આઇ
હેટ યુ
પ્રકરણ-94
વિરાટ અને રાજ વાત કરી રહેલાં અને વિરાટનાં ફોન પર મેસેજનું
નોટીફીકેશન આવ્યું વિરાટે મેસેજ જોયો અને બોલ્યો રાજ... નંદીની દીદીએ મેસેજ જોયો
છે તેઓ હમણાં 15 મીનીટમાં વીડીયોકોલ કરે છે અને તારી સાથે વાત કરવા માંગે છે.
રાજને આનંદ આનંદ થઇ ગયો.
************
નંદીનીએ વિરાટનો મેસેજ જોયો. મેસેજ વાંચીને એ વિચારમાં પડી ગઇ
કે હું રાજને કેટલાં સમય પછી જોઇશ પણ કેવી રીતે વાત કરીશ ? ક્યાંથી શરૂ કરીશ ?
ક્યાં પુરુ કરીશ ? એનાં ગયાં પછી મારાં જીવનમાં શું શું બની ગયું ? ઝંઝાવત સામે
લડી ટકી પણ એમાં મેં શું ગુમાવ્યું ? શું મેળવ્યું ? રાજ મને સમજી શકશે ? પણ હું
રાજને એક એક વાત જણાવીશ. એ સમજશે તો સારું છે નહીં સમજે ત્યાં સમજાવીશ એ બોલશે એ
સાંભળી લઇશ. એને કહીશ મારાં તપમાં મારી પ્રાર્થના કર્મ કે સંજોગોની પળપળમાં માત્ર તુંજ હતો છે અને રહીશ મારો પ્રેમ સાચો હશે તો કોઇ વાંધો
નહીં આવે અને વિરાટ અને મારાં માસા માસીનાં ઘરે આવી એજ મોટો ઇશ્વરનો ન્યાય. અમને
મેળવવા ભેગા કરવાજ આ સજોગો રચાયાં છે.
હું નાહી ધોઇ
ઇશ્વરનો આભાર માની પ્રાર્થના કરીને એની સાથે વાત કરી લઊં. માસા માસીને પણ હું
જણાવી દઊં કે વિરાટનો મેસેજ આવ્યો છે હું રાજ સાથે આજે પ્રથમવાર વાત કરીને બધો
ખુલાસા કરી લઇશ.
આમ નિશ્ચય કરીને એણે વિરાટને મેસેજ લખી દીધો કે 15 મીનીટ પછી હું વાત
કરું છું એમ લખીને એ ન્હાવા ગઇ. તૈયાર થઇ દેવસેવામાં આવી ઇશ્વરની પ્રાર્થના કરી
અને બધુજ પારદર્શી બતાવવા અને કોઇ અંતરાય કે ગેરસમજ થયાં વિનાં બધી વાત થાય એવાં
આશીર્વાદ લીધાં.
એણે માસીને કહ્યું
માસી હું અત્યારે રાજ સાથે વિડીયોકોલ પર વાત કરવાની છું વિરાટનો મેસેજ હતો એણે રાજ
સાથે મારી વાત કરી છે હું તમારી સાથે રહું છું એ બધું કીધું છે. માસાને પણ તમે
જણાવી દેજો.
માસીએ કહ્યું
સારું થયું દીકરા આજે નહીં તો કાલે આમ થવાનુંજ હતું વાત કરવાની હતી. સામ સામે બેસી
બધીજ વાત કરીલે અને પરિણામ ઇશ્વર ઉપર છોડી દે. તારાં માસા વોક લેવા ગયાં છે આવીને
ધ્યાનમાં બેસશે. હું એમને કહી દઇશ. તારે ક્યાંય અમારાં સાથની જરૂર પડે અમે બધાં
તારી સાથેજ છીએ. જોકે વિરાટ ત્યાં છે તારો ભાઇ છે તારી
સાથેજ છે એટલે ચિંતા વિના નિખાલસતાથી વાત કરી લે અમારાં આશીર્વાદ છે. તારાં
જીવનમાં ફરીથી સુખ અને આનંદ આવી જાય એજ ઇચ્છીએ છીએ.
નંદીનીની આંખો
ભીની થઇ એ ભાવાવેશમાં માસીને વળગી પડી અને બોલી માસી નહીં તમે મારાં માં છો.
તમારાં સાથથી ટકી ગઇ છું હું વાત કરી લઊં છું પછી ઇશ્વરની ઇચ્છા હશે એ થશે. એમ કહી એણે આંખો લૂછી અને સ્વસ્થ થઇ અને કહ્યું હું મારાં રૂમમાં જઊં છું અને વાત કરી લઊં છું એમ કહી રૂમમાં
ગઇ.
******************
રાજે વિરાટને કહ્યું તેં મેસેજ કર્યો પછી એનો મેસેજ આવી ગયો કે
15 મીનીટમાં વાત કરું છું હું રાહ જોઇએ થાક્યો 15 મીનીટમાં 1 કલાક થઇ ગયો તું ફોન કર હવે મારી ધીરજ નથી રહી પ્લીઝ
કોલ કર...
ત્યાંજ વિરાટનાં
ફોન પર વિડીયોકોલ આવ્યો વિરાટે તરતજ રીસ્પોન્સ આપ્યો. સામે નંદીની હતી આજે કંઇક
જુદીજ લાગી રહી હતી વિરાટે કહ્યું દીદી ગુડ મોર્નીંગ
જયશ્રી કૃષ્ણ. ત્યાં મોર્નીંગ છે અહીં નાઇટ… કેમ છો તમે ?
નંદીનીએ કહ્યું બસ
ઇશ્વરને પ્રાર્થના કરું છું કે એ કાળરાત્રી ગઇ હવે મારાં જીવનમાં સવાર અને બહાર
આવે હું વાત કરવા તૈયાર છું તું રાજને ફોન આપી શકે છે.
ત્યાં તાન્યાએ
કહ્યું વિરાટ મારે દીદી સાથે વાત કરવી છે પછી ભાઇ વાત કરશે તો મારો ચાન્સજ નહીં
આવે વિરાટે હસતાં હસતાં કહ્યું એ વાત સાચી લે કરી લે વાત. એમ કહી તાન્યાને ફોન
આપ્યો અને રાજ સામે જોયું રાજ ચૂપ રહ્યો કંઇ બોલ્યો નહીં પણ એનાં ચહેરાં પર
અકળામણ, ઉત્સુકતા અને અધીરાઇ સ્પષ્ટ જોવા મળતી હતી પણ એને એ પણ ગમતું હતું કે
અહીંના એનાં સંબંધો આજે કામ આવી રહેલાં. એને મદદ કરી રહ્યાં હતાં.
તાન્યાએ કહ્યું
કેમ છો દીદી ? જયશ્રી કૃષ્ણ. તમને જોયાને જાણે કોઇ નજીકનો
સંબંધ આજે નવું રૂપ લઇ રહ્યો છે એવું લાગ્યું મારો ભાઇ રાજ તમારાં ફોનની ક્યારનો આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. ત્યાં અંકલ આંટી મજામાં છેને એમને યાદ આપજો અને વધારે સમયનાં લેતાં હું રાજ ભાઇને ફોન આપું છું.
એટલું તાન્યા
બોલીને રાજ અધીરાઈથી એની પાસે આવ્યો અને વિરાટનો ફોન
લઇ લીધો. સામે સ્ક્રીન પર નંદીની હતી... રાજ અને નંદીની એકી નજરે એકબીજાને જોઇ
રહેલાં.. બેમાંથી એકે કંઇ બોલી નહોતા રહ્યાં બસ આંખોમાં એકબીજાને
ઉતારી રહેલાં. નંદીનીની આંખમાંથી અશ્રુધારાં વહી રહી હતી રાજ પણ ઇમોશનલ થયો એની
આંખો ભીંજાઇ ગઇ. એણે આંખો લૂછી અને નંદીની એટલુંજ બોલી મારાં રાજ.....
રાજે કહ્યું નંદુ.. નંદુ.. તને કેટલાં સમયે જોઇ ? મારી આંખો તને જોવા તરસી
રહી હતી. મારાં કાન તારો સ્વર શબ્દો સાંભળવા તરસતાં હતાં. એય નંદુ કેમ છે તું ?
તને જોવા તારી સાથે વાત કરવાં હું કેટલો ટળવળ્યો છું ક્યાં ક્યાં તારી શોધ કરી છે
મેં ? અને જ્યારે મળવાનો સમય આવ્યો ત્યારે ખબર પડી તું મારાં દોસ્તની દીદી છે.
દૂરી સાવ દૂર થઇ નજીકજ આવી ગઇ.
નંદીની કંઇ બોલી
ના શકી એનું ગળું ભરાઇ આવ્યું હતું એ ધુસ્કે ને ધુસ્કે રડી પડી એ એટલુંજ બોલી મારા
રાજ આઇ લવ યુ. બસ તનેજ મીસ કર્યો ખુબ.
રાજે કહ્યું હું ક્યાં શબ્દોમાં કહુ તને કે મેં તને કેટલી મીસ કરી છે ? આજે
તને સ્ક્રીન પર જોઇને આંખો મારી ધરાતી નથી નંદુ આઇ લવ યુ મારી નંદુ મેં ખૂબ મીસ
કરી.
વિરાટ અને તાન્યા
ત્યાંથી ખસીને રૂમમાં જતાં રહ્યાં હવે રાજ અને નંદીનીને સંપૂર્ણ એકલતા અને સમય
આપવાનું નક્કી કર્યું.
રાજે કહ્યું મને
વિરાટે કહ્યું કે તારી ટ્રાન્સફર થઇ ગઇ છે તું સુરત આવી અને એનાં ઘરે રહી છું સારું કર્યું તે એજ નિમિત્ત બન્યો છે આપણાં મિલન માટે હું ઇશ્વરનો
આભાર માનું એટલો ઓછો છે. તું કેમ છે નંદી તારાં જીવનમાં મારી ગેરહાજરીમાં શું શું
બન્યું હશે હું કલ્પી શકું છું મારાં લીધે તને ખૂબ તકલીફ પડી છે હું મારાં
પેરેન્ટસનાં કહેવાથી તને છોડી US ભણવાં આવી ગયો તને એકલી કરી દીધી સોરી નંદુ સોરી... પણ...
નંદીનીએ કહ્યું
તારી ગેરહાજરીમાં શું શું બની ગયું તું કલ્પી પણ નહીં શકે. આતો વિધિની કરણી છે કે હું અહીં આવી ગઇ મારી પાસે વિધાતાએજ નિર્ણય લેવરાવ્યો.
રાજે કહ્યું તને
જોઇને આજે અડધો સંતોષાઇ ગયો છું મારી આંખોએ તને ફરી કેદ કરી લીધી છે. તુ ક્યારે
રૂબરૂ મળે એજ રાહમાં છું નંદીની અહીં પણ બધું ઘણું બની ગયું છે પણ હવે પોઝીટીવ છે.
મારાં પાપા પણ તારો સંપર્ક કરવાનાં પ્રયત્ન કરી રહ્યાં છે એમને પણ ઘણો પસ્તાવો છે
પણ તું વિરાટ થકીજ મને મળવાની હોઇશ.
નંદીનીએ કહ્યું
રાજ મારાં જીવનમાં પણ ઘણું બધુ બની ગયું છે. ઘણુ જે બન્યું એમાં બધુ ના ગમતુંજ
બન્યુ છે પણ મેં હિંમત રાખી દરેક સ્થિતિ સંજોગનો સામનો કર્યો છે બસ સદાય હૃદયમાં
તને રાખીને જીવી છું ઝઝૂમી છું હું તને શું કહું રાજ ?....
રાજે કહ્યું નંદુ
તારાં પાપાને કેમ છે ? મંમીની તબીયત સારી છે ને ? ડોક્ટર અંકલે તને મદદ કરી હતીને
તારો સંપર્ક તૂટયાં પછી હું નાસીપાસ થઇ ગયેલો તારો કોઇ નંબર એક્ટીવ નહોતો હું શું
કરું ? સાવ વિવશ થઇ ચૂકેલો. મારાં જીવનમાંથી આનંદજ જતો રહેલો.
નંદીની ફરીથી
ધૂસ્કેને ધુસ્કે રડી પડી અને બોલી રાજ મારાં જીવનમાંથી બધાં એક પછી એક મને છોડીને
જતાં રહ્યાં હું સાવ એકલી થઇ ગઇ હતી. હું જીવતી રહી એજ આષ્ચર્ય છે. તને મળવાનું હતું એટલે જીવ પણ ના નીકળ્યો. એમ કહી ફરી રડી
ઉઠી એણે કહ્યું તારાં ગયાં પછી પાપા.....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-95