Ek Pooonamni Raat - 84 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-84

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-84

એક પૂનમની રાત

પ્રકરણ-84

સિધ્ધાર્થે વંદનાએ કહેલી વાતો રેકર્ડ કરી હતી અને ઝંખનાએ પણ સમજાવ્યું કે થોડી ધીરજ રાખવાની છે હજી બધાં ગુનેગારો સામેથી આવીને પકડાશે ઉત્તેજના સારી નહીં. ત્યાં સિધ્ધાર્થનાં મોબાઇલમાં રીંગ આવે છે એણે ફોનમાં વાત સાંભળીને કહ્યું એને પકડી લો અને પોલીસ સ્ટેશન લઇને આવો. વધુ વાત રૂબરૂમાં કરીશું. અને હાં ત્યાંથી વંદનાનાં પાપા અને પેલી રૂબી ક્યાંય ના જાય એ જોજો જરૂર પડે એરેસ્ટ કરો આપણી પાસે બીજા પુરાવા નથી પણ ગરબાનાં કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા અને વાતાવરણ બગાડવાનાં આરોપ હેઠળ એ લોકોને પણ લઇ આવો.

ત્યાં સામેથી કાળુભાએ કહ્યું અમારાં હાથમાં તો પેલો એક્સીડન્ટ કરનાર આવ્યો છે બાકી બધાં તો ક્યારે ત્યાંથી ગૂમ થઇ ગયાં ખબરજ નથી પડી. અમે આને લઇને પોલીસ સ્ટેશન આવીએ છીએ.

સિધ્ધાર્થ વિચારમાં પડી ગયો એણે કહ્યું ઓકે તમારી નજર સામેથી ક્યાં ગૂમ થઇ જાય ? પેલો મનીષ અને બીજા હવાલદાર ક્યાં છે ? કાળુભાએ કહ્યું એ લોકો બીજી બાજુ છે ત્યાં બંદોબસ્તમાં છે અને સર અહીંતો હજી ગરબા ચાલુ છે આને પકડી જીપમાં બેસાડ્યો અને પેલાં કાર્તીક અને ભેરોસિહ ક્યારે અદશ્ય થઇ ગયાં ખબર ના પડી. મેં મીષને જાણ કરી દીધી છે એનાં હાથમાં આવશે જાણ કરશે.

સિધ્ધાર્થે કહ્યું ભલે એને ત્યાંજ રહેવા દો અને અહીં હોસ્પીટલ મેં બે હવાલદાર બોલાવ્યા છે અહીં જરૂર છે એ લોકો હાજર થાય એટલે હું પોલીસ સ્ટેશન પહોચુ છું એમ કહી ફોન બંધ કર્યો.

હોસ્પીટલમાં સર્વત્ર સૂનકાર હતો પણ દૂર દૂરથી ગરબાનાં અવાજ સંભળાઇ રહેલાં. વાતાવરણ ગમગીન હતું. સિધ્ધાર્થે દેવાંશ સામે જોઇને કહ્યું દેવાંશ બધાં ગુના એકબીજા સાથે સંકળાયેલા છે પણ ક્યાંથી શરૂ કરી ક્યાં પુરુ કરવું સમજાતું નથી. ત્યાં ઝંખનાએ કહ્યું સિધ્ધાર્થ એક વ્યક્તિ છે જે બધુંજ ભેગું કરી આપશે. એને કળથી પકડીને બધું ઓકાવવું પડશે એ મારાં પર છોડી દે. સિધ્ધાર્થે કહ્યું હમણાં હું પોલીસ સ્ટેશન જઊં છું સરનાં બે વાર ફોન આવી ગયાં છે હું એમને રીપોર્ટ કરીશ.

દેવાંશે કહ્યું અમારે ઘરે જવું જરૂરી છે હવે અને અમે મારાં ઘરે જઇને પછી વ્યોમાનાં ઘરે જઇશું ઝંખનાંએ કહ્યું નિશ્ચિંત થઇને જાવ તમને હવે કોઇ તકલીફ નહીં આવે.

દેવાંશે ઝંખના સામે જોયું અને બોલ્યો થેંક્સ. દેવાંશે વ્યોમાને કહ્યું મંમી રાહ જોતી હશે આપણે ઘરે જઇએ અને અનિકેત અંકિતા પણ સાથે જોડાયાં

***********

અલકાપુરી ગરબાનાં મેદાનમાં માતા આવ્યા છે એમ કહી ભીડ એકઠી થયેલી એ ધીમે ધીમે વીખરાઇ ગઇ અને રાસ ચાલુ થયાં એટલે બધાં રાસમાં જ જોડાઇ ગયાં. ભવાનસિહ રૂબીને કહ્યું હવે આ બધાં ખેલ બંધ કર હું પણ થાક્યો છું. હવે અહીંથી નીકળી જવામાંજ સલામતી છે. રૂબીએ ભવાનસિંહની સામે જોઇને કહ્યું હજી મારો ટાર્ગેટ અધૂરો છે જ્યાં સુધી પુરો નહીં થાય ત્યાં સુધી મને ચેન નહીં પડે તમને શેનો થાક લાગ્યો છે. તમને કોઇ ડર લાગે છે ?

મારી સાથે પડખાં સેવ્યાં છે તમે અને તમારે બઢતી કરાવવામાં મારો હાથ છે એ ભૂલો નહીં મે તમને બધુંજ આપ્યું છે તમને સમર્પિત થઇ છું હું મારું પણ હીત જોઇશ કે નહીં ? હું મહત્વકાંશી સ્ત્રી છું જે મેળવવા નક્કી કર્યું એ મેળવીનેજ રહીશ મારે જે કરવું પડે એ કરીશ. મારી મહત્વકાંક્ષાની વચ્ચે તમે પણ નહીં આવી શકો. હું આ બધું કોના માટે કરું છું ? મારી એકલી માટે કરુ છું ? મારું મોં ના ખોલાવશો અત્યારે.... ત્યાં ભવાનસિહે કહ્યું હું તારી વચ્ચે ક્યારે આવ્યો ? અહીં આવી બધી ચર્ચા કરવી જરૂરી છે ? ચલ તું પણ થાકી છું આપણે હોટલ પર જઇએ. પેલા બે જણાં પણ અહી આવી મોં બતાવી ચાલ્યા ગયાં. એ લોકો સાથે પછી વાત કરી લઇશું.

રૂબી અને ભવાનસિંહ ત્યાંથી એમની કારમાં હોટલ જવા નીકળી ગયાં. એમને ખબર નહોતી કે એમની પાછળ પણ ચાર આંખો લાગેલીજ હતી.

***********

દેવાંશ - વ્યોમાં અનિકેત - અંકિતા દેવાંશનાં ઘરે પહોચ્યાં ત્યાં દેવાંશની મંમી વ્યોમાને જોઇનેજ વહાલ કરી લીધુ અને બોલી પહેલાં નોરતે મારાં ઘરે આવી છું. હવે તો તમારાં સગપણ થવાનાં આપણામાં માન્યતાં છે કે પહેલાં નોરતે વહુ ઘરમાં પગલાં પાડે એ શુક્નવંતા ગણાય.

દેવાંશે કહ્યું માં હજી વહુ થઇ નથી થવાની છે. અને એનાં ઘરે એનાં નાના અને મામા પણ આવેલાં છે હજી એમને પણ મળવાનું છે. તારી ઇચ્છા હતી એટલે બધાંને લઇને અહીં આવ્યો છું.

માં એ કહ્યું સારુ કર્યું ને એટલેજતો શુકન થયાં વ્યોમા ખુશ થઇ ગયેલી એણે કહ્યું માં તમને આનંદ થયો એમાંજ મારી ખુશી છે. મારાં નાના અને મામા આવ્યાં છે મારાં મંમી પપ્પા સાથે એ લોકોને લઇને હું આવવાની છું એ લોકો તમને અને પાપાને મળવા માંગે છે.

માં એ કહ્યું હું દેવાંશનાં પાપા સાથે આજેજ વાત કરી લઇશ. અને સારો દિવસ જોઇને હુંજ બોલાવી લઇશ. જોકે અત્યારે સપરમાં દિવસોજ ચાલે છે નવરાત્રીમાં ક્યાં દિવસ કે મૂહૂર્ત જોવાનું હોય પણ એના પાપા સાથે વાત કરીને જણાવીશ અમે પણ એ લોકોને મળવા માંગીએ છીએ.

દેવાંશે કહ્યું માં હું પાપાને વાત કરીશ. બધાને ચા-પાણી કરાવો અમે રખડીને થાક્યાં છીએ.

દેવાંશની મંમીએ કહ્યું મેં હમણાંજ માતાજીની પૂજા આરતી કરી છે બધાને માવાનાં પેંડા ખવરાવીને મોં મીઠું કરાવું છું તરત બધાની ચા મૂકુ છું બધાં શાંતિથી બેસો આમ ઉભા ઉભા ક્યાં સુધી વાતો કરીશું ? હુંજ અધીરી તમે આવ્યાં એવા વાતો કરવા માંડી.

વ્યોમાએ કહ્યું મંમી તમે બધાને પ્રસાદ ખવરાવા હું બધાં માટે ચા મૂકું છું દેવાંશે કહ્યું હાં તુ ચા મૂક. અંકિતાએ કહ્યું હું મદદ કરું છું એમ કહી એ બંન્ને જણાં કીચનમાં ગયાં.

દેવાંશની મંમીએ પૂજારૂમમાંથી પેંડા ભરેલી ડીશ લાવ્યાં અને પહેલાં વ્યોમાને પેંડો ખવરાવ્યાં પછી અંકિતાને આપ્યો. દેવાંશ અને અનિકેતે ડીશમાંથી બે બે પેંડા લીધાં અને સોફા પર બેઠાં. એની મંમી પાછળ પાછળ કીચનમાં ગઇ.

અનિકેતે કહ્યું દેવાંશ બધુ કોડું જાણે ગૂંચવાઇ ગયું છે. પહેલાં બનાવથી શરૂ કરીને આજ સુધી ઘણી ઘટનાઓ બની ગઇ છે હવે આનો નીકાલ આવે તો સારું સાલુ કંઇ સમજાતુંજ નથી.

દેવાંશે કહ્યું સિધ્ધાર્થ અંકલ અને ઝંખનાનાં કહેવા પ્રમાણે હવે બધું અંત તરફ જઇ રહ્યું છે બધાં હાથમાં આવી જશે ચિંતા કરવાની જરૂર નથી આપણે પછી વ્યોમાનાં ઘરે જઇએ. અહીં ત્યાં સુધીમાં પાપા પણ આવી જશે.

**************

વ્યોમાનાં નાનાએ કહ્યું આ છોકરાઓ કેમ હજી આવ્યા નહીં ? મને વ્યોમાની ચિંતા થાય છે. એટલે વ્યોમાનાં પાપા વિનોદભાઇએ કહ્યું પાપા તમે ચિંતા ના કરો બધાં સાથે છે હવે આવતાંજ હશે. આવે એટલે આપણે વાત કરી લઇશું.

વ્યોમાનાં નાનાએ કહ્યું ત્રીજથી સાતમ સુધીમાં હું જે કામ કરવા આવ્યો છું એ કરવુંજ પડશે અને એ પહેલાં દેવાંશનાં ઘરે જવું પડશે નહીંતર......

વધુ આવતા અંકે - પ્રકરણ - 85