Tha Kavya - 80 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૦

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮૦

માયા એ કોલેજ સમયમાં થયેલ પ્રેમ વિશે વાત વિરેન્દ્રસિંહ ને કરી ત્યાં વિરેન્દ્રસિંહ ને આ વાત પસંદ નહિ આવી હોય તેમ તે માયા થી થોડા દૂર જઈને બેસી ગયા. માયા તેમની નજીક આવીને પૂછ્યું.
શું થયું કુંવર..?

માયા નાં આ સવાલ થી વિરેન્દ્રસિંહ થોડીવાર માટે ચૂપ રહ્યા પછી થોડા ગુસ્સે થયા હોય તે રીતે જવાબ આપ્યો. માણસ પોતાનો પહેલો પ્રેમ ક્યારેય ભૂલી શકે નહિ મને લાગે છે તારો પહેલો પ્રેમ પણ તું હજુ દિલમાં રાખીને બેઠી હશે. મને ખબર હોત કે તે કોલેજ કાળમાં કોઈના પ્રેમ માં હતી તો હું તારી સાથે સગાઈ પણ કરેત નહિ.

વિરેન્દ્રસિંહ નો આવો તીખો જવાબ સાંભળી ને જાણે માયા નાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ બેચેન થઈ ગઈ. વળતો જવાબ આપતા માયા એ કહ્યું. કુંવર કોલેજ સમય માં પ્રેમ થવો એક સ્વાભાવિક છે. મે પણ કોઈ સાથે પ્રેમ કર્યો હતો તેમ તમે પણ કોલેજ માં પ્રેમ કર્યો હતો. પણ તે આપણો પાસ્ટ છે. જે હું અને તમે ક્યારના ભૂલી શુક્યા છીએ.

માયા પાસેથી યોગ્ય જવાબ ન મળ્યો હોય તેમ વિરેન્દ્રસિંહ બસ આટલું કહીને નીકળી ગયા.
તું મહેલની લાયક મહારાણી નહિ પણ દાસી લાયક છો. તારે દાસી થઈને રહેવું હોય તો મારા દરવાજા ખુલ્લા છે. પણ મારી મહારાણી બનીને તો નહિ જ.

વિરેન્દ્રસિંહનાં આ જવાબથી માયા ને દિલમાં પ્રેમની લાગણી વિરેન્દ્રસિંહ પ્રત્યે હતી તે ધૃણા માં પરિવર્તિત થઈ ગઈ. તેમના જ ઘરે તેનું અપમાન માયા હવે સહન કરી શકે તેમ હતી નહિ. માયા એ વિરેન્દ્રસિંહને ઘરેથી નીકળી જવાનું તો નહિ કહ્યું પણ પોતે ઊભી થઈને રસોડામાં જતી રહી. આ જોઈને વિરેન્દ્રસિંહ પણ ત્યાંથી નીકળી ગયા.

માયા એ આખી ઘટના જીતસિંહ સામે કહી એટલે જીતસિંહ પણ અસમંજસ માં પડી ગયા. આમાં વાંક કોનો તે કહેવું તેને પણ મુશ્કેલ લાગવા લાગ્યું. પણ એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને માયા ભાભી સાથે આવું વર્તન કરવું ન જોઈતું હતું. ભૂલ માયા ભાભી કરતા મોટાભાઈ ની હતી.

કુંવર જીતસિંહ હવે આપ જ કહો મારી કોઈ ભૂલ છે કે નહિ. માયા એ નિસાસો નાખતા કહ્યું.

જીતસિંહ તેનું કે મોટાભાઈ નું ખોટું કહેવા માંગતા ન હતા. એટલે પ્રેમથી રસ્તો નીકળે એવું લાગ્યું.
મોટાભાઈનો સ્વભાવ થોડો ગુસ્સા વાળો છે તે તમે પણ જાણો છો પણ આવી નાની વાત માં મોટું પગલું ભરવું યોગ્ય નથી લાગતું. પછી તમારી ઈચ્છા. હું તો ઈચ્છું છું તમે બંને હમેશા સાથે જ રહો.

માયા સમજી ગઈ કે જીતસિંહ સમાધાન માટે જ આવ્યા છે. તે વાંક કોનો છે તે સારી રીતે જાણે છે પણ તે મોટાભાઈ ની ભૂલ છે તે ભૂલ મોટાભાઈ ને કહેશે નહિ એટલે જીતસિંહ વધુ કઈ આગળ કહ્યું નહિ. બસ તેમના હાથમાં પહેરેલી રીંગ હતી તે જીતસિંહ ને હાથમાં આપતા કહ્યું.
"હું રીંગ ને લાયક નથી. આ રીંગ હવે તમારી પાસે જ રાખો."

જે રીંગ માટે જીતસિંહ ઘણી મહેનત કરી રહ્યા હતા તે રીંગ આજે સામે ચાલીને પ્રેમથી આવી હતી. છતાં જીતસિંહ ને એ રીંગ માટે આજે કોઈ પ્રેમ રહ્યો ન હતો. તેને રીંગ કરતા મોટાભાઈ અને માયા વચ્ચે ની દરાર ખાઈ સમાન લાગી રહી હતી.

માયા એ જીતસિંહ નાં હાથમાં રીંગ આપી કે તરત જ જીતસિંહ એ તે રીંગ લેવાની ના કહી દીધી. માયા ને ખબર હતી કે જીતસિંહ જિદ્દી છે જો નાં કહેશે તો તે કોઈ કાલે રીંગ લેશે નહિ એટલે તરત મોટાભાઈ નાં સોગંધ આપી દીધા. કે "આપ રીંગ નહિ લો તો મોટાભાઈ વિરેન્દ્રસિંહ નાં સોગંધ છે."

મોટાભાઈ વિરેન્દ્રસિંહ નાં સોગંધ જેવા માયા એ આપ્યા કે તરત જીતસિંહે તે રીંગ હાથમાં લઈ લીધી. અને એટલું બોલ્યા. આપ આ ખોટું કરી રહ્યા છો. હજુ વિચાર કરી જુઓ. થોડું ભૂલીને ફરી બંને એક થવાનો પ્રયાસ કરો.

માયા હવે એક ની બે થવાની ન હતી. કેમકે તેને આ સંબંધ કરતા તેની માન મર્યાદા મોટી લાગવા લાગી હતી. તે આ સંબંધ તોડવા માંગતી ન હતી પણ અત્યાર થી વિરેન્દ્રસિંહ આવું મારી આગળ વર્તન કરશે તો આગળ શું શું ન કરી શકે.!

જીતસિંહ તે રીંગ લઈને ત્યાંથી નીકળી ગયા.

માયા અને વિરેન્દ્રસિંહ નો સંબંધ કાયમ માટે તૂટી જશે કે ફરી જોડાશે. ? શું જીતસિંહ તે રીંગ કાવ્યા ને આપશે કે મોટાભાઈ ને તે જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..