું સામે આવી જશે અને નિવારણ પણ થઇ જશે.
આટલું બોલી
નાનાજીનાં ચહેરાં પર વિષાદ છવાઇ ગયો. એમણે કરેલાં અભ્યાસ પછી નીકળેલા તારણ એમને
યાદ આવી ગયાં એમનાં જીવનકાળ દરમ્યાન એમનાં થકી થયેલી વિધી વિધાન જે અન્ય લોકો માટે
કરેલાં એમાં પ્રેતયોની અને અઘોરીયોનીનાં જીવો સાથે કરેલી વિધીઓ યાદ આવી ગઇ. ભવિષ્ય
વાંચીને કોઇ સાથે કરેલાં ન્યાય અન્યાયની આખી સૂચી નજર સામે આવી ગઇ એમાંય એક
પ્રસંગની એમની ઘોર ભૂલે એમને વિચલીત કરી દીધેલાં. એમણે મનમાંથી બધાં વિચારો
ખંખરીને પોતે સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો.
ત્યાંજ દેવાંશ
વ્યોમા અને અનિકેત અંકિતા ઘરે આવી ગયાં. વ્યોમા આવીને તરતજ નાનાજીને વળગી ગઇ અને
બોલી નાનું આજે ગરબા ગાવાની ખૂબ મજા આવી. પહેલું નોરતું તો પુરુ પણ થઇ ગયું...
નાનાજીએ પણ વ્યોમાને વહાલ કરતાં કહ્યું નવરાત્રી તહેવાર જ
ખૂબ પવિત્ર અને આનંદ માટે છે. પછી એમણે દેવાંશની સામે જોયું. દેવાંશની આંખો વાંચવા
પ્રયત્ન કરવા લાગ્યાં પણ ચૂપ રહ્યાં.
મીરાંબહેને કહ્યું
બધાં થાકીને આવ્યાં છો તમારે શું ખાવું પીવું છે ? દેવાંશે કહ્યું ના આન્ટી મારાં
ઘરે જઇને આવ્યાં ત્યાં બધુ પતાવીને આવ્યાં છીએ. અનિકેત અંકિતાને નાનાજી સાથે વાત
કરવી છે એટલે ખાસ આવ્યાં છે મોડું પણ થયું છે પછી એ લોકોને ઘરે પહોચવાનું
છે.
નાનાએ અંકિતા સામે જોયું અને બોલ્યાં. તમે છોકરાઓ વાતો કરો હું
પૂજારૂમમાં બેઠો છું પછી બોલાવું છું તમારે જે પૂછવું હોય એ પૂછજો. એમ કહી નાનાજી
પૂજારૂમમાં ચાલ્યાં ગયાં.
મીરાંબહેને કહ્યું
તમે લોકો ફ્રેશ થાવ થોડી થોડી કોફી પીવો અને પાપા તમને બોલાવશે. દેવાંશે પછી મામા
સાથે વાતો કરવા માંડી. ત્યાં નાનાજીનો સાદ પડ્યો કે દેવાંશ દીકરા અંદર આવ.
દેવાંશને થોડું આષ્ચર્ય થયું પણ એ અંદર ગયો.
નાનાજી દેવસેવામાં
ધ્યાનમાં બેઠાં હતાં. એમનાં કપાળ ઉપર તેજ ચમકતું હતું એમનો ચહેરો એકદમ શાંત અને
ગંભીર હતો. દેવાંશ અંદર જઇને એમને પગે લાગ્યો અને એમની સામે પલાઠી વાળીને શાંતિથી
બેઠો.
નાનાજીએ આંખો
ખોલીને દેવાંશને સીધોજ પ્રશ્ન કર્યો. "દેવાંશ બેટા અત્યારે ગરબા રમતી સમયે વ્યોમામાં શું ફેરફાર જોયા
? તને ખબર છે ને વ્યોમામાં કોઇ બીજો જીવ આવીને તારી સાથે... હું શું કહેવા માંગુ
છું તું સમજે છે ને ? અને તને એની ખબર પણ છે.
દેવાંશે કહ્યું
નાનાજી તમારી વાત સાચી છે હું અને વ્યોમા જ્યારથી મળ્યાં છે ત્યારથી શરૂ થયું છે અને અનેકવાર એ પ્રેત વ્યોમાનાં શરીરમાં
પ્રવેશ કરે છે અને મારી સાથે.. નાનાજી એમાંથી મને અને વ્યોમાને મુક્તિ અપાવો. અને
એ પ્રેત શા માટે અમારી સાથેજ એવું કરે છે ? અને મારાં જીવનમાંજ શા માટે આવી શક્તિઓ
પરચા બતાવે છે ? મારી નાની બહેન અંગારી પણ... એની વિધી થયાં પછી એની તો ગતિ થઇ ગઇ
છે પણ.. નાનાજી અમારાં કામમાં પણ આવી શક્તિઓ વચ્ચે આવે છે એ શા માટે ? આવાં અનેક
પ્રશ્નો છે જે મને નથી સમજાતાં નથી ઉકેલ મળતો.
નાનાજીએ કહ્યું
મને બધીજ ખબર છે અને હવે યોગ્ય સમય આવી ગયો છે બધાંજ ઉકેલનો અને આ બધાંજ પ્રશ્નોનો
ઉકેલ પણ એક સાથે આવી જશે. તારે હિંમત અને ધીરજ રાખવી પડશે આ નવરાત્રીની ત્રીજ અને
સાતમ સુધીમાં વિધી કરી લઇશું. અને એનાં અંગે તારાં માંબાપને મળવું પડશે એટલે એમને
વાત કરીને સમય નક્કી કરી લે. તારી નોકરીમાં પણ ઘણા પ્રશ્નો છે અને મને ખબર છે મારો મિત્ર ડૉ.દેવદત્ત પણ આવ્યો છે
અમે ઘણુ સાથે રહી કામ કર્યું છે એટલે એને પણ હું સાથે રાખવાનો છું કારણ કે જે કંઇ
બની ગયું છે એમાં બધુ એકબીજા સાથે સંકળાયેલું છે અમુક શક્તિઓ હજી મારાં જાણમાં નથી
આવી જે હું સિધ્ધ કરી લઇશ પણ આમાં તારે મને સાથ આપવાનો છે. કારણ કે
હું બે દિવસમાં ઘણી વ્યક્તિઓનો સંપર્ક કરવાનો છું અને બધાંને એક સાથે રાખીને આ
વિધી કરીશું એટલે પરિણામ આપો આપ મળી જશે. તારાં પાપાનો નંબર
વિનોદ પાસે છે હું એમની સાથે પણ વાત કરી લઇશ. મારુ નામ જાણીને એમને બધો ખ્યાલ આવી
જશે. તું પણ એમની સાથે વાત કરી લેજે બસ કોઇ ડર ના રાખીશ બધાનું સરસ સમાધાન આવી
જશે.
દેવાંશે કયું ભલે
હું પાપા સાથે વાત કરી લઇશ. એમ કહી પગે લાગ્યો અને આશીર્વાદ લીધાં. નાનાજીએ કહ્યું
તું જા અને તારાં મિત્રને અને પેલી છોકરીનાં અંદર મોકલ. દેવાંશ ઉભો થઇને બહાર ગયો.
અનિકેત અંકિતા
અંદર પૂજારૂમમાં નાનાજીની પાસે આવ્યાં. બંન્નએ નાનાજીનાં પગે લાગીને આશીર્વાદ
લીધાં અને સામે બેઠાં નાનાજીએ અંકિતાની આંખોમાં જોઇ કહ્યું છોકરી.. તું અત્યાર
સુધી બહુ દુઃખી થઇ છું તારી અપરમાં તારી સાથે અણછાજતું વર્તન કરતી હતી હવે એમાં
તારી અપરમાં કરતાં તારાં બાપની ભૂલ વધારે હતી હવે ભૂતકાળમાં જવાની જરૂર નથી પણ
તારાં બાપની શાન ઠેકાણે આવી ગઇ છે હવે તારે કોઇ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
પછી અનિકેત સામે જોઇ બોલ્યાં આ છોકરો જ્યારથી તારાં જીવનમાં આવ્યો છે તારી જીંદગીજ
બદલાઇ ગઇ છે આનાં ગ્રહનાં બળે બધુ સુધરવાનું ચાલુ થઇ ગયું છે અને તમારાં લગ્ન પછી
તો બધુ સારું થઇ જશે. અને ખાસ સમજાવું કે તમે જે રીતે એકબીજા સાથે જોડાયાં છો
લગ્નનો નિર્ણય લેવાયો છે એ પછી પણ તમે મર્યાદામાં રહીને પાત્રતા જાળવી છે એનો
ચમત્કાર છે. હું એક વિધી કરીશ ત્યારે તામારા માતાપિતા અને તમે બંન્ને હાજર હશો
એટલે એ પુણ્યનાં કામની અસર ખૂબ સારી થશે. નિશ્ચિંત રહેજો.. મારાં આશીર્વાદ છે તમે
જઇ શકો છો.
અનિકેત અને અંકિતા
ખુશ થતાં બહાર નીકળ્યાં. ત્યાં વ્યોમા અને દેવાંશ એમની રાહ જોતાં બેઠાં હતાં.
વધુ આવતા અંકે - પ્રકરણ – 86