Tha Kavya - 71 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૧

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૭૧

કાવ્યાએ વિરેન્દ્રસિંહ પાસે રીંગ ની માંગણી કરી એટલે તરત વિરેન્દ્રસિંહે કાવ્યા સામે સવાલ કર્યો.
કંઈ રીંગ ની વાત કરે છે કાવ્યા.? હાથ બતાવતા વિરેન્દ્રસિંહ કહે છે જો મારી એક પણ આંગળીમાં રીંગ નથી પણ સોનાની વિટીઓ જરૂરથી છે. અજાણતા બનીને કાવ્યાને કહ્યું.

વિરેન્દ્રસિંહના આ જવાબથી કાવ્યા સમજી ગઈ કે તે હીરા જડિત જે રીંગ માયાને પહેરાવી છે તે રીંગ નું કઈક તો રાજ હશે નહિ તો વિરેન્દ્રસિંહ આટલું ખોટું ન બોલે.

કાવ્યા હવે વિરેન્દ્રસિંહ સામે પ્રશ્ન કરવા સજાગ થઈ ગઈ. તે આજે એ હેતુથી વિરેન્દ્રસિંહ પાસે આવી હતી કે હું રીંગ માંગીશ એટલે વિરેન્દ્રસિંહ પ્રેમથી આપી દેશે પણ અહી તો ઊલટું થયું. હવે કાવ્યા વિચારીને સવાલ કરવા માંગતી હતી.

ચાલતા ચાલતા કાવ્યા બોલી.
કુંવર સાહેબ એક વાત કહ્યું. જીતસિંહનો સ્વભાવ અને તેમની સાથે વાતો કરવાની ખુબ મઝા આવી તે સાવ સાદા અને સરળ છે.?

કાવ્યાનો સવાલ મનમાંથી નીકળી ગયો હોય અને નાના ભાઈ જીતસિંહના વખાણ કાવ્યાના મોઢેથી સાંભળીને વિરેન્દ્રસિંહના ચહેરા પર ખુશી આવી ગઈ.

વિરેન્દ્રસિંહના ચહેરા પર ખુશી અને પેલી વાત ભૂલી ગયા છે એમ સમજી ને કાવ્યાએ વિરેન્દ્રસિંહને પૂછી લીધું.

આપ તો કૃષ્ણ કનૈયા જેવા છો. કોઈ રાધા છે કે રુકમણીની રાહ જોઈને બેઠા છે.?

કાવ્યાનો આ સવાલ ઘણું રાજ ખોલવાનો હતો. જો વિરેન્દ્રસિંહ સાચું કહે તો, પણ વિરેન્દ્રસિંહે ટૂંકમાં જવાબ આપી દીધો. જે રાધા દિલમાં છે તે થોડા દિવસોમાં રુકમણી બની જવાની છે.

કાવ્યા આ જવાબથી સમજી ગઈ કે વિરેન્દ્રસિંહ માયા ને પ્રેમ કરે છે અને માયા સાથે જ લગ્ન કરવા માંગે છે. હવે રીંગ મેળવવાનો કાવ્યા પાસે કોઈ રસ્તો હતો નહિ. હવે શું કરવું તે વિચારમાં કાવ્યા ખોવાઈ રહી. કાવ્યા ને આમ વિચારતી જોઈને વિરેન્દ્રસિંહ બોલ્યા.
ક્યાં ખોવાઈ ગઈ કાવ્યા...?

ક્યાંય નહિ કુંવર.. બસ જીતસિંહ સાથેની મીઠી પળો યાદ આવી ગઈ. તેઓએ કાલે મને તેમની પ્રિય જગ્યા પર લઈ ગયા હતા. વિચારું છું ફરી તે જગ્યાએ જીતસિંહ સાથે જાવ. જો તમારી ઈચ્છા હોય તો .

વિરેન્દ્રસિંહ ની ઈચ્છા તો હતી કે આટલું પરી જેવી સુંદર જીતસિંહની પત્ની બને. તેમણે તરત કહ્યું. કાવ્યા હું જીતસિંહને કહીશ ફરી તને તે જગ્યાએ લઈ જાય.

કાવ્યા ગેસ્ટ હાઉસમાં પહોંચી ને ફરી વિચારવા લાગી. આખરે હું વિરેન્દ્રસિંહ પાસેથી રીંગ કેવી રીતે મેળવી શકીશ. ઘણા વિચારો કર્યા પણ કોઈ રસ્તો સૂઝતો ન હતો. કાવ્યા તે રીંગ માયા પાસેથી છીનવીને લઈ શકે તેમ હતી નહિ જો વિરેન્દ્રસિંહ પ્રેમથી રીંગ હાથમાં આપે તો જ તે રીંગ નું મહત્વ જળવાઈ રહે તેમ હતું નહિ.

સવાર પડતાં કાવ્યા મહેલમાં જઈને જીતસિંહ ને મળે છે તે સમયે જીતસિંહ તેના રૂમમાં બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હતા. કાવ્યાને કોઈને જીતસિંહ ઉભા થઇ ગયા ને કાવ્યાને આવકારતા તેને બેસવાનું કહ્યું.

ચા કે કાફી લઈશ...? કાવ્યા.
ના, હું નાસ્તો કરીને આવી છું. સહજ રીતે કાવ્યા એ જવાબ આપ્યો.
જીત સિહે દોરબેલ બગડી ને નોકર ને બોલાવ્યો ને કહ્યું. એક કોલ્ફ કોફી મહેમાન માટે અને મારા માટે ચા લઈ આવો.

નોકર ના ગયા પછી કાવ્યા બોલી.
કુંવર હું હવે તમારી મહેમાન નથી હો... દોસ્ત છું.. કાવ્યા થોડું હસી.

સારું.. કાવ્યા તું દોસ્ત બસ..
તારું સવારમાં અહી આવવાનું કારણ હું જાણી શકું.? જીતસિંહે કાવ્યા ને પૂછ્યું.

હજુ શહેર જોવાનું બાકી છે હો... તમે તો એક ગાર્ડન અને એક સરોવર જ બતાવ્યું છે. હજુ તો ઘણું છે આ શહેરમાં જોવા લાયક. જીતસિંહ સામે સ્માઈલ આપતી કાવ્યા બોલી.

હા.. હા.. જરૂર થી બતાવીશ.
બોલો આજે ક્યાં લઇ જાવ તમને.?

જયાં તમે કહો તે જગ્યાએ. મે તો જોયું નથી ને. કાવ્યાએ હસીને કહ્યું.

તો આજે મારી પસંદગીની જગ્યાએ નહિ અમુક ખાસ લોકોનું પસંદગીનું સ્થળ બતાવીશ.

ખાસ લોકો એટલે.. તમારાથી પણ કોઈ ખાસ લોકો આ શહેરમાં રહે છે. સવાલ કરતા કાવ્યા બોલી.

ખાસ એટલે પ્રેમીઓ નું પસંદગીનું સ્થળ. જયાં કપલ સિવાય કોઈ નહિ હોય. જીતસિંહે કાવ્યા સામે જોઈને કહ્યું

જીતસિંહના જવાબથી કાવ્યાએ મીઠી સ્માઈલ આપી અને બોલી. તો તો મઝા પડી જશે. જોઈએ પ્રેમીઓ ત્યાં શું શું કરે છે ને તમે પણ શું કરશો..!

પ્રેમીઓ નું ગાર્ડનમાં લઈ જઈને જીતસિંહ શું કરશે.? ત્યાં જઈને શું બધા કપલ આ બંનેને જોઈને ભાગી જશે ? જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..