બહુ બધી ખીલ્લીઓ હતી. આખી દીવાલ ખિલ્લીઓથી ભરાઈ ગઈ હતી.
‘મિથુન..’ મૌર્વિ ધીમેથી બોલી.
મિથુન મરી ગયો? પેલા લોકો આવ્યા તેમણે પાછા ઉપાળ્યા.
ઉપાળીને ક્યાંક લઈ ગયા. મૌર્વિ જોતી રહી ગઈ. મિથુન જતો રહ્યો.
સમર્થે પણ જોયું. ત્યુશાને પણ જોયું.
મિથુનનું શરીર તેમની આશાઓ સાથે ગયું, ખીલ્લીઓના સાગર નીચે..
હવે તેઓ એક રૂમમાં ગયા, ઉપરના માળે. ત્યાં પાણીજ હતું. વહેતુ પાણી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.. ત્યાં ફેંકી તે લોકોને છોડી ચાલ્યા ગયા..
મૌર્વિ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. પાણી બહુ ઠંડુ હતું. સમર્થ તેનો હાથ લઈ તરવા લાગ્યો. ત્યુશાન તો બહાર જોતો જ રહી ગયો. ‘આ કઈ જગ્યા છે?’ તેણે ધીમેથી પૂછ્યું.
મૌર્વિ તો રડતી જ રહી. સમર્થનો હાથ પકડી લીધો. ત્યુશાનતે કેવું લાગતું હતું.. તે મૌર્વિને ઓળખતો હતો, તેની મમ્મીએ તેને પોતાના દીકરાની જેમ ખવડાવ્યું હતું, અને હવે મૌર્વિ.
મૌર્વિતો અલગ જ પડી ગઈ હતી, સાવ દૂર. આવું તે શું થયું હશે આ બધી ક્ષણોમાં?
આ બધા વર્ષોમાં.. પાણી વધવા લાગયું.
સમર્થને ખબર પડી ગઈ હતી કે તેઓ મારવા માટે નહીં પણ ધાક બેસાડવા આવું કરી રહ્યા છે. પણ યુટીત્સ્યાને ખબર કઈ રીતે પડી?
અને એડલવુલ્ફા..
એક બાજુ મૌર્વિ હજુ રડતી હતી. ઉપરથી સીડી પરથી પાણી આવી રહ્યું હતું. ત્યુશાને સીડી પકડી, પણ હાથ છટકી ગયો. મૌર્વિએ ભાન સુધ્ધાં ન હોવે છતાં ઉપર જોયું, અને આસું મધ્યે ક્યાંક બે લાઇટ દેખાઈ. બલ્બ જેવો ઝીણો પ્રકાશ. હવે પાણીમાં તરતી આવી રહી હતી ઇલ માછલીઓ.
ઇલ માછલીઓ વીજળીના ચમકારો કરતી. એક તો તે ખારા પાણીમાં વીજળીથી પોતાની જાતનું રક્ષણ કરે છે, તેમણે ચોંટી ગઈ તો..
સમર્થે પણ બે લાઇટો જોઈ, તો તે ઉપર ચઢ્યો. મૌર્વિએ બેનિસ્ટર પકડી લીધું. ત્યુશાન ઇલથી બચવા બીજી તરફ જતો રહ્યો.
લાઇટના બલ્બ કોઈ જાળીમાં રાખ્યા હતા. એક પહેલા બંધ થતું, 8 ગણો ત્યાં બીજું બંધ થાય. સમર્થને લાગ્યું આમાં કશુંક તો એવું છે જ કે જેના થકી..
તો તે જાળીને અડયો. કરંટ ન આવ્યો, તો તેને જાળી ખેંચી. ખેંચતા તેને વિચાર આવ્યો, અને આખો બલ્બ હળવેથી હલાવ્યો.
નીચે ત્યુશાનની પાછળ એક ઇલ માછલી આવી, પણ જ્યારે ત્યુશાને જોયું.. તો બહુ વાર થઈ ગઈ હતી...
પાછો વરસાદ આવ્યો. સાંબેલાધાર વહેતું પાણી છત પરથી પડવા લાગ્યું. પાણીમાં તો હવે તરવું પણ કઈ રીતે?
ઇલ માછલીઓ મરવા લાગી. પાણીમાં ઝેર હતું?
હા, પાણીમાં ઝેર હતું.
નિર્બળતાના કાગળમાં વિંટડાયા સમર્થે ઝજોરથી જાળી તોડી દીધી. અને તે જ જાળી બલ્બ પર પછાડી.
અચાનક લાઇટો જતી રહી.
પાણી પાલતુ બંધ થઈ ગયું. બધુ કાળું.. કાળું..
પાણીમાં કોઈ પડછાયો પડતો ન હતો. આશું થયું?
‘વ્યા યુટીત્સ્યા..’
ઘણા બધા લોકો એક સાથે બોલ્યા.
મૌર્વિની કંપારી છૂટી ગઈ.
પછી તો શાંતિ હતી. કોઈ અવાજ નહી.
‘વ્યા..
‘યુટીત્સ્યા..’
અવાજ બહુ નજીક હતો, જાણે કોઈ કાનમાં ગાતું હોય.
પાણીમાં પડછાયો પળ્યો.
ઉપરથી લાઇટ આવી. ત્યુશાન, મૌર્વિ અને સમર્થ, બધાએ ઉપર જોયું.
ઉપર લોકો હતા, ભાત ભાતના લોકો. તેઓ નીચે જોતાં હતા.
સિક્કો નાખી કોઈ કેવી રીતે કૂવા સામે અપેક્ષાની સંકલમાં બંધઈ જુએ છે? તેવી જ રીતે આમની સામે પણ તે લોકો તેમ જોતાં હતા.
‘વ્યા.. સાલીએ..
મૌર્વિને આ ધૂન યાદ છે. ઓરેવાના એરપોર્ટ પર તેને સાંભળ્યું હતું.
અમે, યુટીત્સ્યા, અમે તમારી યુટીત્સ્યા-
ત્યાં જ સમર્થ ની નજર ત્રીજા વ્યક્તિ પર પડી.
એડલવુલ્ફા. તેની દીકરી. એ દીકરી નો દીકરો. અહીં બધા હતા.