Khaiya na haiye shri hari in Gujarati Motivational Stories by Ajay Khatri books and stories PDF | ખૈયા ના હૈયે શ્રી હરિ

Featured Books
  • Whisper of Love

    In the quaint town of Solstice Hollow, where every sunrise p...

  • Rain Flower - 19

    Rain Flower Kotra Siva Rama Krishna “I also read that and ca...

  • Who hunts Who? - 5

    Next day-Ding-dong...*Door opens-*"Welcome! I thought You wi...

  • Melody of Memories

    On a quiet autumn morning, a women named Sofia found her her...

  • Flu and Heart

                                                         Flu and...

Categories
Share

ખૈયા ના હૈયે શ્રી હરિ

કહેવાય છે કે, કલા નો
વારસો એ કુદરત ની એવી દેન છે જે ભાગ્ય થી સદીઓ પહેલાં ખત્રી સમાજ ને રંગાટી તરીકે ખુબ નામના સાથે મશહુરરીયત અપાવેલ છે.. આ સત્ય ઘટના ગુજરાત ના કચ્છ જિલ્લા ના બંદરીય શહેર
માંડવી માં મહાવેદાંતી ખૈયો ખત્રી કરીને એક કુશળ છાપ નો કારીગર રહેતો હતો. દમ ભાતભાતનુ રંગકામ અને છાપકામ ના વ્યવસાય માં તેમની ખુબ નામના હતી
રંગ રેજ ની સાથો સાથ ખત્રી સંસ્કૃત અને શાસ્ત્રોમાં પણ નિપુણ અને વિદ્વાન હતો
એક વખત ભગવાન સ્વામિનારાયણ માંડવી નગરી એ પધાર્યા હતા. ભગવાન માંડવીમાં પધારેલા સાંભળી ખૈયા ખત્રીને થયું કે, મારે સ્વામિનારાયણની પરીક્ષા કરી એમની સાથે ‘વાદ’ કરી એમના પાખંડને ખુલ્લું પાડવું છે. ખૈયાએ ભગવાન સ્વામિનારાયણને શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો. ભગવાને પ્રેમથી આ પડકાર ઝીલી લીધો, ખૈયો પુરતી તૈયારી સાથે પોતાની શિષ્યમંડળી ને લઈ ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે આવવા નીકળે છે.
શ્રીજી મહારાજે ચરિત્ર આચરી બ્રહ્મમુનિને પોતાની ગાદીએ બેસાડ્યા. ખૈયો આવીને બોલ્યો કે સ્વામિનારાયણ! તમે તમારી જાતને ભગવાન ગણાવી ભારે પાખંડ ચલાવો છો. આજ સુધી તમને મગતરાં મળ્યાં હશે, પણ કોઈ મહારથી નહીં મળ્યો હોય. મારા પ્રશ્નોના જવાબ આપો. ખૈયાએ વેદાંતના અનેક અવનવા સવાલો કર્યા
ગાદીએ બેઠેલા બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું તમારા બધાજ પ્રશ્નોના જવાબ આ અમારા નાના સાધુ કરશે એમ કહીને શ્રીહરિ તરફ ઇશારો કર્યો. જેના શ્રીહરિએ જવાબ દીધા.
આ કહેવાતા બ્રહ્મજ્ઞાનીને ‘સહજાનંદ સ્વામી’ ની ઓળખાણ કરવામાં ભારે મૂંઝવણ થઈ. પ્રશ્નોત્તરી ચાલતી હતી એ દરમ્યાન ખૈયાની માતા પણ પોતાના પુત્રનું પરાક્રમ જોવા આવેલાં. એણે ભગવાન સ્વામિનારાયણના મુખેથી વેદાંતનાં ગહન રહસ્યોનો ઉઘાડ કરતાં વેણ સાંભળ્યાં. અદ્‍ભુત ઉત્તરો આપનારી એ કામણગારી મૂર્તિમાં એનું મન ચોંટી ગયું. સભામાં ઊભાં થઈ લાંબો હાથ કરી ખૈયાનાં માતા બોલ્યાં, ‘ખૈયા! મથે વઠ્ઠો આય સે સહજાનંદ નાંય. સહજાનંદ નીચે વઠ્ઠો આય સે આય. ‘ખૈયા!
*એક ખૈયાની માંડી સૂજાણ, જેણે ઓળખી લીધા એંધાણ..!
પોતાના સૌ વેંદાતી શીષ્યો સાથે હાર સ્વીકારીને ખૈયૌ શ્રીહરિને ચરણે આશ્રિત થયો.
બીજે દિવસે શ્રીજી મહારાજ તથા પરમહંસોને ખત્રી એ પોતાને ઘેર જમાડીને ત્યાં જ શ્રીજીના શુભ હસ્તે વર્તમાન ધાર્યા અને તે શિષ્ય થયો.
શ્રીજી મહારાજ કંઈક પરચો બતાવે તેવી અંતરમાં ઇચ્છા હતી.
બીજે દિવસે શ્રીજી મહારાજ પરમહંસો સાથે દરીયે સ્નાન કરવા પધાર્યા ત્યારે સ્નાન કરીને થોડુ દુર ઝીણી રેતીમાં સભા કરવા મહારાજે આજ્ઞા કરી. ત્યારે ખૈયા ખત્રીએ બે હાથ જોડી અરજ કરી, કે “મને પાણીની તરસ બહુ જ લાગી છે માટે તળાવને કાંઠે જઈ ત્યાં સભા કરીએ તો ત્યાં હુ પાણીની તરસ પણ છીપાડી લઈશ, શ્રીજી મહારાજ બોલ્યા “બહુ તરસ લાગી છે? ખૈયો કહે હા મહારાજ. બહુ જ તરસ લાગી છે. એટલે શ્રીજી મહારાજ જે સ્થળે ઉભા હતા ત્યાં જ પોતાના જમણા ચરણાર વિંદના અંગુઠેથી એક ગોળાકારે લીંટો કર્યો અને પાર્ષદોને કહયું કે આંહી વીરડો ગાળો, તુરત જ પાર્ષદોએ વીરડો કર્યો, ને પાણી પીવા માટે મહારાજે ખૈયાને કહ્યું, ખૈયો આશ્ચર્ય સાથે કહે કે “મહારાજ આ દરિયાકાંઠે પાણી મીઠું ન હોય. ત્યારે મહારાજ કહે છે કે, “આંહી મીઠી સર (સરવાણી) છે, બ્રહ્મમુનિ તમો તે પાણીનો લોટો ભરી ગાળીને અમને પાવ.” એમ આજ્ઞા કરતાં સ્વામીએ તુરત જ વસ્ત્રથી ગાળીને લોટો ભર્યો અને શ્રીજી મહારાજને તે મીઠું જળ પાયું. શ્રીજી પ્રસાદીનું મીઠું જળ વધેલું, તે પાછું તે જ વીરડામાં પધરાવ્યું અને તે મીઠી વીરડી પ્રસાદીની કરી. તે પછી તેમાંથી જળ ભરી તે ખૈયા ખત્રીને સ્વામીએ પાયું, અને ઉપસ્થિત પરમહંસો સહુએ પીધું. “ખારા સમુદ્રમાં મીઠી વીરડી થતાં શ્રીજી મહારજ ના પ્રતાપે ખૈયાને પરચો મળતાં નિઃસશય થયો હતો
હાલ પણ બંદરીય માંડવી શહેર ની આ જગ્યા “મીઠી વીરડી'ના નામે પ્રસિદ્ધ છે આ પ્રસાદી ના સ્થળ ની માલિકી માંડવી સ્વામિનારાયણ મંદિર ના કબજા, ભોગવટા હક્ક ના છે. જે જગ્યાએ જ્યાં શ્રીજી મહારાજે સભા કરી હતી તે સ્થળ પર શ્રીજી ચરણાવિંદ પધરાવી પ્રસાદી ની જગ્યા એ છત્રી નું નિર્માણ કરવામાં આવેલ છે આ છત્રીના ઘુમટમાં સદગુરૂ બ્રહ્માનંદ સ્વામી, ખૈયા ખત્રીને મીઠું જળ પાય છે, તેવું શ્રીજી મહારાજ ની સભાનું ચિત્ર બનાવવામાં આવેલ છે.
અને જ્યાં માંડવીમાં ખૈયા ખત્રી નું ઘર આવેલ છે, તે સ્થળ ને શ્રીજી મહારાજ ની પ્રસાદીની જગ્યા એ છત્રી ચણાવી શ્રીજી ચરણારવિંદ પધરાવી તે સ્થળે હકીકતનો મહીમા લેખ પણ કંડારવા આવેલ છે. આ બંને જગ્યા માંડવી શ્રી સ્વામિનારાયણ મંદિરના કબ કે વીજે તળે છે. કચ્છ માં આવતાં ટૂરિસ્ટો જ્યારે માંડવી ની મુલાકાતે આવે છે ત્યારે આ બંને જગ્યા એ મુલાકાત લઈ પોતાની જાતને ધન્યતા અનુભવ છે..
👏🏼જય શ્રી સ્વામિનારાયણ👏🏼