Tu Mera Dil - 4 in Gujarati Fiction Stories by અમી books and stories PDF | તુ મેરા દિલ.. - 4

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

તુ મેરા દિલ.. - 4

અનાયાને પોતાનાં ગર્ભમાના બાળક સાથે વાત કરી રહી હતી.આજે પગની કિક વધારે આવી રહી હતી. હાથની થાપ વાગી રહી હતી. ગોળ ગોળ ઘૂમી રહયું હતું. આંખોની પલકોનો અહેસાસ થઈ રહ્યો હતો. અનાયા પ્યારથી પૂછતી હતી શું થયું છે તને આજે?


અનાયાને લેબર પેઇન ઉપડ્યું, આરવ બૂમો પાડતી રહી, નથી સહન થતું હવે, તું હોસ્પિટલે લઇ જા મને. આરવ તરત કારમાં અનાયાને લઇ દોડ્યો. ટ્રાફિક જામ ઠેર ઠેર હતો. શું થશે હવેની ચિંતા? રસ્તો ખૂટતો નહોતો આજે. એક પરગજું માનવી મદદમાં આવ્યો. જેને અનાયાની હાલત જોઈ હતી. ટ્રાફિકમાંથી રસ્તો કરી આપ્યો આરવને.

ઝીણો ઝીણો રડવાનો અવાજ સંભળાયો, આરવનું દિલ વધારે ધડકવા લાગ્યું. પિતા બનવાની ખુશીમાં હર્ષના આંસુ આવી ગયા. રૂમાલ કાઢવાની તસદી લીધાં વગર બાયથી લૂછી નાખ્યાં. નર્સે આવીને પુત્ર જન્મની વધાઈ આપી. આરવ બોલી ઊઠ્યો મારો ચેમ્પિયન આવી ગયો. હવે મન ભરીને રમીશ તેની સાથે દરેક સ્પોર્ટ્સ.

અનાયાની ડિલિવરી સિઝેરિયનથી કરવી પડી. બાળકનો જન્મ સરસ રીતે થઈ ગયો પણ પછી કૉમપ્લીકેટેડ કેસ થવા લાગ્યો. સખત બ્લીડિંગ ચાલુ થઈ ગયું હતું. ડોક્ટરોની અવરજવર અને દોડાદોડી જોઈને આરવને શક ગયો કે કંઈક ખોટું થયું છે.

અનાયાને બલ્ડની બોટલો ચડાવી પડી. મેડિસિનમાં ટેબલેટ અને ઇન્જેક્શનનો તો જાણે સૈલાબ આવી ગયો. આખરે સ્થિતી કંટ્રોલમાં આવી ગઈ. અનાયા ખતરાથી હવે બહાર હતી. સખત આરામની જરૂરત હતી. આરવને હવે ચેમ્પિયનને સંભાળવો પડતો હતો. અનાયાને માટે નર્સ રાખી હતી તે ધ્યાન રાખતી. ચેમ્પિયનને થોડા કલાકે અનાયાને આપવામાં આવતો.

આરવ અને ચેમ્પિયનનું બોન્ડીંગ વધતું જતું હતું. બહારની દુનિયામાં આવ્યા પછી આરવનો સ્પર્શ વધારે થયો હતો. જ્યારે અનાયાની કોખમાં હતો ત્યારે પણ આરવ ખૂબ ખૂબ વાતો કરતો રહેતો હતો. ચેમ્પિયન પણ આરવને ખૂબ ઓળખતો આ મારા ડેડી છે. મંદ મંદ મુસ્કુરાતો આરવ સામે.

અનાયાને આરામની જરૂરત વધારે હતી તેથી હવે ટોક શોમાં જઈ શકે એમ નહોતી. તેથી આરવ પર જવાબદારીઓ આવી હવે કમાવાની. સ્ક્રિપ્ટ લઈને જતો બધે, નાની મોટી એમ કરતાં ક્યારેક સ્ક્રીપ્ટ ગમી જતી. ચેક લઈને ઘરે આવતા ખૂબ હરખાતો.

ચેમ્પિયનનું આજે નામકરણ અને અનપ્રશન હતું. ઘરને ખૂબ શાનદાર સજાવવામાં આવ્યું હતું. રંગબેરંગી લાઈટ, વિવિધ પ્રકારના ફુગ્ગા, જાતજાતનાં તોરણો, ઢગલાબંધ રમકડાં, મોઢામાંથી લાળ ઝરતાં સ્વાદિષ્ટ પકવાન, આમંત્રીત મહેમાનોથી ઘર શોભી રહ્યું હતું.

આરવ બહાર કેક લેવા ગયો હતો. એની રાહ જોવાઈ રહી હતી. ત્યાં બે ગુંડાઓ ઘરમાં ઘૂસી આવ્યા અને સૌ ડરી ગયા. ત્યાં અનાયા સામે બે જઈને ઊભા રહી ગયા.


અનાયા સામે બે ગુંડા જઈને ઊભા રહી ગયા તો અનાયા અંદરથી ગભરાતી હતી પણ ટોક શો દરમિયાન આવી બબાલ ઘણી વખત થતી તો એ સંભાળી લેતી પણ આજે તો એના ઘરમાં અને આવેલા મહેમાનો સામે થઈ રહ્યું હતું. સમજમા ન્હોતું આવતું હતું કે આવા ગુંડા મારા ઘરે કેમ આવ્યા છે? અમારી શું ઈજ્જત રહેશે એમની સામે?હે ભગવાન, આજે શુભ મંગળ પ્રસંગેજ આ મુસીબત આવી. આરવને ફોન લગાવતી હતી તો ગુંડાઓએ છીનવી લીધો.

આખરે ગુંડાઓ બોલ્યા કે આરવ ક્યાં છે?
કેટલા દિવસોથી અમારાથી ભાગતો ફરે છે?
અમે તમને કોઈ નુકશાન નહીં પહોંચાડીએ. આરવ અમને જોઈએજ.

અનાયા હિમંત એકઠી કરી બોલી, આરવ શું કામ જોઈએજ?
શું કર્યું છે એને? મારો આરવ કોઈ ખોટું કામ કરે એમ નથી. તમારી ભૂલ થઈ લાગી છે. મને મારા આરવ પર સંપૂર્ણ વિશ્વાસ છે.

વિશ્વાસની સફરના સાથી,
હાજરી છે ત્યાં શ્વાસના શ્વાસની...

અરે!! તારા આરવે તને કશું ક્હ્યું નથી? પત્નીથી છુપાવી રાખે છે. આવો છે તમારો પ્રેમ? ચાલ અમેજ તને કહી દઇએ. આરવ હજી તને ના કહે તો.

સાંભળી તારી વાતો અવિશ્વાસની,
દિલમાં જ્યોત ઝગમગે વિશ્વાસની...


ખુશબુદાર સુગંધથી રૂમ મહેંકી ઉઠયો, બાળકોના મોમાંથી લાળ ઝરતાં રહી ગઈ, ક્યારે કેક કપાય અને મોમાં જાય એવી તાલાવેલી જાગી બાળકોને. સુંદર બચપણની આજ ખરી મજા છે. પરિસ્થિતિ ભલે ગમે તે હોય બાળક હમેશા મોજમાંજ હોય.

આરવના આવવાથી સૌના મુખ પર રાહત છવાઈ. હવે ખબર પડશે કે અસલ વાત શું છે?

આરવે ગુંડાઓ જોયાને કઈ કેટલાય વિચારો આવી ગયા. કોણ હશે? શા કારણથી આવ્યા હશે?
ગુંડાઓએ આરવ ને ક્હ્યું જે પેમેંટ બાકી છે તે ચૂકવી દે નહીં તો અમને વસૂલ કરતાં આવડે છે. આરવ બોલ્યો હા.. તો આપી દઈશ ને એમાં ઘર સુધી આવવાની ક્યાં જરૂર હતી?

અરે દેવાળું કરીને પણ જુવો એના રંગ. તાગડધિન્ના લોકોને પૈસે અને રૂઆબ જુવો. પૈસાની ચૂકવણીની મુદત વહી ગઈ એટલે વસૂલ કરવા આવ્યા છે. તમારા જેવા લોકો માટેજ અમારે ઘર સુધી આવું પડે છે.

અનાયા તો આરવ સામે જોઈ જ રહી કે એવી શું જરૂર પડી પૈસાની કે આ રીતે ઉધાર લાવ્યો. મને તો એમ કહેતો હતો કે હવે મારી સ્ક્રિપ્ટની કમાણી થઈ રહી છે. હજી દિલ માનતું ન્હોતું કે આટલી હદે આરવ આવું કરી શકે. પ્રસંગમા સૌની હાજરીને લીધે ગમ ખાઈ ગઈ.

આરવ કોઈની સાથે ફોન પર વાત કરીને, ગુંડાઓએ વિદાય લીધી. હવે પહેલા જેવો કોઈને ઉત્સાહ ન્હોતો. વદન પર ગ્લાનિ છવાઈ ગઈ હતી. દરેક ખૂશ હોવાનો ડોળ કરતો હતો. હવે બંને વચ્ચે શું વાત થશે એમાં રસ વધારે હતો. અહીંતો વગર આમંત્રીત તમાશાને તેડું મળ્યું હતું.

નામકરણ વિધિમાં ચેમ્પિયનનું નામ આયુષ રાખવામાં આવ્યું. અનપ્રશનમાં આયુષને આજથી ખોરાકની શરૂઆત થઈ. પાર્ટી રંગેચંગે તો ના કહેવાય પણ શુષ્ક રહી. આરવ કેટલા અરમાનોથી પોતાના ચેમ્પિયનની ખુશી મનાવવા માંગતો હતો. દરેક વખતે ઇચ્છા પ્રમાણે થાય એવું નથી બનતું હોતું. આરવ વિચારતો પિતાની જવાબદારીઓ મારે આવી રીતે જ જો મનાવાની હોય તો આયુષ મારા માટે શું વિચારશે ?

અનાયાના મોં પર ગુસ્સો આરવ જોઈ રહ્યો હતો, હવે શબ્દોનાં ભારેખમ વંટોળનો અણસાર વર્ષી રહ્યો હતો. શબ્દોનાં બાણ ચાલુ થયા આરવ એનાથી વીંધાતો ચાલ્યો. દિલથી લોહીલુહાણ હતો, રકતની ધારા બહાર વહેતી નહોતી.

અનાયાને એના દિલ પર વિશ્વાસ ન્હોતો એટલો આરવ ઉપર હતો. આજે એનો વિશ્વાસ તૂટયો હતો. જ્યાં વિશ્વાસ તૂટે ત્યાં બધી દિવાલો ધરાશયી થઈ જાય છે. વિશ્વાસ ચાલ્યો જાય પછી પ્રેમ પણ સાથે ઉભો નથી રહેતો. પ્રેમ અને વિશ્વાસ એ લગનજીવનની મજબૂત ઈંટો છે. એક પણ તૂટી તો આંસુઓનું પુર અને બંને વચ્ચેની ખાઇ નિશ્ચિત છે.


ક્રમશ :....