Shapit - 7 in Gujarati Fiction Stories by bina joshi books and stories PDF | શ્રાપિત - 7

Featured Books
Categories
Share

શ્રાપિત - 7








હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અધિરાજની સારવાર ચાલી રહી હતી. ધીમે-ધીમે સ્થિતિ ગંભીર બનતી જાય છે.સમીર ઘરે આકાશની મમ્મી,કાકી અને બધાં મિત્રોને જાણ કરે છે. થોડીવાર થતાં બધાં મિત્રો આકાશની મમ્મી અને સુધા હોસ્પિટલ આવી પહોંચ્યા.

સુધા હોસ્પિટલમાં આવીને સીધી આકાશને ગળે ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આકાશ એને સાંત્વના આપે છે. સમીર પણ બધાંને ધિરજ રાખવા વિનંતી કરે છે. સવારનાં સાડા પાંચ વાગવા આવ્યા હતાં.સમીર એનાં મિત્રોને ,કાકી અને આકાશની મમ્મીને ધરે સાચવવાની પહોંચવાની જવાબદારી સોંપી છે. આકાશની મમ્મી સવિતાબહેન ખુબ ચિંતામાં પડી જાય છે. એકબાજુ આકાશનાં લગ્ન માથે આવી ઉભાં અને એકબાજુ પોતાનાં દિકરા સમા દિયરનો અકસ્માત સર્જાયો છે.

આકાશ, સમીર અને પિયુષ હોસ્પિટલમાં રોકાઇ છે. અધિરાજના અકસ્માતને કારણે સમીર અને આકાશનુ પણ એક્સિડન્ટ થયેલું અને એમાં થયેલી નાની મોટી ઈજા ભુલાય જાય છે. બપોરના બાર વાગ્યા જેવો સમય થવા આવ્યો છે. ડોક્ટર રિપોર્ટ ચકાસણી કર્યા બાદ પેશન્ટના સંબંધીને એની તબિયત બાબત જાણ કરે છે. આથી સમીર અને આકાશ બન્ને ડોક્ટરની કેબિનમાં અંદર પ્રવેશ કરે છે.

ડોક્ટર ચોખ્ખા શબ્દોમાં કહ્યું "તમારાં કાકાને મગજમાં હુમલો આવેલો છે. ટુંકમાં કોઈ એવો આધાત લાગ્યો કે એનાં કારણોસર તેઓ કોમામાં જતાં રહ્યાં છે. મારા મંતવ્ય મુજબ આપ દવા અને દુવા બન્ને ચાલુ રાખજો કદાચ અત્યારે પણ હોશ આવી શકે. કદાચ વર્ષો સુધી ન પણ આવે ".આકાશ ડોક્ટરને વિનંતી કરીને કાકાને ઘરે સારવાર હેઠળ રાખવાની રજા માંગે છે. સાથે હોસ્પિટલની પર્સનલ નર્સની વ્યવસ્થા પણ ડોક્ટર દ્વારા કરી આપવામાં આવે છે.

બીજા દિવસે સવારે ડોક્ટર પાસેથી રજા માંગીને સમીર, આકાશ અને પિયુષ અધિરાજને ઘરે લાવવા નીકળે છે.ગાડી હાઈવે પરથી પસાર થાય છે. રાત્રે થયેલા અધિરાજના અકસ્માતને કારણે ત્યાં પડેલી તેની ગાડીને પિયુષ ઉતરીને અધિરાજની ગાડીને પાછળ ચલાવીને લાવે છે. ગાડી હવેલીની બહાર ઉભી રહે છે. દરવાજે બહાર ઉભેલી ગાડી પાસે આવીને સુધા અધિરાજની નજર ઉતારે છે.

અધિરાજને વિલચેર પર બેસાડી હવેલીમાં અંદર લઇ જવામાં આવે છે. અધિરાજને અંદરના રૂમમાં સારવાર માટે જરૂરી સામાન સાથે એક નર્સને તેની દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.આકાશ અને સમીર બન્ને હોલમાં સોફા પર બેસે છે.થાકના કારણે બંન્નેની માનસિક સ્થિતિ તણાવભરી હતી.

સમીર : " આકાશ તને એક વાત અજુગતી લાગી "?

આકાશ : " કઈ વાત "!

સમીર : " અધિરાજ કાકાની ગાડીમાં આસપાસ કોઈ હતું નહીં એટલાં સુનસાન સડક પર એવું શું થયું હશે જેથી કાકાની તબિયત આમ અચાનક બગડી જાય છે ".

આકાશ : " સમીર માણસનના શરિરનો કોઈ ભરોસો નથી ક્યારે શું થય શકે".

આકાશની મમ્મી સમીર અને આકાશને અંદરનાં રૂમમાં આરામ કરવા માટે કહે છે. સમીર અને આકાશ બન્ને રૂમમાં જઈ ફ્રેશ થઈને થોડીવાર આરામા કરે છે. આકાશ થાકના કારણે સુઈ જાય છે. પરંતુ સમીરના મનમાં વિચારો આવ્યાં કરે છે. મનમાં વારંવાર પેલી ગાડી ચલાવતી છોકરીનાં વિચાર આવ્યાં કરે છે. તેણે બરાબર અધિરાજની ગાડીની સામે જ કેમ ગાડી ઉભી રાખી ? અને એનાથી પણ વિશેષ એને કેમ ખબર પડી હશે કે આપણે અધારાજ કાકાની શોધમાં નીકળ્યા હતા.


સાંજના સાત વાગ્યા આવ્યાં આકાશ ઉઠીને બહાર હોલમાં જાય છે. પોતાનાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી. બીજા દિવસે માંડવાનું મુહર્ત હતું. બધાં મિત્રો દુરદુરથી ખાસ આકાશના લગ્ન માટે આવ્યાં છે. તેની સાથે પણ આકાશ ખાસ સમય નથી વિતાવ્યો. આજે વહેલું જમવાનું પતાવીને બધાં મિત્રો સાથે જુની યાદો તાજી કરવાની આકાશની તીવ્ર ઈચ્છા હતી.

આંગણામાં બેસેલા મિત્રો પિયુષ, સમીર ,અક્ષય, દિવ્યા અને ચાંદની બધાં આંગણામાં બેસીને કોલેજની જુની યાદો તાજી કરે છે. ત્યાં પર્વત નજીક હોવાથી સાંજની સંધ્યા આરતીનો નાદ આખા તેજપુરમા ગુંજી ઉઠે છે. અરે આટલો બધો અવાજ કેમ ગુંજે છે દિવ્યા બોલે છે. આકાશ કહે છે.

અત્યારે સમીસાંજે થતી આરતી ગામનાં લોકો બહું આસ્થા અને શ્રધ્ધાથી કરે છે. આકાશ હજુ વધારે આગળ વાત કરવા જતાં આકાશની કાકી સુધા બધાને જમવા માટે અંદર બોલાવે છે. જમીને બધાં મિત્રો સુવાની તૈયારી કરે છે. લગભગ રાત્રિના સાડા અગિયાર જેવો સમય થવા આવ્યો છે. બહાર દરવાજે ટકોરો સંભળાયો ટકટક...ટકટક...ટકટક...

ક્રમશ...