રાતનાં લગભગ બાર વાગવા આવ્યા ટકટક..ટકટક...દરવાજો ખખડવાનો અવાજ સંભળાય છે. અંદર સુતેલા આકાશ, સમીર અને અક્ષય જાગી જાય છે.આકાશ અને સમીર હોલમાં આવે છે. ત્યાં બાજુનાં રૂમમાંથી આકાશની મમ્મી અને સુધા બહાર આવે છે. સાથે ચાંદની અને દિવ્યા પણ અવાજ સંભળીને ઉઠી જાય છે. ફરી દરવાજા પર બેલ વાગે છે. આકાશ દરવાજો ખોલવા આગળ વધે છે.
ત્યાં આકાશની મમ્મી એને દરવાજો ખોલવા જતાં અટકાવે છે. આકાશની મમ્મી મંદિરમાં દિવો પ્રગટાવીને પ્રાથના કરે છે. ત્યાર પછી આકાશ દરવાજા નજીક જઈને દરવાજો ખોલવા ઉપર રહેલી કળી તરફ હાથ લંબાવે છે. ત્યાં હ્દયના ધબકારા વધવા લાગે છે. પાછળ ફરીને જોયું તો ઉભેલાં ઘરનાં બધાં સભ્યના ચહેરા પર ભય જોવા મળે છે.
આકાશ દરવાજો ખોલ્યો અને એની આંખો ફાટી જાય છે. હદયના ધબકારા જાણે એક સેકન્ડ થંભી ગયા હોય એવું લાગ્યું. બ્લેક રંગનું સલવાર સુટ અને પીળ રંગનો દુપટ્ટો અને કાનમાં પહેરેલાં નાનાં સોનાનાં ઝુમખા હાથમાં એજ જુની ચામડાના પટ્ટાવાળી ઘડિયાળ અને ચહેરા પર છલકતું એનું સાદગીભર્યું સ્મિત જોઈને કોઈપણ એની સાદગીનું દિવાનુ બની જાય. હસમુખ અને ચંચળ સ્વભાવની અવની.
અવનીને જોતાં આકાશને કોલેજનો પ્રથમ દિવસ યાદ આવે છે. જ્યારે અવનીને પહેલી વખત કોલેજમાં દાખલ થાય ત્યારે આકાશનાં આખુ ફ્રેન્ડ સર્કલ એનું દિવાનુ બની જાય છે. જ્યારે પ્રથમ દિવસે કોલેજમા અંદર આવતાં અવનીનો લહેરાતો દુપટ્ટો ગુલાબનાં છોડમાં અટવાઇને ફસાઇ જાય છે.
ત્યાં ઉભેલો આકાશ અવનીની મદદ કરે છે. અવની થેંક્યું કહીને ત્યાંથી ચાલી જાય છે. પ્રેમમાં પડવા માણસને એક સેકન્ડ જોઈએ બસ અવનીને જોતાં આ એક સેકન્ડ આકાશને કાફી હતી. આકાશની મમ્મી અને બીજાં બધાં ઘરનાં સભ્યો પુછવા લાગે છે.આકાશ દરવાજે કોણ આવ્યું છે ? ત્યારે આકાશ કોલેજની યાદોમાંથી બહાર આવે છે. આમ દરવાજે ઉભેલી અવનીને જોતાં બધાં વિચારવા લાગ્યાં.
અવની : " આકાશ ક્યારની હું અહીં બહાર ઉભી છું. તને તારો આ પાલતું કુતરો ક્યારનો મારા પગની આજુબાજુમા ઘુમ્યા કરે છે. તને ખબર છે મને બાળપણથી જ કુતરાઓથી બહું ડર લાગે છે.તારી ધરે મહેમાનોનુ સ્વાગત રાત્રે અંધારામાં ઘરની બહાર ઉભાં રાખીને કરવામાં આવે છે"?
આકાશ : અચકાતાં અવાજથી " અરે નહિં... નહીં...અંદર આવ ".
ચાંદની, દિવ્યા, સમીર બધાં એકબીજાના ચહેરા તરફ જોવા લાગે છે. દિવ્યા ધીમેથી સમીરને કહે છે. " આ બન્નેનો બ્રેકઅપ થયા પછી પણ અવની આકાશના લગ્નમાં આવી ગજબ કહેવાય અવનીની હિમ્મતને ".
બહાર દરવાજે ઉભેલી અવનીને જોતાં બધાં વિચારમાં પડી જાય છે. દિવ્યા અને ચાંદની અવનીને ભેટી પડે છે. સમીર, પિયુષ અને અક્ષય પણ વાતો કરે છે. દરવાજો બંધ કરતાં પહેલાં અવનીની પાછળ ઉભેલો" રોકી " ઉભો હતો.
રોકીને જોતાં આકાશને પરસેવો વળવા લાગે છે. રાત્રે ઝાડ પર મરેલી હાલતમાં રોકીની ગરદન પરથી વહેતું લોહી આકાશને યાદ આવે છે. અત્યારે પોતાની નજર સામે રોકી ઉભો હતો.
આકાશ: " કાકી આજે આખો દિવસ રોકી ક્યાં હતો "?
સુધા : " બેટા હું આજે આખો દિવસ લગ્નનાં કામમાં અને તારા કાકાની તબિયત પાછળના કામની દોડધામમાં હતી પણ સવારનો મને પણ દેખાણો નથી. કદાચ ગામમાં નીકળી ગયો હસે અત્યારે આખું ગામ રખડીને આવી ગયો લાગે ".
આકાશની મમ્મી અવનીને ત્યાં સોફાની બહાર બાજુમાં રોકી રાખે છે. અવનીની પહેલાં નજર ઉતારવામાં આવે છે. બે લીંબુ અવનીના માથા પરથી સાત વખત ફેરવીને બહાર આંગણામાં ફેંકી દેવામાં આવે છે.
અવની : " આન્ટી હું આ બધી વસ્તુમા વિશ્વાસ નથી કરતી ".
સુધા : " બેટા રાત્રે બાર વાગ્યે કોઈ ધરે આવે તો એનાં હારે બહારની નકારાત્મક ઉર્જા પણ સાથે આવે છે. અને આ રહ્યું લગ્નવાળુ ઘર પહેલાંથી ધણાં વિઘ્નો આવ્યાં છે.એટલે આ બઘું કરવું પડે છે. એમાં પણ તું આવા કાળા રંગના કપડાં પહેરીને આવી છે ".
સવિતાબેન : "બેટા તારે આવવાનું હતું તો કોઈને ફોન કર્યો હોત તો અહીંથી સ્ટેશન પર કોઈને તેડવા મોકલી આપેત ".
અવની : " અરે આન્ટી એમાં એવું થયું કે મારા ફોનની બેટરી પુરી થય ગય હતી. અહિયાં કોઈ જાણીતું નહોતું અને ટ્રેન મોડી હતી તેથી મારે આવવાનુ મોડું થઈ ગયું".
આકાશ : " પણ તું અહિયાં કેમ પહોંચી" ?
અવની : " હું પહેલાં દેવલપુર સ્ટેશન પર ઉતરી ત્યાંથી અહિયાં તેજપુર આવવા કોઈ વાહન મળ્યું નહીં. મેં સ્ટેશન પર ઘણીવાર ઉભીને રાહ જોઈ. છેવટે એક ભાઈ મને જીપ સાથે રસ્તામાં મળ્યાં એને કહ્યું હું તમારી કોઈ મદદ કરી શકું ?મેં કહ્યું મારે હવેલી પહોંચવાનું છે.તેમણે કીધું તે એ તરફ જઈ રહ્યા છે હું તમને પહોંચાડી આપીશ પાછળ બેસી જાવ. આથી એમની સાથે હું અહિયાં પહોંચી આવી ".
આકાશ : "અવની એ વ્યક્તિ કોણ હતું ? તને એનું નામ યાદ છે " ?
અવની : " એ ભાઈ કશું બોલ્યાં નહીં અને મેં વધારે પુછપરછ કરી નહીં. પરંતુ હા મને એક વસ્તુ યાદ આવી, તેની જીપમાં આગળ મોટાં અક્ષરથી સાધુ લખેલું હતું. તેથી મને લાગ્યું ગામનાં કોઈ સારા ઘરનાં ભક્તિવાન વ્યક્તિ હશે ".
સાધુ શબ્દ સાંભળતા આકાશના પગ નીચેથી જમીન સરકી જાય છે.
ક્રમશ...