The Author वात्सल्य Follow Current Read અતિ પ્રાચીન અને અતિ પવિત્ર તીર્થ નારાયણ સરોવર By वात्सल्य Gujarati Travel stories Share Facebook Twitter Whatsapp Featured Books પ્રેમ થાય કે કરાય? ભાગ - 21 સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ... ખજાનો - 85 પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ... ભાગવત રહસ્ય - 118 ભાગવત રહસ્ય-૧૧૮ શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ... ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share અતિ પ્રાચીન અને અતિ પવિત્ર તીર્થ નારાયણ સરોવર (11) 1.8k 4.8k 3 #નારાયણ સરોવર***************. નારાયણ સરોવર એ ભરતદેશના ગુજરાત રાજ્યના હાલના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે.નારાયણ સરોવર પહોંચવા માટે પહેલા ભુજ રેલવે અથવા બસ કે પ્રાઇવેટ વાહનમાં જવું પડે.નારાયણ સરોવર,પાંચ મહત્વપૂર્ણ સરોવરમાંનું અતિ પવિત્ર અને ભગવાન વિષ્ણુથી સંબંધિત છે.અન્ય સરોવર જેમકે #માનસરોવર,બિંદુસરોવર,પમ્પાસરોવર અને પુષ્કર સરોવર છે.નારાયણ સરોવર પહોંચવા માટે પહેલા ભુજ જવું પડે.રેલ્વેથી દિલ્હી,મુંબઇ અને અમદાવાદથી ભુજ આવી શકાય છે.અથવા હવાઈ માર્ગે ભૂજ સુધી આવી શકાય છે.અને પછી લગભગ 190 કિલોમીટરનું રણ કાપીને સમુદ્ર કિનારે પહોંચી શકાય છે.આ પવિત્ર નારાયણ સરોવરના કાંઠે ભગવાન આદિનારાયણનું પ્રાચીન અને ભવ્ય મંદિર છે.પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિ.મી.ના અંતરે છે.નારાયણ સરોવર’ એટલે ‘વિષ્ણુનું સરોવર’.અહીં સિંધુ નદી સમુદ્રને મળે છે. આ સંગમના કિનારે પવિત્ર નારાયણ સરોવર છે.આ પવિત્ર નારાયણ તળાવની ચર્ચા શ્રીમદ્ ભાગવતમાં જોવા મળે છ.આ પવિત્ર તળાવમાં, ઘણા પ્રાચીન ઋષિઓનો સંદર્ભ છે.આ સરોવરમાં શ્રીમદ્દભાગવદગ્રંથમાં વર્ણન છે. આ સરોવરને કિનારે અડાબીડ સાખું, આંબા, પીપળ અને વડના હજારો વરસ આયું ધરાવતાં વૃક્ષ હતાં.આ સરોવરમાં હંસ અને દરેક પ્રકારનાં પક્ષીઓ નિર્ભય વિચારતાં હતાં. આ સરોવર ની ગેહરાઈ એટલી હતી કે તેનું માપ કાઢવું કઠણ હતું.કોયલનો ટહુકાર મીઠા પાણીની અંદર વિવિધ પ્રકારની માછલીઓ અને જળચર પ્રાણીઓ વિહરતા હતાં. ચીની પ્રવાસીએ પણ તેની પ્રવાસ ડાયરીમાં વિશેષ વર્ણન કરેલું છે.આ સરોવર ખુદ ભગવાન વિષ્ણુજી દ્વારા નિર્માણ પામેલું હતું.સરોવર ફરતે મોટી અને પથ્થરની પાકી દીવાલ હતી.ભગવાન વિષ્ણુ અને શિવજીનાં ઘણાં નાનાં મોટાં મંદિર હતાં.સરોવર વચ્ચે પણ ભગવાન નારાયણનું મંદિર હતું. હાલ અવશેષરૂપ પાણીનો કૂવો મોજુદ છે. કહેવાતું કે દરિયા કાંઠે હોવાને કારણે તેની ફરતે દીવાલ ખૂબજ બુદ્ધિપૂર્વક બનાવવામાં આવી હતી. સરોવરની પશ્ચિમ દિસા તરફ આજે પણ ઘણાં મંદિર મોજુદ છે.આ પવિત્ર સરોવરમાં છઠા મન્વંતરના અંતિમ રાજા ભગવાન મનુનું સૂર્યનારાયણની જેમ રાજ ચમકતું હતું.ધર્મપ્રેમી રાજા પ્રજાવત્સલ પણ હતો. તેના રાજની પ્રજા તેને ભગવન નારાયણનો અવતાર માનતી હતી.એક સમયની વાત છે.રાજા પોતાનાં શયનકક્ષમાં નિરાંતે નિંદર લઇ રહ્યા હતા.તમામ તેના સેવકો તેની રાણી થકી સેવામાં કોઈ કચાસ ન્હોતી. ઊંઘ નો ચોથો પહોર ચાલી રહ્યો હતો.અને રાજાને એક ભયંકર સ્વપ્ન આવ્યું. ખુદ ભગવન નારાયણ તેની પાસે આવી ને કહેવા લાગ્યા."હે! રાજન! જાગ! તારા રાજનું કોઈ કુદરતી આફતથી પતન થવાનું છે.જે કંઈ જીવન જરૂરી સામાન,વૃક્ષ,જળચર,વનચર,પાક,વનસ્પતિ,કારીગરો,કલાકારો,વાહન, હાથી, ઘોડા,વહાણ તેમજ તને જે કંઈ લેવા જેવું લાગે તે બીજ લઇ કોઈ ઊંચી જગ્યાએ સલામત ખસી જા.... જો નહિ ખસે તો તારું અને તારી રૈયતનો નાશ થશે.". કહેવાય છે કે સવારનું સ્વપ્ન સાચું પડતું હોય છે. અને આ રાજા તો સર્વજનપ્રિય હતો. તેને સ્વપ્નમાં સાક્ષાત ભગવાન નારાયણનો સંદેશ માથે લઇ તમામ તૈયારી કરી તે સલામત સ્થળે એટલે કે હિમાલયની ટોચ એટલે કે મનાલી પર્વત પર પોતાનો પ્રથમ પડાવ નાખતાં... ભગવાન નારાયણના સ્વપ્ન મુજબ ધરતી પર સમુદ્રનાં પાણી ફરી વળ્યાં.જોત જોતામાં આખી ભરતભૂમિના સપાટ પ્રદેશમાં પારાવાર તારાજી જોઈ... રાજા ખૂબ દુઃખી થયો.જે તેનાથી બચ્યું તે થકી નવી શ્રુષ્ટિનું નિર્માણ કર્યું.ત્યાંના રાજાની રાજકુમારી સાથે ફરી લગ્ન કર્યાં જે કુંવરીનું નામ "મનાલી" હતું. અને તેના થકી સાત ઋષિઓ ઉત્પ્ન્ન થયા.જેનું મુળ મહાભારત અને "શ્રીમદ ભાગવદ" ગ્રંથમાં વર્ણન છે.તેના થકી ફરી થી આ શ્રુષ્ટિનું નિર્માણ થયું.જે પાછળથી "ભગવાન મનુ" નામે ખ્યાત બન્યા અને તેમણે ફરી માનવને ધર્મ થકી કેમ જીવવું તે શીખવ્યું.તેમનો એ અમૂલ્ય ગ્રંથ જે "મનુસ્મૃતિ" તરીકે આજે પણ દરેક જૂની લાયબ્રેરીમાં કોશિશ કરશો તો મળી રહેશે.(એકાદ વખત તેને વાચન કરવા જેવો છે. હાલના ઘણા લોકોને ભગવાન મનુના આ ગ્રંથ વિશે સૂગ છે. કેમકે તેમણે વર્ણ વ્યવસ્થા કરી છે.તે દરેક નાના સમાજને ખૂંચે છે.ખરેખર તો આ ગ્રંથમાં જાતિ થી પર રહી વિચારીએ તો ભગવાને જીવન જીવવાની(કળા)વ્યવસ્થા સમજાવી છે.નહિ કે જાતિભેદની નીતિ! જે દરેક દેશને માટે કાયદો જરૂરી છે.આપણા ભીમરાવ સાહેબે જે બંધારણ ઘડ્યું તેનો ઘણો આધાર "મનુ સ્મૃતિ "અને "કૌટિલ્ય નીતિ" આધારિત છે.ખેર! જવાદો... જેને આ ગ્રંથ વાંચવો હોય તેમણે સ્થિરમતિ, જાતિવાદ પર રહી અભ્યાસ કરવો જોઈએ.આદ્યશંકરાચાર્ય પણ અહીં આવ્યા હતા.ચીની મુસાફર હ્યુઆનસંગ પણ તેમના પુસ્તક ‘સિયુકી’ માં આ તળાવની ચર્ચા કરી છે.કપિલ ઋષિ ના સાંખ્ય શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે. શ્રીમદ્દ ભગવદ અને મુળ મહાભારત ગ્રંથ, વરાહ પુરાણમાં, ગરુડપુરાણમાં પણ ઉલ્લેખ છે.નારાયણ સરોવરમાં કાર્તિક પૂર્ણિમાથી 3 દિવસ સુધી ભવ્ય મેળો ભરાય છે.તેમાં સાધુઓ અને ઉત્તર ભારતના તમામ સંપ્રદાયોના અન્ય ભક્તોનો સમાવેશ થાય છે.નારાયણ સરોવરમાં,ભક્તો પણ તેમના પૂર્વજોની પૂજા-અર્ચના કરે છે.આ સરોવરમાં શ્રાદ્ધ /તર્પણ ક્રિયા થાય છે.હાલ આ સ્થળે જઈને જુઓ તો તમને આ સરોવરની ભવ્યતા નહિ જોવા મળે કેમકે પ્રલય બાદ તેનું સાચું અસ્તિત્વ નથી રહ્યું.પરંતુ ખંડેર દેખાતી આ ભૂમિ પર જાઓ તો જરૂર એહસાસ થશે કે આ ભૂમિમાં પ્રાણ છે.મનુષ્યની છઠ્ઠા મન્વંતરની પુર્ણાહુતી એટલે નારાયણ સરોવર અને સાતમા મન્વંતરની શરૂઆત એટલે "ભગવાન મનુ" પર થી "મનુષ્ય" શબ્દ કાળક્રમે બોલાતો થયો.આટલી અતિ પવિત્ર ભૂમિમાં જયારે દર્શને જાઓ ત્યારે આપણા આ પૂર્વજને યાદ કરવાથી આપણા પરિવારમાં સુખ શાંતિ આવશે.એવું કહેવાય છે,કે હાલ કોટેશ્વર પાસે દરિયો છે તે જોજનો દૂર હતો.આ ક્ષીર સાગરના પ્રલયથી કોટેશ્વર સુધી દરિયો ખસતો ખસતો નજીક આવી ગયો છે.અહીં પવિત્ર સિંધુ,સરસ્વતી નદીનાં પાણી સદાય સરોવરને હર્યુભર્યું રાખતી નદીઓ પણ લુપ્ત અવસ્થામાં છે.(આ લેખ તૈયાર કરવા માટે મેં ઘણા બધાં ગ્રંથનું વાચન કરેલું છે.મિત્રો દરેકે આવાં સ્થળે જાઓ ત્યારે સ્વછતા સાથે અવશેષ ને નુકશાન નાં થાય તે રીતે નિરખવા મારું નમ્ર સૂચન છે ) - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App