One unique biodata - 30 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૦

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૦


સાંજના સમયે સતરંગ કોફીશોપમાં માનુજ,દિપાલી અને સલોની બેસ્યા હતા.

"વુડ યૂ લાઈક ટુ હેવ કોફી સર"સતરંગ કોફીશોપના એક વેઇટરે માનુજને પૂછ્યું.

"આઈ લેટ યુ નો આફટર ટેન મિનિટ્સ"માનુજે જવાબ આપ્યો.

"ઓકે સર"

"માનુજ દેવભાઈ અને નિત્યા ક્યાં પહોંચ્યા?"

"બસ પાંચ-સાત મિનિટમાં આવી જશે"

"સલોની નકુલકુમાર ક્યાં રહ્યા?"

"આઈ એમ હિઅર"નકુલ આવતાની સાથે બોલ્યો.

"કેમ છો નકુલકુમાર?"દિપાલીએ નકુલને પૂછ્યું.

"બસ જલસામાં દીદી"

"સરસ સરસ"

"તમે બોલો"

"બસ અમારે પણ જલસા"

"મેં સાંભળ્યું તમારા લગ્નની ડેટ નક્કી થઈ ગઈ,કેવી ચાલે છે તૈયારી?"

"તમને કોને કહ્યું?"દિપાલીએ પૂછ્યું.

"આ સામે તારી બેન બેસી છે એણે જ કહ્યું હશે,સેમ તારા જેવી જ છે પેટમાં કોઈ વાત પચતી જ નથી"માનુજ બોલ્યો.

"હજી તો ઘણી વાર છે"દિપાલીએ કહ્યું

"મારી કંઈ પણ મદદ જોઈએ તો મને કહી દેજો"

"ઓકે"

*

દેવ અને નિત્યા સતરંગ કોફીશોપ જઈ રહ્યા હતા.ગાડીમાં બેસી ત્યારની નિત્યા એકદમ ચૂપ હતી.દેવ એને બોલાવવાના ઘણા પ્રયત્ન કરી રહ્યો હતો.એને ના ગમતા સોન્ગ વગાડ્યા,એસી ફૂલ કરી લીધું જેથી નિત્યાને ઠંડી લાગે અને એ એસી બંધ કરવાનું કહે પણ નિત્યાએ એનો દુપટ્ટો ઓઢી લીધો પણ મોઢામાંથી એક શબ્દ પણ ના બોલી.

દેવથી રહેવાયું નહીં.છેવટે એને પૂછી જ લીધું,"યાર કંઈક બોલને"

દેવનો ઊંચા અવાજે બોલ્યો હોવાથી નિત્યા એની સામે જોઈ રહી.

"સોરી તો કહ્યું યાર,હવે બીજું શું કરું?"

"પણ હું ક્યાં કઈ કહું છું"

"તો કહે,શું પ્રોબ્લેમ છે?"

"કંઈ જ પ્રોબ્લેમ નથી સાચે જ"

"લાગતું તો નથી"

"કેમ?"

"આમ નોર્મલ તું મારી સાથે બેસી હોય છે ત્યારે હજાર શબ્દો બોલીને મારુ માથું ખાય છે અને આજે મૌન વ્રત કેમ લીધું છે"

"તારે તો ખુશ થવું જોઈએ,મારી બકબક બંધ છે આજે"

"તારા બોલવાથી મને કંઈ પ્રોબ્લેમ નથી,તું મારી દરેક વાતમાં બોલી શકે છે પણ અમુક વાર તું એકને એક વાત વારંવાર રિપીટ કરે એટલે મને નથી ગમતું"

"ઓકે ફરીવાર ધ્યાન રાખીશ"

"એન્ડ સોરી વન્સ અગેઇન"

"તું પણ મને વારંવાર સોરી કહે છે એ મને પણ નથી ગમતું"નિત્યાએ ધીમી સ્માઈલ આપતા કહ્યું.

"ઓકે,હવેથી હું પણ ધ્યાન રાખીશ"

બંને એકબીજાની સામે જોઈ હસી પડ્યા.વાતોવાતોમાં સતરંગ કોફીશોપ આવી ગયું.બંને અંદર ગયા.

"ઓહ,આવો આવો મોંઘેરા મહેમાન.તમારી જ રાહ જોવાઇ રહી હતી"નકુલ એની ચેરમાંથી ઉભો થઈને બોલ્યો.અને પછી નિત્યા માટે ચેર ખેંચી અને બેસવાનો આગ્રહ કરતા કહ્યું,"પ્લીઝ,સીટ પ્રોફેસર મેમ"

"થેંક્યું બોસ"

નકુલે નિત્યા માટે ચેર ખેંચી હોવાથી દેવ નકુલની સામે એકી ટસે જોઈ રહ્યો હતો.નકુલ દેવ સામે જોઈને બોલ્યો,"આમ શું જોઈ રહ્યો છે!.......તારે ચેર ખેંચવી હતી"

"મને એમ કે તું મારા માટે પણ ચેર આમ કરીશ"

"એતો ખાલી છોકરીઓ માટે જ હોય"

"કેમ છોકરાઓની કોઈ ઈજ્જત નથી?"

"છે ભાઈ છે,લે બેસી જા હવે"નકુલે દેવના બેસવા માટે ચેર ખસેડતા કહ્યું.

"થેંક્યું બોસ"

"નોટ વેલકમ,પ્રોફેસર સાહેબ"નકુલે મોઢું બગાડીને કહ્યું.

"ભાઈ બધા શું લેશો બોલો?"માનુજે બધાને પૂછ્યું.

"કોલ્ડ કોફી"બધા એકસાથે બોલ્યા.

"ઓકે,વેઈટર"માનુજે વેઈટરને બોલાવ્યો અને ઓર્ડર આપ્યો.

"ઓકે સર,થેંક્યું"વેઇટરે કહ્યું.

"બોલો તો હવે કાલ મેં ગ્રુપમાં મોકલ્યું હતું એ બધાએ જોયું જ હશે,શું ઈચ્છા છે તમારી?"માનુજે પૂછ્યું.

"પ્લાન તો બઉ જ મસ્ત છે,બધા સાથે મજા આવશે"દિપાલીએ કહ્યું.

"કેટલા દિવસનું છે?"નકુલે પૂછ્યું.

"મારે તો એટલી રજા મળશે કે નઈ એ પ્રોબ્લેમ છે"દેવે કહ્યું.

"અરે મળી જશે,ચિંતા ના કર"સલોનીએ દેવના ખભા પર હાથ મુકતા કહ્યું.

"હું બધી જ ડિટેઇલ્સ તમને સેન્ડ કરી દઉં છું છતાંય હું જાતે કહી દઉં.જોવો દસ દિવસનો ટ્રેકિંગ કેમ્પ છે.અગિયારમાં દિવસે ઘરે પહોંચીશું.જો તમારી ઈચ્છા હોય તો તમે મને બે દિવસમાં કહી દો હું તમારા બધાનું બુકીંગ કરવી લઈશ"

"પણ છેક જાન્યુઆરીમાં જવાનું છે તો અત્યારથી બુકીંગ કેમ?"દેવે પૂછ્યું.

"અરે એ એન્જીઓમાં વહેલા જ બુકિંગ કરાવવું પડે"માનુજે જવાબ આપ્યો.

"તમારે બંનેને મેરેજ પહેલા જ હનીમૂન પર જવું છે?"સલોનીએ દિપાલી અને માનુજને ચીડવવા બોલી.

"ના ના મેરેજ પછી તો ડાયરેક્ટ કેનેડા જઈશું સાલી સાઈબા"માનુજ સલોનીના ગાલ ખેંચતા બોલ્યો.

કોફી આવી ગઈ અને બધાએ પોતપોતાની કોફી લઈ પીવા લાગ્યા.

"હા નઈ,તમારી કંપનીમાંથી તમને છ મહિનાની લેટ ટિકિટ ફાડી કેનેડા જવાની નહીં તો તમે અને દીદી અત્યારે પેલું ગીત ગાઈ રહ્યા હોત,
'મેં યહાં તું વહાં,ઝીંદગી હૈ કહા'

"તું ચૂપ રે અને બોલ તારે આવું છે ને"

"હા કોઈ આવે કે ના આવે હું તમારા બંને વચ્ચે કબાબમાં હડ્ડી બનવા ચોક્ક્સ આવીશ,અને હા નકુલ પણ આવશે"

"એક વાર એમને તો પૂછ"દિપાલીએ કહ્યું.

"એને પૂછવાની જરૂર નથી એ આવશે જ"

"દેવ તું?"

"આટલા દિવસ રજા મળે એવું મને લાગતું નથી"

"કાલ પૂછી જો કોલેજમાં"

"ઓકે"

બધા જ વાતો કરી રહ્યા હતા પણ નિત્યા ક્યાંક અલગ દુનિયામાં ખોવાયેલી હતી.

"ઓય બહેના,કઈ દુનિયામાં છે તું"માનુજે નિત્યાને પૂછ્યું.

"હા"

"સરસ લે,નિત્યાએ પણ હા કહી દીધું"

"ઓ ભાઈ મેં કઈ હા નથી કહ્યું"

"તો ના"

"યાર મારી ઈચ્છા તો છે પણ મનાલી જવાનું હું વિચારી પણ ના શકું"

"કેમ?"

"ત્યાં બહું જ ઠંડી હોય એ મારાથી સહન ના થાય,અહીંની નોર્મલ ઠંડીમાં પણ મારું કોકડું જામી જાય છે"

"અરે કંઈ ના થાય"

"ઓકે તો બધા મને બે દિવસમાં ફાઇનલ ડિસીઝન કહી દો"

"હું,નકુલ અને દેવ તો કનફોર્મ છીએ.હવે નિત્યાનું બાકી"સલોની બોલી.

"ના હો મારુ કનફોર્મ નથી.હું પહેલા કોલેજમાં વાત કરું પછી કંઈ કહી શકાય"

"યાર તું મનાઈ લેજે ને.આપણે ત્રણ સાથે કેટલા વર્ષો પછી જઈશું ક્યાંક બહાર"

"હા,છેલ્લી વાર આપણે ત્રણે સાથે કચ્છ-ભુજ ગયા હતા યાદ છે?"નકુલે દેવ અને સલોનીને પૂછ્યું.

"હા,એ દિવસો હું ક્યારેય ના ભૂલી શકું.ત્યાં દેવે જે મહાન કામ કરી બતાવ્યું હતું એ હું ક્યારેય ના ભૂલી શકું"સલોની બોલી.

"કેમ એવું તો શું મહાન કામ કર્યું હતું દેવે?"દિપાલીએ પૂછ્યું.

"કંઈ નહીં"દેવ બોલ્યો.

"ના ના ઉભા રહો હું કહું"સલોની બોલી.

સલોની બોલવા જતી હતી ત્યાં દેવે એના મોઢા પર હાથ મૂકી દીધો અને બોલ્યો,"યાર પ્લીઝ,આપણે ત્રણે પ્રોમિસ કરી હતી કે એ વાત કોઈને કહેવાની નહીં"

નિત્યાને જાણીને આશ્ચર્ય થયો કે એવી તો શું વાત હશે જે દેવે મને પણ નથી કહી.પછી પોતાની જાતે જ જવાબ આપ્યો કે એ વખતે દેવ થોડી મારા જોડે રહેતો હતો.આખો દિવસ સલોની અને નકુલ સાથે જ ફરતો હતો ને.

"સારું સારું નથી બોલતી છોડ મને"સલોનીએ કહ્યું.

"અંધારું થવા આવ્યું છે,ઘરે જઈશું હવે?"નિત્યા બોલી.

"ઠંડીની સાથે સાથે તને અંધારાથી પણ ડર લાગે છે"સલોનીએ કહ્યું.

"એ તો છે જ ફટું,બધાથી ડરે છે"દેવે સલોનીની હા માં હા મિલાવતા કહ્યું.

આજ ફરીથી નિત્યાને સલોનીમાં પહેલા જેવો સ્વભાવ દેખાયો.એને થયું કે સલોની કેમ આમ બોલી."કદાચ મજાકમાં બોલી હશે કે મને નીચું દેખાડવા બોલી"એમ વિચારીને નિત્યાએ વાતને ત્યાં જ જવા દીધી.સલોની બોલી એના કરતાં દેવે એની મજાક ઉડાવી એ વાતનું નિત્યાને વધુ ખોટું લાગ્યું પણ એ ચૂપ રહી.બધા પોતપોતાના ઘરે જવા નીકળ્યા.

*

"હાઈ"નિત્યાને ક્યારની ચૂપ બેસેલી જોઈ દેવે વાત કરવાની શરૂઆત કરતા કહ્યું.

નિત્યાએ દેવની સામે જોયું અને મોઢું હલાવી ઇશારામાં પૂછ્યું,"શું"

"કેમ કંઈ બોલતી નથી?"

"એમ જ"

"તારે તો આજે ખુશ થવું જોઈએ"

"કેમ?"

"બે દોસ્તોનું મિલન મિશન પૂરું થયું"

"મતલબ?"

"તારી ઈચ્છા હતી ને કે હું અને સલોની ફ્રેન્ડ બની જઈએ"

"હા"

"તો એ ઈચ્છા પૂરી થઈ ને"

"તું ખુશ છે?"

"હા"

"તો હું પણ ખુશ છું"

"યાર કોલેજમાંથી આટલી રજાઓ મળવી મુશ્કેલ છે"

"હમ્મ"

"એકને જવાનું હોત તો કદાચ માની જાત પણ બે માટે મને નથી લાગતું એચ.ઓ.ડી સર નઈ જ માને"

"કોણે કહ્યું બે ને જવાનું છે"

"તું આવીશ જ ને"દેવ પ્રશ્નાર્થ નજરે નિત્યાની સામે જોઈ રહ્યો.

"મારી પાસે એક આઈડિયા છે"

"શું?"

"તું જા.તારા બધા લેકચર્સ હું લઈ લઈશ.સર સાથે પણ હું વાત કરી લઈશ"

"ચૂપ રે,તારે આવવાનું જ છે"

"તું તારા ફ્રેન્ડ સાથે તારી જૂની યાદો તાજી કરી આવ.હું મારા સ્ટુડન્ટસ સાથે એન્જોય કરું"

"તું આવીશ તો જ હું જઈશ"

"કંઈ વાંધો નહીં,તું પણ ના જઈશ"

નિત્યાને લાગ્યું દેવ મજાકમાં કહે છે કે એ નહીં જાય.આહ નિત્યાએ દેવ,સલોની અને નકુલની લાસ્ટ ટ્રીપ વિશે જાણ્યા પછી નિત્યાને લાગ્યું કે દેવ આ મોકો નઈ છોડે.આમ પણ દેવને હરવા-ફરવાનો બહુ જ શોખ હતો.

શું દેવ અને નિત્યા ખરેખર મનાલી ટ્રીપ પર નઈ જાય?

શું નિત્યા વિચારે છે એમ દેવ સલોની અને નકુલ સાથે ફરવા જવાનો મોકો નહીં છોડે?