Ashapurama: - Mother's Madh in Gujarati Travel stories by वात्सल्य books and stories PDF | આશાપુરામાઁ -માતાનો મઢ

Featured Books
Categories
Share

આશાપુરામાઁ -માતાનો મઢ

🌹આશાપુરા માતા મંદિર🙏🏿
માતાનોમઢ (કચ્છ )ગુજરાત

#આશાપુરામાતા,માતાનોમઢ -કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૯૦ કિ.મી.ના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલું છે,જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં "માતાનામઢ" તરીકે પ્રસિદ્ધ છે.આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે.અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે,પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે.
એવું કહેવાય છે કે આજથી લગભગ વરસો પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો.તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરતો.તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે:વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે.પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં.વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો.પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો.અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા.પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલાં જ મંદિરના દ્વાર ખોલી દીધા.જેને કારણે માતાજીની અર્ધવિકસીત નિર્માણ રહ્યું.પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી.માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માગવા કહ્યું.વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ,માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું.ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદર શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું.પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.
અહીં યાત્રિકોને આવવા જવા બસ અને પ્રાઇવેટ વાહનની સગવડ મળી રહે છે.ભુજથી આશરે 90કિલોમીટર જેટલું અંતર હોવાથી અજાણ્યા યાત્રિકોએ સાહસ કરવા જેવું નથી.કેમકે ભુજથી રાતના આઠ વાગ્યા પછી એસ.ટી.ની સગવડ નથી.કોઈ પ્રાઇવેટ વહી્કલ કરીને આવી શકાય છે.
અહીં સાંજે સાત વાગ્યા પછી માતાજીના દર્શન માટે બારણાં બંધ થાય છે અને મંગળા આરતી વખતે સવારે પાંચ વાગે ખુલે છે.મંદિર ટ્રસ્ટ દ્વારા દૂર થી આવતા યાત્રિકો માટે ભોજન અને રહેવાની ફ્રી માં સગવડ કરી છે.રાત્રે યાત્રાળુ ગમે ત્યારે આવીને અહીં રોકાઈ માતાજીના દર્શનનો મંગળા આરતીનો લાભ લઇ શકે છે.ધર્મશાળામાં રોકાવા માટે જરૂરી આધારકાર્ડની જરુર રહે છે.બાકી મંદિરની ધર્મશાળામાં રહેવાની પથારી, બાથરૂમ સાથે સગવડ છે.અહીંના ટ્રસ્ટીઓ તરફથી ખૂબ સારો સાથ મળે છે.આપણે માત્ર સ્વચ્છતા અને મંદિર પ્રાંગણમાં શોભે તે રીતે વર્તન આવશ્યક છે.
સવારે ખૂબજ શાંતિથી અને ખૂબ નજીકથી માતાજીની આ ભવ્ય ચાર આંખવાળી આશાપુરા માતાજીની મૂર્તિનાં દર્શન કરી અમેં બેઉ (પત્ની સાથે)ધન્યતા અનુભવી.રાત્રે બસમાં મુસાફરી સાથે માતાજીનું સ્મરણ કરતાં કહ્યું કે મારી પત્નીને મુસાફરી દરમ્યાન ઉલટી,માથું દુખવું,લૉ પ્રેશરની તકલીફ છે.માટે તારા દર્શન માટે આવીએ છીએ તેથી કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. તેમજ મારે માટે આ વિસ્તાર અજાણ્યો હોઈ સિદ્ધપુર ડેપોની બસ માતાનામઢ ખાતે રોજ આવે છે.મારે પાટણથી આવવાનું હતું.આ બસના બન્ને કર્મીઓના સહકારથી અમને બેઉને મંદિર પરિસર સુધી પહોંચવાની સરળતા રહી.માટે તેઓને પણ ખૂબ ખૂબ માતાજીના આશીર્વાદ મળે તેવી શુભકામના.અહીં મંદિરની નજીક બજારમાં કટલરી,પ્રસાદ વગેરે મળે છે.ખૂબજ ધીરજ અને શાંતિથી માતાજીનાં દર્શન આપ સૌ કરો તેવી માતા આશાપુરા માતાજીને પ્રાર્થના.
તા.09/02/2022 : બુધવાર સમય :6:21am
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)