Ayana - 29 in Gujarati Love Stories by Heer books and stories PDF | અયાના - (ભાગ 29)

The Author
Featured Books
Categories
Share

અયાના - (ભાગ 29)

અગત્સ્ય વાળી રૂમમાંથી નીકળીને અયાના ડો.પટેલ ની ઓફિસમાં આવી...

"આશ્રમમાં તું આ પેશન્ટ ને મળી હતી ....?"

"હા..."

" તે એની સાથે વાતચીત કરી હતી....?"
એના પપ્પા જાણે કોઈ સીઆઇડી ના કેસની તપાસ કરી રહ્યા હોય...એ રીતે પૂછી રહ્યા હતા...

"હા ..."

"ગુડ...4 વાગે અમારી મિટિંગ છે ...તો અગત્સ્ય ની હાલત જોઈને અને એ જે રીતે તારું નામ લે છે એ જોઇને અને એના અંકલ ના કહ્યા મુજબ તને મળ્યા પછી જે અગત્સ્ય ની અંદર ફેરફાર થયો છે એ બધાને ધ્યાન માં રાખીને કદાચ અગત્સ્ય નામના પેશન્ટ ની જવાબદારી તને સોંપવામાં આવશે ..."

આ સાંભળીને અયાના થોડી ચમકી ગઇ...

"તો તું ત્યારે તૈયાર હશે...?"

અયાના એ કંઈ બોલ્યા વગર જ હા માં ડોકું હલાવ્યું...

" રૂમ નંબર 39 માં અગત્સ્ય નામની વ્હાઇટ ફાઈલ હશે એ લઈને એક નજર મારીને જોઈ લેજે..."

વાતચીત પૂરી કરીને અયાના રૂમ નંબર 39 તરફ નીકળી પડી...એના મનમાં અગત્સ્ય નામના વિચાર જ ચાલી રહ્યા હતા...જ્યારે એને આશ્રમ માં જોયો ત્યારે એવું કંઈ લાગતું પણ નહતું કે આને કોઈ બીમારી હશે...એટલે અગત્સ્ય ની ફાઈલ જોવા માટે અયાના ખૂબ ઉતાવળી થતી હતી...

રૂમ નંબર 39 ની અંદર ની રૂમમાંથી ફાઈલ લઈને નીકળતી સમીરા ઓટોમેટિક બંધ થઈ જતાં બારણાને ઉઘાડવાની કોશિશ કરતી હતી પરંતુ લોક જામ થઈ ગયો હતો... એણે પરાણે કોશિશ કરી પણ લોક ખુલ્યો નહિ...ત્રણ થી ચાર વાર લોક આમથી તેમ કર્યા બાદ સમીરા ના સારા નસીબ ના કારણે લોક ખુલી ગયો....બહાર આવીને સમીરા એ થોડું શ્વાસ લેવા માટે ઉભુ રહેવું પડ્યું...કારણ કે અંદરની રૂમ ચારેબાજુથી પેક હતી...
બહાર આવીને એણે પ્યુન ને કહ્યુ...
"અંદરની રૂમનો લોક તો ખરાબ થઈ ગયો છે..."
"હા મેમ, મને ખ્યાલ છે મે ફોન કરી જ દીધો છે...એક બે કલાક માં એ સરખો કરી જશે ..."

"સમીરા ...." દેવ્યાની એ સમીરા ને અવાજ લગાવ્યો ...
સમીરા એની તરફ ફરી...

"મારે તારું કામ છે ચાલ તો નીચે...."

"બોલ ને શું કામ છે ..."

" અમારી ફિલ્ડ માં એક એવી પેશન્ટ છે જેનું નામ સમીરા છે અને જ્યારે મે તારી વાત કરી તો એ તને મળવા માંગે છે...પ્લીઝ એકવાર એને મળી લઈશ તો એને ખૂબ ખુશી થશે ..."

"હા હા શ્યોર... ચાલ અત્યારે જ...એમ પણ મારે એક પેશન્ટ ને થોડી વાર પછી મેડીસીન આપવા માટે જવાનું છે...."

"તમે પ્લીઝ અત્યારે જ બીજી વાર ફોન કરી દો નહીંતર કોઈક બીજું પણ અંદર ફસાઈ જશે તો પ્રોબ્લેમ થઈ જશે..." પ્યુન તરફ ફરીને સમીરા બોલી અને બંને ત્યાંથી નીચેની તરફ ચાલવા લાગી...

પ્યુને ટેબલ ઉપર થી એક વ્હાઇટ ફાઈલ લઈને બારણાં પાસે અડકતી મૂકી જેથી બારણું બંધ ન થઈ જાય...

રૂમ નંબર 39 પાસે આવીને ક્રિશય અંદર આવ્યો ...ફાઈલ નો કલર યાદ કરવાની ખૂબ ટ્રાય કરી ત્યારે એને યાદ આવ્યું કે બે ફાઈલ બ્લૂ હતી અને એક લાલ હતી...
રૂમમાં એક ધારદાર નજર ફેરવીને ક્રિશયે બધી બ્લૂ અને લાલ ફાઈલો કાઢી કાઢીને ચેક કરી લીધી પરંતુ એક પણ ફાઈલ એ નહતી જે ડો.પટેલે આપી હતી ...

ફાઈલો ને એની જગ્યાએ ગોઠવીને ક્રિશય અંદર ની રૂમ તરફ આવતો હતો ત્યારે પ્યુને જણાવ્યું કે "એ દરવાજા નો લોક ખરાબ છે એટલે ધ્યાન રાખજો બંધ ન થઈ જાય ..."

"ઓકે ...."
અચાનક ક્રિશય ને યાદ આવ્યું કે કદાચ ફાઈલ વિશે ગિરીશ ને ખબર હોય ...એ પ્યુનનું નામ ગિરીશ હતું ...

"હેય ગિરીશ...કાલે હું અહીંયા કોઈ બ્લૂ કે લાલ ફાઈલ લઈને આવેલો?

થોડું યાદ કરીને ગિરીશે થોડું વિચારીને જવાબ આપ્યો...

" ના ...પણ કાલે મે તમારા હાથમાં એ ફાઈલ જોઈ હતી ...તમે રૂમ નંબર 41 માં એ લઈને જતા હતા કદાચ એવું મને લાગ્યું..."

"તું જરા ત્યાં જઈને ચેક કરી આવને ..."

" હા હું હમણાં જ આવું..."

ગિરીશ ફાઈલ લેવા માટે રૂમ નંબર 41 તરફ આગળ વધ્યો અને ક્રિશય અંદરની રૂમમાં આવ્યો ત્યારે બારણાં પાસે ફાઈલ પડેલી જોઈને એ ફાઈલ ત્યાંથી ઉઠાવી લીધી...ત્યારે એને યાદ આવ્યું કે લોક ખરાબ છે એટલે ગિરીશે અહીંયા મૂકી હશે અને આવા આઈડિયા ગિરીશ ને જ આવી શકે એવું વિચારીને એણે મનમાં હસી લીધું...એ ફાઈલ ને ફરી ત્યાં જ ગોઠવી ને એ પોતાની ફાઈલ શોધવા લાગ્યો...

એટલી વારમાં અયાના ત્યાં પહોંચી ગઈ એને તો ખૂબ જ ઉતાવળ હતી અગત્સ્ય ની ફાઈલ જોવાની...
ઉપર સુધી નજર કરી પણ વ્હાઇટ ફાઈલ નજરમાં ન આવી...પાછળ ફરીને ટેબલ ઉપર જોયું તો ત્યાં એક ફાઈલ હતી ...એ જોઇને અયાનાને ખુશીનો પાર ન રહ્યો....મોટા મોટા બે પગલા ભરીને એ ફાઈલ હાથમાં લીધી ત્યારે જાણ થઈ કે એ ફાઈલ કોઈક અમિત શાહ ની હતી...

એ ફાઈલ ફરી ત્યાં જ છોડીને અયાના એ ડાબી તરફ નજર કરી ત્યારે બારણાં પાસે પડેલી વ્હાઇટ ફાઈલ જોઇને ફરી એના ચહેરા ઉપર રોનક છવાઈ આવી ...દોડીને એણે એ ફાઈલ હાથમાં લઈ લીધી એના ઉપર અગત્સ્ય જોઇને એની ખુશીનો પાર છલકાઇ ગયો...

"અમમમ...." એક લાલ ફાઈલ પોતાના મોઢામાં અને બંને હાથથી એક દસ બાર ફાઇલનો થપ્પો હાથમાં પકડીને ઉપર ટેબલ ઉપર ઊભેલો ક્રિશય અયાના ને અવાજ આપી રહ્યો હતો....

અયાના એ ત્યાં નજર કરી એટલે એને લાગ્યું કે ક્રિશય પોતાના હાથમાં પકડેલ થપ્પા માટે હેલ્પ માંગી રહ્યો છે એટલે દોડીને એની નજીક આવી ત્યાં બારણું બંધ થઈ ગયું....

એ જોઇને ક્રિશય ના હાથમાંથી ફાઈલ નો થપ્પો પડી ગયો ...

"સત્યનાશ...." મોઢામાંથી ફાઈલ કાઢીને ક્રિશય બોલ્યો ...

એ સાંભળીને અયાના હસી અને ફાઈલો નો થપ્પો કરવા લાગી...

"હસે છે શું...ફાઈલ પડી એટલે સત્યનાશ નથી બોલ્યો...બારણું બંધ થઈ ગયું આમ જો..."

"તો એટલી ઓવર એક્ટિંગ શું કરે છે એ તો હમણાં ખુલી જશે ..."

થપ્પો ટેબલ ઉપર મૂકીને અયાના બારણાં પાસે આવી અને ખોલવાની ટ્રાય કરી પણ ખુલ્યો નહિ...

"એ નહિ ખૂલે ... જામ થઈ ગયો છે ..."

"તને ખબર હતી તો કહેવાય નહી..."

"તો બોલતો તો હતો પણ તારે એટલી ઉતાવળ હતી ને કે સીધી અંદરજ આવી ગઇ..."

" મને એમ થયું તારે હેલ્પ જોઈતી હશે ..."

"ઓકે ઓકે ચલ એને છોડ...અને વિચાર હવે શું કરવાનું છે...."

"શું કરવાનું હોય...ફોન કરશું કોઈક ને ..."

"મને લાગે છે મૂવી ની જેમ ફોનમાં નેટવર્ક પણ નહિ હોય..." એટલું બોલીને ક્રિશય હસવા લાગ્યો...
ત્યાં અયાના એ પોતાના ફોનમાં આવતું નેટવર્ક બતાવીને ક્રિશય ની હસી દૂર કરી દીધી ...

"લે હું ગિરીશ ને ફોન કરું ..."

"કોણ ગિરીશ...."

" રૂમ નંબર 39 નો પ્યુન..."

"હા તો એને જ કર ફોન એટલે બીજાને ડિસ્ટર્બ ન કરવા નાની એવી વાતમાં..."

ક્રિશયે બે થી ત્રણ વખત ટ્રાય કર્યો પણ ગિરીશ તો ફાઈલ ગોતવા માં મગ્ન હતો...

ફાઈલ ન મળતા ગિરીશ રૂમ નંબર 39 માં આવ્યો ત્યારે એને જાણ થઈ કે અંદરની રૂમનું બારણું બંધ થઈ ગયેલું હતું....

"ક્રિશય સર તમે અંદર છો..."
બારણું ખખડાવીને ગિરીશ બોલ્યો...

"એલા, ગિરીશ ક્યાં હતો ફોન તો ઉપાડાય ને..."

ક્રિશય નો અવાજ બહાર ખૂબ ધીમો આવી રહ્યો હતો ....ખૂબ જીણવટ થી સાંભળીને ગિરીશે પોતાનો ફોન જોયો અને કોલબેક કર્યો...

ક્રિશયે વિશ્વમ ને પણ કોલ કરીને ત્યાં બોલાવી લીધો અને બીજા બધાને કહેવાની ના પાડી કેમ કે આટલી નાની પ્રોબ્લેમ માં બધાને અહીંયા ભેગા કરવા માંગતો ન હતો ...

રૂમ ની અંદર અયાના ટેબલ ઉપર બેઠી હતી અને પરાણે બારણું ખોલવાની કોશિશ કરતા ક્રિશય ને જોઈ રહી હતી ...
ક્રિશય બારણાં ને હાથથી કે પગથી લાતો મારી રહ્યો હતો...

અયાના ક્રિશય ને જોવામાં એટલી વ્યસ્ત હતી કે એની બાજુ માં પડેલી અગત્સ્ય નામની ફાઈલ પણ એને યાદ નહતી રહી...

બંને હાથ કમર ઉપર મૂકીને હારી ગયેલ ક્રિશય અયાના તરફ ફર્યો...

"બેસી જાને અહીંયા...શું ખોટે ખોટી મગજમારી કરે છે...બહાર વિશ્વમ અને ગિરીશ છે ને એ કંઈક ને કંઇક કરી જ લેશે..."

ક્રિશય ટેબલ પાસે આવીને ઊંધો ફરીને બેઠો...અને બોલ્યો...
"તને યાદ છે અયાના ... આપણે નાના હતા ત્યારે પેલા લાકડાના ઘરમાં ફસાઈ ગયા હતાં...."

"હા ત્યારે આપણે બેય જ સાથે હતા..."

"મને તો લાગે છે તું જ પનોતી છે મારી લાઇફમાં..."

"કેમ વળી હું...તું પણ મારી સાથે જ ફસાય છે તો તું પણ હોય શકે..."

આ લાઈન ઉપર અયાના નો કોઈ સામો વળતો જવાબ સંભળાયો નહિ એટલે ક્રિશયે આગળ ચલાવ્યું...

"અને ત્યારે તો તને શ્વાસ પણ નહતો લેવાતો...સારું થયું ફટાફટ બારણું ખુલી ગયું નકર તારા મર્ડર નો વાંક તો મારી ઉપર જ આવાનો હતો..." બોલીને ક્રિશય જોર જોરથી હસવા લાગ્યો...ત્યારે એને કોઈકના જોર જોરથી લેવાતા શ્વાસ નો અવાજ આવ્યો...જાણે કોઈ પરાણે શ્વાસ લઈ રહ્યું હોય...

ત્યારે ક્રિશય ને યાદ આવ્યું કે અયાના ને ક્લોસ્ટ્રોફોબિયા છે અને પેક રૂમમાં રહેવાથી એને શ્વાસ ની પ્રોબ્લેમ થાય છે...

ફટાફટ એ ટેબલ ઉપર થી નીચે ઊતર્યો અને અયાના તરફ ફર્યો...

અયાના મોઢેથી પરાણે શ્વાસ લેવાનો પ્રયત્ન કરી રહી હતી...એની આંખો અર્ધખુલી અને અર્ધબંધ હતી...એ કંઇક બોલી રહી હતી પરંતુ એના મોઢા માંથી શબ્દો નીકળતા ન હતા...

(ક્રમશઃ)