Ek Pooonamni Raat - 81 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-81

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-81

એક પૂનમની રાત

પ્રકરણ-81

દેવાંશને ઝંખનાએ આઇસ્ક્રીમ આપ્યાં પછી દેવાંશે કહ્યું એ થોડું સમજી રહ્યો છું ત્યાં સિધ્ધાર્થે કહ્યું દેવાંશ તને સાચે બધુ સમજાઇ જશે થોડી ધીરજ રાખ. જે થશે એ તારાં અમે વ્યોમા માટે સારુંજ છે. ક્યારેક કોઇ કાર્ય પૂર્ણ થવાને આરે આવે ત્યારે થોડી પીડા થોડી ખુશી આપે છે. અને તું તો ગત જન્મથી બધું સાથે લઇ આવ્યો છું દેવાંશને બધું સાંભળી આષ્ચર્ય થઇ રહેલું... દેવાંશને એનાંથી વધુ આષ્ચર્ય એ હતું કે વ્યોમા ખૂબ આનંદમાં હતી એનો ચહેરો એવું દર્શાવતો હતો કે આજે એને ખુશી અને આનંદ ખૂબ મળી રહ્યો છે. દેવાંશને એ જોઇ સંતોષ થતો હતો.

વ્યોમાએ દેવાંશની સામે જોઇને કહ્યું દેવુ ચાલો હવે આ લોકો પણ આવી ગયાં ગરબે રમવા જઇએ. દેવાંશે કહ્યું ચાલો.. અનિકેત અને અંકિતાતો સિધ્ધાર્થ અને ઝંખનાનેજ જોઇ રહેલાં. દેવાંશ એનાં પ્રેમ નશામાં હતો. પણ અંકિતાને આજે બધું આષ્ચર્ય ભર્યું લાગી રહેલું. એણે અનિકેતને કહ્યું અનિકેત સિધ્ધાર્થ સરને આવાં રૂપ કે મૂડમાં કદી નથી જોયાં. એ કંઇક વધુજ રોમેન્ટીક મૂડમાં છે. અનિકેતે કહ્યું હું ક્યારનો એજ જોઇ રહ્યો છું મને તો લાગે છે કે આ બંન્ને કપલ કંઇક જુદાજ મૂડમાં છે જાણે એ લોકો સાથે કોઇ બીજી શક્તિ હોય. તને એવું નથી લાગતું ?

અંકિતાએ કહ્યું બસ હવે આવું બધુ ના બોલ મને તો બીજી શક્તિઓની વાતો સાંભળીનેજ ડર લાગે છે. ચાલો ગરબામાં જઇએ. ત્રણે કપલ ગરબામાં જોડાયાં અને જે ગરબાની ધૂન અને તાલ હતાં એમાં પરોવાયાં. દેવાંશ અને વ્યોમા એકદમ મગ્ન હતાં. ઝંખનાએ સિધ્ધાર્થને એનામાં પરોવી ગરબા ગાવાનાં ચાલુ કરેલાં એ લોકો પણ એકબીજામાં તન્મય હતાં.

ગ્રાઉન્ડમાં ગરબા સરસ રીતે ગવાતા હતાં અને ત્યાં દેવાંશ અને વ્યોમા અચાનકજ જુદીજ સ્ટાઇલ અને મુદ્દા સાથે રમતાં રમતાં ગ્રાઉન્ડની વચ્ચે પહોંચી ગયાં. એમની ગરબાની સ્ટાઇલ એટલી સરસ હતી કે બધાંની નજર એ લોકો તરફ જ મંડાઇ ગઇ બધાં એમનો વીડીયો ફોટો લેવા લાગ્યાં. વ્યોમા દેવાંશ એટલાં રસ તરબોળ હતાં કે એમને કોઇ બીજું ભાનજ નહોતું વ્યોમા દેવાંશની નજીક આવી એનાં ચહેરાં સામે જોઇ મલકાઇ રહી હતી દેવાંશ એનાંથી એટલો આકર્ષીત થઇ ગયો કે એણે બધાંની સામે વ્યોમાને ચૂમી લીધી... વ્યોમા બોલી ઉઠી મારાં દેવું.. દેવાંશે કહ્યું તું ખૂબ વ્હાલી મારી હેમાલી... વ્યોમા એવુ સાંભળીને જોરથી હસી પડી.. અને બોલી હવે તારાં હોઠ પર મારું નામ આવ્યું કેટલાં સમયથી તરસી રહેલી તારાં હોઠ પર મારું નામ આવે અંતે એ આજે આવી ગયું ત્યાં ઝંખના અને સિધ્ધાર્થ પણ વચ્ચે આવી ગયાં. સિધ્ધાર્થે કહ્યું દેવું તમે લોકો અહીં કેમ આવી ગયાં ? ઝંખનાએ હસતાં હસતાં કહ્યું આપણને અહીં બોલાવવા ચાલો સિધ્ધાર્થ અહીં ગરબે ધૂમીએ આજે મન મૂકીને રમીએ. અહીં દેવાંશ બે જણીઓ સાથે રમી રહ્યો છે રમવા દો તમે મારી સાથે રમો... આવી જાવ.

સિધ્ધાર્થેનો તો જાણે નવો અવતાર હતો એ બધીજ શરમ સંકોચ છોડીને ઝંખના સાથે ગરબા રમી રહેલો. કોઇ જુએ તો માનવા તૈયાર ના થાય પણ આ હકીક્ત હતી.

ગરબામાં કાર્યક્રમમાં 10 મીનીટનો વિરામ જાહેર થયો અને બધાં પોતપોતાની જગ્યાએ ઉભા રહી ગયાં. હવે પછી રાસ રમવા શરૂ થવાનાં હતાં.

દેવાંશ-વ્યોમા-અનિકેત-અંકિતા ઝંખના અને સિધ્ધાર્થ ત્યાં ગ્રાઉન્ડની સેન્ટરમાંજ નીચે જમીન પર બેસી ગયાં. સિધ્ધાર્થ ઝંખનાની સામે જોઇ રહેલો એનું રૂપ માણી રહેલો અને એનાં મોબાઇલ રણક્યો.

સિધ્ધાર્થે તરતજ ઉપાડ્યો સામે કાળુભા હતાં અને એમણે કહ્યું હાં કાળુભા બોલો. કાળુભાએ સિધ્ધાર્થને બધી માહિતી આપી. સિધ્ધાર્થ સાંભળી રહેલો એનો ચહેરો તંગ થઇ ગયો એણે કહ્યું કાળુભા તમે એ લોકોનો પીછો કરો કઇ બાજુ ગયાં ? કાળુભાએ કહ્યું સર એ લોકો અહીંજ છે ગ્રાઉન્ડમાં ગરબાની ભીડમાં ઘૂસી ગયાં છે અમે એમને શોધીજ રહ્યાં છીએ.

સિધ્ધાર્થનો ચહેરો તંગ થયેલો જોઇને દેવાંશે પૂછ્યું શું થયું સર ? સિધ્ધાર્થે કહ્યું તારા મિત્ર મિલીંદની બહેન વંદના સાથે એક્સીડન્ટ કરનાર માણસને કાર્તિક અને ભેરોસિહ સાથે કાળુભાએ જોયો એ લોકો અહીં ગરબાની ભીડમાં છે અને વધુ આષ્ચર્ય એ વાતનું છે કે અહીં વંદનાનાં ફાધર પણ કોઇ સાથે ગરબામાં આવ્યાં છે મને કંઇ સમજાઇ નથી રહ્યું.

ત્યાં ઝંખનાએ ક્હ્યું સિધ્ધાર્થે એ કાર્તિક અને ભેરોસિંહ પેલાં અભિષેક સાથે મને શોધવા આવ્યાં છે મને બધી એલોકોની ચાલ ખબર છે. એ લોકોનો ફાઇનલ ટાર્ગેટ દેવાંશ અને વ્યોમા છે.

સિધ્ધાર્થે આધાત અને આષ્ચર્ય સાથે કહ્યું તું આ કોને ક્યાં જોડી રહી છે ? કાર્તિક અને ભેરોસિંહ સાથે અભિષેક જે વંદનાનો ફીયાન્સ છે ? મને તો કંઇ સમજાતું નથી. અને એ લોકો દેવાંશની પાછળ શા માટે છે ? આ બધી ગૂંચવણ તું વધુ ગૂંચવી રહી છું ઝંખનાએ કહ્યું હજી આગળ આગળ જો શું થાય છે. હું કહુ છું એજ સાબિત થશે. કાળુભાને પૂછો કે વંદનાનાં પાપા ક્યાં છે ? કઇ તરફ છે ? હજી વંદના હોસ્પીટલમાં છે હજી બે દિવસ પછી રજા મળવાની છે તો અભિષેક અહીં કાર્તિક સાથે શું કરે છે ?

સિધ્ધાર્થ દેવાંશની સામે જોઇ રહ્યો. દેવાંશે કહ્યું અભિષેક કાર્તિક ભેરોસિંહ સાથે ? આ શું ગરબડ છે ? ત્યારે વ્યોમાએ દેવાંશ સામે જોઇને કહ્યું દેવું તને હમણાં બધી જાણ થઇ જશે એ લોકોને હજી ખબર નથી કે સિધ્ધાર્થ સર અહીંજ છે એ લોકો શોધતાં શોધતાં તારી પાસેજ આવી રહ્યાં છે. વ્યોમા આગળ બોલી સિધ્ધાર્થ સર તમે અહીંથી આધાપાછા થાવ. કાર્તિક લોકોને અહીં આવી જવા દો. તમે દૂરથી અહીંનું ધ્યાન રાખજો પ્લીઝ.

સિધ્ધાર્થે કહ્યું ભલે... ઝંખના સિધ્ધાર્થ સાથે ગઇ અને એનાં ચહેરાં પર વિકરાળ હાસ્ય હતું અને ત્યાં દેવાંશ અને વ્યોમા અનિકેત અંકિતા ઉભા હતાં ત્યાં કાર્તિક, ભેરોસિંહ અને અભિષેક એમની પાસે આવ્યાં. દેવાંશે આષ્ચર્યથી પૂછ્યું તમે અહીં ? ગરબા કરવા આવ્યાં છો ? અભિષેકે કહ્યું દેવાંશ વંદનાની સ્થિતિ ખૂબ ખરાબ છે એ તને મળવાં માંગે છે. દેવાંશે અભિષેક સામે જોયું પછી પૂછ્યું પણ કાર્તિક અને ભેરોસિંહ તમારી સાથે કેવી રીતે ?

અભિષેકે કહ્યું મેં એમને ગ્રાઉન્ડની બહાર જોયા અને તારાં વિશે પૂછ્યું એટલે એ લોકો એજ કહ્યું કે તું અહીં અંદર છે તારી જીપ બહાર પડેલી જોઇ અને એમને અહીં બીજા કોઇનું કામ હતું મને ખબર નથી. કાર્તિકે કહ્યું અમે ગરબામાંજ આવેલાં છીએ પણ અમારે કોઇને મળવાનું હતું એ પણ અહીં આવેલાં છે અને આ અભિષેકભાઇ મળી ગયાં.

દેવાંશે કહ્યું તમે મારી જીપ છે ત્યાં રાહ જુઓ હું હમણાં આવું છું એમ કહી અભિષેકને બહાર મોકલ્યો કાર્તિકે કહ્યું દેવાંશ પહેલું નોરતું છે મજા આવે છે ને ? અમે લોકો પણ અમારાં ગ્રુપમાં આવ્યાં છીએ આતો અભિષેક મળી ગયો અને તને મેળવવા અહીં આવ્યાં. ઓકે ચલ અમે જઇએ. એમ કહી એલોકો નીકળ્યાં.

ત્યાં દૂરથી સિધ્ધાર્થે બધુ જોઇ રહેલો એ દેવાંશની પાસે આવ્યો અને બોલ્યો આ શું ગરબડ છે ? ઝંખનાએ કહ્યું દેવાંશ એ લોકો મને શોંધતાં અહીં આવ્યાં છે અહીં એક વ્યક્તિ હાજર છે જેને મારી અહીંથી હાજરીની જાણ છે એ બધાં તંત્ર મંત્ર પણ કરે છે પણ એમ હું એ લોકોને હાથ નથી આવવાની.

બીજું દેવાંશ આ અભિષેક કોઇની ચાલ પર અહીં આવ્યો છે એ જૂઠુ બોલ્યો છે કે વંદના તને યાદ કરે છે પણ તું એની સૂચનો પ્રમાણે વંદના પાસેજ જા કોઇ મોટો ભેદ ત્યાં જઇને ખૂલશે અને તારાથીજ ખૂલશે હું અને સિધ્ધાર્થ એક મોટું કામ પતાવીને આવીએ છીએ અનિકેત અને અંકિતા તમે દેવાંશની સાથેજ રહો એ જરૂરી છે. દેવાંશે સિધ્ધાર્થ સામે જોયું અને સિધ્ધાર્થે કહ્યું ઝંખના કહે છે એમ કર પણ મારાં સંપર્કમાં રહેજો.

વધુ આવતા અંકે - પ્રકરણ - 82