Tha Kavya - 79 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૯

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૯

જીતસિંહે ઘણી વાર માયા ભાભી ના ફોનમાં ફોન કર્યો પણ માયા ફોન કટ કરી નાખતી હતી. આ જોઈને જીતસિંહ હવે વધુ વાર માયા ને ફોન કરવા ન માંગતા હતા ને હવે ગમે તે રીતે માયા ભાભી ને રૂબરૂ કેમ મળવું તે વિચારવા લાગ્યા.

અત્યાર સુધી કામ વગર જીતસિંહ માયા નાં ઘરે ક્યારેય ગયા ન હતા. એટલે કામ વગર કેમ ઘરે જવું એ જીતસિંહ વિચારવા લાગ્યા. માયા ભાભી ને મળવું ખૂબ જરૂરી હતું કેમકે ત્યાંથી બંને વચ્ચેના અણબનાવ ની ખબર પડે તેમ હતી. એટલે માયા ના ઘરે નહિ પણ બહાર જરૂર થી મળીશ જ. આ દ્રઢ નિશ્ચય થી જીતસિંહ બાઇક લઇને માયા ના ઘર પાસે પહોંચ્યા. અને ઘરની અંદર જવાને બદલે માયા નાં બહાર આવવાની રાહ જોવા લાગ્યા.

ઘણો સમય વીત્યા પછી માયા ઘરની બહાર કઈક લેવા માટે નીકળી. ઘરે થી નીકળેલી માયા બજાર તરફ ચાલવા લાગી. માયા ને સ્કુટી વગર ચાલતી જોઈને જીતસિંહ સમજી ગયા, માયા દૂર નહિ જવાની હોય એટલે તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યાં ઘરથી થોડે દૂર ગયા ત્યાં પાછળ થી જીતસિંહે સાદ કર્યો.
માયા ભાભી ઉભા રહો..!

અચાનક પાછળ થી જીતસિંહ નો અવાજ સાંભળી ને માયા ઊભી રહી ગઈ ને પાછળ નજર કરી તો જીતસિંહ હતા. જીતસિંહ જેવા નજીક આવ્યા ત્યાં માયા બોલી.
"કુંવર મને ભાભી કહીને બોલાવશો નહિ.!!"

જીતસિંહ દૂર ઊભા રહીને માયા ને કહ્યું. તમે કહેશો તે હું કરીશ. મારે બસ એ જાણવું છે કે તમારી અને મોટાભાઈ વચ્ચે એવું તો શું બન્યું કે તમે મોટાભાઈ થી અલગ થવાનો નિર્ણય બનાવી લીધો.!

માયા ને ખબર હતી કે જીતસિંહ નો સ્વભાવ જિદ્દી છે અને જે પણ કામ હાથમાં લે છે તે કામ પૂરું કરીને જ જંપે છે. એટલે જીતસિંહ ને બધી વાત કહેવી માયા ને યોગ્ય લાગી. આમ પણ કોની ભૂલ છે તે માયા બધાને ખબર પાડવા માંગતા હતા.

માયા એ ઈશારા થી જીતસિંહ ને પાછળ આવવા કહ્યું. માયા જે વસ્તુ લેવા બહાર નીકળી હતી તે વસ્તુ પછી લઈશ એવું વિચારી ને તે ઘર તરફ ચાલતી થઈ. બંને ઘર ની અંદર દાખલ થયા. આજે ઘરે કોઈ હતું નહિ. માયા નાં મમ્મી પપ્પા બહાર ગયા હતા એટલે માયા એકલી ઘરે હતી. જીતસિંહ નાં મહેલ જેવું મકાન તો હતું નહિ. બસ સામાન્ય મકાન હતું. માયા તેમના રૂમમાં જીતસિંહ ને લઈ ગયા. ત્યાં બેસાડીને તેમને પાણી આપ્યું ને પછી માયા એ પોતાની વાત શરૂ કરી.

ચાર દિવસ પહેલા મે વિરેન્દ્રસિંહ ને મારા ઘરે મળવા માટે બોલાવ્યા. તે દિવસે મમ્મી પપ્પા બહાર ગયા હતા. હું ઘરે આજ ની જેમ એકલી હતી. વિરેન્દ્રસિંહ જે સમય મે તેમને આપ્યો હતો તે સમયે મારા ઘરે આવી પહોંચ્યા હતાં. અમે બંનેએ બેસીને ચા પીધી અને વાતો એ વળગિયા. મીઠી વાતો કરતા કરતા અમે એકબીજાના ખોવાઈ ગયા. ત્યારે વાત માંથી એક વાત મારા મો માંથી નીકળી ગઈ. મે વિરેન્દ્રસિંહ ને મસ્તીમાં કહી દીધું. તમારો આ પહેલો પ્રેમ છે કે કોલેજ માં કોઈને પ્રેમ કર્યો હતો. આમ જોવા જઈએ તો સગાઈ પછી બંને કપલ વચ્ચે પ્રેમ થતો હોય છે.

વિરેન્દ્રસિંહ આમ તો ક્યારેય ખોટું બોલતા ન હતા. તે માયા સારી રીતે જાણી ગઈ હતી. માયા નો કોઈ ઈરાદો ન હતો બસ તે જાણવા માંગતી હતી કે વિરેન્દ્રસિંહ એ પહેલા પણ પ્રેમ કરી ચૂક્યા છે કે નહિ.

વિરેન્દ્રસિંહ સામે સવાલ કરવાના બદલે તે હસીને મને જવાબ આપી દિધો. કોલેજ સમય માં હું કોઈના પ્રેમના હતો નહિ પણ ઘણી છોકરીઓ મારી પર મરતી હતી અને તેમાંની એક છોકરી મારી ખૂબ નજીક આવી હતી.

થોડી જીજ્ઞાશા થી મને જાણવાની ઈચ્છા થઈ કે આગળ શું થયું પણ વિરેન્દ્રસિંહ વાત આગળ કહી નહિ અને મને મઝાક મજાકમાં પૂછી લીધું. કે તું પણ ક્યારેય પ્રેમમાં પડી છે કે નહિ..?

સવાલ મારા માટે ખૂબ ગંભીર હતો. આમ તો હું ઘણી વાર ખોટું બોલતી હતી. તે દિવસે પણ હું વિરેન્દ્રસિંહ આગળ સાચુ કહેવા માંગતી ન હતી પણ આવનારી લાઇફ માટે મે તેમના પર વિશ્વાસ મૂકીને મે સાચે સાચું કહ્યું.
કુંવર હું પણ કોલેજ માં એક છોકરાને પ્રેમ કરતી હતી.

મારા આ જવાબ થી વિરેન્દ્રસિંહ મારી પાસે બેઠા હતા તે દૂર જઈ બેસી ગયા.

માયા અને વિરેન્દ્રસિંહ ની મુલાકાતમાં આગળ શું થશે.? આ મુલાકાતમાં એવું તે શું થયું કે બંને અલગ થવાનું મન બનાવી લીધું હતું. જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...