કાવ્ય 01
શું માંગુ તારી આગળ???
હે પ્રભુ, તે આપ્યું છે ઘણું માંગ્યા વગર
તમારી પાસે શું માંગુ કારણ વગર ?? ..
હે પ્રભુ, ..છતાં રોકી નથી શકતો ખુદ ને
સ્વીકારજો અરજ મારી નાની ...
હે પ્રભુ, મારા દરેક સ્નેહીજનો ને રાખજો ખુશ
પડવા ના દેશો દુખ નો ઓછાયો તેમના ઉપર ..
હે પ્રભુ, મારા દરેક મિત્રો ને રાખજો તંદુરસ્ત
હસતા ને હસાવતા રહે જિંગદીભર....
હે પ્રભુ, મારા દેશ ને બનાવજો સુખી સમૃદ્ધ
વિશ્વ માટે બને શાંતિદૂત......
હે પ્રભુ, વિશ્વ મા રહે શાંતિ ને ભાઈચારો
જીવે સૌ જીવો સ્વતંત્ર નિર્ભય બની
હે પ્રભુ, સૌ કોઈ ચાલે તમારા ચિંધ્યા માર્ગે
એટલી અમસ્તી નાની માંગણી છે આજે મારી ..
હે પ્રભુ, તે આપ્યું છે ઘણું માંગ્યા વગર
તારી પાસે શું માંગુ કારણ વગર ?? ..
કાવ્ય 02
કેવો જમાનો આવ્યો છે ??
આવ્યો છે કેવો ઉલટો જમાનો
પુરવ ને પચ્છિમ નો ભેદ ક્યાં કોઈ જાણે છે??
છતાં આંધળું અનુકરણ પશ્ચિમ નું કૅમ થાય છે??
ગુલાબ બગીચા મા શોભે..
પ્રભુ ને એની સુગંધ ની ક્યાં જરૂર છે
છતાં ગુલાબ બગીચા માંથી કૅમ તોડાઈ છે???
ખુલ્લી આંખે જોઈ નથી શકતો
એ માણસ ભગવાન ની પ્રાર્થના બંધ આંખે કરે છે
ભગવાન બંધ આંખે કયાંથી દેખાવા ના છે???
કૅમ કરી ને તૂટ્યો તારો...
તારા ના ખરવા નું દુખ જાણ્યા વગર
ખરતા તારા આગળ લોકો દુઆ કૅમ માંગે છે??
ઉગતા સુરજ ને પૂજે છે લોકો
સુરજ ને આથમવા નું દુખ ક્યાં કોઈ જાણે છે .??
ડગ મગતા પગ, ખરબચડી ચામડી,
ઊંડી તેજ વાળી આંખો અનુભવ નો ખજાનો ..
છતાં વૃદધો ને ક્યાં અહીં કોઈ ક્ષિતિજે પૂછે છે??
અફસોસ આજનો આ માણસ
આપણા જુના સંસ્કારો નો વારસો ભૂલીને
પશ્ચિમ નું આંધળું અનુકરણ શું કામ કરે છે??
કાવ્ય 03
આ તો એક એક વાત છે ....
દરેક પળ માં પ્રેમ છે, દરેક ક્ષણમાં ખુશી છે
જીવી લો તો જિંદગી છે ખોઈ બેસો તો યાદ છે,
રેત સમી યાદો હળવે થી સરકે છે,
ખંખેરો રેત છતાં રજ બની રહી જાય છે..!
નદી મલે દરિયા ને એ તો આમ વાત છે,
આકાશ મલે ધરતી ને કંઈક અલગ વાત છે..!
તોફાન આવતા દરિયા કિનારે લખેલા નામ
મોજા આવતા અહીં રેત મા ખોવાઈ જાય છે
માત્ર ને માત્ર પામવું એવુ નથી
સમર્પણ ને ત્યાગ પણ જિંદગી છે
જિંદગી એ થોડો વ્યસ્ત બનાવી દીધો છે
બાકી હું પણ એક મસ્ત મજા નો માણસ છું
મારા શબ્દો ની સાથે ઓરમાયુ વર્તન થાય છે,
ઊંડાણથી લખુ છું ને ઉપર થી ને વંચાય છે,
વાહ વાહ કરી ખોટી તારીફો અહીં થાય છે....
કાવ્ય 04
લાગણી...
કહેવું હોય ઘણુ અને શબ્દો ખૂટી પડે
મૌનથી સમજાય જાય એ લાગણી
બાળક ની બે મૌન આંખો મા પ્રેમ દેખાય ને
માં ના હ્રુદયમાં પ્રેમનો નો ધોધ છૂટે એ લાગણી
લાગણી ને ક્યા પાંખો હોય છે
પ્રેમનો ઢાળ દેખાય ને લાગણી ઢળી પડે
લાગણી ભીંજવી જાય પથ્થરદિલ ને પણ
લાગણી વગર નો મનુષ્ય પથ્થરદિલ માં ખપે
નાની મીઠા પાણી ની વીરડી આગળ
સમુંદર પણ તુચ્છ ને ખારો લાગે
પ્રેમ, આદર અને સન્માન લાગણી હોય ત્યાં મળે
લાગણી તો સુખ ના ખજાના ની ચાવી છે
લાગણીઓ વહેંચીએ ખોબે ખોબે
તો લાગણીનો અગાધ સાગર પામીએ
દુનિયામાં રૂપિયા ખર્ચતા બધુ મળે
પણ લાગણી વેચાતી ક્યાંય ના મળે...
કાવ્ય 05
પ્રેમોત્સવ.... Happy Valentine Day
જેમ જીવન માટે પ્રાણ વાયુ છે જરૂરી
તેમ જીવન જીવવા માટે પ્રેમ છે જરૂરી
આવો ઉજવીએ પ્રેમોત્સવ અનોખા અંદાઝ મા
રિસાયેલાં આપ્તજન ને ગુલાબ આપી
મનાવી બનાવીએ જીવન મા ખાસ
ચોકોલેટ થી કરાવી દરેક ના મોં મીઠાં
કડવાશ રાખીએ નહિ કોઈ માટે મનમાં
રમકડાં ને ટેડી આપી ગરીબ ભૂલકાને
લાવીએ મુશ્કાન એમના માસુમ ચહેરા મા
ઉદાસ વ્યક્તિ ને આપી હુંફાળી લાગણી
કરીએ સંચાર ઉમંગ ઉત્સાહ નો જીવન મા
મા બાપ છે ભગવાન નો અવતાર સમય આપી
ગળે લગાવી પગે લાગી લઈએ આશીર્વાદ એમના
વચન આપીએ જીવન સાથી ને કે
નહિ તોડું ક્યારેય તારો વિશ્વાશ
નહિ છોડું તારો સાથ ક્યારેય
હિરેન કહે પ્રેમ ને નથી કોઈ ઉમર નો બાધ
નિભાવજો બોલેલા વચન જ્યાં સુધી છે પ્રાણ
હિરેન વોરા