Aquarius wedding in Gujarati Comedy stories by Jatin Bhatt... NIJ books and stories PDF | કુંભ લગ્ન

Featured Books
Categories
Share

કુંભ લગ્ન


જતીન ભટ્ટ (નિજ) દ્વારા એક અલગ જ પ્રકારની રચના

કુંભ લગ્ન

ચિકા ને કોઈ છોકરી સાથે લવ થઈ ગયો,
પહેલા તો એના પપ્પા મમ્મી એ ના પાડી પણ પછી માની ગયા, બંને પક્ષો મળ્યા અને બન્ને નો પ્રેમ જોઈ સંબંધ બનાવવાનું મન બનાવી દીધું,
પણ પછી બન્ને ના જન્માક્ષર મેળવ્યા ત્યારે ખબર પડી કે ચિકા ને તો ઘાટડિયે મંગળ છે,...
ઍટલે બંન્ને પક્ષો ભેગા થયા , બ્રાહ્મણ (ગોરમહારાજ)
ને ઉપાય પૂછ્યો, એટલે એણે કહ્યું કે પહેલા ચિકાના કુંભ લગ્ન કરાવી દઈએ, પછી વાંધો નઈ આવે,...
એટલે બંને પક્ષો ભેગા થયા, ચર્ચા વિચારણા કરી, ગોરમહારાજ સાથે ડિસ્કસ કર્યું અને એક શુભ દિવસ જોઈ ને ચિકા પાસે કુંભ લગ્ન ની વિધિ કરાવડાવી,...
4 થી 5 કલાક વિધિ ચાલી અને ચિકા ના કુંભ લગ્ન થઇ ગયા, કુંભ ને પાછું નદીએ વિસર્જન કરવાનું હતું, એ પણ થઇ ગયું,...
ચિકો ઘરે આવી ગયો, રાત્રે સૂવા પથારી ભેગો થયો, ...
ચિકાને આજે ખબર નઈ પણ જલ્દી ઊંઘ નોતી આવતી , એણે લાઈટ કરી પણ લાઇટ હતી જ નઈ, ઇન્વર્ટર પણ કામ નોતું કરતું, કદાચ પપ્પા બેટરી માં પાણી નાખવાનું ભૂલી ગયા હશે, ઘડિયાળ માં જોયું તો રાત્રિ ના 12 વાગ્યા હતા,એણે બારી ખોલી કાઢી, ચંદ્ર નો પ્રકાશ અંધારું ચીરીને એના રૂમ માં આવ્યો, ઠંડો પવન સ્ટાર્ટ થઈ ગયો, પવન તો આવ્યો પણ સાથે સાથે ઘણા અવાજો પણ લાવ્યો, બહાર ઘોઘરા અવાજ સાથે બે બિલાડા લડતા હતા, દૂર થી કૂતરાના રડવાનો અવાજ આવતો હતો, ટિક ટિક ટિક ટિક ટિક ટિક, ઘડિયાળ નો અવાજ આવતો હતો, એક ચામાંચીડિયુ એના રૂમ માં ભરાઈ ગયુ, એણે બારી ખુલ્લી કરી નાખેલી, તોય ચામાચિડિયું બહાર નીકળવાનું નામ નોતું લેતુ, અને આખા રૂમ માં ઉડ્યા કરતું હતું, દૂર થી ચીબરી નો અવાજ સ્ટાર્ટ થયો,રૂમ માં અટેચ બાથરૂમ હતું, ટપ ટપ ટપ ટપ ટપ ટપ એકધારું પાણી નીચે ડોલ માં પડતું હતું, ઉફ્ફ વરસાદ શરૂ થઈ ગયો, સાલુ આ શિયાળા માં વરસાદ!? બહાર વાતાવરણ બોઝિલ થવા માંડ્યું, હવે ચિકો ગભરાયો, ભલે ગરમી લાગે બારી બંધ કરી લેવા દે, એ બારી બંધ કરવા ગયો ને પથારી પરથી અવાજ આવ્યો:

' બારી ખુલ્લી રહેવા દો નાથ, બહુ સારું વાતાવરણ છે બારી ની બહાર, ભલે બારી ખુલ્લી રહેતી, તમે મારી પાસે આવતા રહો, આજે આપણી પહેલી રાત છે ને?'

ચિકો હકોબકો થઇ ગયો, એકદમ સડક થઇ ગયો જાણે લાકડું થઇ ગયો, ફાટી આંખે પથારી તરફ જોવા લાગ્યો, પહેલા તો ખ્યાલ ન આવ્યો, પણ ધ્યાન થી જોયું તો એક સ્ત્રી અકાર દેખાયો,
બહુજ સુંદર સ્ત્રી લાગતી હતી, માંજરી આંખો, કાળા ભમ્મર વાળ, સપ્રમાણ શરીર, માથે ઘરચોળું ઓઢેલુ હતું,
ચિકો ગભરાયો, એકદમ આ સ્ત્રી ક્યાંથી આવી?
' તું તું તું, તમે, તમે...... ઓહ ઓહ, તમે કોણ?'
' હું, તમારી પત્ની, નાથ'
' પત્ની,?'
' હા'
' પ.......પ..... પ..... પત્ની?!!!'
' હા, હા, હા'
' પણ, મેં તો હજુ સુધી લગ્ન કર્યા જ નથી?'
' ગઈ કાલે કરેલા ને મારા નાથ'
' પણ, ગઈકાલે તો કુંભ લગ્ન ની વિધી કરી હતી'
' હા તો એજ'
' અરે પણ, કંઈ સમજાયું નહીં?'
' સમજાવું નાથ, જરાક ઓરા તો આવો?!'
' ન... ન....ના, હું દુર જ બરાબર છું, તું તું તું... ત. ત...તમે ત્યાંથી જ બોલો'
' ઠીક છે, મારા સ્વામિ, તમને સમજાવું છું, તમે ગઈકાલે કુંભ લગ્ન ની વિધી કરેલી?'
' હાં'
' તમે જે કુંભ લીધેલો, એ કુંભ માં હું રહેતી હતી,. એનો મતલબ એજ કે તમે મારી સાથે લગ્ન કર્યા છે, હવે સમજ પડી?, સારુ થયુ કે તમે મારી સાથે લગ્ન કર્યા એટલે હું એ કુંભ માંથી છૂટી એટલે હવે હું તમારી અર્ધાંગિની થઈ, આ ઘડીની તો હું કેટલાય વર્ષો થી રાહ જોતી હતી, મારા પતિપરમેશ્વર!, આજે આપણી સુહાગરાત છે ને?'
' સુ,સુ,સુ, સુહાગરાત? ઓહ, ઓહ, ના,ના,ના,ના '
સ્ત્રી એકદમ માદક અવાજમાં બોલી;
' તમે આમ ગભરાઈ ન જાઓ મારા નાથ, મારી પાસે આવો'
પણ ચિકો પલંગ તરફ જવાને બદલે ભીંત તરફ પાછલા પગે ચાલવા માંડ્યો,
સ્ત્રી આગળ ને આગળ વધે અને ચિકો પાછલા પગે ભીંત તરફ, આખરે ભીંત ને અડી ગયો ને અટકી ગયો,
હવે નઈ આગળ, નઈ પાછળ ,કોઈ જગ્યા એથી ચસ્કાય એમ હતું જ નઈ, ચિકા ને પુષ્કળ પરસેવો વળી ગયો, પેલું ચામાંચીડિયુ હવે પહેલા કરતા પણ વધારે જોર થી ઉડવા માંડ્યું, એની પાંખો નો અવાજ ભયંકર રીતે આવવા માંડ્યો, ભયાનક વાતાવરણ સર્જાઈ ગયું, સ્ત્રી એ એનું મોઢું નીચે તરફ ઝુકાવ્યું ને પાછું ઉપર તરફ ઝટકા સાથે ચિકા ના મોંઢા સામે કર્યું, અચાનક એ સ્ત્રી ની આંખો લાલ દેખાઈ અને મોટા અને અણીદાર દાંત બહાર આવી ગયા,. ફાટી આંખે ચિકો એની સામે જોતો રહ્યો, જોતો રહ્યો...
અત્યાર સુધી હિંમત રાખીને ઊભેલો ચિકો હવે તો બરાબર ગભરાયો...
ચિકા એ સ્ત્રી ને હાથ જોડયા:
' મને માફ કરો મારી માવડી, મને છોડો, હું તમારી ગાય છું, મને જવા દો, જવા દો, જવા દો.... દો.... દો.. દો...દો...'
અને ધીમે ધીમે ચિકો બેભાન થવા માંડ્યો ને સ્ત્રી એ બૂમ પાડી:
' અલા પકોડા, જલ્દી આવ, આ તો બેભાન થવા માંડ્યો,'
' અલી, અલા , તું પણ તારો મેકઅપ જલ્દી જલ્દી ઉતાર ને ચિકા ને કહે કે તું ભૂતની નથી પણ ગોટ્યો છુ'
' ઓયે ચિકા, આ તો પ્રેંક હતું ચિકા પ્રેંક, હા, હા, હા,હા,......
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995

રચના ગમી હોય તો શેર જરૂર થી કરશો