My Loveable Partner - 52 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મને ગમતો સાથી - 52 - ટેન્શન....

Featured Books
Categories
Share

મને ગમતો સાથી - 52 - ટેન્શન....

પાયલ : 2 દિવસ ની રજા પૂરી.
હવે હોસ્પિટલ જવું પડશે.
રાહત : હંમ.
પાયલ : નથી જવું.
તે ક્યુટ ફેસ બનાવતા કહે છે.
રાહત : એમ કેમ ચાલે....??
પાયલ : બસ હવે આ બધુ.
રાહત : થોડા જ દિવસ છે.
પાયલ : પછી....
રાહત : પછી....
તે પોતાના બંને હાથ સામે ઉભી પાયલ ના બંને ખભા પર મૂકી થોડો તેની નજીક આવે છે.
પાયલ હલકું મુસ્કાય છે.
રાહત : પછી સુરત.
પાયલ : અને....??
રાહત : અને....
મિસ માંથી મિસિસ પાયલ....
ત્યાં જ રૂમનો દરવાજો ઠોકાય છે.
રાહત અને પાયલ બંને સરખી રીતે ઉભા રહી જાય છે.
દરવાજો ફરી ઠોકાય છે.
પાયલ : અરે....લોક.
કહેતા તે જઈને દરવાજો ખોલે છે.
માસી : બેટા, ચાલો જલ્દી.
સમય થઈ રહ્યો છે નીકળવાનો.
હજી રસ્તામાં ટ્રાફિક નડશે.
પાયલ : આવીએ જ છે.
માસી : ચાલો ચાલો....
કહી તે નીચે જવાના દાદર ઉતરવા લાગે છે.
પાયલ રાહત તરફ જુએ છે.
રાહત : ચાલો....
તે હોસ્પિટલ લઈ જવાની બેગ ઊંચકતા કહે છે.

* * * *

રૂમમાં

યશ : નારાજ છે??
કોયલ : તને એવું લાગે છે??
યશ : આમ જો ને....
તે કોયલ નો ચહેરો પોતાની તરફ કરે છે.
કોયલ : ક્રીમ લગાવવા દે ને.
તે પોતાના બંને હાથ પગ ઉપર ક્રીમ લગાવી રહી હોય છે.
યશ : છે તો હા પાડ.
કોયલ : ખબર પડી ગઈ છે તને તો....
મારા હા પડવાની રાહ શું કામ જુએ છે??
યશ : સોરી.
તે એક બાજુનો કાન પકડે છે.
કોયલ : શું કામ બોલ્યો તું આવું કાલે??
યશ : એ તો....
કોયલ : એ તો એમજ??
યશ : હા....એ....
કોયલ : યશ....!!
યશ : આમ પણ ક્યાં નક્કી છે??
કોયલ : પણ તું કઈ રીતે બોલ્યો એ વાત??
યશ : કોને ખબર એ તો પેલું....
કોયલ : તું જે રીતે, જે સ્ટાઈલમાં બોલ્યો ને....
એનાથી એવું સાબિત થાય કે કયા ભરોસો છે કોઈ??
ક્યારેક, ક્યાં, શું અને કેવી રીતે થશે અમારા લગ્ન એ....
મારે તો કરવા છે પણ બીજું કોઈ તૈયાર નથી.
યશ : કોયલ, એવું મે કદી નથી કહ્યુ.
કોયલ : બીજું કોઈ એટલે હું મારી સાથે બધાની વાત કરું છું.
આપણો આખો પરિવાર.
કોઈ જાણે....
યશ : ઓકે.
હું સમજી ગયો.
કોયલ : આવું કઈ રીતે બોલી શકે તું??
યશ : થાય ભૂલ.
કોયલ : આવી ભૂલ??
એ પણ બધાની સામે....
યશ : કોણ બધા??
આ બધા જે કાલે સાથે હતા એ આપણા પોતાના છે.
તને અને મને વર્ષોથી જાણે છે.
કોયલ : તો પણ આ રીતે નહી બોલાય.
આજ વાત બીજી રીતે, બીજા શબ્દોમાં કહી શકાય.
યશ : સોરી કીધું ને મે.
કોયલ : બીજી વખત....
યશ : ધ્યાન રાખી લઈશ હવે.
હવે યશ પણ અકળાય છે અને ઉભો થઈ જાય છે.
યશ : ચાલ, નીચે જલ્દી.
બધા આવી ગયા હશે.
કોયલ : તું જા.
હું આવું છું.
યશ : જલ્દી આવજે.
કહી તે જરા જોરમાં રૂમનો દરવાજો બંધ કરતા બહાર નીકળી જાય છે.
કોયલ પોતાના આસું લૂછે છે.

* * * *

પપ્પા : ધરું....
આમ આવતો જરા....
બહારના રૂમમાંથી રસોડામાં ધારા ને પપ્પાનો અવાજ સંભળાય છે.
ધારા : આવી....

ધારા : બોલો....
તે પપ્પા પાસે આવે છે જે ન્યુઝ પેપર વાંચી રહ્યા હોય છે.
પપ્પા : બેસ....
તે ધારા ને સોફા પર પોતાની બાજુમાં બેસવા કહે છે.
ધારા બેસે છે.
પપ્પા ન્યુઝ પેપર ના પાછળ ના પાના પરનો એક ફોટો ધારા ને બતાવે છે.
પપ્પા : તું અને ધ્વનિ છો ને??
ધારા : આ ફોટો પેપરમાં....
ધારા ચોંકી જાય છે.
પપ્પા : ગઈકાલે....
ધારા : હા.
એ....
પપ્પા : ફોટો જોઈને સમજાય રહ્યુ છે એ તો.
ધારા : પણ આ....
ઉપર શું લખ્યું છે??
તે વાંચવા લાગે છે.
ધારા : પ્રેમ ના રૂપ અનેક....
તે આર્ટિકલ ની હેડલાઈન વાંચે છે.
પપ્પા : જેણે પણ આ આખો આર્ટિકલ લખ્યો છે.
બહુ સરસ રીતે લખ્યો છે.
આજની પીઢી વિશે વાત કરી છે.
અને તેઓ કેટલા ખુલ્લા મનના છે અને તેઓ અલગ અલગ દૃષ્ટિએ પણ એક વાત ને જોઈ શકે છે અને પછી પોતાની મરજી મુજબ જે વિકલ્પ પસંદ કરીને આગળ વધવું હોય વધે છે.
તેઓ રિસ્પેક્ટ અને ફ્રીડમ ઈચ્છે છે તો સામે આપે પણ છે.
અને પછી તારા અને ધ્વનિ વિશે એમણે જે જોયું એ લખ્યું છે.
અને સાથે કહ્યુ છે કે હવે આપણે પણ વધારે ખુલ્લા મને આ વાત ને સ્વીકારવી જોઈએ અને તેમનો સાથ આપી તેમના જીવનમાં પ્રોત્સાહન વધારવું જોઈએ.
તે લોકો પણ એકદમ આપણા જેવા જ છે અને આપણા જ છે.
પપ્પા આખો આર્ટિકલ ટૂંકમાં સમજાવે છે.
ધારા ની આંખો ભીની થવા લાગે છે.
પપ્પા તે જુએ છે.
પપ્પા : આર્ટિકલ વિશે મે જે કહ્યુ એનાથી આંખો ખુશીથી ભીંજાય રહી છે કે....
ધારા : મારે આવું કરવું જ નહી જોઈતું હતુ.
આવી જગ્યાએ....
મારે સમજવું જોઈતું હતુ.
પપ્પા : બેટા, આમાં....
ધારા : હવે બધા....
પપ્પા : ધરું....
અમને કોઈ વાંધો નથી.
ધારા : પણ ધ્વનિ ના ઘરે મોટો પ્રોબ્લેમ થઈ જશે.
પપ્પા : આપણે મળીને વાત કરીએ તો??
ધારા : એ લોકો મળવા તૈયાર નથી.
પપ્પા : તો ફોન પર વાત થાય.
અને આ મુંબઈ ના ન્યુઝ પેપરમાં આવ્યું છે.
સુરતમાં ક્યાં....કઈ....
ધારા : ટીવી પર આવે તો....
પપ્પા : એ લોકો પાસે બીજું બહુ બધું છે બતાવવા માટે.
ધારા : આઈ એમ સોરી પપ્પા.
પપ્પા : શેનું સોરી??
ધારા : મે....
પપ્પા : નહી બેટા.
તે ધારા ના માથે સ્નેહ ભર્યો હાથ ફેરવે છે.
ધારા મુસ્કાય છે.

* * * *

ધારા ધ્વનિ નો હાથ પકડી એને ઉપર ટેરેસ પર લઈ આવે છે.
ધ્વનિ : ધારા....!!
ધારા : તે ન્યુઝ પેપર જોયું??
ધ્વનિ : ના.
ધારા : તો જો ને....
તે જરા જોરમાં કહે છે.
ધ્વનિ : શું થયું??
તું આમ કેમ કહે છે??
ધારા ની આંખો ન ઈચ્છવા છતાં ભીની થઈ આવે છે.
ધ્વનિ : ધરું....!!
ધારા : આપણો ફોટો પેપરમાં આવ્યો છે.
ધ્વનિ : વોટ??
સાંભળતા ની સાથે તે પણ ચોંકી જાય છે.
ધારા : હા.
પાછળના પાના પર.
ધ્વનિ : પણ....
ધારા : પપ્પાએ આખો આર્ટિકલ વાંચ્યો.
અને કહ્યુ બધુ સારું સારું લખ્યું છે.
ધ્વનિ : ફોટો જોઈને આપણે ઓળખાય જઈએ છીએ??
ધારા : હા.
હવે ધ્વનિ વધુ ટેન્શનમાં આવી જાય છે.
ધ્વનિ : સોશિયલ મીડિયા પર જોયું તે??
ધારા : નહી.
ધ્વનિ તરત પોતાના મોબાઈલમાં ચેક કરવા લાગે છે.
ધ્વનિ : ઓહ માય ગોડ....!!
ટ્વિટર પર આપણો વિડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે.
મને કેટલા મેસેજીઝ પણ આવ્યા છે.
ધારા : વિડિયો??
ધ્વનિ : આ જો....
તે તેની અને ધારા ની 20 સેકન્ડ ની વિડિયો ધરું ને બતાવે છે.
ધ્વનિ : ઈન્સ્ટા ચેક કર.
ધારા : હા.
કેટલા મેસેજ આવ્યા છે....!!
બધા આપણો વિડિયો પોતાની સ્ટોરીમાં શેર કરી આપણ ને ટેગ કરી રહ્યા છે.
#loveislove, #respectlove....
બધાની કોમેન્ટસ અને તેમની તરફનો રિસ્પોન્સ જોઈ ધ્વનિ ના ચહેરાના હાવભાવ ખુશીમાં પરિવર્તિત થવા લાગે છે.
ધ્વનિ : કેટલા બધા લોકો હવે આપણી સાથે છે ધરું.
ધારા : આ નહી થવું જોઈતું હતુ.
મારે આવું નહી કરવું જોઈતું હતુ.
ધ્વનિ : તે શું કર્યું??
ધારા : મરીન ડ્રાઈવ પર ઉત્સાહમાં આવીને પ્રપોઝ કર્યું.
ઘરે જ કરી લેવાનું હતુ.
જે પહેલા કરવાનું વિચારેલું.
ધ્વનિ : રડવાનું બંધ કર.
જો હું એકદમ સ્વસ્થ છું.
ધારા ધ્વનિ સામે જુએ છે.
ધારા : તું હસી રહી છે??
ધારા ને નવાઈ લાગે છે.
ધ્વનિ : હવે આ થવાનું જ હતુ ને થઈ ગયુ છે અને લોકો આપણને અત્યારે સોશિયલ મીડિયા પર આટલું એપ્રીશિયેટ કરી રહ્યા છે તો આપણે પણ હવે આપણા ડરમાંથી બહાર આવી જવું જોઈએ અને લોકોનો ખુલીને આભાર માનવો જોઈએ, ખુશ થવું જોઈએ.
કહેતા તે ધારા ના આંસુ લૂછે છે.
ધારા : બધા કઈ એપ્રીશિયેટ નથી કરી રહ્યા.
ધ્વનિ : બધા નહી જ કરશે.
પણ એપ્રીશિયેટ કરવા વાળા લોકોની સંખ્યા વધતી જશે.
ધારા : તારા ઘરે ખબર....
ધ્વનિ : પડી જવા દે.
કદાચ, હું જે તેમને જણાવવા, સમજાવવા માંગુ છું એ એમને આ લોકો સમજાવી દે જે આટલી કોમેન્ટસ કરી રહ્યા છે.
ધારા : પણ તને....
ધ્વનિ : મને સુરત બોલાવે પણ ને તો હું તારા વગર સુરત નહી જઈશ.
ફિકર નહી કર.
ધારા : આઈ એમ સોરી.
ધ્વનિ : એ ભૂલ નું જે તે કરી જ નથી??
તને અંદાજો પણ છે કે કાલે મને કેટલી ખુશી થઈ છે અને ત્યારે હું કેટલી ખુશ છું??
ધારા હલકું મુસ્કાય છે.
ધ્વનિ : બસ, હજી થોડું વધારે સ્માઈલ કર અને હસતાં મોઢે નીચે ચાલ.
બધુ બરાબર છે અને આગળ વધુ સરસ થતું રહેશે.
ધારા ધ્વનિ ને ભેટી પડે છે.

* * * *

બપોરે

સ્મિત અને ધારા રૂમમાં સાથે શગુન નું કામ કરી રહ્યા હોય છે.
ધારા : તારા મમ્મી પપ્પા કેમ છે??
સ્મિત : હમણાં ખૂબ ખુશ છે અને એમની આદત પ્રમાણે ચિંતામાં પણ છે.
ધારા : સાચું કહું,
મને તો લાગતું જ નહી હતુ કે તમે લોકો આવશો.
સ્મિત : પરંપરા ની અને મારી બહુ જ ઈચ્છા હતી એટલે મે મનાવી લીધા.
પરંપરા તો એક શબ્દ પણ નથી બોલી.
ધારા : બરાબર છે.
સ્મિત : આમ પણ આ બાળક આવે એ પહેલા બહાર ફરવાનો છેલ્લો મોકો હતો.
પછી બાળક જ્યાં સુધી 6 મહિનાનું નહી થઈ જાય ત્યાં સુધી શહેરની બહાર ફરવા જવાનું નામ પણ નહી લેવાનું.
અને બાળક 3 મહિનાનું નહી થઈ જાય ત્યાં સુધી મમ્મી ઘરની બહાર નહી નીકળી શકે.
હવે આનું....
ધારા : આ બધા પાછળ કારણો હોય.
સ્મિત : પણ એક તો છેલ્લા મહિના ચાલતા હોય એટલે સ્ત્રી એમ પણ ઘરમાં જ હોય ફક્ત ડોક્ટર ને ત્યાં જવા બહાર નીકળે.
અને પછી બીજા 4 - 6 મહિના સુધી તમે એને ઘરની બહાર જ નહી નીકળવા દો અને બધુ સમજાવ્યા કરો તો તે સ્ત્રી ને કેવું ફીલ થાય....
ધારા : તું હશે ને એની સાથે.
અમે લોકો પણ આવતા જતા રહીશું.
સ્મિત : હું શું કહું છું,
હું વાત કરીશ તો પરંપરા માનશે નહી.
ધારા : શેના માટે??
સ્મિત : પિયર આવી જવા માટે.
ધારા : પણ એ....
સ્મિત : તું મારી મમ્મી ને ઓળખે છે ને.
ધારા : તને લાગે છે એ આ વાત હું કહીશ તો માનશે??
સ્મિત : તમારા મમ્મી પપ્પા કહે તો માનશે જ ને.
ધારા : નહી માને.
સ્મિત : પપ્પાને એ ના નહી કહે.
ધારા : એણે મમ્મી ને પહેલા જ કહી દીધું છે કે હું સાસરે જ રહીશ.
તું મને ઘરે નહી બોલાવતી.
પરમ દિવસે જ મમ્મી મને આ કહેતી હતી.
સ્મિત : એટલે....
ધારા : એને નહી વાંધો આવે સ્મિત.
સ્મિત : મારી મમ્મી એને શાંતિથી બેસવા સિવાય કઈ કરવા નહી દેશે.
એ પણ ઘરમાં બેસાડી રાખશે.
અને એનાથી નથી બેસાતું આપણ ને ખબર છે.
પછી એનો મૂડ ખરાબ થશે અને....
ધારા : તે કેટલું બધુ વિચારી લીધુ....!!
સ્મિત : અને આઈ એમ સોરી ટુ સેય ધીસ બટ....
પછી મમ્મી ઈન્સિક્યોર થઈ જશે કે પરંપરા ની જેમ બાળકને પણ ઈન્સોમ્નિયા આવશે અને એ એવું નહી થાય એના માટે બધુ કર્યા કરશે અને પરંપરા પાસે કરાવ્યા કરશે.
જે મને નથી જોઈતું.
કારણ કે પરંપરા મમ્મી સામે વધારે બોલતી જ નથી એટલે બધુ કર્યા કરશે.
અને....
સ્મિત એની અકળામણ ખાલી કરે છે.
ધારા : અને તારાથી એ જોવાશે નહી.
સ્મિત : હા.
તું કહે તો હું તમારા મમ્મી પપ્પા સાથે વાત કરું.
મને કોઈ વાંધો નથી.
પિયર આવશે તો એ બધુ એને જે કરવું હોય તે પણ કરી શકશે અને કામ પર પણ આવી શકશે.
ધારા : હંમ.
સ્મિત : કેવું લાગે નહી....
હું પોતે જ મારી મમ્મી વિશે આવું બોલું છું.
ધારા : હું એમને મળી છું એટલે સમજી શકું છું.
સ્મિત : થેન્કસ.
ધારા મુસ્કાય છે.

* * * *


~ By Writer Shuchi



.