Sakaratmak vichardhara - 28 in Gujarati Motivational Stories by Mahek Parwani books and stories PDF | સકારાત્મક વિચારધારા - 28

Featured Books
Categories
Share

સકારાત્મક વિચારધારા - 28

સકારાત્મક વિચારધારા 28

"લીમડાની મીઠાશ ચાખી લઉં,
મિષ્ઠાનની કડવાશ જાણી લઉં,
સંબંધની ઉંડાઇ માપી લઉં,
જો આપે અતૂટ વિશ્વાસની
બાહેંધરી!
તો આ જગ જીતી લઉં."
. શ્રદ્ધા એ બારમાં ધોરણની પરીક્ષા આપી,ઉત્તીર્ણ કરી આર્ટ્સ એટલે કે બી.એ. ના પ્રથમ વર્ષમાં મહિલા કૉલેજમાં પ્રવેશ લીધો.સમય જતા અન્ય વિદ્યાર્થીઓ સાથે મુલાકાત થઈ,અને મિત્રતા બંધાઈ પણ શ્રુતિ સાથે સારી એવી મિત્રતા બંધાઈ ગઈ.સમય જતા બંનેની મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ.હવે તો બંનેની એક- બીજાની ઘરે પણ અવર -જવર ની શરૂઆત થઈ.હવે તો એકબીજાના ઘરના સભ્યો સાથે પણ ઓળખાણ થઈ.


સમય જતાં એક વર્ષ ક્યાં વીતી ગયું ખ્યાલ જ ના આવ્યું.આજે અચાનક જ શ્રુતિનો પિતરાઈ ભાઈ મયંક પોતાનો સામાન લઈને પોતાના કાકાને ત્યાં આવી ગયો.તેના દાદાજી પણ ત્યાંજ તેમના કાકાની સાથે રહેતા હતા.આવતાની સાથે જ મયંક કાકા અને દાદાજીને કહેવા લાગ્યો કે, "દાદાજી હવેથી હું તમારી સાથે રહીશ, મારે પપ્પાની સાથે નથી રહેવું."ત્યારે દાદાજી એ પૂછ્યું,"શું થયું બેટા? એ તો કહે, મયંક કહેવા લાગ્યો કે,"હવે હું. નાનો નથી મોટો થઈ ગયો છુ, ડોક્ટર બનવા જઈ રહ્યું છુ ,છતાં મને નાના છોકરા ની જેમ વાતે_ વાતે બોલ બોલ કર્યા જ કરે છે." આથી,હું તમારી સાથે રહીશ દાદાજી હું પપ્પા પાસે નથી જવાનો.મિત્રો સાથે આવવામાં મોડું થાય તો પ્રશ્નો કર્યા કરે,તમે જ કહો આ ઉંમરે મિત્ર બનવાનું હોય કે પપ્પા, વિચારોનો તો ક્યાંય મેળ ન નથી."બે થી ત્રણ દિવસ મયંક ત્યાં જ રોકાઈ ગયો.ત્યાં તેની મુલાકાત શ્રદ્ધા સાથે થઈ. શ્રદ્ધા ને જોતાં જ મયંક લાગ્યું જાણે ઇશ્વરે શ્રદ્ધાને મળવા માટે જ તેને અહીં મોકલ્યું છે.અને સમય જતાં આ મુલાકાત પ્રેમ સંબંધ માં પરિણમી ગઇ.બીજી બાજુ દાદાજીએ મયંકના પિતાને બોલાવી સમજાવ્યું કે, અમુક ઉંમર પછી બાળકોને માતા પિતાની નહી પણ મિત્રોની જરૂર વધારે હોય છે અને મયંક પણ તેમની સાથે ઘરે ચાલ્યો ગયો પણ હવે દરરોજ શ્રુતિના કોલેજની બહાર શ્રદ્ધાને મળવા પહોંચી જતો.હવે તો બંને લટાર મારવા જતા.કોફી પીવા જતા, તેમનો પ્રેમ હવે જગ જાહેર હતો.બને એકબીજા માટે ગમે તે કરવા તૈયાર હતા.આથી,ઘર ના સભ્યો એ બંનેના લગ્ન કરાવી દીધા.

લગ્ન ના ત્રણ વર્ષ વીત્યા બાદ અચાનક જ શ્રદ્ધાને કોઈનો ફોન આવે છે.સામે પક્ષે કોઈ છોકરીનો અવાજ હતો,કહેવા લાગી કે,"મયંક માત્ર મારો છે,તે તેને મારી પાસેથી છીનવી લીધો છે."મયંક સાથે વાત કરતા ખ્યાલ આવ્યો કે, એ માત્ર એક તરફી પ્રેમ હતો. આ જાણતાં છતાં કોણ જાણે કેમ શ્રદ્ધા ની શ્રદ્ધામાં ખોટ પડી ગઈ.વાતે- વાતે તેના સ્વભાવમાં ફેર દેખાવ લાગ્યો વાતે વાતે પશ્નો પૂછવા લાગે અને વાતે વાતે કહેવા લાગે કે આપણા વિચારો મેળ ખાતા નથી મયંક અને મારી વિચારસરણી સાવ જુદી છે. સમય જતાં જાણે બન્નેને શું થયું કે, બંને એક બીજાને છોડવા તત્પર હતા. માનવા માં જ ના આવે કે ,આ એજ પ્રેમ સંબંધ છે.

પ્રશ્ન એ હતો કે, શું એક ફોન સંબંધ માં ફેરફાર લાવી શકે.તમારી જિંદગી ખરાબ કરી શકે,ગઈકાલ સુધી જેના વિના રહી ના શકાય,આજે તેની સાથે ના રહી શકાય.દરેકના વિચારોમાં તો ભેદ તો હોયજ પણ સમજ,વિશ્વાસ અને શ્રદ્ધા ,ધીરજ નો પાયો મજબૂત હોય તો કોઈ સંબંધ ને કમજોર કરી શકતો નથી.

વાત જ્યાં વિચારોના વિરોધાભાસ ની હોય તો એ તો ક્યાં નથી.કુદરતની દરેક રચનામાં વિરોધાભાસ છે છતાં તે હંમેશા સાથે જ હોય છે.એક મેક નું અસ્તિત્વ એક બીજા વિના શક્ય જ નથી.ગુલાબ અને કાંટા, કાદવ અને કમળ,પથ્થર ની કઠોરતા અને નદી ની કોમળતા,વૃક્ષોમાં જેટલા વધુ ફાળો તેટલા જ વધુ ઝુકેલા,લીમડો જેટલો કડવો તેટલા જ મીઠા ગુણ, મિષ્ટાન જેટલું મીઠું તેટલું જ ઘાતક.સંબંધ પિતા_ પુત્ર નો હોય, કે પતિ_ પત્ની નો,સંબંધ તો સમજ વિશ્વાસ અને પ્રેમ, ધીરજ નો જ ટકે છે.સંબંધોનું પણ કંઇક એવું જ છે પિતા ગમે તેટલા કડવા શબ્દો બોલે પણ તેમના જેટલું બલિદાન એક પુત્ર માટે કોઈ ના આપી શકે.પતિ -પત્ની જેવા દુઃખ સુખ ના સાથી કોઈના હોઈ શકે.ફેર બસ સકારાત્મક કે નકારત્મક વિચારધારા નો છે.

_ મહેક પરવાની