Officer Sheldon - 15 in Gujarati Detective stories by Ishan shah books and stories PDF | ઓફિસર શેલ્ડન - 15

Featured Books
Categories
Share

ઓફિસર શેલ્ડન - 15

(મિસ્ટર ડાર્વિન સ્ટોક્સના મોત અને ત્યાર બાદ એના નોકરના મોતથી કેસ ગૂંચવાયેલો હતો.. જોઈએ હવે ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ કેસ એવી રીતે ઉકેલશે ... )


કેસ થયાના અને ડાર્વિનના મોતને આજે લગભગ ૨ મહિના થઈ ગયા હતા. એનો નાનો ભાઈ મિસ્ટર વિલ્સન સ્ટોક્સ હજુ પણ પોલીસની ધરપકડમાં હતો. નવા કોઈ પુરાવા પોલીસને હજુ મળી શક્યા નહોતા. એવી જ એક સવારે ઓફીસર શેલ્ડન જુદાજુદા વિવિધ કેસની ફાઈલ તપાસી રહ્યા હતા.ત્યારે માર્ટીન અને હેનરી તેમની પાસે આવે છે. બંને ઝડપથી કંઇ કહી દેવા માંગતા હોય એમ લાગ્યુ.


શેલ્ડન : બોલો શું લાવ્યા આજે ?


હેનરી : સર પેલા ચેરીટેબલ ટ્રસ્ટની તમે વાત કરી હતી ને મિસ્ટર ડાર્વિન સ્ટોક્સના કેસ વાળા. અમે એમના આર્થિક વ્યવહાર ઉપર લગભગ છેલ્લા ૨ મહિનાથી નજર રાખી રહ્યા હતા. અત્યાર સુધી તેમાં કંઈ જ હિલચાલ થઈ નહોતી. હા આ બંને ભાઈઓના ન રહેવાથી એમની પોલીસીના બધા જ રૂપિયા જેમ એડવોકેટ જ્યોર્જએ કહ્યુ હતુ તેમ એ ચેરિટેબલ ટ્રસ્ટને મળી ગયા હતા. હાલમાં જ ગઈકાલે આમાંથી મોટી રકમ કોઈ ડેવિડના નામે ટ્રાન્સફર થઈ છે. એના વિશે અમે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો પણ બસ એટલુ જ જાણવા મળ્યુ છે કે છેલ્લા કેટલાક સમયથી એ આ ટ્રસ્ટને આર્થિક મદદ કરતો હતો અને આ લોકો પણ એમણે સગવડ થાય એટલે અમુક નાણા તેણે પાછા આપી દેતા.


શેલ્ડન : હમમ અને બીજી શું માહિતી મળી ?


માર્ટીન : સર આમા માત્ર અચરજની વાત એ છે કે અમુક રકમ એ એડવોકેટ જ્યોર્જને પણ ગઈ છે. એ અમારી સમજમાં ન આવ્યુ !! આ તે વળી એડવોકેટ જ્યોર્જને આ ટ્રસ્ટ સાથે શું સબંધ હોઇ શકે !?


શેલ્ડન કંઇક વિચારે છે અને પછી એક સ્મિત સાથે કહે છે : માર્ટીન કેસ હવે ઉકેલાઈ ગયો !!!


હેનરી : સર કેવી રીતે ? અમને તો કંઈ જ સમજાતુ નથી.


શેલ્ડન : હેનરી તારા સવાલોનો જવાબ આ ડેવિડ આપશે. જાઓ એણે પકડીને પોલીસ મથકે લઇ આવો.બાકીના જવાબ એ જાતે આપશે.


માર્ટીન અને હેનરી આ મિસ્ટર ડેવિડને પકડવા નીકળે છે. બરમિંગ સ્ટ્રીટ પછી શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા એક નાનકડા ગામમાં આ ઘર હતુ. અહીં આવેલા ઘર ઘણા ગીચ હતા અને લોકોની વસ્તી ઘણી વધારે હતી. પોલીસ વાન લઈને બંને ઓફિસર ડેવિડને શોધી રહ્યા હતા. આસપાસ પૂછપરછ પછી તેઓને જાણવા મળે છે કે ગામમાં સૌથી છેલ્લે આ ડેવિડ નામના વ્યક્તિનુ ઘર આવેલુ હતુ. તે આ ગામમાં રહેવા પણ છેલ્લા લગભગ ૨ મહિનાથી જ આવ્યો હતો અને ઘરની બહાર એ ખૂબ જ ઓછુ નીકળતો હતો. અહીં એણે કોઈ ખાસ ઓળખતુ પણ નહોતુ. એવામાં બંને ઓફીસર એ ઘર પાસે પહોંચે છે. લગભગ સાંજ થવા આવી હતી અને પ્રકાશ પણ ઘણો આછો હતો.હેનરી આગળ વધીને ઘરનો દરવાજો ખખડાવે છે. થોડા સમય બાદ કોઈ અંદરથી દરવાજો ખોલે છે. આછા પ્રકાશમાં એનો ચેહરો સ્પષ્ટ જોઈ શકાતો નથી. પણ વધુ ધ્યાનથી જોતા બંને ઓફિસરના ભવા ખેંચાય છે. આંખો પહોળી રહી જાય છે , એમની આંખો ઉપર એમને જાણે હજુ વિશ્વાસ થઈ રહયો નહોતો.


હેનરી : મિસ્ટર ડાર્વિન સ્ટોક્સ તમે !!!!!!


માર્ટીન : તમે હજુ જીવતા છો , તો મૃત્યુ કોણ પામ્યુ હતુ !!!? આ શું થઈ રહ્યુ છે અને તમે અહીં શું કરી રહ્યા છો !!!


હેનરી : ભાગવાનો પ્રયત્ન પણ કરતા નહિ ચલો અમારી સાથે પોલીસ મથકે.તમારે ઘણા પ્રશ્નોના જવાબ આપવાના છે.


બંને પોલીસ ઓફીસર મિસ્ટર ડાર્વિન સ્ટોક્સની ધરપકડ કરે છે અને એણે પોલીસ મથકે લઇ જવા નીકળે છે.


( આ તે કેવો વળાંક આવ્યો હતો અચાનક !!? કયા કયા પ્રશ્નોના જવાબ મિસ્ટર ડાર્વિન પાસે મળશે !! આ કેસ કંઇ રીતે ઉકેલાશે એ જોઈશું આપણે આવતા અંકે .... )