Ek Pooonamni Raat - 80 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-80

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-80

એક પૂનમની રાત

પ્રકરણ-80

અલકાપુરીનાં ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ જામી હતી અને દેવાંશ વ્યોમા એકબીજા સાથે તાલ મિલાવી ગરબાની મજા માણી રહેલાં. અનિકેત અંકિતા પણ મશગૂલ હતાં. ત્યાં દેવાંશની બાજુમાંજ એક રૂપ રૂપનાં અંબાર જેવી યૌવના ગરબામાં જોડાઇ અને દેવાંશ અને વ્યોમાની સાથેજ ગરબા રમવા લાગી સુંદર મજાનાં ગરબાનાં શબ્દો ચાલી રહેલાં... માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.. ત્રણ તાલીનાં તાલમાં સરસ રીતે ગરબા ગવાઇ રહેલાં. દેવાંશ વ્યોમાની આંખોમાં આંખો પરોવી ગરબા રમી રહેલો. તેઓ બંન્ને જણાં ખૂબ રસ તરબોળ થઇને ગાઇ રહેલાં. પેલી નવયુવાન યૌવના દેવાંશની બાજુમાંજ ગરબા તાલમાં તાલ મેળવી ગાઇ રહી હતી એની નજર દેવાંશ તરફજ જડાયેલી હતી. દેવાંશે વ્યોમાં સાથે મેળવેલા તાલમાં બીજા કોઇની હાજરીની જાણજ નહોતી.

અંકિતાએ જોયું કે દેવાંશની બાજુમાં કોઇ ખૂબ સુંદર છોકરી ગરબા ગાઇ રહી છે એણે ગરબા રમતાં રમતાં અનિકેતનું ધ્યાન દોર્યું. અનિકેતે.. જોયુ એણે અંકિતાને કહ્યું આ નવયૌવના કોણ છે ? આટલી સુંદર છોકરી હજી મેં જોઇજ નથી. અને દેવાંશની બાજુમાં શું કરે છે ? અને દેવાંશનું તો ધ્યાનજ નથી.

ત્યાં ગરબાનાં શબ્દો અને ધૂન બદલાયા વચ્ચે તાલ ધીમી પડી અને ગરબો ઉપાડ્યો... હે મારે હારું પાટણથી પટોળા મોંધા લાવજો. એમાં રૂડા રે... અને દેવાંશને એક એક શબ્દ યાદ હતો એ આ ગરબો આવતાંજ જાણે ઉત્તેજીત થઇ ગયો ગરબાની લાઇન એ સાથે સાથે ગણગણવા લાગ્યો. અને ગરબો ચાલ્યો. છેલાજી રે... મારે હારું પાટણથી પટોળા મોંધા લાવજો. એમાં રૂડારે મોરલીયાં ચિતરાવજો પાટણથી પટોળા મોંઘા લાવજો. એક એક શબ્દે દેવાંશ કંઇક અપ્રતિમ લાગણીમાં પરોવાઇ રહેલો...પ્રેમનાં નશામાં જાણે વધુને વધુ રંગાવા લાગેલો. એની પ્રિયતમાં એને કહી રહી છે એનાં માટે પટોળા લાવવા વિનવી રહી છે દેવાંશ એ ગરબાનાં શબ્દોમાં ભાવમાં ડૂબી રહેલો એ છેલ છબીલો છેલૈયો અને એની પ્રેમિકા... જાણે સામે ઉભી છે અને પ્રેમ લાડથી એને વીનવી રહી છે ત્યાં દેવાંશની નજર બાજુમાં ગરબા ગાઇ રહેલી યૌવના પર પડે છે અને એ મોંહાંધ થાય છે એ ગરબા ગાતાં ગાતાં જમીન પર ઘૂંટણ રાખી બેસી જાય છે અને ગરબાનાં શબ્દો ગણગણે છે ત્યાં વ્યોમા આષ્ચર્ય થી જોઇ રહી છે એને ગુસ્સો આવે છે એ ખૂબ દુઃખી થઇને કહે છે દેવાંશ તું આ શું કરે છે ? આ યુવતી કોણ છે ?

દેવાંશ વ્યોમા સામે જુએ છે અને કહે છે તું તો છે મારી સામે બીજું કોણ ? તે તો મને કહ્યું મારા છેલાજી પાટણથી પટોળા મોંઘા લાવજો... તને તો હું જોઇ રહ્યો છું તુંજ તો મારી પ્રિયતમા, માશુકા મારી અપ્સરા છે.

વ્યોમા દેવાંશને વળગી ગઇ અને બોલી દેવું તું મને જોઇ રહેલો ? તું મનેજ કહી રહેલો ? તારી બાજુમાં કોઇ બીજી યુવતી જોઇ અને હું.. દેવે કહ્યું મારાં મનમાં વિચારમાં સ્વપ્નમાં બસ તુંજ છે. મને એવો અહેસાસ થયો કે પૂર્વ જન્મમાં પણ તું મારી સખી રહેલી પ્રેમીકા હતી અને તું એ સમયે પણ ગરબામાં આમજ કહી રહી છે હું તારાં મય થયેલો તનેજ કહી રહેલો.

અંકિતાએ અનિકેત સામે જોયું અને બોલી દેવાંશ વ્યોમાનેજ કહી રહ્યો છે પણ વ્યોમાની બરાબર બાજુમાં મેં કોઇ બીજી યુવતી જોઇ હતી અરે વ્યોમા બોલી રહી હતી ત્યારે એનાં ચહેરામાં પણ પેલીનો ચહેરો હતો મને તો કોઇ ગરબડ લાગે છે.

અનિકેતે કહ્યું હમણાં કંઇ બોલીશ નહીં તું જોયા કર હું હવે વીડીયો રેકર્ડ કરી લઇશ. અને વ્યોમા દેવાંશને વળગી પડે છે અને દેવાંશ કહે છે મારી વ્યોમા તું એટલી બધી સુંદર છે કે તારાં માટે પાટણથી પટોળા અવશ્ય લઇ આવીશ તું જ્યારે એ પહેરીશ ત્યારેજ મારી આંખો ડરશે અને બંન્ને જણાં ગરબાનાં શબ્દો પર ફરીથી તાલથી તાલ મિલાવી ગરબા કરવા માંડ્યાં.

અને ત્યાં દેવાંશનાં મોબાઇલ પર રીંગ આવી.

દેવાંશે ઇયર ફોન પહેરેલાં હતાં એટલે ગરબાનાં આટલાં અવાજમાં પણ રીંગ સાંભળી ફોન ઉપાડ્યો. સામેથી સિધ્ધાર્થે કહ્યું દેવાંશ તમે લોકો ક્યાં છો ? અમે આવીએ છીએ અને અલકાપુરી ગ્રાઉન્ડમાંજ છું અહીં આપણાં માણસો બંદોબસ્તમાં છે બધુ બરાબર ચાલી રહ્યું છે ને ?

દેવાંશે કહ્યું હાં સર ખૂબ મજા આવી રહી છે સર અમે ગરબાનાં મેઇન રાઉન્ડમાં જ છીએ તમે રમવા આવવા માંગો છો ? તો અમે સ્ટેજ તરફ પહોચીએ એટલે સ્ટેજની બાજુમાં બહાર નીકળી જઇએ તમે ત્યાં આવી જાઓ પછી સાથેજ અંદર રીએન્ટર થઇ જઇશું તમારી સાથે છે કોઇ કે એકલા છો ?

સિધ્ધાર્થે કહ્યું ના ના ગરબા રમવાજ આવ્યો છું એ પણ ટ્રેડીશનલ ડ્રેસમાં કોઇ ઓળખીજ નહી શકે અને મારી સાથે મારી ફ્રેન્ડ પણ છે તારાં માટે મોટી સરપ્રાઇઝ છે એમ કહી હસી પડ્યો અને બોલ્યો ચાલ સ્ટેજ પાસે હું આવી જઊં છું તમે રાઉન્ડમાં ત્યાં પહોચો એટલે નીકળી જજો જ્યાં આઇસ્ક્રીમની એડ છે એની બાજુમાં ઉભો રહું છું. દેવાંશે ઓકે કહી ફોન મૂક્યો.

ગરબા રમતાં રમતાં સ્ટેજની બાજુમાં આઇસ્ક્રીમ એડનું મોટું બોર્ડ આવ્યું અને દેવાંશ વ્યોમા અનિકેત અંકિતા બહાર નીકળી ગયાં અને ત્યાં ઉભા રહ્યાં અને સિધ્ધાર્થની રાહ જોવા લાગ્યાં. દેવાંશે કહ્યું અહીં આવ્યાંજ છીએ તો કાઉન્ટર પરથી આઇસ્ક્રીમ ખાવાની ખૂબજ ઇચ્છા છે અને આ નેચરલ આઇસ્ક્રીમ ખાવાની પણ ખૂબ મજા આવશે. અને ત્યાં એક કપલ આવી રહેલું માથે મોટી પાઘડી કાઢીયાવાડી કચ્છી કલ્ચરની બંડી ઘેરૈયુ ચણીયા ચોળી પહેરેલી યુવતી હતી દેવાંશ થોડીવાર જોઇ રહ્યો પછી બોલ્યો ઓહો સિધ્ધાર્થ અંકલ ?

સિધ્ધાર્થ દેવને મળીને ભેટી પડ્યો અને હસતાં હસતાં કીધું છે ને સરપ્રાઇઝ ? દેવે કહ્યું અરે તમે તો ઓળખાતાંજ નથી આ તમેજ છો ? માની શકાય એવું નથી પછી એની નજર એની બાજુની યુવતી તરફ પડી અને બોલ્યો આમને ક્યાંક જોયાં છે પણ યાદ નથી આવતું સિધ્ધાર્થે કહ્યું એ બધુ પછી યાદ કરજે હમણાં ગરબાની મજા લઇએ બાય ધ વે એની ઓળખાણ આપુ આ મારી ફ્રેન્ડ ઝંખના છે અને એ નામ સાંભળી બધાં આષ્ચર્યમાં ડૂબી ગયાં.

સિધ્ધાર્થે કહ્યું ચાલો સાંભળી લીધુને ? કોઇ આધાત પ્રત્યાધાત આપવાની જરૂર નથી તમને કોઇ પ્રશ્ન થતાં હશે તો બધાનું નિવારણ પછી કરીશું ચલો ગરબા કરવા.

ત્યાં ઝંખનાએ એકદમ મીઠાં અવાજમાં કહ્યું સિધ્ધુ એક મીનીટ બધાએ આઇસ્ક્રીમ ખાવાનું નક્કી કર્યું છે એ ખાઇ લઇએ પછી આખી રાત ગરબાજ કરવાનાં છે ને.

વ્યોમાએ કહ્યું તમને કેવી રીતે ખબર કે અમે અહીં આઇસ્ક્રીમ ખાવાનાં છીએ ? ઝંખનાએ કહ્યું તમે વાતો કરતાં હતાં અમે સાંભળતાં હતાં ચાલો કોફી અને મેંગો ફલેવર મંગાવીએ એમ કહી એણેજ કાઉન્ટર પર ઓર્ડર કર્યો. એણે બધાને એક એક કપ આપ્યો અને વ્યોમાને કહ્યું તું બે કપ ખાઇ લે તારે બે ની જરૂર છે અને હસવા લાગી.

વ્યોમા અને દેવાંશને આષ્ચર્ય થયું પણ દેવાંશે કહ્યું આઇસ્ક્રીમ વ્યોમાનો ફેવરીટ છે બે ખાઇ લેશે. ઝંખનાએ કહ્યું મને ખબર છે એટલેજ બે કપ આપ્યાં. અને એ એકમાં બે છે અને બે થઇને એક છે એણે જરૂરી છે હમણાં.

દેવાંશ ધ્યાનથી સાંભળી રહ્યો હતો એ થોડાંક અર્થ સમજ્યો અને બોલ્યો તમારી વાત હું થોડી થોડી સમજ્યો છું તો તમને બે દેખાય છે એમ ?

ત્યાં વચ્ચમાં આવી સિધ્ધાર્થે કહ્યું ચલો બધાં આઇસ્ક્રીમ ખાઇ લો પછી ગરબામાં જોઇએ અને દેવાંશનાં કાન નજીક જઇને બોલ્યો હમણાં શાંતિ રાખ ગરબા પુરા થતાં સુધીમાં બધી ખબર પડી જશે. આ ઝંખનાં પોતે અઘોરીનો આત્મા છે તારુ ઘીમે ઘેમ બધું બહાર આવશે જે થશે તારાં અને વ્યોમાનાં સારાં માટે થશે ધીરજ રાખ અને દેવાંશે વ્યોમા સામે જોયું અને...

વધુ આવતા અંકે - પ્રકરણ - 81