Daityaadhipati II - 2 in Gujarati Mythological Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ II - ૨

Featured Books
Categories
Share

દૈત્યાધિપતિ II - ૨

મૃત આર્ટિસ્ટ થેઓએની આર્ટ “સેલિબ્રેટ” કરવા ઘણા કલાકારો ભેગા થવાના હતા.

ફ્લાઇટ પર સુધા પહેલા તેનું સિતાર ગયું. બધાની કતાર તેને પાછળથી જોઈ. અહીં કોઈને સત્ય ખબર ન હતી.

સુધાએ તેના વાળ નાના કરવી દીધા હતા, અને તેનો રંગ તો ભૂરો હતો જ.

ફ્લાઇટ સવારે પહોચી ગ્રનાડા, સ્પેનની રાજધાની.

સુધા જે હોટેલમાં રોકાઈ હતી, તે જ હોટેલમાં ઉઝબેકિસ્તાનનો રાજ્ય સમ્માનિત કલાકર પણ રોકાયો હતો. અબ્દુલઅઝીઝ. તેની સામે વાળો રૂમ એનો હતો. જ્યારે સુધા હોટેલ પોહંચી ત્યારે તે બહુ થકી ગઈ હતી. એકદમ થાકેલી - થાકેલી લગતી, અને જ્યારે તે રૂમમાં ગઈ ત્યાં તો ઊંઘી જ ગઈ.

આડા પડતા દિવસ જતો રહ્યો. હેરિટેજ હોટેલ હતી, પણ સુધાએ બારીઓની પેટર્ન ન જોઈ, વૉર્ડરોબની ચિત્રકારી, કે બેડની ઇચિંગસ પર ધ્યાન ન આપ્યું. સુધામાં કાળનો રસ ઊભરતા તે આ બધુ નોટિસ કરતી હતી.

અત્યારે તો તે ઊંઘતી હતી. ઉઠી ત્યારે બપોરનો 1 વાગ્યો હતો. તે બાથરૂમમાં ગઈ, ધીમે - ધીમે કપડાં નીકાળ્યા એન ઠંડા પાણીની ધાર નીચે બેસી ગઈ. પાણી વાળમાંથી તેના શ્વેત ખભા પર પોહંચ્યુ. નીચે ત્વચા થોડીક આચ્છિ હતી. ઘૂંટણ પર શ્વેતતા વધી ગઈ. તળિયું સાફ હતું. પછી સુધાએ શાવર બંધ કરી દીધું. તે પછી ઊંઘી ગઈ. 4 વાગ્યે ઉઠી તરત ડ્રૉઅર સામે બેઠી. મેક - અપ.

પહેલા લોશન, પછી ફાઉંડેશન, થોડુંક સિરમ. ચીન ઉપર એક લાઇટ ફાઉન્ડેશન. આંખો નીચે દૂધની મલાઈથી બનાવેલી ડાર્ક - સ્પોટ દૂર કરતી ક્રીમ. કોંટૌર્સ માટે મેટ મેકઅપ. પિન્ક લીપસ્ટિક, તેની પર ગલોસ. આંખો ઉપર સિલ્વર મસ્કરા. થોડુંક ગલોસ શેડો. પછી તે ઊભી થઈ ગઈ. તે પાર્ટીમાં પહેરવાના કપડાં પહેરીને જ ઊંઘી ગઈ હતી. થોડીક કરચલી હતી, પણ આ તો બનારસી સાડી હતી.

બહાર જતાં હિલ્સ લઈ લીધી, પહેરવાની તો ત્યાં પોહંચ્યા પછી જ.

મારો આધિપત્ય મને પાછો બોલાવે છે

સુધાએ બે કલાક પહેલા જે ફોન આવ્યો હતો, તે ફોનમાં સામેવાળાને ઊંઘમાં ને ઊંઘમાં કીધું હતું.

મારો આધિપત્ય પોકારે છે

સામેથી કોઈ જવાબ ન મળતા સુધાની અપેક્ષા વધી હતી.

ઊંઘે તે અપેક્ષા ધોઈ નાખી હતી.

બહાર પહોચતા ઉઝબેક તેને જઈને છક થઈ ગયો. જોતો જ રહી ગયો.

‘સુધા.’

‘અબ્દુલઅઝીઝ. હાવ વંડરફૂલ.’ તે જોતી જ રહી.
પાર્ટી માટે શૉફર જોયતો હતો. સામાન્ય ભાષામાં ડ્રાઈવર.

‘યુ રિમેમ્બર?’

આટલો મોડલ જેવો યુવક સુધાને યાદ કઈ રીતે ન રહે? ઉઝ્બેકિ લોકોમાં લોકોને છક કરવાની શક્તિ હતી. આજની પાર્ટી માટે આ બરાબર હતો.

સુધાને ખબર ન હતી, થેઓએની મૃત્યુ વાળી સેલિબ્રેશન ગોવામાં હતી.

ઉઝબેક સાથે વાતો કરતાં તે નીચે પોહંચી. તેની પાસે એક ચાલુ ગાડી હતી. તેમા બેસ્યા. તેનો ડ્રાઈવર ઉઝ્બેકિ ચરવાવાળા જેવો લાગતો હતો.

પાર્ટીમાં પોહંચ્યા ત્યાં સામે ગીતિકા ભટકાઈ ગઈ. એલીનોર એલીશીન સાથે તે કેનસ ફેસ્ટિવલની વાત કરતી હતી.

રીબોકએ આ વખતે ગીતિકાને ઇન્વાઇટ કરી હતી. ગીતિકાનો ભાઈ રીબોક ઈન્ડિયાનો કઈક હતો તે બધાને ખબર ન હતી. પણ સુધાને કોઈએ ઇન્વેન્ટ ન કરી હતી.

આજ પાર્ટીમાં છેલ્લો ચાંસ હતો. ચાંસ પે ડાન્સ કરલે.

સુધાએ તેની જઈપૂરી ફ્લોરલ સફેદ અને ગુલાબી સાડી પહેરી હતી. આ શાળીને જોતાં લોકો ફક્ત ને ફક્ત ઘાયલ થતાં હતા. સુધાને જોતાં લોકોના વિકૃત મોર ધનગનાટ કરી બેસતા હતા.

અને એ વાતની સુધાને ખબર હતી.

પછી તે સુગંધ આવી. પાણીની સુગંધ.

સુધાને પાછળ વળી જોવાની જરૂર નથી. હાથે તેનો હાથ ઝીલીઓ.

આધિપત્યમાં નળથી પાણી આવતા સુધાને જેટલી ખુશી થતી, તે અત્યારે તેના સ્મિતમાં ઝલકતું હતું.

આધિપત્ય તને લેવા આવશે.