Dashing Superstar - 60 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-60

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-60


(અકીરા કિઆરાને બરબાદ કરવા નમિતા અને અજયકુમારની મદદ મેળવવા માંગતી હતી પણ તે લોકોએ ના કહી.તેની મા મધુબાલાએ તેના કઝીન હિરેનને બોલાવી એક પ્લાન ધડ્યો સિમાને પાછી લાવવા કહ્યું.કિઆરાએ પોતાના અને એલ્વિસના પ્રેમ વિશે અને પોતાના નિર્ણય વિશે પોતાના પિતાને કહ્યું.તેને લવ શેખાવતનો સપોર્ટ મળ્યો.કિઆરાએ બધાને ડિનર માટે બોલાવ્યા.ડિનર કરાવીને તે પોતાનો નિર્ણય જણાવવા જતી હતી કે બધાના મોબાઇલમાં મેસેજ આવ્યો.)

બધાંએ પોતાનો મોબાઇલમાં તે મેસેજ ઓપન કરીને જોયો.બધાંના મોબાઇલમાં એક જ પ્રકારનો મેસેેજ આવ્યો હતો.તે મેસેજ એક વીડિયો હતો.કિઆરાએ તે વીડિયો પોતાના મોબાઇલમાં પ્લે કર્યો.તે વીડિયો શાંતિપ્રિયાનાનીએ એક નકલી સીમકાર્ડ ખરીદીને તેના પરથી મોકલેલો હતો.તે જાનકીદેવી અને આયાનનો વીડિયો હતો.

આજે જ્યારે તેમને ખબર પડી કે કિઆરાએ બધાંને ડિનર પર આમંત્રિત કર્યા છે ત્યારે જ તેમણે આ પ્લાન બનાવી લીધો હતો.તે છુપાઇને બહાર ગયા એક નકલી સીમકાર્ડ ખરીદીને આવ્યાં અને તેમાંથી આ વીડિયો બધાં જમી લે પછી મોકલવાનું નક્કી કર્યું.જેથી જાનકીદેવીનું અપમાન થાય.કાયના વાળા કિસ્સા પછી જાનકીદેવી અને શ્રીરામ શેખાવત વચ્ચે અંતર આવી ગયું હતું જેમા આ વીડિયો વધારો કરવાનો હતો.

શાંતિપ્રિયાબેન આજે જાનકીદેવી અને શ્રીરામ શેખાવત વચ્ચે એક એવી દિવાલ રચવાના હતા.જે તેમને એક જ ઘરમાં પણ એકબીજાથી દૂર કરી દે.

અહીં કિઆરાએ તે વીડિયો પ્લે કર્યો જે જોઇને બધાને આઘાત લાગ્યો.કિઆરા આ ઘરમાં સૌથી વધુ લાડકી જાનકીદેવીની હતી અને તેમણે જ કિઅારાને તેના પ્રેમથી દૂર કરવાનું ષડયંત્ર રચ્યું.તેની આંખોમાં આંસુ હતા અને સાથે સાથે એક વેધક પ્રશ્ન પણ હતો કે કેમ દાદી તમે મારો પ્રેમ છિનવવા માંગો છો?

કિઆરા રસોડામા ગઇ અને સૌથી મોટું તથા ધારદાર ચપ્પુ લઇ આવી.આ ચપ્પુ તેણે જાનકીદેવીને ધર્યું.

"લો દાદી,મારું ગળું કાપીને મારો જીવ લઇ લો.તે ના થાય તો મારા કાંડાની નસ કાપી લો."આટલું કહી કિઆરાએ પોતાના હાથનું ચપ્પુ જાનકીદેવીને આપવા જબરદસ્તી કરી.જાનકીદેવીએ ચપ્પુ ફેંકીને કિઅારા સામે હાથ જોડ્યાં.તે ખૂબજ શર્મિંદગી અનુભવતા હતાં.તે સમજી ના શક્યા કે આ વીડિયો કોણે બનાવ્યો અને ક્યારે.અચાનક તેમનું ધ્યાન શાંતિપ્રિયાબેન પર ગયું જેમણે કોઇને ના દેખાય તે રીતે જાનકીદેવીને આંખ મારી.તે બધું જ સમજી ગયાં.આ વીડિયો જોઇ બધાં જ આઘાતમાં હતાં.આયાનનું માથું નમેલું હતું.

"સોરી કિઆરા,આ વાત મે તને ના જણાવી.હું નહતો ઇચ્છતો કે તું તારા દાદીને નફરત કરે.હું તને પ્રેમ કરું છું પણ મારો પ્રેમ મારા સુધી જ સિમીત રાખ્યો છે.એલ્વિસ સર,કિઆરા તમારીજ છે."આયાને કહ્યું.

"થેંક યુ આયાન,તે આ વાત ફરીથી સાબિત કરી છે કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને તેનાથી પણ બેસ્ટ માણસ છે.

દાદી,હું તમને કઇ ખરું ખોટું નહીં સંભળાવું પણ આ વીડિયો જોઇને મારો મારા નિર્ણય પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે."કિઆરાએ કહ્યું.

"જ‍ાનકીદેવી,હું તમને ખૂબજ પ્રેમ કરતો હતો અને મારી નજરમાં તમારું ખૂબજ માન હતું પણ હવે તમે તે ગુમાવી ચુક્યા છો.જે તમે કાયના અને રનબીર સાથે કર્યું તે હું તમને કિઆરા અને એલ્વિસ સાથે નહીં કરવા દઉં."શ્રીરામ શેખાવતે ગુસ્સામાં કહ્યું.

"દાદુ,એક મિનિટ મારો નિર્ણય સંભળાવતા પહેલા હું કઇંક બીજું કહેવા માંગુ છું.આજે સવારથી મને આપણા ઘરમાં એક સદસ્યની હિલચાલ ખૂબજ શંકાસ્પદ જણાતી હતી.તેથી મે રસોડાનું કામ કરવાની સાથે તે વ્યક્તિ પર નજર રાખી.તમેઆ વીડિયો જોયો તમને તે આશ્ચર્ય નથી થતું કે આ વીડિયો કોઇએ બનાવ્યો છે અને જાણીજોઇને અત્યારે બધાની હાજરીમાં બધાને મોકલ્યો.જેથી દાદીના માનસન્માન પર અસર થાય."કિઆરાએ પૂછ્યું.

"કિઆરાની વાત સાચી છે.કોઇ છે જે માસાહેબને બદનામ કરવા માંગે છે.તે વ્યક્તિ વિશે હું જલ્દી જ માહિતી મેળવી લઇશ."કુશે કહ્યું.

"કુશડેડુ,તમારે તે મહેનત કરવાની જરૂર નથી.મને ખબર છે કે આ કામ કોણે કર્યું છે.આજે જ્યારે હું અહીં રસોડામાં કામ કરતી હતી ત્યારે એક સદસ્ય છુપાઇને ઘરની બહાર ગયું.મે મારા એક મિત્રને તેમનો પીછો કરવા કહ્યું.તેમણે ચોરીથી એક નકલી સીમકાર્ડ ખરીદ્યું અને અત્યારે જ આપણી હાજરીમાં જ બધાને મેસેજ કર્યો.તે વ્યક્તિ અને તે મોબાઇલ અહીં જ હાજર છે.કેમકે તે વ્યક્તિ રીઢો ગુનેગાર નથી એટલે તેણે લાંબુ ના વિચાર્યું અને તે મોબાઇલ ચાલું રાખ્યો."કિઆરા આટલું કહીને શાંતિપ્રિયા નાની પાસે ગઇ અને તે મોબાઇલ લીધો.

" કેમ નાની?મારા દાદા અને દાદી વચ્ચે ગેરસમજ ઊભી કરવા માંગો છો?તમે મારા નાની છો અને એ વાતનું હું માન જાળવવા માંગુ છું.તમને એક મેસેજ આવ્યો છે.આ તમારી આવતીકાલ બપોરની અમદાવાદ જવાની ટીકીટ છે.નાનુ તમને ખૂબજ મિસ કરે છે અને તમારા વગર તેમને ખૂબજ અગવડ પડે છે."કિઆરાએ પોતાના નાનીનું માન જાળવતા તેમને વધુ કઇ ના કહ્યું પણ કિઆરા અને બાકી બધ‍ાંની તીખી નજર તે સહન ના કરી શકતા તેમણે નજર ઝુકાવી દીધી.

"મને માફ કરી દો.બદલાની ભાવનાએ મને આંધળી કરી દીધી હતી."નાનીએ બે હાથ જોડીને કહ્યું.

"દાદી,તમારી આ હરકત પછી તો હું મારો નિર્ણય કોઇપણ કાળે નહીં બદલું.મારા નિર્ણય વિશે પપ્પા બધાને જણાવશે."કિઆરા આટલું કહીને એલ્વિસ પાસે ગઇ અને તેનો હાથ પકડ્યો.

વીડિયોકોલમાં લવ શેખાવત આ બધું જોઇને થોડો વિચલિત થઇ ગયો પણ તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું,"હું જે પણ કહેવા જઇ રહ્યો છું.તે નિર્ણય કિઆરાનો છે પણ તેના પર મે અને કિઆરાએ ઘણીબધી ચર્ચા કરી.છેલ્લે અમે એક નિષ્કર્ષ પર આવ્યા છીએ."

આટલું કહીને લવ શેખાવત અટક્યો.શિના પણ તે જાણવા ખૂબજ ઉત્સુક હતી.લવ શેખાવતે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો,"આવતા અઠવાડિયામાં સારું મુહૂર્ત જોઇને કિઆરા અને એલ્વિસની સગાઇ કરાવીશું અને પછી..."લવ અટકી ગયો.

"અને પછી લગ્ન?આ ઊંમરે?"જાનકીદેવી કટાક્ષમાં બોલ્યા.

"ન‍ા,આ ઊંમર નથી તેની લગ્ન કરવાની,હા પણ પ્રેમમાં પડવા માટે તેની ઊંમત બરાબર છે.એટલે અમે નક્કી કર્યું છે કે જેમ લગ્ન પછી છોકરીની વિદાય કરવામાં આવે તેમ કિઆરાની વિદાય થશે અને તે જશે હંમેશાં માટે એલ્વિસના ઘરે;તેના ઘરે."લવ શેખાવત બોલ્યો.

"તો લગ્ન નથી કરવા પણ વિદાય કરવી છે.તું કરવા શું માંગે છે?કહેવા શું માંગે છે?"શ્રીરામ શેખાવતને પણ વાત ના સમજાઇ.એલ્વિસ અને વિન્સેન્ટ પણ સમજી નહતા શકતાં.

"કિઆરાએ નિર્ણય લીધો છે કે તે એલ્વિસ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેશે."લવ શેખાવતની વાત સાંભળીને રૂમમાં સોંપો પડી ગયો.

બધાં જ આઘાતમાં હતા.એલ્વિસ કિઆરાના આટલા બોલ્ડ નિર્ણયથી આશ્ચર્ય પામ્યો.

"હાય હાય,લગ્ન કર્યા વગર પતિ પત્નીની જેમ રહેશે?બસ આ જ જોવાનું બાકી હતું.આના કરતા તો કાલે જ આ વિધર્મી અને મોટી ઊંમરના પુરુષ સાથે તેના લગ્ન કરાવીને વિદાય આપી દો."જાનકીદેવીની વાત સાંભળીને એલ્વિસને દુઃખ થયું.

"દાદી,એક મિનિટ.આજ પછી તમે એલ્વિસનું અપમાન કર્યુંને તો હું ક્યારેય તમારી સાથે વાત નહીં કરું.રહી વાત લિવ ઇન રિલેશનશીપની તો મને તેમા કશુંજ ખોટું નથી દેખાતું."કિઆરાએ ગુસ્સામાં કહ્યું.આયાનને ખૂબજ આઘાત લાગ્યો.કિઆરા અને એલ્વિસ એક જ ઘરમાં એકસાથે રહેશે તે વાત તેના માટે અસહનીય હતું.

"લવ,તું બાપ થઇને પોતાની દિકરી માટે આવું કેવીરીતે વિચારી શકે?"જાનકીદેવીએ પૂછ્યું.

"માસાહેબ,મે જે પણ વિચાર્યું છે તે બરાબર જ છે.મારી દિકરીની ભલાઇ એમા જ છે."લવ શેખાવતે કહ્યું.

"પ્રેમ તો અમે પણ કર્યો હતો પણ અમારા પ્રેમમાં આવું બધું નહતું.પવિત્ર હતો અમારો પ્રેમ."જાનકીદેવી બોલ્યા.

"દાદીજી,મે કિઆરાને વચન આપ્યું હતું અને મને તેના નિર્ણય પર પૂરો વિશ્વાસ છે.લિવ ઇન રિલેશન..સાચું કહું તો મને બિલકુલ આઇડિયા નહતો કે કિઆરાએ આવો કઇંક નિર્ણય લીધો હશે પણ મને તેનો નિર્ણય મંજૂર છે."એલ્વિસે કહ્યું.

"દાદી,લિવ ઇન રિલેશનનો અર્થ બિલકુલ એ ન‍થી કે હું અને એલ્વિસ પતિ પત્નીની જેમ રહીશું.પતિપત્નીની જેમ જ રહેવું હોત તો હું એલ્વિસ સાથે લગ્ન જ કરી લેત.હજી હું કોલેજમાં ભણું છું.હું લગ્ન માટે શારીરિક રીતે કે માનસિક રીતે તૈયાર નથી પણ હવે હું એલ્વિસ વગર નહીં રહી શકું.જો હું અહીં રહી તો મને ડર લાગે છે કે હું એલ્વિસથી દૂર થઇ જઇશ.

હું એલ્વિસ સાથે તેના ઘરે લિવ ઇન રિલેશનમાં રહેવા માંગુ છું પણ અમારી વચ્ચે કોઇ જ પ્રકારનો શારીરિક સંબંધ નહીં બને.અમારા બંનેના બેડરૂમ અલગ હશે પણ અમારા મન જોડયેલા રહેશે.હું સતત એલ્વિસની સાથે રહીશ.અમે બંને એકબીજાની આદત,એકબીજાની રહેણીકરણી,એકબીજાની ખરાબ આદત બધું જ જાણી શકીશું.કોઇપણ કપલ પરફેક્ટ નથી હોતું.તમે પણ નથી અને આપણા ઘરમાં એકેય કપલ સો ટકા પરફેક્ટ નથી.અમે પણ નહીં હોઇએ.અમારી વચ્ચે કેટલું તાલમેલ છે કેટલી સમજદારી છે.તે અમે સાથે રહીને જાણી શકીશું.

મારે રોજ રાત્રે ડિનર પર એલ્વિસની રાહ જોવી છે.સવારે ઉઠીને તેમનો ચહેરો જોવો છે.તેમના માટે હેલ્થી બ્રેકફાસ્ટ બનાવવો છે.તેમના માટે બધું જ કરવું છે.હું અમારા બંને વચ્ચે કેટલી સમજદારી છે ,અમે કેટલું એડજસ્ટ કરી શકીએ છીએ તે જાણવું છે.પ્લીઝ દાદુ દાદી,માની જાઓને."કિઆરાએ સમજાવતા કહ્યું.

"હું રાજી નથી.કિઆરા,મારું મન નથી માનતું."શિના બોલી.

"હું પણ નહીં માનું."જાનકીદેવીએ કહ્યું.

કિઆરાએ આંખો બંધ કરી દીધી.તે વિચારી રહી હતી કે તે શું કરે?

કિઆરા પોતાના આ નિર્ણય માટે બધાને રાજી કરી શકશે?
અકીરા સિમાને શોધી શકશે?
જાણવા વાંચતા રહો.