એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૪)
મારૂં નામ મયુર, મે તમને આગળનાં ભાગમાં જણાવ્યા મુજબ મારૂં બસ જોડે એકસીડન્ટ થયું હતું. મારી સારવાર ચાલી રહી હતી થોડીક વાર થઈ ત્યારબાદ ડોકટર બહાર આવ્યાં અને મારા પપ્પા જોડે વાત કરવાં લાગ્યાં કે તમારા બાબાની હાલની સ્થિતિ ખૂબ જ નાંજૂક છે અને તેનાં મોં માંથી લોહી બહુ જ વહી ગયું છે અને તેની હાલત બવ જ ખરાબ થઇ ગઇ છે અને ડોકટરે એમ પણ કીધું કે, તમારા બાબાને બંચાવવો ગણો મુશ્કેલ છે કેમ કે તેનાં મોં માંથી લોહી બહુ જ નીકળી જવાનાં કારણે એનામાં એક ટકા જ જીવ રહી ગયો છે આ સાંભળીને મમ્મી-પપ્પા બંને બવ જ રોવા મળ્યાં. પછી શું થયું એ જ વિચારો છો ને….?
ડોકટરનાં આવું જ કહેતા મમ્મી-પપ્પા બવ જ રોવા લાગ્યાં હતા. તેનાં થોડાક સમય પછી ડોકટર પાછા આવ્યાં અને મારા પપ્પાને કીધું કે, તમારા બાબાને સારી મોટી હોસ્પિટલમાં લઇ જવો પડશે. કેમ કે એની તબિયત બહુ જ ખરાબ છે અને તેને બચાવો બહુ જ મુશ્કેલ છે. તે સમયે ડોકટરે એક શબ્દ એવો કીધો જે સાંભળીને આપણે પણ રડી પડીયે. ઘણાં લોકો એવાં હોય છે જે ભગવાનમાં નથી માનતાં અને ડોકટરને એ જ ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. પણ એ સમયે ડોકટરએ મારા પપ્પાને એમ કીધું કે, આ તમારો બાબો નહિં પણ હું મારો બાબો સમજી ને તેનું ઓપરેશન કરીશ પણ બીજું તો તમે તમારા માતાજી-ભગવાનને પ્રાર્થના કરો, હું તો ખાલી તમારા બાબાને મારો છોકરો સમજીને તેને બચાવાનો પ્રયાસ કરીશ. હવે તમે પણ સમજી ગયાં હશો કે ભગવાનનો દરજ્જો આપનાર ડોકટરએ જ આવું કીધું હોય તો એનાં આ કહેવાથી મારા મમ્મી-પપ્પા ની શું હાલત થઈ હશે.
ત્યારબાદ તા.૧૮/૦૭/૨૦૦૮, શુક્રવારનાં રોજ સાંજે મને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયાં અને ત્યારબાદ રાત્રે ૧૧:૦૦ વાગ્યે મને ઓપરેશન થીયેટરમાં લઈ ગયાં અને મારા મમ્મી-પપ્પા, મારી મોટી બહેન અને મારા જેટલાં પણ સગાં-વહાલાં છે એ બધાં આવી ને બેસી ગય અને તે સમયે મારૂં ઓપરેશન ચાલી રહ્યું હતું. સવારનાં ૪-૫ વાગતાંનાં મારૂં ઓપરેશન પુરૂં થયું અને ડોકટર બહાર આવ્યાં અને મારા મમ્મી-પપ્પા જોડે ગયાં અને કીધું કે ઓપરેશન સફળ રહયું અને મેં તમારા બાબાને બચાવી લીધો છે. આ સાંભળ્યાં બાદ મમ્મી-પપ્પા થોડીક રાહત મળી. ત્યારબાદ મને ઓપરેશન થીયેટરમાંથી બહાર લાવ્યાં મારા મમ્મી-પપ્પા અને મારી બહેન લોકોએ મને જોયો ત્યારબાદ મને સીધો જ આઈ.સી.યુ. મા લઇ ગયાં હતાં.
પણ મને બચાવવામાં માટે ડોકટરએ, મારા મમ્મી-પપ્પા અને મારી બહેન એ રાત-દિવસ એક કરી નાખ્યો હતો. ભગવાન માતાજીની ખૂબ જ પ્રાર્થના કરી અને ડોકટરએ પણ ખૂબ જ મહેનત કરી અને મમ્મી-પપ્પા, બહેનની સારી ભક્તિના કારણે હું અત્યારે જીવિત છું. ત્યારબાદ મારી સારવાર ચાલતી રહી અને મારા શરીરને સરખું થવામાં બે વર્ષ નીકળી ગયાં અને અત્યારે હું એકદમ થીક છું અને મને અત્યારે કોઈપણ જાતની પ્રોબ્લેમ નથી અને હું પહેલાં જેમ હતો એમ જ અત્યારે પણ છું.
આજે પણ હું એ દિવસ યાદ કરું તો મારી આંખમાં આસું આવી જાય છે. પણ મને એ વિચારીને વધારે ખુશી મળે કે આ મારો બીજો જન્મ છે અને આ મારા બીજા જન્મ પાછળ મારા મમ્મી-પપ્પા અને મારી બહેનની સાચી ભક્તિ, સારા કર્મો અને ખૂબ જ ભાગદોડનાં કારણે આજે હું આપ સૌની સાથે સામિલ છું.
મારા આ નવાં જીવનની આગળની વાત તમને હું તમને હું મારા બીજા ભાગમાં જણાવીશ...
હું આશા રાખું છું કે, મારી આ યાદગાર અને દુખ-દાયક કહાની તમને ખૂબ જ ગમી હશે અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
----------------*----------------*---------------