Karmo no Hisaab - 2 in Gujarati Love Stories by સ્પર્શ... books and stories PDF | કર્મોનો હિસાબ (ભાગ ૨)

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

કર્મોનો હિસાબ (ભાગ ૨)

કર્મોનો હિસાબ (ભાગ :- ૨)


પહેલીવાર આર્યને અંજલીને આટલી વ્યથિત જોઈ. સતત દર્દથી કણસતા દર્દીની હાલત જોઈ અંજલી હેબતાઈ ગઈ હતી. આર્યને અંજલી પાસે બધી માહિતી લીધી અને બંને એ દર્દી પાસે પહોંચ્યા. આર્યન જોતાવેંત આભો થઈ બોલી ઉઠ્યો અંજલી આ તો મન છે.


"કોણ મન!" આશ્ચર્ય સાથે અંજલી બોલી ઉઠી.


"મારા કોલેજ ટાઈમ નો મિત્ર કે જેને મેં કોલેજ પછી જોયો જ નહોતો માત્ર વાત થતી." આર્યન બોલી ઉઠ્યો.


"હા, હું તો ભૂલી જ ગઈ. મન તમારો મિત્ર, તમે વાત કરેલી કે એ અચાનક ગાયબ થઈ ગયો હતો એ જ મન!, પણ આ ચહેરો તો ઓળખાતો જ નથી." અંજલી બોલી ઉઠી.


"હા, એ જ. પણ હું તરત ઓળખી ગયો. મને હજું પણ યાદ છે એ દિવસ એની પત્ની કાવ્યા નો ફોન આવ્યો હતો, એ વિહવળ હતી અને ત્યારેજ આપણે નક્કી કર્યું હતું કે અમેરિકા છોડી ઇન્ડિયા આવી જઈએ." આર્યન બોલી ઉઠ્યો.


મન અને આર્યન કોલેજકાળમાં મિત્રો હતા. આર્યન આગળ ભણવા અમેરિકા ગયો અને ત્યાં અંજલી સાથે મુલાકાત થઈ તો ત્યાંજ ડોક્ટર થઈ લવ મેરેજ કર્યા અને અમેરિકામાં સ્થાયી થઈ ગયા.


આર્યને પોતે મેડિકલ સ્ટોર ખોલ્યો અને કાવ્યા સાથે લગ્ન કર્યા અને પોતાની જિંદગીમાં મસ્ત થઈ ગયો. સરસ મજાના બે બાળકો એક દીકરો અને એક દીકરી. કોઈ જાતનું દુઃખ નહોતું પણ જેવો દીકરો જોબ પર ચડ્યો કે અચાનક એક દિવસ મન ગાયબ થઈ ગયો.


બસ મૂકી ગયો હતો યાદો. પત્ની કાવ્યા માટે એકલતા અને બાળકો માટે પિતા વગરનું જીવન. લગ્નના આટલા વર્ષ પછી પણ કાવ્યા મન ને સમજી શકી નહોતી કે આ કેમ આવો છે અને એકદિવસ અચાનક જ ગાયબ થઈ ગયો.


હજું તો છોકરાઓના લગ્ન પણ કરવાના બાકી હતા અને માત્ર એક કાગળ છોડી મન ગાયબ થઈ ગયો કે "મને ના શોધતા હું મારા કર્મોનો હિસાબ કરવા જઈ રહ્યો છું અને ત્યારબાદ હું અસ્ત થઈ જઈશ. તમે મને અઢળક આપ્યું જેના હું લાયક નથી. માફ કરશો."


કાવ્યા બેબાકળી બની ઉઠી. બહુ બધા પ્રયત્નો કર્યા પણ મન ક્યાંય મળ્યો જ નહીં અને ક્યારેય પાછો આવ્યો જ નહીં. કાવ્યા વિચારતી હતી કે આમાં મારી ભૂલ શું? મેં તો ક્યારેય વધુ માંગ્યું જ નહોતું. સાચે તો મેં માંગ્યું જ શું હતું. મનને શોધવા આર્યન અને અંજલી અમેરિકાથી ઇન્ડિયા આવ્યા અને અહીં જ આવી વસી ગયા.


મન અને કાવ્યાનો દીકરો તથા દીકરી અભ્યાસ કરી કેનેડામાં જઈ વસી ગયા અને કાવ્યા પણ સાથે ત્યાંજ જતી રહી. કાવ્યા મનની યાદો હળવી કરવા માંગતી હતી અને કદાચ આ જ કર્મની ગતિ હતી કે મન ના જવાથી વિદેશ વાળું દેશમાં અને દેશ વાળું વિદેશમાં ચાલ્યું ગયું.


મનના ગયે સાત વર્ષ વીતી ગયા હતા અને આજે અચાનક, આમ, મન આ દશામાં આવી મળ્યો. ખુશ થવું કે દુઃખી થવું એ પણ આર્યનને સમજાતું નહોતું. દરેક સ્થિતિમાં સ્થિર રહેતો આર્યન આજે કકડભૂસ થઈ તૂટી રહ્યો હતો.


અંજલીએ આર્યનને સંભાળ્યો અને પાણી આપ્યું. આજની એમની એનીવર્સરી ભૂલી ને એ બંને મન ની સેવામાં લાગી ગયા. મનના રિપોર્ટ કાઢવામાં આવ્યા. આર્યને મનની પત્ની કાવ્યા સાથે ફોન પર વાત કરવા પ્રયત્ન કર્યો પણ કેનેડામાં આવેલા બરફના તોફાનના કારણે ફોન લાઇન્સ જોડાઈ શકી નહિ.


આર્યન અને અંજલી રાત્રે ત્યાંજ પોતાની કેબિનમાં રોકાઈ ગયા. સવાર પડતાં જ બધા રિપોર્ટ આર્યનના હાથમાં હતા. અંજલી મન પાસે બેઠી હતી. દર્દથી કણસતા મનને જોઈ અંજલી ની આખી રાત વ્યથિત પસાર થઈ હતી. દવાની અસર થતાં મનનો તાવ ઓછો થઈ રહ્યો હતો અને સવારમાં એણે આંખ ખોલી.


જેવી આંખ ખુલી અંજલી આર્યન પાસે દોડી આવી અને કહ્યું ચાલ આર્યન મન ને હોશ આવી ગયું છે. એવું કહેતા અંજલીની નજર અચાનક આર્યનની આંખ પર નજર ઠરી.


આર્યન ની આંખમાંથી વહેતા આંસુ જોઈ અંજલી બોલી "એય... શું થયું?"


"મન થોડા જ દિવસ છે." આ બોલતાની સાથેજ આર્યન ત્યાંજ બેસી ગયો.


*****


કોણ છે આ મન?
મનને શું થયું છે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...


Feelings Academy...