રાજવી અને મહેક એકબીજા થોડી વાર એકબીજાની આંખોમા ખોવાઈ રહ્યા. આ શહેરમાં આટલી સુંદર યુવતી ને અત્યાર સુધી ક્યારેય જોઈ ન હતી. એટલે પહેલી નજરમાં રાજવી ને મહેક દિલમાં ઉતરી ગઈ.
તે રાજવી બીજું કોઈ નહિ વિરેન્દ્રસિંહ હતા. વિરેન્દ્રસિંહ એક કુંવર હતા એટલે સામેથી કોઈ સાથે વાત કરી શકે નહિ એવું તેનું સ્વાભિમાન હતું. એટલે મહેક જો નજીક આવીને વાત કરે તે વિરેન્દ્રસિંહ રાહ જોઈ રહ્યા હતા.
ઘણો સમય સુધી મહેક ત્યાં ઊભી રહી વિરેન્દ્રસિંહ ને નિહાળતી રહી. મહેક ને તે યુવાન પાસેથી કોઈ મદદ હેતુ થી જોઈ રહી હતી. આમ મહેક સમજી ગઈ કે તે યુવાન પણ મારી સાથે વાત કરવાની ઈચ્છા રાખે છે અને તે યુવાન ને જોઈને લાગે છે તે મારી ચોક્કસ મદદ કરશે. એટલે મહેક તે યુવાન પાસે જાય છે.
મારુ નામ મહેક છે અને હું દૂર થી આવું છું. તમે સારા માણસ લાગો છો. આપ મારી મદદ કરશો.?
આટલી સરળ રીતે પોતાના વિશે અને મદદ વિશે મહેક નું કહેવું વિરેન્દ્રસિંહ ને એક સારી છોકરી જ છે એવું પાક્કું થઈ ગયું એટલે જવાબ માં વિરેન્દ્રસિંહે હાથ લંબાવતા કહ્યું.
હલ્લો.. મારું નામ વિરેન્દ્રસિંહ છે અને તમે કહો હું તમારી શું મદદ કરી શકું.?
મહેક ને ખાતરી થઈ ગઈ હતી આ વ્યક્તિ અત્યારે મારે જે જરૂરિયાત છે તે આ પૂરી પાડી શકશે. એટલે વિરેન્દ્રસિંહ ને કહ્યું.
મારે થોડા દિવસ માટે આ શહેરમાં રહેવું છે અને મને કોઈ અહી જાણતું પણ નથી. તમે કોઈ મારા માટે રહેવાની વ્યવથા કરી આપશો તો તમારો આભાર રહેશે.
એક તો મહેક ની મીઠી બોલી અને ઉપરથી પ્રેમ થી કહેવું. જાણે વિરેન્દ્રસિંહ નાં દિલમાં શબ્દો ઉતરી ગયા હોય તેમ મહેક ની દરેક મદદ માટે તત્પરતા દાખવી.
તમારે રહેવા માટેની વ્યવસ્થા જોઈએ છે ને તે હું કરી આપુ છું ચાલો મારી સાથે.
મહેક ને સાથે ચાલવા કહ્યું.
વિરેન્દ્રસિંહ ની કારમાં મહેક બેસી ગઈ. કાર આગળ ચાલતી થઈ. ચાલતી કાર માં વિરેન્દ્રસિંહ વારે વારે મહેક તરફ નજર કરી સમાઇલ આપી રહ્યા હતા. મહેક એક પરી હતી એટલે તેને એ પણ ખબર હતી નહિ કે કોઈ મારી સામે જોઇને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. તે એમ જ સમજી રહી હતી કે વિરેન્દ્રસિંહ એક સારા માણસ છે એટલે મારી સાથે સારું વર્તન કરી રહ્યા છે. પણ એટલું તો મહેકે પૂછી લીધું તમે મને ક્યાં લઇ જઇ રહ્યા છો. અને શું વ્યવસ્થા કરવાના છો મારા માટે.
હસીને વિરેન્દ્રસિંહ બોલ્યા. એક સારી વ્યવસ્થા કરવાનો મોકો મળ્યો છે તો હું કરું છું. વિશ્વાસ રાખો હું તમને યોગ્ય વ્યવસ્થા કરી આપીશ.
આગળ જતાં બંને ચૂપ જ રહ્યા ત્યાં એક સોસાયટીમાં કાર દાખલ થઈ જ્યાં ઘણા બંગલાઓ ની હારમાળાઓ હતી. તેમના એક બંગલા પાસે કાર ઊભી રાખી અને મહેક ને નીચે ઉતારવા કહ્યું. તે પણ નીચે ઉતર્યા ને બાજુના મકાનમાંથી તે મકાનની ચાવી લઈ આવ્યા.
વિરેન્દ્રસિંહ તે મકાન નો મુખ્ય ગેટ ખોલી ને અંદર નો દરવાજો ચાવી વડે ખોલ્યો. અને આખું મકાન મહેક ને બતાવતા કહ્યું.
મહેક આ મકાન આજથી તારુ. જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ રહી શકો છો. અને હાથમાં એક કાર્ડ આપતા કહ્યું મારી કોઈ જરૂર હોય તો મને ફોન કરીને જણાવજો. આટલું કહીને વિરેન્દ્રસિંહ ત્યાંથી નીકળી ગયા. મકાનના મુખ્ય દરવાજા સુધી મહેક તેમની સાથે જઈને જેમ વિદાઈ આપી રહ્યા હોય તેમ હાથ થી બાય બાય કર્યું.
બીજે દિવસે સવાર થયું એટલે મહેક ને યાદ આવ્યું કે પેલી ઓફિસ ની મુલાકાત કરી ને આવું, કદાચ જો પરવાનગી મળે તો તાંત્રિક ને મળીને તેની તાકાત જોઈ આવું. તે ચાલતી ચાલતી તે ઓફિસ પાસે પહોંચી.
મહેક જ્યારે પહેલી વાર ઓફિસે આવી હતી ત્યારે મહેક નાં ગયા પાછી તે ઓફિસ નાં માણસે ટી સાહેબ ને મહેક નો ફોટો મોકલાવી તેમને જાણ કરી હતી કે આ યુવતી તમને મળવા માંગે છે. વળતા જવાબમાં ટી સાહેબ તે માણસ ને સંદેશો મોકલે છે કે વહેલી તકે તે યુવતી ને મારી પાસે લાવવામાં આવે.
મહેક તે ઓફિસમાં દાખલ થઈ એટલે તરત તે ઓફિસમાં બેઠેલ માણસ ઊભો થઈને મહેક ને પરવાનગી કાર્ડ આપતા કહે છે. તમે ગમે ત્યારે ટી સાહેબ ને મળી શકો છો.
શું મહેક પરી તાંત્રિક ને મળવા જશે. વિરેન્દ્રસિંહ અને મહેક વચ્ચે આગળ શું સંબંધ બંધાશે તે જોઇશું આગળના ભાગમાં...
ક્રમશ...