Tha Kavya - 77 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૭

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૭

જીતસિંહ કાવ્યા ને ગેસ્ટ હાઉસમાં ઉતારી ને મહેલમાં આવ્યા. જીતસિંહ નાં ચહેરા પર ઉદાસી જોઈને ને મોટાભાઈ વિરેન્દ્રસિંહ બોલ્યા. કેમ ભાઈ ઉદાસ કેમ દેખાય છે. કઈ થયું તો નથી ને .!

ચહેરો થોડો હસતો કર્યો ને પછી જીતસિંહ બોલ્યા. ના મોટાભાઈ.. હું કાવ્યા સાથે શોપિંગ કરવા ગયો હતો. બહુ મઝા આવી શોપિંગ કરવાની પણ કાવ્યા ને અત્યારે હું ગેસ્ટ હાઉસમાં મૂકીને આવ્યો એટલે એકલું લાગવા લાગ્યું.

આતો પ્રેમ કહેવાય આટલું કહીને વિરેન્દ્રસિંહ હસી પડ્યા. વિરેન્દ્રસિંહ ને કોણ સમજાવે કે જીતસિંહ નો ઉદાસી ચહેરો કાવ્યા એ કરેલી માંગણી નો છે. જીતસિંહ રીંગ વિશે જરા પણ ભણક ન લાગે તેવું ઈચ્છતા હતા.

જીતસિંહ તેમના રૂમમાં જઈને વિચાર કરવા લાગ્યાં. માયા ભાભી પાસે થી રીંગ કેવી રીતે મેળવવી. જો તેમની પાસેથી માંગીશ તો તેને ખોટું લાગશે અને કદાચ તે મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને કહી દેશે તો ભાઈઓ વચ્ચે થોડો મતભેદ ઊભો થશે. બીજો વિચાર એ પણ આવ્યો કે માયા ભાભી ને બધી વાત કરી જોવ, કદાચ તે મારી વાત માની ને રીંગ આપી દે. પણ કોઈ ભલા પ્રેમ ની નિશાની કે સગાઈ ની રીંગ કેવી રીતે આપી શકે..! કાવ્યા ને તે રીંગ પ્રેમથી જોઈએ છે. આ પ્રેમથી રીંગ મેળવવાનો રસ્તો જીતસિંહ ને સૂઝતો ન હતો.

તે દિવસે જીતસિંહ વિચાર કરતા રહ્યા કે કાવ્યા ને પામવા માટે રીંગ તો મેળવવી જ પડશે. એક બાજુ પ્રેમ છે તો બીજી બાજુ સંબંધ છે. સાંજ પડતાં અચાનક માયા નો જીતસિંહ ઉપર ફોન આવ્યો. આમ તો માયા કામ સિવાય જીતસિંહ ફોન ક્યારેય કર્યો ન હતો. એટલે જીતસિંહ સમજી ગયા કે માયા ને મારુ કંઇક કામ હશે એટલે જ મને ફોન કર્યો.

જીતસિંહે ફોન રિસિવ કરતા માયા તરત બોલી. જીતસિંહ મારે તમારું ખાસ કામ છે. હું તમને કાલે મળવા માંગુ છું. મહેલમાં નહિ પણ બહાર. જીતસિંહ નાં કહી શક્યા નહિ અને કારણ પણ પૂછી શક્યા નહિ. માયા ભાભી ને હા કહીને ફોન મૂકી દીધો.

સવારે વિરેન્દ્રસિંહ ને કહ્યા વગર જીતસિંહ માયા ને મળવા નીકળી ગયા. આજે પહેલી વાર જીતસિંહ મોટાભાઈ ને કહ્યા વગર મળવા જતા હતા. એ વિચાર થી કે જો માયા ભાભી સામે હિંમત કરીને રીંગ ની માંગણી કરું ને તે પ્રેમ થી આપી દે અને આ વાત મોટાભાઈ વિરેન્દ્રસિંહ ની પાસે પહોંચે નહિ તો મારુ કામ બની જાય. આ વિચારથી જીતસિંહ માં થોડી તો હિંમત આવી.

માયા એ કહેલી જગ્યાએ જીતસિંહ પહોંચે છે. તે જગ્યાએ હજુ માયા ત્યાં આવી ન હતી એટલે જીતસિંહ ત્યાં બેસીને રાહ જોવા લાગ્યા. તે જગ્યા એક ગાર્ડન હતું અને સવારમાં આ ગાર્ડનમાં કોઈ ખાસ માણસો ની હાજરી હોતી ન હતી એટલે જીતસિંહ ત્યાં બેસી રહ્યા.

થોડી વારમાં માયા ત્યાં આવી પહોંચી અને જીતસિંહ ને હેલ્લો કહીને પાસે બેસી ગઈ. જીતસિંહે તરત કહ્યું.
માયાભાભી બોલો. આમ અચાનક મને અહી બોલાવવાનું કારણ.?

માયા જે વાત કરવા જઈ રહી હતી તે માયા માટે કહેવી મુશ્કેલ હતી, અસલમાં આ વાત માયા ને વિરેન્દ્રસિંહ ને કહેવાની હતી પણ એટલી હિંમત તેનામાં હતી નહિ અને આવી વાત તેમને કહેવી યોગ્ય પણ લાગતી ન હતી એટલે જીતસિંહ ને કહેવી યોગ્ય લાગી. તો પણ હિંમત કરી ને તેણે જીતસિંહ ને કહ્યું.

જીત.. હું રહી સામાન્ય પરિવાર ની દીકરી અને તમે રહ્યા રાજવી. ભલે હું વિરેન્દ્રસિંહ ની પ્રિય રહી પણ રાજવી કુળ ની યોગ્ય તો જ ગણાવ. આટલું કહી માયા ચૂપ રહી ગઈ.

જીતસિંહે ક્યારેય આવું વિચાર્યું પણ ન હતું કે માયા ભાભી આવી કોઈ વાત કરશે. તે એમ જ વિચારતા હતા કે મોટાભાઈ વિરેન્દ્રસિંહ અને તેમની વચ્ચે ની કોઈ વાત અથવા નાનું કોઈ કામ હશે. પણ માયા ભાભી પાસેથી આ વાત સાંભળી ને થોડીવાર તો જીતસિંહ સ્તબ્ધ થઈ ગયા. થોડી વાર કઈ બોલ્યા નહિ અને પછી કહ્યું.

ભાભી કેમ આવી વાત કરો છો. તમને કોઈએ કઈ કહ્યું. મોટાભાઈ વિરેન્દ્રસિંહ ની કોઈ ભૂલ થઈ ગઈ.? તો કેમ આવી વાત કરી.? માયુસ ચહેરે જીતસિંહ બોલ્યા.

મારું મન હવે આ સંબંધ બાંધવા તૈયાર નથી થઈ રહ્યું. આટલું કહી માયા નીચે માથું કરી ને જાણે અંદરથી રડી રહ્યા હોય તેવું જીતસિંહ ને લાગ્યું.

શું વીરેન્દ્રસિંહ સાથે નો સંબંધ માયા તોડી નાખશે. શું માયા ની વાત વિરેન્દ્રસિંહ સુધી જીતસિંહ પહોંચાડશે.? તે જોઈશું આગળના ભાગમાં.

ક્રમશ..