Chor ane Chakori - 9 in Gujarati Fiction Stories by Amir Ali Daredia books and stories PDF | ચોર અને ચકોરી - 9

Featured Books
Categories
Share

ચોર અને ચકોરી - 9

(જીગ્નેશ હળવે હળવે હોડકાને હલેસા મારી રહ્યો હતો. અને એની ચકોરી સાથે મીઠી નોક્ઝોક ચાલી રહી હતી.)...હવે આગળ.....
એકાદ કલાક સતત એણે હલેસા ચલાવ્યા તેથી હવે એના બાવડા દુખવા લાગ્યા હતા. એટલે એણે સુતેલા સોમનાથને સાદ પાડ્યો.
' સોમનાથ ભાઈ. ઓ સોમનાથ ભાઈ ઉઠો હવે.' સોમનાથ ઉઠીને બેઠો થયો. અને એણે આંખ ચોળતા ચોળતા પુછ્યુ.
' થાકી ગયો હોઈશ તું બરાબર?'
' હા ભાઈ.પહેલા કોદાળી ચલાવી.પછી હલેસા. બાવડા દુખવા મંડ્યા હો.'
'ઠીક ત્યારે. હવે તુતારે આરામ કર. હુ હલેસા હંકારું છુ.' કહીને સમનાથે હોડકા ના હલેસા હાથમાં લીધા. જીગ્નેશ ચકોરીના સામેના બાંકડે આવીને બેઠો.
' હવે તમે ક્યાં જશો.?'
' હમણાં તો હલેસા તમારા હાથમાં હતાને.?તમે જ કયો ક્યાં લઈ જાવ છો.? '
' હમણાં તો જેમ બને તેમ દુર નીકળી જઈએ.પણ તમારું ગામ ક્યુ. એતો કહો.'
' અત્યારે તો હું ચંદન નગરમાં રહુ છુ.' ચકોરી બોલી
' અને મારે ત્યાં જ જવું છે.
"ક્યાં ચંદન નગર.અને ક્યાં દૌલત નગર?અહીં આવ્યા કેવી રીતે અને અંબાલાલના હાથમાં સપડાયા કેવી રીતે?' જીગ્નેશ નો પ્રશ્ન સાંભળીને માથાભારે અને બેબાક લાગતી ચકોરીની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ચકોરીને રડતા જોઈ જીગ્નેશનું હ્ર્દય વિહવળ થઈ ગયું.
'મારાથી. કંઈ અજુગતુ પુછાય ગયું હોય તો માફ કરજો.'
'ના. ના એવું નથી.' પોતાના આંસુ લુછતા ચકોરી બોલી.
'જરાક ભુતકાળ યાદ આવી ગયો.'
'તમે ચાહો તો તમારા મન નો ભાર હળવો કરી શકો છો.' જીગ્નેશે હમદર્દી દેખાડતા કહ્યું.
'આજથી પાંચ વર્ષ પહેલાં અમે સીતાપુર માં રહેતા. હુ નાની હતી ત્યારે જ મારી મા મરી ગઈ હતી. મને મારા બાપુએ માં અને બાપ નો પ્રેમ આપીને ઉછેરી.' ચકોરી શ્વાસ લેવા થંભી.જીગ્નેશ રસ પૂર્વક ચકોરી ની વાત સાંભળતો હતો.
'મારા બાપુ એક વિદ્વાન જ્યોતિષ હતા. એમણે જોયેલા ભવિષ્ય લગભગ સાચા પડતા. પાંચ વર્ષ પહેલાં અમારા ગામના સરપંચ પશા કાકા ની પુત્ર વધુએ એક દીકરાને જન્મ આપ્યો હતો. છઠ્ઠી ના પાંચમા દિવસે એમણે મારા બાપુ ને તેડાવ્યા અને કીધું.'
' લ્યો પંડિત. અમારા પૌત્રની જન્મકુંડળી બનાવો અને એનું ભવિષ્ય જુવો.' બાપુએ કુંડળી બનાવી અને એનું ભવિષ્ય જોયું. અને જોઈને ચુપ થઈ ગયા. બાપુને ચુપ જોઈને પશા કાકા બોલ્યા.
'ચુપ કેમ છો પંડિત?અમારા પૌત્ર નુ ભવિષ્ય શુ છે?બોલો.' બાપુ એકદમ ઢીલા સ્વરે બોલ્યા.
'હુ કહી શકુ એમ નથી. અને તમેય જાણવાની જીદ ના કરો.' કહી બાપુ ઉભા થયા.
'એલા પંડિત દક્ષિણા જોવે છે કે નઈ?' પશા કાકા ના પુત્ર રમેશે પુછ્યુ.
'ના નથી જોતી.' કહીને બાપુ ચાલતા તો થયા પણ રમેશે માર્ગ આંતર્યો.
' એમ થોડીને તમને જાવા દેશુ.તમારે કેવું તો પડશે જ કે મારા પુત્રના ભાગ્યમાં છે શુ.?' બાપુ એમને ફરીને સમજાવતા બોલ્યા.
' મહેરબાની કરીને મને જવાદો. પુત્રનુ ભવિષ્ય જાણવામાં મજા નથી.'
'મજા હોય કે નો હોય તમારે કેવું તો પડશે જ.' પશા કાકા ખિજાઈને બોલ્યા.
'હું હાથ જોડીને વિનવું છુ. ભલા થઈને મને જાવા દો.' બાપુ લગભગ કરગરતા બોલ્યા.
'અમે ક્યાં તમને બાંધી રાખ્યા છે. અમારા પૌત્ર નુ ભવિષ્ય કયો.દક્ષિણા લ્યો ને વેંતા પડો.' પશા કાકા નો અવાજ ધીરે ધીરે ઉગ્ર થતો જતો હતો.
' એનુ ભવિષ્ય જાણવા જેવું નથી.' બાપુએ હાથ જોડીને ઢીલા ઢફ સ્વરે કહ્યું તો રમેશે ત્રાડ નાખતા પુછ્યુ.
' એવું તો શું છે મારા પુત્રના ભવિષ્યમાં?' બાપુ હજુ ચુપ હતા.
'કયો છો કે નઈ?' આ વખતે રમેશે બાપુ ઉપર ડાંગ ઉગામી.
'ઠીક છે તો સાંભળો.' બાપુએ ના છૂટકે પાશાકાકા ના પૌત્રનુ ભવિષ્ય કહ્યું.
' તમારા પૌત્રનુ ફક્ત એકવીસ દિવસ નુ જ આયુષ્ય છે.'
' હેં! ' પશાકાકા અને રમેશ થી રાડ પડાઈ ગઈ.....

શુ પંડિતની ભવિષ્યવાણી સાચી પડશે.?..........
રાહ જુવો.