Love of city in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | શહેરપ્રેમ

The Author
Featured Books
Categories
Share

શહેરપ્રેમ

કોઈ પણ શહેર પ્રગતિ પથ પર આગળ વધી રહ્યું હોય એમાં ત્યાંના નાગરિક બહુ મોટો ભાગ ભજવતા હોય છે.

નોંધ: આ વાત લોકડાઉન ચાલુ થયું એ પહેલાં ની છે. એટલે કે જાન્યુઆરી ૨૦૨૦ આસપાસ.

હવે પ્લિઝ આગળ વાંચો.

પ્રજાના ટેમ્પરામેન્ટ અને ઓવરઓલ અભિગમથી તમે શહેરની તાસીર જાણી શકો છો. આ શહેરની પ્રગતિ માટે મૂળભૂત કારણરૂપ છે. કામમાં ઝડપ છે, પણ ધીરજ પણ ગજબ જરૂરી છે.

એક અંગ્રેજી શબ્દપ્રયોગ છે. Mind Your Own Business (MYOB). અને એનું સરળ ગુજરાતી થાય તું તારું કર (TTK).

આ જો કોઈ કરે તો અન્યને અત્યંત શાંતિ પૂર્વક જીવવા મળશે. આ MYOB / TTK મુંબઈમાં જીવનમંત્ર જણાયો. દરેક વ્યક્તિ ખુદની દુનિયામાં. મદદ માંગો તરત જ મળશે. પણ બે મતલબ ફિઝુલ નડતરરૂપ ક્યારેય નહીં થાય.

હું અંબરનાથથી કુર્લા જતો હતો, ગણતરી એ હતી કે કુર્લા થી અંધેરી બીજી લોકલ મળી જાય. હવે મુંબઈના વસવાટમાં વિસ વરસનો ગેપ દેખાણો. ટ્રેનમાં અન્ય મુસાફરોને કન્ફર્મ કરતાં જણાવ્યું કે ઘાટકોપર ઉતરી મેટ્રો પકડો. દોઢ થી બે કલાક બચશે.

શાલીનતા અને સહકારથી કામ કરવા માટે ત્યાં મફત ટ્યુશન લેવા એક મહિના માટે જવું જોઈએ.

આ વખતે મુંબઈ માં ચારેય ટ્રેન સિસ્ટમમાં પ્રવાસ કર્યો. પશ્ચિમ, મધ્ય, હાર્બર અને મેટ્રો.

દરેક રેલ્વે સિસ્ટમ નો અલગ અલગ અનુભવ. પણ ઉડીને આંખે વળગે એવું નિરીક્ષણ : સ્વચ્છતા એકદમ સારી રીતે જાળવી છે. સ્ટેશન પણ ચોખ્ખા. થુકાથુક કરતી પ્રજા અલભ્ય. હાર્બર સીવાય ટ્રેનમાં એનાઉન્સમેન્ટ સીસ્ટમ પણ સાથે ડીસ્પલે. પુઢચા સ્ટેશન ડોમ્બીવળી આહે. સાથે હિન્દી અને અંગ્રેજી ભાષામાં એનાઉન્સમેન્ટ થયા રાખે. મેટ્રો માં તો દરવાજા કઈ દિશામાં ખુલશે એ પણ જણાવે.

ઘાટકોપર મેટ્રો સ્ટેશનના અપર ડેક પ્લેટફોર્મ પર સ્વયંભૂ લાઈનમાં લોકો ઉભા રહીને રાહ જોતા નજરે જોયા. રાત્રે પોણા અગ્યાર વાગે. ઉતરતા અને ચડતા લોકો રઘવાટ વગર લાઈનમાં જ. ટ્રેન એકદમ.સ્વચ્છ.

પ્લેટફોર્મ પર ટિકિટ કીઓસ્ક દ્વારા ટિકિટ લેવા માટે લાઈન વધુ. ડીજીટલ ઈન્ડીયા. એસ્કેલેટર્સ, લીફ્ટ ફુલ ફંક્શનલ, નોર્મલ ફુડ સ્ટોલ ઉપરાંત બ્રાન્ડસ પણ ઠેરઠેર.

પ્રજાનું ચરિત્ર જણાઈ આવે આ બધું જોયા બાદ. ગામ હોય ત્યાં ઉકરડો તો રહેવાનો જ. અમુક ચોક્કસ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ પાલન, અવ્યવસ્થા, ગંદકીના ઢેર. બાકી એ વિસ્તારો સીવાય બધે જ રાત્રે બાર વાગે પણ સિગ્નલ મુજબ જ ટ્રાફિક ચાલે.

આજુબાજુ જુઓ તો ઊંચા મકાનો, બહાર કપડાં સુકાતા જોવા ના મળે અને ઊંચી ઓફિસો માં ધાબે હોર્ડિંગ બોર્ડ પર સરસ મજાની લાઈટ, બ્રિજ બધાં ચોખ્ખા, અરે રસ્તા ની વાત કરી યે તો કોઈ એક લાઈન માં વાહન ચલાવતું હોય તો બીજી લાઈન માં તો ના જ જાય.
આ જનરલ ઓબ્ઝર્વેશન છે.
મુંબઈ ના એક યુવાન નો વાત કરીયે...
કોર્પોરેટ કે સોશિયલ લિડરશીપ વિશે ઘણું વાંચવા કે જાણવા મળે છે. ઘણા લીડર હોદ્દા થી જીવે અને ઘણાથી હોદ્દા મહાન બનતા હોય છે. અચાનક કે બહોળા અનુભવ પછી પણ હોદ્દો મળ્યે સ્વભાવગત એમની અસલી ઓળખ ક્યારેક તો છતી થઈ જ જાય છે. બે દાયકાની કોર્પોરેટ કરીયર અને એટલી જ NGO સાથે કાર્ય દરમ્યાન ઘણા ઉત્તમ અને થોડા અલગ અલગ નેતૃત્વ હેઠળ કામ કરવા મળ્યું અને ઘણું શીખવા મળ્યું.

વિનમ્રતા કે હમ્બલનેસ એક મહત્વનું પાસું છે જે હોદ્દા કરતાં વધારે મહત્વનું સ્થાન ધરાવે છે.

એક સત્ય પ્રસંગ કથા.

ફ્લેટ ટાયર એક્પીરીયન્સ.

NELCO ટાટા ગૃપની ઈન્ડસ્ટ્રીયલ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક કંપનીમાં એક યુવાનને એક્ઝિક્યુટિવ આસીસ્ટન્ટ તરીકે એસાઈન્મેન્ટ મળ્યું હતું. આ એની કારકિર્દીની શરૂઆત હતી. હોદ્દો સંભાળ્યા પછી નાસિક ખાતે પ્લાન્ટ વિઝીટ માટે નીકળ્યા.

સાથે નેલ્કોના ત્રણ સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પણ હતા.

મુંબઇ થી નાસિક જતાં હાઈવે પર કારના ટાયરમાં પંક્ચર પડ્યું. અને ડ્રાઈવર ટાયર બદલાવવાની પ્રોસેસ કરતો હતો. પેલા ત્રણ વાઈસ પ્રેસિડેન્ટ આ અચાનક મળેલા બ્રેકને એન્જોય કરતા હતા. સ્મોકિંગ અને રોડની સાઈડ પર ગપ્પા મારતા હતા. ત્યાં એમને ખ્યાલ આવ્યો કે એ યુવાન ક્યાંય દેખાતો ન હતા. એ યુવાન ક્યાં ગયો એ માટે શોધવા એ ઉભા થઇ જોવા ગયા ત્યાં એમનું ધ્યાન ડ્રાઈવર પર પડ્યું. એ તો ડ્રાઈવરની બાજુમાં બેસીને જેક ચડાવવામાં મદદ કરી રહ્યા હતા. અને ટાયરના બોલ્ટ્સ બદલાવતા હતા.

ટાયર બદલાવી જાણે કશું ન કર્યું હોય એમ કારમાં ગોઠવાઈ ગયા. એ યુવાન બીજો કોઇ નહીં પણ રતન ટાટા હતા.

અને એમના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ્સ ને અંદાજો મળી ગયો કે આ કેવા ભવિષ્યમાં નેતા બનશે. અને આ તો એમની શરૂઆત હતી.

Humility is hallmark of Great Leaders.

મુંબઈ એટલે જ આગળ છે...
આશિષ