My Gujarati Poems Part 49 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ 49

Featured Books
Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ 49

1) કાવ્ય 01

કુદરત નું આહવાન....આવો મારા સાનિધ્ય મા

શાને બંધાયો માણસ બંધ બંગલા મા
કેદ થયો ઉચ્ચા મહેલ અને ઉચ્ચા મકાનો મા

શાને પુરાયો માણસ એ.સી ની બંધ હવા મા
પૂર્યો પોતાની જાત ને બંધિયાર વાતાવરણ મા

બહાર નો કુદરતી નઝારો છે ખુબ સુંદર મઝાનો
ધરતી ને આકાશ સાથે છે સુંદર સ્વચ્છ જીવન

જીવી જુઓ કુદરતી વાતાવરણ મા
અનુભવાશે ચોખ્ખી હવા ની
સ્વાસ્થ્ય સભર તાજગી મજાની

આકાશ ને આંબત્તી ઊંચાઈ હશે ઉડવા ને
સીમા નહિ હોય કોઈ છત ની કેદ થવા ને

પશું પંખી ને જળચર રહે છે કુદરતી સાનિધ્ય મા
કેદ થયો મનુષ્ય બંધિયાર મકાન ના વાતાવરણ મા

કુદરત મનુષ્ય ને પોકારી ને કહે
સાચું જીવન છે મારા સાનિધ્ય મા

તું શું કામ કેદ થઇ ને રહે છે
બંધિયાર મકાન ના વાતાવરણ મા??

2) કાવ્ય 02

શેનું અભિમાન છે તને ...??

જન્મ માઁ - બાપે આપ્યો
એક એક શ્વાશ ઉધાર છે
ભગવાન આગળ તારો
અભિમાન ને કોઈ સ્થાન નથી

ચકલી ને ચણ ને હાથી ને મણ
જરૂરિયાત પૂરતું મળી રહે દરેક ને
મેં કર્યું.. મેં કર્યું...મારું મારું કરી
શેનું અભિમાન છે તને??

ઓછું વધતું આપ્યું છે ઈશ્વરે દરેક ને
અતિ ની કોઈ ગતિ નહિ
સંગ્રહ ખોરી ની કોઈ સીમા નહિ
તો પછી શેનું અભિમાન છે તને??

સરળતા ને સાહજિક સ્વભાવ છે ચરિત્ર
અભિમાન થી માણસ દેખાઈ નીચો
અભિમાની માણસ થી ભાગે લોકો દૂર
તો પછી શેનું અભિમાન છે તને??

જન્મ તેનું મરણ છે નક્કી
નથી આવવા નું સાથે કશું
મૂકી મોહ માયા બધાએ જવાનુ
તો પછી શેનું અભિમાન છે તને??

નથી ટકવાનું રૂપ કાયમ
નથી ટકવાનો રૂપિયો કાયમ
નથી ટકવાનું બળ કે જ્ઞાન કાયમ
તો પછી શેનું અભિમાન છે તને??

નહોતું ટક્યું અભિમાન
લંકા નરેશ રાવણ નું
તું છો ક્યા ખેત ની છે મુળી..
શેનું અભિમાન છે તને??

3) કાવ્ય 03

સાત સહેલીયા....

સાત સહેલીયા હળી મળી
પતિદેવ ની વાતો કરે હસી હસી

એક સહેલી કહે મારો પતિ પ્રોફેસર
મારો પતિ પ્રોફેસર..
રૂમ બહાર ભગાડી શિક્ષા આપે ઘડી ઘડી...😂

બીજી સહેલી કહે મારો પતિ હાર્ડ વેર એન્જીનીયર
મારો પતિ હાર્ડ વેર એન્જીનીયર
ઓફિસ નું સર્વર બગડે ઘડી ઘડી..😂

ત્રીજી સહેલી કહે મારો પતિ પ્લાન્ટ મેનેજર
મારો પતિ પ્લાન્ટ મેનેજર
મશીનો ને પ્યાર કરે ઘડી ઘડી ...😂

ચોથી સહેલી કહે મારો પતિ મોટી લોન નો ઓફિસર
મારો પતિ મોટી લોન નો ઓફિસર
પ્રેમ કરે EMI ની જેમ ઘડી ઘડી .... 😂

પાંચમી સહેલી કહે મારો પતિ બેન્ક મેનેજર
કહે મારો પતિ બેન્ક મેનેજર
ઘરે આવી રોફ જમાવે ઘડી ઘડી... 😂

છઠ્ઠી સહેલી કહે મારો પતિ કલર નો માસ્ટર
મારો પતિ કલર નો માસ્ટર
મને પ્રેમના કલર લગાવે ઘડી ઘડી... 😂😂

સાતમી સહેલી કહે મારો પતિ થયો નવો નવો કવિ
મારો પતિ થયો નવો નવો કવિ
કવિતા ઓ સંભળાવી હેરાન કરે મને ઘડી ઘડી.. 😂

4) કાવ્ય 04

કોલેજ ના એ દિવસો.....

અહા..મુગ્ધાવસ્થા ના કોલેજ એ દિવસો
નવા હતા ક્લાસ ને નવા હતા મારા મિત્રો

રસ્તાઓ ગાર્ડન ની બેન્ચ ને ટોળાં
છોકરી છોકરા ના સંપર્ક હતા સાવ નવા

ગમી ગઈ એમાંથી એક હરણી જેવી છોકરી
મારા જેવા શેર નો શિકાર કરી ગઈ અદાથી

નામ ખબર નહિ છતાં વાટ નિરખવા ની
છુપાઈ ને અનામિકા ને જોવા ની મજા આવતી

એક ઝલક એની જોવા તરસતી હતી આંખો
અચાનક નઝર મળે તો ઝુકી જતી મારી આંખો

થયો નવો દોર શરુ એક તરફી પ્રેમ નો
મેથેમેટિક્સ ના ક્લાસ માંથી થયો હું બાદ

અનામિકા સાથે કેમેસ્ટ્રી જમાવવા ના ચક્કર મા
કેમેસ્ટ્રી ના ક્લાસ માંથી મારી મેં ગુલ્લીઓ ઘણી

ફિઝિકલી મળવા અનામિકા ને
ફિઝિક્સ ના ક્લાસ માંથી પણ લાગ્યા બંક

ફસાયો એકતરફી પ્રેમ ના ચક્કર મા એવો
હિમ્મત ચાલી નહિ અનામિકા નું નામ પૂછવા ની

થયાં કોલેજ ના દિવસો બસ આમજ પુરા
એકતરફી પ્રેમ મા અમે ચુકી ગયા પ્રેમ ની બસ

આજે પણ યાદ આવે કોલેજ ના એ દિવસો
રોમાંચિત થઇ ગોતે અનામિકા ને મારી આંખો

હસવું આવી જાય છે આજે પણ મારી ઉપર
અનામિકા ના નામ સરનામાં ની ખબર વગર

હિરેન વોરા