રાત્રે અચાનક અવનીને દરવાજા બહાર ઉભેલી જોઈ આકાશને કોલેજના જુના દિવસો યાદ આવે છે. અવનીને જોતાં બધાં મિત્રો ખુશ થઈ ગયાં. આકાશની મમ્મી અવનીની સાત વખત નજર ઉતારે છે. આકાશ તેની મમ્મી અને કાકીને અવનીનો પરિવાર કરાવે છે. બધાં મિત્રો અંદર રૂમમાં જાય છે. આકાશ અવનીની આંખોમાં ખોવાયેલી પોતાનાં પ્રેમની યાદોને પોતાની નજર સામે તરી આવે છે. વિદ્યાનગરની એમ.પી. પટેલ કોલેજમાં સાથે અભ્યાસ કરતા એ દિવસો હાથમાંથી રેતીની માફક કેમ સરી ગયા ખબર નાં પડી.
અંદર રૂમમાં આવેલી અવનીને ચાંદની અને દિવ્યાના મનમાં ઉઠતાં સવાલો પ્રશ્રો બનીને બહાર આવે છે.
દિવ્યા : " અવની આર યુ સિરિયસ "?
અવની ચાંદની તરફ જોઈને પુછ્યું શું ?
ચાંદની : " તું સાચે જે આકાશને જીવથી,હદથી, દિલથી,મનથી, આત્મથી અને દુનિયાથી હટકે પ્રેમ કરતી એ આકાશના લગ્નમાં તું આવી છે " ?
અવની શાંત મગજથી જવાબમાં હા પાડે છે.
દિવ્યા : " અરે યાર એવું શું થયું કે આખી કોલેજમાં ફેમસ બેસ્ટ કપલ ઓફ કોલેજ આકાશ અને અવની બન્ને અલંગ કેવી રીતે થયાં. ક્યાં સંજોગોના કારણે આવું થયું ".
અવની પોતાનાં બેગમાથી પોતાનુ નાઈટશુટ બહાર કાઢતાં કહે છે. " ભુતકાળ હંમેશા દુઃખદાયક હોય છે. અને ભુતકાળને યાદ કરવાં હું નથી માંગતી ".
બાજુનાં રૂમમાં આકાશ, સમીર, પીયુષ અને અક્ષય પણ એ જ વાત પર અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યાં.
પિયુષ : " આકાશ એવું બધું શુું થયું કે આવનીને તું એટલી હદે પ્રેમ કરતો.તને ખબર પડે કે કોલેજમાંથી કોઈપણ અવની વિષે કશું બોલ્યો કે વિચાર કર્યો તો પણ ત્યાં ઝઘડો અને મારપીટ શરું કરી નાખતો ".
સમીર : " વાહ્... વાહ્...આજે એ અવની રાતનાં બાર વાગ્યે અડધી રાત્રે તારાં લગ્નમાં આવી છે". સમીર તાડી પાડીને આકાશ તરફ જોવા લાગે છે.
અક્ષય : " અરે...યાર ઝઘડાં કોની વચ્ચે ના હોય.પણ જ્યાં ઝઘડાં હોય ત્યાં પ્રેમ પણ બમણો વધારે હોય છે ".
સમીર : " આ ભાઈને જુવો પોતાની એક્સગર્લફ્રેન્ડને પોતાનાં લગ્નમાં આમંત્રણ આપ્યું છે. વાહ...વાહ...સાહેબને કોઈ પુરસ્કારથી સન્માનિત કરો ".
આકાશ : "અરે એવું જરા પણ નથી વોટ્સએપમા બધાં મિત્રોને આમંત્રણ આપ્યું. એટલે સાથે-સાથે અવનીને પણ મોકલી આપ્યું હવે મને થોડી ખબર હતી કે એ અડધી રાત્રે મારાં લગ્નમાં આવશે અને એ પણ કોઈ બીજાં જોડે વાહનમાં ".
આકાશ સમીરને હવેલીની બહાર ઘટેલી ઘટના વિશે વાત કહેવા જાય છે. ત્યાં બાજુનાં રૂમમાંથી અવની, દિવ્યા અને ચાંદની એકસાથે બધાં રૂમમાં આવે છે. અંદર રૂમમાં બધાં મિત્રો બેસીને કોલેજના દિવસો યાદ કરે છે.
સમીરના મનમાં સવાલ આવ્યો આપણે જ્યારે તેજપુરમા પ્રથમ વખત આવ્યા ત્યારે એક વાત મેં નોટિસ કરી.ગામની બહાર એક ઘર હતું જ્યાં આજુબાજુના વિસ્તારમાં દિવાલમાં લટકતાં ત્રિશુલ અને તાંત્રિક વિધિ કરીને બાંધેલાં તાવિઝ અને દોરાધાગા અને એની બહાર લખેલું હતું કોઇએ અહિં ભુલથી પણ પ્રવેશ કરવો નહીં.
આકાશ પોતાની વાત કરવા જાય છે. ત્યાં આકાશની કાકી સુધા ત્યાં આવે છે. આકાશનાં કાકા અધિરાજની તબિયત અચાનક ખરાબ લાગે છે. આકાશ અને સમીર સાથે બઘાં મિત્રો અધિરાજને સુવડાવેલા રૂમમાં આવે છે. ત્યાં નર્સ કહે છે દર્દીની હાલત ગંભીર થતી જાય છે. તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવા કહે છે.
આકાશ હોસ્પિટલમાં ડોક્ટરને ફોનથી જાણ કરે છે. અધિરાજને ઈમરજન્સીમા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અંદર આઈ.સિ.યુમા દાખલ અધિરાજની ડોક્ટર સારવાર ચાલુ કરે છે. રૂમની બહાર આકાશ અને સમીર બન્ને બેઠાં હતાં.
આકાશનાં મનમાં જાતજાતના વિચારો અને સવાલો ઉભા છે. ડોક્ટર તપાસ કરીને બહાર આવ્યાં પરંતુ સવાર સુધી એને ત્યાં રહેવાની સલાહ આપી છે. રાત્રિના બે વાગ્યા છે. આખો દિવસ દોડધામના કારણે થાકેલા સમીરને આંખો ઘેરાવા લાગી હતી. અને આકાશને મનમાં ઉઠતાં સવાલોથી માનસિક તણાવ લાગે છે. બાંકડા પર માથું ઢાળીને આકાશ વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાં અચાનક ઝાંઝરનો અવાજ સંભળાયો કોઈ રૂમમાંથી બહાર નીકળ્યું હોય એવું લાગ્યું.
ક્રમશ....