The Author Aman Patel Follow Current Read મારો દેશ અને હું... - 4 - ન્યાયતંત્ર By Aman Patel Gujarati Magazine Share Facebook Twitter Whatsapp Featured Books જીવન એ કોઈ પરીકથા નથી - 5 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે... શ્યામ રંગ....લગ્ન ભંગ....5 ભાગ-5કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત ત... ક્ષમા વીરસ્ય ભુશણમ क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा। क्षमा वशीकृते... ભીતરમન - 56 હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદ... તારી પીડાનો હું અનુભવી - ભાગ 20 આટલું બોલતા જ મિરાજ ભાંગી પડ્યો. એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો.... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Aman Patel in Gujarati Magazine Total Episodes : 5 Share મારો દેશ અને હું... - 4 - ન્યાયતંત્ર 1.7k 4.3k 1 ત્રીજો સ્તંભ છે... 4 ન્યાયતંત્ર અને કાયદા વિભાગ 😄😄😄 શરૂઆતમાં જ સ્માઈલી મૂકી દીધા કારણ કે આપણું ન્યાયતંત્ર માટે આના સિવાય તો બીજું કઈ મગજમાં જ નથી આવતું... 😂... અમુક રાજ્યોમાં દારૂ બંધી છે છતાં આ જ રાજ્યોનાં રોડ પર "નશા કરકે વાહન ચલાના ગુનાહ હે"ના સૂત્રો લાગ્યા હોય હવે એ ન સમજાયું કે નશાનો સામાન જ જ્યાં મળતો નથી 🤔😜ત્યાં વળી નશો કરીને કોઈ વાહન કેમ ચલાવતું હશે અને જેણે ચોરી છુપી🤔 થી કોઈ નશો કર્યો હશે અને વાહન ચલાવતો હશે, શું તે આ સૂત્ર વાંચતો હશે? ફરીથી 🤔🤔🤔 એક અધિકારી કોઈ ટુ વ્હિલર કે સાદી ફોર વ્હિલર વાળાને રોકીને એવા દમામથી તબડાવીને પહોંચ ફડાવી તેના એક દિવસ કે અઠવાડિયા કે મહિના ની કમાણી પડાવે છે પણ જે કાયદા તૂટે છે તે ન જ તૂટે એ માટે કોઈ વ્યવસ્થા કરતા નથી કારણ કે મજા કાયદો તૂટે એમાં છે... અને હા આ બધું પાછું કોઈ મોંઘી ગાડીવાળા કે રાજકારણી કે અધિકારીઓના વંશ વારશ કે ખુદને લાગુ પડતું નથી.... રૂપિયાનો ટાર્ગેટ આપી ને ટિમ આખી મોકલાઈ છે ભ્રષ્ટાચાર માટે...અને થાય છે એવુ કે નાના ચોરને પ્રેરણા મળે છે મોટા થવાની.... કેટલાક પ્રામાણિક અધિકારી ઓ આખો ખેલ આંખો મીંચીને જુએ છે અને જો બોલે તો કાં ટ્રાન્સફર કે સસ્પેન્ડ ના ઓર્ડર મળે છે... અરે નવા નવા બનતા કાયદા તંત્રના કાર્યકરો બીજાને આ તંતર (તંત્ર નહિ હોં )માં ન આવવાની સલાહ આપે છે.ન્યાય માંગવા જવાની તો વાત જ ન કરવી કારણ કે સામાન્ય માણસ માટે તો ન્યાય મેળવવાં કરતા તેના માટેની પદ્ધતિ જ ખબર નથી હોતી. અને ન્યાય તો એટલી ઝડપે મળે કે અરજદારના પૌત્રને ચુકાદો સાંભળીને ખબર ન પડે કે હવે દાદાએ દાખલ કરેલ કેસ વિશે કહેવું કે નહિ. અને હા, પાછો આ ન્યાય આપણા આરોગ્ય વિભાગ કરતા તો પાછો સસ્તો મળે એ જુદું... દરેક રાજ્ય, દરેક તાલુકા અને જિલ્લામાં દરેક વ્યક્તિ એ ન્યાય બદલે છે... એ સ્વીકાર્ય કારણ કે ભારત તો વિભિન્નતાઓનો દેશ છે પણ ન્યાયપાલન માં જોવામાં આવતી ભિન્નતા આ ગુણધર્મ ના આધારે નય બની બેઠેલા સત્તાધીશોના આધારે છે...સામાન્ય વ્યક્તિ માટે બનાવવામાં આવતા નિયમ કે કાયદા અસામાન્ય એવા અસામાજિક તત્વોને લગતા નથી... જે પરીક્ષાઓ દ્વારા અધિકારીઓ નિમાય છે, કોઈ ચૂંટણીમાં સંવેદી પ્રક્રિયા દ્વારા સરપંચ કે ધારાસભ્ય બને તેમની નિમણુંક બાબતે દાખલ કરેલ કેસ તેમની પુરી ટર્મ પુરી થતા પણ ચુકાદો આવતો નથી... કોઈ આતંકવાદી કે રેપિસ્ટ દ્વારા કરાયેલ જઘન્ય કૃત્ય સાબિત થયાં છતાં તેમને સજા મળતા વર્ષો ચાલી જાય છે... રાજકારણ માં શિક્ષણ નથી પણ શિક્ષણ અને ન્યાયતંતરમાં ભારોભાર રાજકારણ છે... આપણને પણ આ સહન કરવાની ટેવ પડી છે... સોના જેવું સોનુ પણ સમય જતા પોતાની સર્વિસ માંગે છે પણ આપણાં બંધારણ કે કાયદા માં ભાગ્યે જ સુધારા થાય છે... અને થાય તો પણ તેમની અમલવારી કે અસરકારકતા જોવામાં ફરી રાજકારણ આવી જાય છે... કાયદાનું શિક્ષણ, આત્મરક્ષાનું શિક્ષણ પાયમાંથી આપવું રહ્યું. ન્યાય તંત્ર અને તેમના પાલનકર્તાઓ ને સ્વયં પ્રેરિત મર્યાદા સાથેની ક્ષમતા આપવી જોઈએ. દરેક કાયદા કે નિયમની અસરકારકતા, તેમની સાર્થકતા, યોગ્યતા ચકાસી તેનું નિરપેક્ષ મૂલ્યાંકન - સમીક્ષા - સુધારણા અને અમલવારી કરવી જોઈએ... આવું તો ઘણું છે અને આવું ન કર્યું તો પછી ફરી પાછું 😄😄😄🤔🤔 ચાલ્યા કરે... પણ એક ખૂબી છે હો....આ બધાના કારણે દેશનો ચોથો સ્તંભ...માહિતી આદાન પ્રદાન વિભાગ બિચારો ભૂખ્યો નથી રહેતો... ‹ Previous Chapterમારો દેશ અને હું... - 3 - શાળા › Next Chapter મારો દેશ અને હું... - 5 - એકલવ્ય Download Our App