દેવમ : Congratulations Guys....!!!!
All The Best....!!
Best Of Luck....!!
અને સાથે બીજી એવી જેટલી પણ શુભકામનાઓ આવતી હોય.
તે ખુશ થતા કહે છે.
કુશલ : થેન્કયુ થેન્કયુ સો મચ.
Team DT : થેન્કયુ.
દેવમ પૂરી Team DT સાથે વિડિયો કોલ પર વાત કરી રહ્યો હોય છે.
ત્યાં સારંગ અને વિધિ સાથે મ્યુઝિક ક્લાસ ના બધા સ્ટુડન્ટ્સ " Delicious Tunes " ને માણવા આવે છે.
વ્યોમ : સરપ્રાઈઝ સરપ્રાઈઝ....
મીત : સારંગ સર....!!
કુશલ : અરે સર....
તે સારંગ સર અને વિધિ મેમ ના આશીર્વાદ લેવા ટ્રકમાંથી નીચે ઉતરે છે.
દેવમ : હું પછી ફરી પાછો કોલ કરું??
લોકો આવવા માંડ્યા??
ક્રિષ્ના : હા.
દેવમ : ઓકે બાય.
કહી તે કોલ કટ કરી દે છે.
ક્રિષ્ના પણ તેમને પગે લાગવા મીત અને ઉન્નતિ સાથે નીચે આવે છે.
વિધિ : અરે બસ બસ....
કુશલ સારંગ ને ભેટી પડે છે.
સારંગ : આઈ એમ પ્રાઉડ ઓફ યુ.
સારંગ તેની પીઠ થાબડી કહે છે અને કુશલ ને તેના પપ્પાની યાદ આવી જાય છે.
* * * *
ગોપાલ ટી સ્ટોલ પાસે આવી સારંગ ગાડી ઉભી રાખે છે અને અડધી અડધી ચા નો ઓર્ડર કરે છે.
સારંગ : કેટલા વાગ્યા??
વિધિ : 11:11.
સારંગ : make a wish.
એવું કહે છે 11:11 એ જે વીશ માંગો એ પૂરી થાય છે.
વિધિ : મારી વીશ તો મારી સામે જ છે.
તેમની ચા આવી જાય છે.
સારંગ : આપણે જતા જતા ફરી કુશલ ને મળતા જઈએ.
વિધિ : કાલે મળી લઈશું ને હવે.
સારંગ : તને ઉંઘ આવી રહી છે??
વિધિ : સખત.
સારંગ : તો હું તને પહેલા ઘરે મૂકી દઉં પછી ત્યાં જાઉં.
વિધિ : અત્યારે જવું જરૂરી છે??
સારંગ : મારે કુશલ માટે જવું છે.
વિધિ : તું જવાનો જ હોય તો....
સારંગ : તને ઉંઘ આવતી હોય તો....
વિધિ : એવું સારું નહી લાગે.
સારંગ : ઘરના જ લોકો છે.
વિધિ : તો પણ.
સારંગ : તને નીતિ ને મળવાની ઈચ્છા હોય તો તું એના નામથી પણ કહી શકે છે.
કહેતા સારંગ હલકું મુસ્કાય છે.
વિધિ : જરા, કોલ કરીને પૂછી લે.
આપણે પહેલા જ્યાં ગયા હતા તેઓ ત્યાં જ ઉભા છે કે પછી....
સારંગ : હા, એ તું નીતિ ને પૂછી લે.
વિધિ : હું પૂછું??
સારંગ : હા.
ભૈયાજી આવીને ચા ના ખાલી કપ અને પૈસા લઈ જાય છે.
સારંગ ફરી ગાડી સ્ટાર્ટ કરે છે.
સારંગ : કોલ કરીને પૂછી લે.
વિધિ : મારે નથી કરવો.
તું કરને....
તે ધીમેથી બબડે છે.
સારંગ : કઈ કહ્યુ તે??
વિધિ : ના.
સારંગ : તો ફોન કર ને.
વિધિ ને મનમાં મનમાં ગુસ્સો આવે છે પણ તે કઈ પણ બોલ્યા વિના નીતિ નો નંબર ડાયલ કરી દે છે.
નીતિ : હેલ્લો....
વિધિ : હા નીતિ, તમે લોકો ક્યાં છો અત્યારે??
નીતિ : અમે IV મોલ ની સામે ઉભા છીએ.
તમે આવી રહ્યા છો??
વિધિ : હા.
નીતિ : સારું.
આવો આવો.
હજી લોકો પણ આવી જ રહ્યા છે.
વિધિ : આવ્યા અમે.
નીતિ : હા.
* * * *
IV મોલ સામે
લગભગ 11:45 ની આસપાસ સારંગ અને વિધિ ત્યાં પહોંચે છે તો જુએ છે હજી કે મોલમાંથી બહાર આવી લોકો તેમની ફૂડ ટ્રક પર ખાવા અને મીત અને ઉન્નતિ ના અન્પ્લગ્ગડ ગીતો સાંભળવા આવી રહ્યા હોય છે.
ક્રિષ્ના અને વિધિ ની નજર મળતા બંને મુસ્કાય છે.
અને કુશલ નો તો બધો થાક જ જાણે ઉતરી જાય છે સારંગ સર ને ફરી આવેલા જોઈને.
જેની નોંધ સારંગ અને આખી Team DT લે છે.
ક્રિષ્ના : પપ્પા નો ફોન....!!
મારા નંબર પર....!!
સ્ક્રીન પર પપ્પા નું નામ વાંચી તેને જરા નવાઈ લાગે છે.
ક્રિષ્ના : બોલો પપ્પા....
તે ફોન ઉપાડે છે.
મનીષ : મમ્મી ક્યાં છે??
તેને ક્યારનો ફોન કરવાની કોશિશ કરું છું.
ક્રિષ્ના : 1 મિનિટ....
આપું એને.
મમ્મી, પપ્પા નો ફોન છે.
નીતિ : લાવ.
હેલ્લો....
મનીષ : હજી વાર લાગશે??
નીતિ : તમે ઘરે આવી ગયા??
મનીષ : ના ના.
હજી હોસ્પિટલ જ છું.
આ તો પૂછવા ફોન કર્યો.
12 વાગવા આવ્યા ને એટલે.
નીતિ : હું બધાની સાથે જ છું.
તમે જમી લીધું હતુ ને બરાબર??
મનીષ : હા.
તું ઘરે પહોંચી જાય એટલે મને મેસેજ કરજે.
નીતિ : હા.
મનીષ : અને તારો ફોન....
નીતિ : એ હું....
મનીષ : ધ્યાન રાખજે.
નીતિ : હા.
મનીષ : મૂકું.
નીતિ : હા.
ક્રિષ્ના, લે તારો મોબાઈલ.
સારંગ : કેવી રહી તમારી પહેલી સાંજ??
ઉન્નતિ : સરસ રહી.
મીત : આ તો ખરેખર કેટલું સારું ગાઈ છે સર.
મીત મસ્તી કરતા કહે છે.
ઉન્નતિ : તો શું તને ડાઉટ હતો??
મીત : એટલે....
સારંગ : જવાબ વિચારી રહ્યો છે એટલે....
સારંગ પણ મીત ની મસ્તીમાં તેનો સાથ આપે છે.
ઉન્નતિ મીત સામે જુએ છે.
મીત : વોટ??
ઉન્નતિ : વોટ??
મીત : વોટ??
કુશલ : ઓહ, મિસ્ટર એન્ડ મિસિસ વોટ....
જરા થોડી મદદ કરો ને.
મીત : યસ બોસ.
બંને ઉપરથી નીચે આવે છે.
મીત : બોલો બોસ....
કુશલ : બોસ??
મીત : તું આપણો બોસ જ તો છે.
કુશલ : આપણે પાર્ટનર્સ છીએ.
ઉન્નતિ : યસ.
ક્રિષ્ના : વાતો પછી પહેલા સર અને મેમ ની અંદર બેસવાની જગ્યા કરવાની છે.
તે ધીરેથી તેમની પાસે આવતા કહે છે.
ક્રિષ્ના : આવો, સારંગ સર, મેમ....
અંદર બેસો.
સારંગ : 1 મિનિટ....
બેસતા પહેલા અમે આખું જોઈ લઈએ....
કુશલ : હા, સર....
ચારેય મળી ને સારંગ અને વિધિ ને આખી ફૂડ ટૂંક બતાવે છે.
સારંગ : વાહ Team DT વાહ....
વિધિ : સરસ સરસ.
બંને બધુ જોઈને ખૂબ ખુશી થાય છે.
સારંગ : બધુ ખૂબ સરસ અને ચીવટ ભર્યું પ્લાનિંગ કરી ને બનાવ્યું છે.
ઉન્નતિ : પ્લાનિંગ કર્યું કોણે છે....!!
મીત : આપણા બોસ ફ્રેન્ડ એ.
તે કુશલ ની સામે જોતા કહે છે.
કુશલ : હજી એક વાર જો તું મને બોસ બોલ્યો છે ને....
મીત : તો??
કુશલ : તો....
તે મુક્કો મારવાની એક્શન કરે છે.
મીત : મને બોક્સિંગ આવડે છે.
તે હસતાં હસતાં કહે છે.
નીતિ : બેસો ને તમે બંને.
કુશલ : ચા બનાવું??
સારંગ : અમે જસ્ટ પીને આવ્યા.
વિધિ : તમે લોકો ઉભા કેમ છો??
બેસો ને.
સારંગ : હા.
મીત : મને બહુ ભૂખ લાગી છે યાર.
ઉન્નતિ : બધાને જ લાગી છે.
નીતિ : ચિલ્લા બનાવી દઉં ફટાફટ??
ઉન્નતિ : આન્ટી, તમે બેસો.
ક્રિષ્ના : અમે બનાવી લઈએ છીએ મમ્મી.
નીતિ : મારા કરતા વધારે કામ તમે લોકોએ કર્યું છે.
તમે બેસો.
એ તો હું હમણાં બનાવી દઈશ.
ક્રિષ્ના : તું બેસ ને મમ્મી.
ઉન્નતિ : આન્ટી, તમે બધાને ખવડાવ્યું છે.
હવે તમે શાંતિથી ખાજો.
કુશલ : બધી લેડીઝ બેસી જાય આરામથી.
શેફ કુશલ ઈઝ સ્ટીલ ફ્રેશ.
તે ઉભો થતા કહે છે.
ક્રિષ્ના : અરે....તું બેસ....
કુશલ : તું બેસ.
ક્રિષ્ના : તું....
કુશલ : બહુ જિદ્દી છે તમારી દીકરી.
તે હસતાં હસતાં નીતિ ને કહે છે.
નીતિ : એના પપ્પા જેવી છે.
ક્રિષ્ના : મમ્મી....!!
તે નીતિ સામે જુએ છે.
નીતિ : થોડી થોડી મારા જેવી પણ છે.
તે પણ હલકું હસતાં કહે છે.
વિધિ મમ્મી દીકરીની આ મીઠી નોક - જોક જોઈને મનમાં હસી રહી હોય છે.
મીત : ઉન્નતિ, તારા ઘરેથી ફોન છે.
તે પોતાની સામે ટેબલ પર પડેલા ફોન તરફ જોતા કહે છે.
ઉન્નતિ : મમ્મી હશે.
મોડું થઈ ગયુ એટલે.
મીત : કેચ કર.
તે ફોન ટેબલ થી દૂર ઉભી ઉન્નતિ ને આપવા ઉભો થતા કહે છે.
ઉન્નતિ : જલ્દી લાવ.
તે મીત ના હાથમાંથી ફોન લઈ લે છે.
ઉન્નતિ : હા, મમ્મી....
આવ જ છું.
પપ્પા : પપ્પા બોલું છું.
કેટલી વાર છે??
ઉન્નતિ : રસ્તા....રસ્તામાં છીએ.
તેના ચહેરા પર નો ગભરાટ બધા સ્પષ્ટ જોઈ શકતા હોય છે.
ઉન્નતિ : સહેજ વારમાં આવી જઈશ પપ્પા.
તે ધીમે થી કહે છે.
પપ્પા : સારું.
બહુ મોડું નહી કરતી.
ઉન્નતિ : હા પપ્પા.
કહી તે ફોન મૂકી દે છે.
ક્રિષ્ના : જલ્દી જવું પડશે??
ઉન્નતિ : થોડું.
મીત : ચાલ, હું ઘરે મૂકી જાવ તને.
ઉન્નતિ : શેના પર??
મીત : મારી બાઈક પર.
ઉન્નતિ : બાઈક ક્યાં છે??
મીત ને યાદ આવે છે કે બાઈક તો તેઓ ટ્રક લઈને સૌથી પહેલી વખત જ્યાં ઉભા હતા ત્યાં પાર્ક કરી છે.
મીત : અરે યાર....!!
ઉન્નતિ : હંમ.
તે અદપ વાળતાં કહે છે.
ક્રિષ્ના અને કુશલ ને હસવું આવી જાય છે.
મીત : બેસી જા.
ઉન્નતિ બેસી જાય છે.
કુશલ : લે....
ગરમા ગરમ ઢોસા તૈયાર છે.
ખાઈને જા.
તે સૌથી પહેલાં ઉન્નતિ ને આપતા કહે છે.
ઉન્નતિ : થેન્કયુ.
મીત : હવે??
ઉન્નતિ : હું કેબ લઈ લઈશ.
વિધિ : અમે મૂકી જઈશું.
સારંગ : હા.
ઉન્નતિ : વાંધો નહી કેબમાં....
વિધિ : પણ અમે મૂકી જઈએ છીએ.
સારંગ : અમને ગમશે.
તે ઉન્નતિ ને મનાવતા કહે છે.
મીત : કેવી છે તું યાર....??
મીત ફરી તેની મસ્તી શરૂ કરે છે.
ઉન્નતિ : વોટ??
કુશલ બીજા ઢોસા ઉતારીને ક્રિષ્ના અને નીતિ મમ્મી ને આપે છે.
મીત : સારંગ સર સામેથી તારા ઘરે આવી રહ્યા છે.
અને તું....
ક્રિષ્ના : હું તારી સાથે ખાઈશ.
કુશલ : મને વાર છે.
ખાતી થા.
ઉન્નતિ, બીજો ઢોસો આપું??
ઉન્નતિ : હા, એક.
વિધિ ને બગાસું આવે છે તે સારંગ જુએ છે.
સારંગ : બસ, જઈએ જ છે.
તે ધીમે થી વિધિ ના કાનમાં કહે છે.
કુશલ મીત ને તેનો ફેવરિટ ચીઝ ઢોસા આપે છે.
મીત : હું પણ તારી રાહ જોવું છું.
કુશલ : તો પછી બનાવશે કોણ??
ખાવા માંડો તમે બંને.
સારંગ ઉભો થઈ કુશલ પાસે આવે છે.
સારંગ : હું બનાવું છું.
તું બેસી જા.
મીત : સર તમે....!!
સારંગ : મને કુશલ એ જ શીખવ્યું છે ઢોસા બનાવતા.
તે મુસ્કાય ને કહે છે.
સારંગ : મારી સામે શું જુએ છે??
બેસી જા જા.
સારંગ ના કહેવા છતાં કુશલ તેની બાજુમાં ઉભો રહે છે.
સારંગ : તું હજી અહીં જ ઉભો છે??
આ ઢોસો બની ગયો.
જોઈ લે બરાબર બન્યો છે ને??
કુશલ : હા સર....
સારંગ : તો બેસી જા ને ખાવા માંડ.
તે ક્રિષ્ના ની પ્લેટ માં ઢોસો પીરસે છે.
વિધિ સિવાય બધા તેમના માટે નું આ સારંગ નું નવું સ્વરૂપ જોતા રહી જાય છે.
* * * *
~ By Writer Shuchi
☺
.