taali dwara vyayam in Gujarati Health by SUNIL ANJARIA books and stories PDF | તાળી દ્વારા વ્યાયામ

Featured Books
  • સીમાંકન - 6

    ડૉરબેલનાં રણકારે ત્રિજ્યા વિચારોમાંથી બહાર આવી, ઉભી થઇ દરવાજ...

  • અગ્નિસંસ્કાર - 89

    અંશે પિસ્તોલ આર્યન પર નહિ પરંતુ થોડેક દૂર દીવાલ પર ચલાવી હતી...

  • લાશ નું રહસ્ય - 6

    લાશ નું રહસ્ય પ્રકરણ_૬આખા રૂમમાં અનિલની જિસ ગુંજી અને પડઘા પ...

  • શ્રાપિત પ્રેમ - 9

    તે જેલ ખૂબ મોટી હતી એટલે રાધા ને તેની બાકીની ચાર સખીઓ સાથે મ...

  • વિષ રમત - 25

    વાચક મિત્રો , CHALLANGE ..!!!CHALLANGE ..!!!CHALLANGE ..!!!મ...

Categories
Share

તાળી દ્વારા વ્યાયામ

તાળી ની કસરત


હાસ્ય કલબોમાં વિવિધ પ્રકારે તાળીઓ પાડી યોગ જેવા ફાયદા થાય એ શીખવે છે. એ યોગિક અથવા કસરતી તાળીઓ વિશે ટૂંકમાં કહીશ. માત્ર ત્રણ કે ચાર મિનિટમાં થાય એવી આ કસરતો શરીરમાં સૂક્ષ્મ રીતે લોહીનું ભ્રમણ વધારે છે અને જોઈતી ઉષ્મા નો સંચાર કરી તાત્કાલક તાજગી આપે છે.

સામાન્ય રીતે યોગ કલાસો માં આસનો પૂરાં થયા પછી અને પ્રાણાયમો પહેલાં આ ક્રિયાઓ કરાવવામાં આવે છે.

તો જોઈએ તાળી ઓની અલગ અલગ રીતો દ્વારા વ્યાયામ.

1 સામાન્ય તાળી rythm માં. એક, બે, ત્રણ એમ દસ વખત પાડવી.

2 માત્ર આંગળીઓ નાં ટેરવાં ધીમેથી અથડાવી દસ વખત તાળીઓ પાડવી. એટલે કે માત્ર ટેરવાં ધીમેથી અથડાવવા. ટેરવાં માં રહેલ જ્ઞાન તંતુઓ દ્વારા એક્યુપ્રેશરની રીતે સમગ્ર શરીરને ઉષ્મા પહોંચે છે.

3 કાંડા અને હથેળીનું મૂળ અથડાવવા. આ ક્રિયા કરતી વખતે હથેળી, કાંડુ V જેવો આકાર બનાવશે. આ ક્રિયા પણ દસ વખત કરવી.

4 બન્ને હથેળીઓની અંદરની બાજુઓ એટલે કે અંગુઠાથી વિરુદ્ધ બાજુની, નાની આંગળી નીચેની બાજુઓ એક બીજી સાથે ટકરાવવી.

5 હથેળી અને અંગુઠા, આંગળીઓના મૂળ સામસામા અથડાવો. એટલે કે પંજાની શરૂઆત ઉપર અને ત્રીજા વેઢાની નીચે.

6 બન્ને હાથના અંગુઠા નીચેના ભાગ સામસામા અથડાવો.

7 બે વખત આગળની હથેળીઓ ત્રણ વાર હથેળીના પાછલા ભાગ પર એટલે કે પંજા પર મારો. એક દો.. (જોરથી તાળી, બને તો હાથ ઝુલાવી), તીન.. ચાર.. પાંચ .. બોલતાં એક હથેળીના પાછળના ભાગને બીજી હથેળીથી મારો.હવે એ જ ક્રિયા બીજા હાથને આગળ, પાછળ મારવાની. આથી તુરત બન્ને સાઈડે લોહી દોડતું થઈ માલિશ થશે.

8 હવે તમાકુ મસળતા હો તેમ તાલી પાડી હથેળીઓ પુરા પ્રેશરથી સામસામી ઘસો. હથેળીઓ સામસામી ગોળ ફેરવતાં પરસ્પર ઘસો.

9 સો વખત તાલી પાડો એક, દો ..તીન ચાર પાંચ. એક, દો.. તીન ચાર પાંચ. (એક, દો ધીમે, એક પોઝ, તીન ચાર પાંચ ઝડપથી. આ રિધમ માં જાઓ.) આવી રીતે પ્રથમ વીસ. પછી ખૂબ ઝડપથી સિત્તેર. છેલ્લી દસ વળી એક, દો.. તીન ચાર પાંચ. એમ.

10 હવે પંખીની પાંખ ફફડે તેની જેમ હાથ ત્રણ વખત ઝુલાવી માથા ઉપર હાથ લેતાં તાળીઓ પાડો.

11હવે ત્રણ વાર હાથ પાછળ ઝુલાવતાં પાછળ કુલાની સહેજ ઉપર ઊંધા હાથે બેય હથેળી અથડાવો. અહીં હથેળીઓ નાં આંગળાં નાં ટેરવાં ઉપર બોચી તરફ રહેશે અને હથેળીઓ કમરની પાછલી બાજુએ અથડાશે. આ ક્રિયા સામાન્ય લાગે પણ પીઠ ને આકાર આપવા ખૂબ ઉપયોગી છે.

12 બન્ને હાથ સામસામા ઘસી હથેળીઓમાં ઉષ્મા અનુભવો. આ રીતે થોડી હૂંફાળી હથેળીઓ આંખનાં પોપચાં, ગાલ પર લગાવો. ગાલ તરફ ગોળ ફેરવતાં નાક થી કાન તરફ હળવેથી ફેરવો. પોતે પોતાને વહાલ કરતા હો એ રીતે. હવે નાકથી કાન તરફ પંપાળો.

અંતમાં ગળા ઉપર દાઢી થી છાતી તરફ હથેળી આડી કરી ધીમેથી પંપાળો. આનાથી ગળા પરની કરચલીઓ ઓછી થાય છે. આ ક્રિયા ચાર પાંચ વખત હળવેથી અને પછી ચાર કે પાંચ વખત થોડું જોર કરતા કરો. જેમ કે દાઢી થી હાંસડી તરફ વેલણ ફેરવતાં હો.

આ બધી ક્રિયાઓ ને અંતે ત્રણ વખત નીચે ઝૂકી, હા..હા.. અટ્ટ હાસ્ય કરતા પાછળ ઝુકો એ વખતે હાથ પહોળા, હથેળી ઉપર આકાશ તરફ રાખો. આને ઉષ્મા કા સ્વાગત કહે છે.

કોઈ પણ ઉંમર અને શરીરની સ્થિતિ વાળી વ્યક્તિ આ ક્રિયાઓ કરી એક્યુપ્રેશર અને સ્વાચ્છોશ્વાસ ના ફાયદા મેળવી શકે છે.

-સુનીલ અંજારીયા