LEO SHORT STORIES - 2 in Gujarati Short Stories by Tanu Kadri books and stories PDF | લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 2 - ત્રણ સંતો

Featured Books
Categories
Share

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 2 - ત્રણ સંતો

આ લીઓની ખુબ જ પ્રસીદ્દ્દ વાર્તા છે. રૂસ નાં આર્થડોક્સ ચર્ચનાં આચાર્યને ખબર પડે છે કે એમના પ્રવચનમાં ભાગ લેવા આવતા મોટા ભાગના લોકો એક નહેર ની પાસે જવા લાગ્યા.આ નહેરની પાસે એક નાનું ટાપુ હતું. લોકોનું કહેવું હતું કે એ ત્રણેય વૃદ્ધ સંતો છે. આચાર્યને આ વાત સહન ન થઇ, કેમકે ઈસાઈ ધર્મનાં સંત માત્ર એમનેજ માનવામાં આવાતા હતા જેમને વેટિકન અનુસાર વિદ્ધિ કરી સંત ધોષિત કરવમાં આવ્યા હોય. આચાર્ય ક્રોધિત થઇ ગયા. એ ત્રણેય સંતો કેવી રીતે હોઈ શકે. મેં વર્ષોથી કોઇપણ વ્યક્તિને સંતની પદવી માટે વર્ષોથી ધોષિત કરવામાં આવેલ નથી. એ લોકો કોણ છે. અને ક્યાંથી આવ્યા છે. પણ સામાન્ય લોકો પેલા ત્રણેય સંતોનાં દર્શન માટે જતા અને એના કારણે ચર્ચમાં આવનાર લોકોની સંખ્યા ઓછી થઇ ગઈ. એટલે છેલ્લે આચાર્યએ એ ત્રણેય સંતોને મળવાનું નક્કી કર્યું. તેઓ નાવમાં બેઠાં અને ટાપુ તરફ ગયા. તે ત્રણેય સંતો એમને ત્યાં તે જ જગ્યાએ મળ્યા.

તે ત્રણેય અશિક્ષિત અને જંગલી જેવા લાગતા હતા. બીજી તરફ આચાર્ય ખુબ જ શિક્ષિત તેમજ શક્તિશાળી લાગતા હતા. રૂસનાં રાજા પછી તેમનો જ હોદ્દો ઉંચો હતો. આ ત્રણેયને જોઈને આચાર્ય ગુસ્સામાં ટમટમી ગયા અને ગુસ્સામાં જ તે લોકોને પૂછ્યું તમને લોકોને સંત કોને બનાવ્યા. ? પેલા ત્રણેય એકબીજાનાં મોઢા જોવા લાગ્યા. કોઈએ કઈ કહ્યું નહિ. થોડીવાર પછી તેમાંની એક વ્યક્તિએ કહ્યું અમે લોકો ખુદને સંત માનતાજ નથી. અમેતો સાદાર્ણ વ્યક્તિઓ છીએ. તો પછી તમને જોવા આટલા બધા લોકો કેમ અહિયાં આવે છે.. આચાર્યએ પૂછ્યું. તેમાંથી એકે કહ્યું આ તો તમે એ લોકોને જ પૂછો કે એ લોકો અહિયાં કેમ આવે છે.

આચાર્યએ પૂછ્યું શું તમને લોકોને ચર્ચમાં વાંચવામાં આવતી પ્રાથના આવડે છે. ? .. નાં અમે લોકોતો અભણ છીએ એ પ્રાથના તો ક્યાંથી આવડતી હોય. અમે યાદ ન કરી શકીએ. .. તો પછી તમે કઈ પ્રાથના વાંચો છો? આચાર્યએ પૂછ્યું. પેલા ત્રણેય લોકો એક બીજા સામે જોવા લાગ્યા અને એમાંથી એકે કહ્યું કે અમને ખબર નથી તમેજ અમને શીખવાડી દો.. ત્રણેય એકબીજા સામે જોઈ વાતો કરવા લાગ્યા. આ જોઈ આચાર્યને ખુબ જ ગુસ્સો આવ્યો. તેઓએ વિચાર્યું કે આ લોકો કેવી રીતે સંત થયા. તમારા માંથી કોઇપણ વ્યક્તિને પ્રાથના આવડતી નથી. તમારા માંથી કોઇપણ બતાવી દો. પેલા ત્રણેય માંથી એકે કહ્યું કે અમે સાધારણ વ્યક્તિઓ છીએ . અમે અમારી એક પ્રાથના બનાવી છે. એ પ્રાથ્નાને મંજુરી મળશે કે કેમ એ પણ અમને ખબર નથી. અમારી પ્રાથના ખુબ જ સાદી છે. અમને ક્ષમા કરો કે અમે અમારી પ્રાથના માટે તમારી મંજુરી લીધી નથી.

અમારી પ્રાથના છે “ ઈશ્વર ત્રણ છે અને અમે પણ ત્રણ છીએ એટલે અમે પ્રાથના કરીએ છીએ કે તમે ત્રણ છો અને અમે પણ ત્રણ છીએ અમારી ઉપર દયા કરો. .... આચાર્ય ખુબ જ ગુસ્સે થયા અને ક્રોધમાં કહ્યું કે આ પ્રાથના નથી. મેં આવી પ્રાથના ક્યારેય સાંભળી નથી. તે જોર જોર થી હસવા લાગ્યા.

પેલા ત્રણે કહ્યું કે તમે અમને સાચી પ્રાથના સીખાવાડી દો. અમે તો અત્યાર સુધી આને જ સાચી પ્રાથના સમજતા હતા અને અમને અમારી પ્રાથનામાં કોઈ ખામી દેખાઈ નથી. ઈશ્વર ત્રણ છે અને અમે પણ ત્રણ છીએ બીજું શું જોઈએ ? બસ ઈશ્વરની કૃપા હોવી જોઈએ. પછી પેલા ત્રણનાં કહેવાથી આચાર્યએ ચર્ચામાં વંચાવામાં આવતી પ્રાથના વાંચી સંભળાવી. અને સાથે સાથે એ વાંચવાની પ્રધ્ધ્તી પણ બતાવી. એ પ્રાથના ખુબ જ લાંબી ચાલી અને પૂરી થતા થતા એ ત્રણે માંથી એકે કહ્યું કે આનો આગળ નો ભાગ ફરીથી વાંચો અમે એ ભૂલી ગયા છીએ. આચાર્યે એમને ફરી પ્રાથના વાંચીને સાંભળવી દીધી. પચે બીજા એકે કહ્યું કે એ પાછળનો ભાગ ભૂલી ગયેલ છે.

હવે આચાર્યને ગુસ્સો આવ્યો. તેને કહ્યું તમે કેવાપ્રકારનાં લોકો છો તમને એક પ્રાથના પણ યાદ કરી શકતા નથી. પેલા ત્રણે કહ્યું અમને માફ કરો અમે લોકો અજ્ઞાની છીએ આવા મોટા મોટા શબ્દો યાદ રાખવામાં મુશ્કેલ છે અમારા માટે. આમાં બહુ લાંબા લાંબા વાક્યો આવે છે અમે બે ત્રણ વાર વાંચીશું તો યાદ રહી જશે. આચાર્યએ એમને ત્રણ વખત પ્રાથના સંભળાવી તેઓએ કહ્યું બરાબર હવે અમે લોકો આજથી આજ પ્રાથના કરીશું. જો કે સભવ છે કે અમે લોકો આવું થોડુક ભાગ ભૂલી જઈએ. પણ અમે પુરતી કોશીસ કરીશું. આચાર્ય ને સંતોષ થયો. એમને વિચાર્યું કે હવે એ ગામમાં જી ને ગામનાં લોકોને જઈને બતાવીશ કે એ લોકો જેને સંત કહે છે , એમને તો ધર્મનો ક-ખ-ગ પણ આવડતું નથી. અને આવા અજ્ઞાન વ્યક્તિઓનાં દર્શન કરવા જાય છે. આવું વિચારીને એ નાવમાં જઈ બેઠે છે. નાવ ચાલવા લાગે છે ત્યારેજ પેલા ત્રણેય ની અવાજ આવે છે. આચાર્ય પાછળ વળીને જુએ છે તો તે ત્રણેય વ્યક્તિઓ પાણી ઉપર દોડીને આવતા હોય છે. અને હોડી પાસે ઉભારહીને કહે છે કે અમે એ પ્રાથના ફરી ભૂલી ગયા અમને ફરીથી શીખવાડો. આર્ચાર્ય ને પોતાની આંખ ઉપર ભરોષો થતો નથી હજુ પણ પેલા ત્રણેય વ્યક્તિઓ પાણી ઉપર ઉભા છે. અને વારંવાર આર્ચાય ને પ્રાથના સીખાવાડવા વિનંતિ કરે છે. હવે આચાર્ય હાથ જોડી માફી માંગે છે અને કહે છે કે તમારા જ્ઞાન ની આગળ મારું ભણતર કઈ નથી. મને માફ કરો અને તમે ત્રણે પાછા જતા રહો. હું ઇન્જીલ વાંચું છું જેમાં મેં વાંચ્યુ હતું કે ઈસા મસીહ પાણી ઉપર ચાલતા હતા. પરતું મને ઇન્જીલ ની વાતો ઉપર પણ વિશ્વાસ ન હતો. આજે તમે ત્રણેય ને જોઇને મને ઇન્જીલ ની એ વાત ઉપર પણ વિશ્વાસ થઇ ગયો. મને ક્ષમા કરો અને અહિયાથી ચાલ્યા જાવ. તમારી જે પ્રાથના છે એજ સાચી છે. મેં જે પણ બતાવ્યું એની ઉપર ધ્યાન ન આપતા. તમારી પ્રાથનાજ મહાન છે. .... (સમાપ્ત )