Tha Kavya - 74 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૪

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૪

જીતસિંહ પોતાના મનની દરેક વાત મોટા ભાઈ વિરેન્દ્રસિંહ ને કરતા. પણ આ પ્રેમની વાત હતી એટલે મોટાભાઈ ને કહેવી જીતસિંહ ને સરમચંકોસ અનુભવી રહ્યા હતા. પણ મોટાભાઈ વિરેન્દ્રસિંહ પાસે બેસીને પૂછી રહ્યા છે એટલે જીતસિંહ ને તેનો જવાબ આપવો જ રહ્યો.

કાવ્યા ને આજે હું ફરવા લઈ ગયો હતો. તે ઘણી ખુશ હતી. આ ખુશી નું કારણ મારા પ્રત્યે પ્રેમ હતો પણ હું ત્યારે તે ખુશી નું કારણ જાણી શક્યો ન હતો. પણ જયારે અમે બંને ગાર્ડનમાં બેઠા હતા અને આજુબાજુ શહેરના લોકો અમને નિહાળી રહ્યા હતા ત્યારે કાવ્યાએ એક ગુલાબ આપીને મને પ્રેમનો પ્રતાવ મૂક્યો. મારી ખુશી નો કોઈ પાર રહ્યો ન હતો ત્યારે મે મારા હાથની એક રીંગ તેને પહેરાવી અને તેના પ્રેમ નો સ્વીકાર કર્યો. ચહેરા પર ખુશી વ્યક્ત કરતા કરતા જીતસિંહ આખી ઘટના મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને કહી.

જીતસિંહ ની યોગ્ય પસંદ અને તેમને સુંદર છોકરી મળી એ વાત થી વિરેન્દ્રસિંહ પણ ખુશ થઈ ગયા. ખંભા પર હાથ મૂકીને વિરેન્દ્રસિંહે કહ્યું. જીતસિહ ખુશ રહો અને મોજ કરો.

કાવ્યા એ વિચારમાં હતી કે જીતસિંહ સાથે સાચો પ્રેમ ક્યારે થઈ ગયો તે પણ તેને કેમ ખ્યાલ રહ્યો નહિ. અસલમાં તે રીંગ મેળવવા માટે જીતસિંહ સાથે પ્રેમ કરવા માગતી હતી. જે થયું તે સારું થયું એમ માનીને કાવ્યા અંદરથી ખુશ રહેવા લાગી હતી. હવે રીંગ કેમ મેળવવી તે વિચારમાં પડી ગઈ. પહેલા વિચાર આવ્યો કે જીતસિંહ મને જે રીંગ પહેરાવી છે તે તેમને પાછી આપીને કહું કે મારે તો માયા નાં હાથમાં રિગ છે તે જોઈએ છે. પણ પછી ખ્યાલ આવ્યો કે આવી રીતે જીતસિંહ પાસે માયા પાસે જે રીંગ છે તે માંગીશ તો પ્રેમનું અપમાન થશે અને જીતસિંહ ને ખોટું પણ લાગી શકે છે. રીંગ કેમ મેળવવી તે કાવ્યા માટે ચિંતા નો વિષય બની ગયો હતો.

બીજે દિવસે જીતસિંહ કાવ્યા પાસે આવે છે. જીતસિંહ આજે કાવ્યા ને શોપિંગ કરવા લઈ જવા માંગતા હતા. કેમ કે અત્યાર સુધી તો કાવ્યા ને ફક્ત શહેર જ બતાવ્યું હતું. તેને કઈ પણ આપ્યું નથી કે નથી શોપિંગ કરાવી. આમ પણ જીતસિંહ જાણતા હતા કે છોકરીઓ ની પહેલી પસંદ શોપિંગ હોય છે. એટલે કાવ્યા ને શોપિંગ કરાવી તેને ખુશ કરવા માગતા હતા.

કાવ્યા ને કહ્યું. "કાવ્યા જલ્દી તૈયાર થઈ જા આપણે શોપિંગ કરવા જવું છે."

શોપિંગ નાં શબ્દો કાને પડતા કાવ્યા જીતસિંહ પાસે આવી ને બોલી. બસ બે મિનિટ કુંવર, હું હમણાં જ તૈયાર થઈ ને આવી.
કાવ્યા રૂમમાં તૈયાર થવા ગઈ ને જીતસિંહ કાવ્યા ની રાહ માં ત્યાં બેસીને પેપર વાચવા લાગ્યા.

કાવ્યા ને ઘણા સમય પછી શોપિંગ કરવાનો મોકો આવ્યો હતો. જ્યારે તે કોલેજ કરી રહી હતી તે સમયે તેના મમ્મી સાથે શોપિંગ કરવા જતી હતી. ત્યારે તેની પસંદ ની શોપિંગ તે કરી શકતી ન હતી. હમેશા મમ્મી કહેતી તે વસ્તુ લેવી પડતી હતી. પણ આજે તેને એવું લાગી રહ્યું હતું કે તે તેની પસંદગી ની શોપિંગ થશે એટલે તેના ચહેરા પર ખુશી છવાઈ હતી અને હું શું શું ખરીદિશ તે વિચાર કરતી કરતી કાવ્યા તૈયાર થઈ રહી હતી. આ બાજુ જીતસિંહ પેપર વાંચી રહ્યા હતા ત્યાં તેમની નજર ટેબલ પર પડેલી છડી પર પડી. કાવ્યા ભૂલ માં તે છડી ત્યાં મૂકી દીધી હતી. જે તેને ખ્યાલ પણ રહ્યો ન હતો. પહેલી વાર જીતસિંહએ આવી સ્ટાર વાળી ચમકતી છડી જોઈ હતી.

કાવ્યા તૈયાર થઈને બહાર આવી એટલે કાવ્યા ને આટલી સુંદર જોઈને તે ભૂલી ગયા કે મારે પેલી છડી વિશે કાવ્યા ને પૂછવું છે. જીતસિંહ ને તલ્લીન જોઈને કાવ્યા તેમની પાસે આવી ને હાથ પકડી ને કહ્યું.
ચાલો કુંવર આપણે શોપિંગ કરવા જઈએ.
આમ મને ટગર ટગર જોયા કરશો તો શોપિંગ કરવા જવાનું મોડું થાશે. અને સાંભળો હું ક્યાંય નથી જવાની અહી જ છું. જીતસિંહ નાં કાનમાં હળવેથી કહ્યું.

કાવ્યાનાં મીઠા શબ્દો કાને પડતા જીતસિંહ હોશમાં આવ્યા ને કાવ્યા નો હાથ પકડી ને તેમના રૂમમાંથી બહાર નીકળ્યા અને કાર માં બેસીને શોપિંગ કરવા નીકળી ગયા. રસ્તામાં જીતસિંહ ને પેલી છડી યાદ આવી ગઈ જે છડી વિશે કાવ્યા ને પૂછવાનું હતું.

શું જીતસિંહ તે છડી વિશે કાવ્યા ને પૂછશે.? શું કાવ્યા જીતસિંહ ને યોગ્ય જવાબ આપશે તે જોઈશું આગળ નાં ભાગમાં..

ક્રમશ...