સુધાની વાત સાંભળી આકાશ અને સમીર બન્ને બહાર આંગણામાં પડેલી ગાડી લઇને તરત આકાશના કાકા અધિરાજને શોધવાં હાઇવે પર જવા રવાનાં થાય છે. સમીર ગાડી ચલાવે છે. આકાશ બાજુની સીટમાં બેસીને વારંવાર ફોન લગાડી રહ્યો છે. સમીર ત્યાંના રસ્તાથી અજાણ્યો હતો. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાથી બનતી મદદનો પ્રયત્ન કરે છે.
સમીર ગાડી ચલાવતો હતો ત્યાં તેનાં ચહેરા પર અચાનક એકદમ પ્રકાશ પડવાથી આંખો અંજાય જતાં બંઘ થય જાય છે. આથી ચાલતી ગાડીનું બેલેન્સ બગડી જતાં ગાડીમા જોરથી બ્રેક મારતાં ગાડી નીચેનાં જંગલના વિસ્તારમા એક ઝાડ સાથે અથડાય છે. સદનશીબે આકાશ અને સમીરને વધુ ઇજા પહોંચતી નથી.
ગાડીના બોનેટમાથી ધુમાડો નીકળવા લાગ્યો. આકાશ અને સમીર બન્ને મોતમાં મુખમાંથી પાછા ફર્યા. હદયના ધબકારા વધી જાય છે. આકાશનાં હાથમાં રહેલો ફોન નીચે પડી ગયો. ગાડીમાંથી ઉતરીને સમીર પોતાનાં ફોનની ફ્લેશલાઈટ ચાલું કરીને આમતેમ જોવા લાગે છે.
સમીર : " આકાશ તું ઠીક તો છે ને. વધારે વાગ્યું તો નથી ને"?
આકાશ : " માથું ધુણાવીને હા પાડે છે. પણ તું ઠીક છે ને " ?
સમીર : " હા ભાઈ સોરી મારૂં ધ્યાન ગાડી ચલાવવામાં બરોબર હતુું પણ સામેથી અચાનક એટલો પ્રકાશ પડવાથી આગળનો રસ્તો દેખાણો નહીં ".
આકાશ: " હા મને ખબર છે. વધારે વાગ્યું નથી એટલી ભગવાનની દયા અને પુર્વજોના આશીર્વાદ".
સમીર આગળ હાથમાં ફોન રાખીને ચાલતો હતો. આકાશ સમીરની પાછળ પાછળ ચાલે છે. અંધારામાં બધું ઝાંખું ઝાંખું દેખાતું હતું. સુનસાન રસ્તામાં ચાલતાં સમીર અને આકાશ. જંગલમાં ઝાડ પરથી નીચે ખરેલા પાંદડાઓ પર પગ મુકતાં આવતો અનાજ. પવનની સરેરાટી કાનમાં ગુંજે છે. આજુબાજુ સુનકાર ભરેલું વાતાવરણ જેમાં પોતાનાં ધબકતા હૃદયનાં ધબકારા માણી શકાતાં હતાં.
અચાનક જોરથી શિયાળ અને કુતરાનો ભસવાનો અવાજ સંભળાય છે. સમીરના હાથમાંથી ફોન નીચે પડી જતાં થોડોક પ્રકાશ પડતો એ પણ બંઘ થય જાય છે. આગળ ચાલતો સમીર થંભી જાય છે. પાછળથી આકાશ એની પીઠ પાછળ ભટકાય છે.
આકાશ નીચે વળીને બન્ને ફોન શોધવાં હાથ આમતેમ ફંફોળે છે. ત્યાં પાછળથી કોઈના આવવાનો અવાજ સંભળાયો. સુકાયેલા પાંદડા પર પગલાં માડતુ કોઈ આગળ વધી રહ્યું હોય એમ પાંદડા કચડાવાનો અવાજ સંભળાયો. આકાશ આગળ રહેલા સભીરનો હાથ જોરથી પકડી રાખે છે.
સમીર : " આકાશ મારો હાથ છોડ જલ્દીથી ફોન શોધવો છે એમાં વધારે બેટરી નથી પહેલાં જ તારો ફોન પડી ગયો છે હવે મારો ફોન આપણો છેલ્લો સહારો છે".
આકાશ : "સમીર આપણી પાછળ કોઈ આવી રહ્યું છે તને અવાજ સંભળાયો" ?
સમીર : " આકાશ તારો વ્હેમ હશે કોઈ નથી આવતું. આટલી જોરથી આવતા પવનનાં કારણે પાંદડાનો હલવાનો અવાજ આવ્યો હશે.ચાલ જલ્દીથી ફોન શોધીને આગળ હાઇવે પર કોઈની મદદ લેવી પડશે ".
હાથ વડે આમતેમ ફંફોળતા સમીરને નીચે પડેલો ફોન મળી જાય છે. પરંતુ ચાલુ ફોન ચાલુ નથી થતો. ગભરાયેલા આકાશને પાછળથી કોઈ આવતું હોય એવો આભાસ થાય છે.આકાશના કાનમાં ધીમેથી અવાજ સંભળાયો " તસવીર ".
આકાશના મોઢામાંથી ચીસ નીકળી જાય છે. આગળ ઉભેલો સમીર પણ ગભરાઈ ગયો.
સમીર : " આકાશ શું થાઈ છે તને ? આટલી જોરથી ચીસ પાડી કે હું ડરી ગયો ".
આકાશ : " સમીર નક્કી પાછળ કોઈ ઉભું છે ".
સમીર : " કોઈ નથી ઉભું આ બસ તારો ખાલી વ્હેમ છે ".
સમીર એક હાથમાં ફોન અને બીજા હાથવડે આકાશનો હાથ પકડીને આગળ ચાલવા લાગે છે. આગળ વધતાં આકાશનાં ધબકારા વધે છે. દુરથી હાઈવે દેખાવા લાગે છે. રોડ પરની લાઈટનુ થોડુક અંજવાળું પડતું હતું.
સમીર અને આકાશ હાઈવે પર આવી પહોંચે છે. સુનસાન સડક પર ઉભેલાં આકાશ અને સમીર કોઈ વાહનની થોડીવાર રાહ જોવે છે. ત્યાં એક લાલ રંગની ગાડી દુરથી નજરે પડે છે.
ક્રમશ....